Wednesday, July 10, 2019

નર્મદા બંધનાં ૩૦ દ્વાર બંધ કરાયાં --- 30 closed doors of Narmada dam

🖼🌊🖼🌊🖼🌊🖼🌊🖼🌊🖼🌊
🚪નર્મદા બંધનાં ૩૦ દ્વાર બંધ કરાયાં🚪
🚪🔑🚪🔑🚪🔑🚪🔑🚪🔑🚪🔑
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજરીમાં પૂજનવિધિ કર્યા બાદ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. 

🎯સુપ્રીમ કોર્ટે ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપ્યા બાદ મુખ્ય પ્રધાને નર્મદા મૈયાની પૂજા કરી દરવાજા બંધ કરાવાયા હતા. (નર્મદા ક્ધટ્રોલ ઓથિરિટીએ)

🎯નર્મદામાં ૧૩૮ મીટર સુધી પાણી ભરવા માટે દરવાજા બંધ કરવા મંજૂરી માગવામાં આવી હતી.

📌વધારે પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન
55X60 ફૂટના 23, 60X60 ફૂટના 7 દરવાજા બંધ થવાથી 138 મિટરના લેવલ સુધી પાણી ભરાશે. 
📌વધુ પાણી ભરાવાથી મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થશે. 
📌આ ફાયદો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યને મળશે.
📌હાલમાં નર્મદા ડેમની પાણીની લાઇવ સ્ટોરેજ ક્ષમતા 1.27 મિલિયન એકર ફૂટની છે. દરવાજા બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ લાઇવ સ્ટોરેજની ક્ષમતા વધીને 4.73 મિલિયન એકર ફૂટની થઇ જશે. એટલે કે પાણી 3.46 ગણુ વધુ રાખી શકાશે. જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે.


• દરવાજા બંધ થતાં ૪૦ ટકા વધારાની જળવિદ્યુત ઉત્પન્ન થશે.
• છ લાખ હેક્ટર જમીનને સિંચાઇ કરવા જેટલું પાણી મળી જશે.
• દર વર્ષે ૧ અબજથી વધારે ક્યુબીક વીજળી પેદા થશે.

👁‍🗨🏛🏛ડેમ પર ૨૯ પિલર ઊભા કરવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને દરવાજા લગાડવાની કામગીરી પણ શરૂ થતાં નર્મદા ડેમનું કામ માર્ચ ૨૦૧૭માં પૂર્ણ થઈ જવાની શક્યતા હતી, પરંતુ કેનાલ નેટવર્કનું કામ બાકી હોવાના કારણે યોજનાનો સંપૂર્ણ લાભ મળતા હજુ થોડો સમય લાગે તેમ છે. 

🏛🏛🕋નર્મદા બંધ પર ૩૦ દરવાજા બંધ કરાતાં હવે ૪૦ ટકા પાણી વધુ મળશે. આગામી પંદર દિવસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ વિધિનો કાર્યક્રમ યોજાશે અને મહાનર્મદા દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે. 
🖌🔍🖍૧૦ હજાર ગામ અને ૧૩૧ શહેરને પીવાનું પાણી પૂરુંં પાડતી નર્મદા યોજના હવે ડેમ પર દરવાજા બંધ થવાના કારણે રાજ્યનાં તમામ ગામ અને શહેરોને પીવાનું પાણી પૂરું પાડવાની ક્ષમતા ધરાવશે.

🖌. આ યોજનાથી આજે ગુજરાતના કરોડો લોકોને આ બંધનું પાણી મળે છે એટલું જ નહિ વળી ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢને પણ આનો લાભો મળી રહ્યો છે.

📌રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના ભારતના ચાર રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું સંયુક્ત સાહસ છે. નર્મદા નદીનો સ્ત્રાવ વિસ્તાર 97410 ચો.કિ.મી. છે. નર્મદા નદીના પાણીના સિંચાઇ અને વીજળી ઉત્પાદન માટે ઉપયોગ કરવાનું આયોજન 1946માં શરૂ થયેલ.
👉✅👁‍🗨સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે પાંચમી એપ્રિલ ૧૯૬૧ના રોજ કરવામાં આવ્યું હતું. 
💠આ યોજનાના ખાતર્મુહૂત થયાને પંચાવન વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે નર્મદા ડેમની કામગીરી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘🔘🔘તબકકાવાર વધેલી ઉંચાઇ🔘

♦️ફેબ્રુઆરી ૧૯૯૯માં સર્વોચ્ચ ન્યાયાલયે પ્રારંભિક ૮૦ મીટરની ઉંચાઇથી ૮૮ મીટર સુધી વધારવા માટેની લીલી ઝંડી આપી.
ઓક્ટોબર ૨૦૦૦માં ફરી એક વાર ૨ વિરુદ્ધ ૧ની બહુમતી વાળા ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને બંધની ઉંચાઇ ૯૦ મીટર સુધી લઇ જવાની પરવાનગી આપી.

⭕️મે ૨૦૦૨માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે (Narmada Control Authority) બંધની ઉંચાઇમાં વધુ પાંચ મીટર ઉમેરવાની સંમતિ આપી.

⭕️માર્ચ ૨૦૦૪માં, વધુ એક વખત ઉંચાઇ વધારવાની મંજુરી મળી, આ વખતે ૧૧૦ મીટર સુધીની.

⭕️માર્ચ ૨૦૦૬માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે ડેમની ઉંચાઇ ૧૧૦.૬૪ મીટરથી વધારીને ૧૨૧.૯૨ મીટર સુધી લઇ જવાની છુટ આપી.

⭕️ઓગસ્ટ ૨૦૧૩ માં, ભારે વરસાદ સ્થળાંતર નર્મદા નદી સાથે ૭,૦૦૦ ગ્રામજનો ફરજ પડી જે ૧૩૧.૫ મીટર (૪૩૧ ફૂટ), ના જળાશય સ્તર વધારો થયો છે.

⭕️જૂન ૨૦૧૪ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ૧૩૮.૬૮ મીટર (૪૫૫.૦ ફૂટ) માટે ૧૨૧.૯૨ મીટર (૪૦૦.૦ ફૂટ)ની ઊંચાઈ વધારવા માટે અંતિમ મંજૂરી આપી હતી

🏴🏁🏴🏁🏴🏁🏴🏁🏴🏁
સરદાર સરોવર યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર આવેલી વિશાળ બંધ, મોટી તેમ જ લાંબી નહેરો તથા મોટા પાયે જળ દ્વારા વિજ-ઉત્પાદન માટેની મહત્વની યોજના છે. આ માટે મુખ્ય બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડીયા નજીક આવેલા નવાગામ પાસે મહદંશે પૂર્ણ થઇ ચુક્યું છે અને બંધ કાર્યરત પણ છે, પરંતુ તેની ઉંચાઇ સતત વધારવામાં આવી રહી છે, જે માટેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. સરદાર સરોવર યોજનાની નહેરો તેમ જ જળવિદ્યુત મથકનું નિર્માણ લગભગ પૂર્ણતાને આરે છે. બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટર (આશરે ૪૪૫ ફુટ)ની સુચવવામાં આવી છે, જે નર્મદા બચાઓ આંદોલનને કારણે વિવાદમાં પડી છે, અને ભારતની સર્વોચ્ચ અદાલત તબકાવાર બંધની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી રહી છે.

🚩આ બંધની શાખા અને પેટા શાખા નહેરો દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લોનાં અંતરિયાળ ગામો સુધી સિંચાઇનું પાણી પહોંચે છે. બાંધકામ ક્ષેત્રે આ બંધ આર.સી.સી. (સિમેન્ટ કોંક્રિટ)થી બનેલા બંધોમાં દ્વિતિય ક્રમે આવતો વિશાળ બંધ છે. હાલમાં આ બંધમાં ઉત્પન્ન થતી જળ વિદ્યુતથી, ગુજરાત ઉપરાંત
રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પણ લાભ મેળવે છે.

🌊સિંચાઇ: ગુજરાતની ૧૭,૯૨૦ ચો.કિ.મી. જમીન, કે જે ૧૨ જિલ્લાલા, ૬૨ તાલુક અને ૩૩૯૩ ગામોમાં પથરાયેલી છે (જે પૈકીની પોણા ભાગની જમીન દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારોમાં છે) અને રાજસ્થાનાં બાડમેર જિલ્લો અને જાલોર જિલ્લો જિલ્લાઓની ૭૩૦ ચો.કિ.મી. ની ઉજ્જડ જમીનને સિંચાઇનું પાણી પુરુ પડશે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment