Wednesday, July 10, 2019

પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન --- Public Interest Litigation

⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖
⚖⚖⚖જાહેર હિતની અરજી⚖⚖⚖
💡💡પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન🔦🔦
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગઈકાલે પી એન ભગવતી નુ અવસાન થયું... તેના દ્વારા મળેલ અમૂલ્ય ભેટ વિશે આજે મારે વાત કરવી છે.. જે બઘા નાગરિકોને સમજવા જેવી છે..
આજરોજ હું યુવરાજસિંહ જાડેજા વાત કરી રહ્યો છું...જાહેર હિતની અરજીના ઉદભવથી લઇને તેના લાભ અને ગેરલાભ વિશે.(લેખ પુરો વાંચી ને સમજવો)

🏡જનહિત યાચિકા – જાહેર હિતની અરજી-PIL
🕍પરિભાષા: જનતાના હિતમાં/જાહેર હિતમાં ન્યાયાલયમાં કરવામાં આવેલી અરજી. 

✋✋35 વર્ષ પહેલા એટલે કે 1982 માં દરેક ભારતીયને પીઆઇએલ (જનહિતની અરજી) લગાવવાનો એક હક મળ્યો હતો.

✋✌️- આ હક આપતી વખતે તે સમયના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પીએન ભગવતીની અધ્યક્ષતાવાળી સાત જજોની બેન્ચે કહેલું કે જો સામાન્ય લોકોના અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે તો કોઇપણ વ્યક્તિ પીઆઇએલ દાખલ કરી શકે છે.
🕍આ અરજી સામાન્ય રીતે ઘણા બધા લોકો/ સમૂહના હિતોની સુરક્ષા કરવાનો એક પ્રયાસ છે.
🏚જાહેર હિતની અરજી અંતર્ગત પરિસ્થિતિ અનુસાર એક વ્યક્તિ પણ સમૂહનો પ્રતિનિધિ પ્રસ્થાપિત થઇ આ પ્રકારની અરજી કરી શકે છે.
🕍સુપ્રીમ કોર્ટ જાહેર હિતની અરજીને ભારતીય ન્યાયિક કાર્યવાહીમાં સામેલ કરેલી છે જેથી કરીને કારોબારી તેમજ ધારાગૃહોને તેમની બંધારણીય ફરજોની પાલન/અમલવારી માટે તેમજ લોકો પ્રત્યેની તેમની બંધારણીય જવાબદારીઓ માટે જવાબદાર બનાવી શકાય.

🕍🕋 PILનો જન્મ USAમાં થયો હતો. આ PIL માત્ર હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ દાખલ કરી શકાય છે.🕋

🕍🕋⛩નિયમ–PIL અંતર્ગત‘લોક્સ સ્ટેન્ડાઇ’નો સિદ્ધાંત લાગુ નથી પડતો અને જનભાવના/લોકલાગણીથી પ્રેરિત કોઇ પણ વ્યક્તિ સક્ષમ ન્યાયની અદાલતમાં આ પ્રકારની અરજી દાખલ કરી શકે છે.
💠👁‍🗨🕋ખોટી અને હેતુપ્રેરિત જાહેર હિતની અરજીઓ સામે ચેતવણી ઉચ્ચારતા ગુજરાત હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે આવી અરજીઓ કરનારા પર તે આકરો દંડ ફટકારશે.
🏚હવેથી જાહેર હિતની અરજી ચકાસશે અને જો એ યોગ્ય નહીં લાગે. હેતુપ્રેરીત અથવા પ્રાયોજીત જણાશે તો આકરો ખર્ચ લાદવામાં આવશે, કદાચ રૂપિયા 50000 અને રૂા.1 લાખનો ખર્ચ વસુલાશે, કેમકે આવી અરજીમાંથી કોર્ટમાં મૂલ્યવાન સમયનો બગાડ થાય છે.

🕋અદાલતોનો સમય બગાડતી અને શુભનિષ્ઠા વગરની અરજીઓને/બોગસ અરજીઓને રોકવા સુપ્રીમ કોર્ટે કેટલાક સુરક્ષાત્મક ઉપાય કરેલા છે.
જે નીચે મુજબના છે.👇 

👉સુરક્ષાત્મક ઉપાય: આરોપ સાબિત કરવાની જવાબદારી અરજી કરનાર અથવા વાદી ઉપર મૂકી શકાય છે.બોગસ અરજીઓના કિસ્સામાં અરજી કરનાર અથવા વાદીને જવાબદાર ઠેરવી શકાય તેમજ તેનાથી અસરકર્તા-નુકસાન પામેલા પક્ષકારોને નુકસાન ભરપાઇ કરવા જણાવી શકાય છે.

🇮🇳🎯🇮🇳‘સમાજમાં ગરીબ વર્ગના લોકોને ન્યાય મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.આ લોકોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે તેમ જ જ્યાં રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાના અમલમાં ચૂક કરે ત્યાં કાયદાને પુન:પ્રસ્થાપિત કરવા માટે જાહેર હિતની અરજી અત્યંત આવશ્યક છે.’👁‍🗨✅🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🎋🎋જાહેર હિતની અરજી કે જેને પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન (પીઆઈએલ) તરીકે કોર્ટમાં ઉલ્લેખવામાં આવે છે તે ન્યાયતંત્ર દ્વારા જ જનતાને આપેલી એક શકિત છે. 
👉કોઈપણ રાજયની વડી અદાલત કે દેશની સર્વોચ્ય અદાલતમાં જાહેર હિતની અરજી ભારત દેશનો કોઈપણ નાગરિક કરી શકે છે ફકત તેમાં શરત એ છે કે જાહેર હિતની અરજીમાં જે મુદ્દો ઉઠાવવામાં આવેલ છે તેમાં કોઈ વ્યકિતગત નહી પરંતુ સમાજના મોટા વર્ગનું હિત સમાયેલુ હોવુ જોઈએ. 
👉જાહેર રસ્તા પર ઉભી કરાયેલ અડચણ, સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામ, પાર્કીગ, જાહેર આરોગ્ય અને સુખાકારી રોડ – રસ્તા – હાઈવે , પાણી, ગંદકી અને પ્રદૂષણ જેવા જાહેર જનતા સાથે જોડાયેલા કોઈપણ મુદ્દા અંગે જાહેર હિતની અરજી હાઈરકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકાય છે. 
👁‍🗨👉જે મુદ્દાને પીટીશનમાં ઉલ્લેખ કરેલ હોય તે અંગેની સંપુર્ણ માહિતી અને જાહેર જનતાને ભોગવવી પડતી હેરાનગતિ અંગેના જરૂરી આધાર પુરાવા સામેલ કરવા જરૂરી છે. કોર્ટમાં એક સામાન્ય પત્ર દ્વારા પણ જાહેર હિતની અરજી ( પીઆઈએલ) દાખલ થઈ શકે છે. 
💠👉પીઆઈએલ ભારત દેશનો કોઈપણ નાગરિક પ્રભાવિત સમૂહ વતી આ અરજી દાખલ કરી શકે છે અને જો તે સક્ષમ હોય તો નામદાર કોર્ટ સમક્ષ યોગ્ય રજુઆત જાતે પણ ( પાર્ટી ઈન પર્સન તરીકે ) કરી શકે છે. 
✅✅સુપ્રીમ કોર્ટના જજ પી.એન.ભગવતીએ જણાંવ્યુ હતુ કે લોકોના અધિકારોને નકારી ન શકાય. 👁‍🗨ઓસ્ટ્રેલિયન કાયદાને આગળ ધરીને તેમણે વધુમાં જણાંવ્યુ હતુ કે જો લોકોના અધિકારોનું ઉલ્લંઘન થતુ હોય તો તેના વતિ કોઈપણ વ્યકિત જાહેર હિતની અરજી કરી શકે છે આ ઉપરાંત તેમણે એ પણ જણાંવ્યુ હતુ કે 
💠👉👁‍🗨જો કોઈ વ્યકિત જાહેર હિત સંલગ્ન પત્ર પણ સુપ્રીમ કોર્ટને લખે તો તેને જાહેર હિતની અરજી તરીકે લેશે.

🔰🔘🔰દેશમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના બાદ જુદા જુદા મહત્વના ચુકાદા દ્વારા કાયદામાં કેટલાક સુધારા અસ્તિત્વમાં આવ્યા છે.એટલું જ નહીં પરંતુ આર્ટીકલ ૧૪,૨૦,૨૧ અને ૩૮ વગેરેની વિભાવનાઓ અવાર-નવાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલી છે.બંધારણીયા અધિકારોની બાબતે પણ ગોપાલન કેસ,કેશવાનંદ ભારતી કેસ,બંધિયાર મુક્તિ મોરચા કેસ જેવા કેટલાક મહત્વના ચુકાદા દ્વારા તે સ્પષ્ટ થાય છે.કાયદાનું અર્થઘટન માત્ર તાર્કિક નહીં પરંતુ તે અનુભવ પણ છે તેવું જસ્ટિસ સોમનાથે એક ચુકાદામાં નોંધ્યું હતું. દેશના કોઇ પણ નાગરિકને ન્યાય મેળવવા માટે ના ન કહી શકાય.

♦️🇮🇳👁‍🗨ન્યાયની કોને જરૂર છે?❓❔જે લોકો ન્યાય મેળવવા માટે અદાલત સુધી જઇ શકતા નથી તેવા લોકો માટે જાહેર હિતની રિટ જેવી વ્યવસ્થા આવશ્યક બને છે.તેના કેટલાંક દૂષણો પણ છે પરંતુ કાયદા હેઠળ ચુકાદા આપવા એ કંઇ સરળ કામ નથી.જાહેર હિતની રિટની દુર્દશા માટે કેટલાક અંશે વકીલો અને જજો પણ તેને ઉત્તેજન આપવા માટે જવાબદાર છે. 
👉👌જયુડિશિયલ એક્ટિવિટીઝ એ પણ જાહેર હિતની રિટ છે.પીઆઇએલ દ્વારા જજ સમાજની કોઇ સાચી સેવા કરી શકે છે.ગરીબોના હક્કો પ્રસ્થાપિત કરવા માટે પણ પીઆઇએલ શ્રેષ્ઠ છે.

👌🙏👌રાજકીય રીતે ઉપયોગ કરવા માગતા હોય કે પછી માત્ર પબ્લિસિટી લેવા માગતા હોય તેવા લોકોના હાથમાં પીઆઇએલનો દંડો ન જવો જોઇએ.જો આમ થાય તો મોટા ભાગની કોર્ટમાં પીઆઇએલનો ભરાવો થઇ જશે અને દેશમાં અનેક ગરીબ લોકો આર્થિક સ્થિતી સારી ન હોવાને કારણે કોર્ટમાં આવી શકતા નથી.🙏આપણે ક્રાંતિકારી બદલાવના તબક્કે છીએ..
🙏હું યુવરાજસિંહ જાડેજા એક નમ્ર વિનંતી સાથે આ વાત કરી રહ્યો છું..
આ એક તથ્ય છે કે તમામ મોટા અને ઐતિહાસિક મહત્ત્વના ફેંસલા જનહિત અરજીઓની જ દેણ છે. જનહિત અરજીઓએ ન્યાયપાલિકા અને વિશેષ રૂપે સુપ્રીમ કોર્ટ પ્રત્યે સામાન્ય લોકોનો ભરોસો વધાર્યો છે, 🙏પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફાલતુ જનહિત અરજીઓ સુપ્રીમ કોર્ટનો અમૂલ્ય સમય બરબાદ કરવાનું કામ કરી રહી છે. કેટલાક એવા સંગઠનો છે જે જનહિત અરજીઓની દુકાનોમાં તબદીલ થઈ ગયાં છે. પ્રશાંત ભૂષણ પાસે કોમન કોઝ ઉપરાંત એક અન્ય સંગઠન સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પણ છે. અસલમાં આ જ કારણે સુપ્રીમ કોર્ટ રોજેરોજ તેમની કોઈને કોઈ જનહિત અરજીની સુનાવણી કરતી દેખાય છે. તેનાથી કોઇ અસંમત ન હોઇ શકે કે જનહિત અરજીઓ કેટલાય ઐતિહાસિક નિર્ણયોનો આધાર બની છે, પરંતુ તેનો કોઈ મતલબ નહીં કે દેશની સૌથી મોટી અદાલત ફાલતુ જનહિત અરજીઓ સાંભળવામાં પોતાનો સમય વેડફે. ક્યારેક એવું લાગે છે કે કેટલાક લોકો ફક્ત એટલા માટે અખબાર વાંચે છે, જેથી નિત નવી જનહિત અરજી દાખલ કરવાનો મસાલો મળે.
💠👉એક તરફ જજોની કમી અને બીજી તરફ એક જ મામલાને વિભિન્ન હાઇકોર્ટોમાં સાંભળવાની છૂટ. શું આ સમય અને શ્રમની બરબાદી નથી? સુપ્રીમ કોર્ટ સમક્ષ ખબર નહીં કેટલાય ગંભીર કેસો પડતર છે, પરંતુ એક જનહિત અરજીને કારણે તે એ નક્કી કરવાની પણ કોશિશ કરી રહી છે કે સંતા-બંતાના જોક્સ કેવા હોવા જોઇએ? સર્જિકલ સ્ટ્રાઇક પર જનહિત અરજીથી તમે વાકેફ જ છો. તેનાથી પણ વાકેફ થઈ જાવ કે રાહુલ ગાંધીની નાગરિકતા નક્કી કરવા, કોહિનૂર હીરાને ભારત લાવવા અને સિંધુ જળ સમજૂતીને ખતમ કરવાને લઈને પણ જનહિત અરજી દાખલ થઈ ચૂકી છે. એવી અરજીઓ ત્યારે દાખલ થઈ રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટ ફાલતુ અને અંગત સ્વાર્થોવાળી જનહિત અરજીઓને હતોત્સાહિત કરવા માટે દસ સૂત્રીય દિશા-નિર્દેશ નક્કી કરી ચૂકી છે. આ દિશા-નિર્દેશો છતાં હાઇકોર્ટોમાં ફાલતુની જનહિત અરજીઓ દાખલ થઈ રહી છે.
👁‍🗨👉જેમ માહિતી અધિકાર કાયદા બાદ કેટલાક લોકોને ફાલતુની આરટીઆઇ અરજી દાખલ કરવાનો ધંધો બનાવી લીધો છે, એવી જ રીતે કેટલાક લોકો જનહિત અરજીઓનો કારોબાર ચલાવતા દેખાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ માટે એ જરૂરી છે કે તે જનહિત અરજીઓના કારોબારને રોકે અને એ લોકોને હતોત્સાહિત કરે જેઓ જથ્થાબંધ ભાવે જનહિત અરજીઓ દાખલ કરે છે. 
✍એમાં બેમત નહીં કે સુપ્રીમ કોર્ટ કોઈપણ મામલે સુનાવણી કરી શકે છે અને કોઈપણ પ્રકરણની નોંધ લઈ શકે છે, પરંતુ તે દેશની દરેક સમસ્યાને ન ઉકેલી શકે. જોકે સુપ્રીમ કોર્ટ લગભગ દરેક મામલે જનહિત અરજીઓ સાંભળવાની કોશિશ કરે છે, તેથી જનતાને એ સંદેશ જાય છે કે તે દરેક સમસ્યા ઉકેલવામાં સક્ષમ છે, પરંતુ એ સંભવ નથી. દરેક સંસ્થાની જેમ તેની પણ મર્યાદાઓ છે🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️💠સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા જાહેરહિતની અરજીઓની સુનાવણી કરીને લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે ત્યારે ભારતના એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે જાહેરહિતની અરજીઓ ઘણી વખત વ્યક્તિકેન્દ્રી બની જાય છે અને ટીકાનો ભોગ બને છે ત્યારે આવી અરજીઓ સાંભળવાના નિયમો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે પાંચ કે સાત ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચની રચના કરવી જોઇએ .

♻️💠રોહતગીએ જણાવ્યું હતું કે , પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ( પીઆઇએલ ) એટલે કે જાહેર હિતની આરજીઓ ઘણી વખત પર્સનલ ઇન્ટરેસ્ટ અને પબ્લિસીટી ઇન્ટરેસ્ટ લિટિગેશનો બની જતી હોય છે. તેની સુનાવણી કરતી વખતે ઘણી વખત વ્યક્તિકેન્દ્ર વલણ અપનાવવામાં આવે છે. ન્યાયમૂર્તિઓ કોર્ટના બદલે પોતાનો મત જાહેર કરતા હોય છે.

👉એટર્ની જનરલે જણાવ્યું હતું કે, પીઆઇએલ દ્વારા સુપ્રીમ કોર્ટ કેસોનું મોનીટરીંગ કરે છે. ચાર્જશીટ કે વધુ તપાસનું મોનીટરીંગ કરવાનું કામ ટ્રાયલ કોર્ટનું છે પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટ સેંકડો કેસોનું મોનીટરીંગ કરે છે. જે ખરેખર તો સુપ્રીમ કોર્ટની હુકુમતમાં આવે નહીં. આના કારણે હિતોનો ટકરાવ ( કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ) થાય છે. સુપ્રીમ કોર્ટ મોનિટરિંગ કરતી હોય તેવા કેસોની ચાર્જશીટને પડકારવા માટે હાઇકોર્ટને પ્રતિબંધિત કરી શકાય નહી

👉ઘણી વખત આવી જાહેર હિતની અરજીઓમાં કોર્ટના બદલે પોતાના અંગત અભિપ્રાય આપવામાં આવે છે. જે યોગ્ય નથી .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰✅
જનહિતની અરજીનો પહેલો કિસ્સોઃ હુસૈન આરા ખાતૂનનો ઐતિહાસિક કેસ
🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨💠વાત વર્ષ 1979ની છે. તે વર્ષે 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારમાં બિહારની જેલોમાં બંદ કાચા કામના કેદીઓ એટલે કે જેમની સામે કેસ ચાલી રહ્યો હોય તેવા કેદીઓના સમાચારો પ્રકાશિત થઈ રહ્યાં હતાં. આ કેદીઓ ઘણાં વર્ષોથી અમાનવીય પરિસ્થિતિઓમાં જેલના સળિયા ગણી રહ્યાં હતાં. તેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતાં. આ કેદીઓ પર જે આરોપો હતા તે અનુસાર કાયદેસર તેમને જે સજા મળે તેના કરતાં પણ વધારે સમય તે લોકોએ જેલમાં પસાર કર્યો હતો. આ જાણકારી પ્રાપ્ત થતાં એક અનુભવી વકીલ પુષ્પા કમલ હિંગોરાનીનું લોહી ઊકળી ઊઠ્યું.

👁‍🗨✅તેમણે એક સ્ત્રી હુસૈન આરા ખાતૂન વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તેમણે દલીલ કરી કે કેદી પર લગાવવામાં આવેલો આરોપ પુરવાર થયો નથી છતાં તેણે તે અપરાધની મહત્તમ સજા ભોગવી લીધી છે. પણ આ ગરીબ કેદી વકીલને ફી ચૂકવી શકે તેમ ન હોવાથી તેના વતી કોઈ રજૂઆત થઈ શકી નથી અને હજુ તે જેલના સળિયા પાછળ સડી રહી છે. 
🏛સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ 💂પી એન ભગવતીની🎩 ખંડપીઠ આ કિસ્સો સાંભળી ચોંકી ઊઠી. તેણે આ મામલો ગંભીરતાથી લીધો અને પુરાવાની ચકાસણી કર્યાં પછી બિહારની હુસૈન આરા સહિત વર્ષોથી જેલમાં બંધ કાચા કામના કેદીઓને છોડી દેવાનો આદેશ આપ્યો.

🎓🎓આ ચુકાદો માત્ર બિહાર રાજ્ય પૂરતો મર્યાદિત નહોતો, પણ તેના પગલે સમગ્ર ભારતમાં વર્ષોથી બંધ અંદાજે 40,000 કેદીઓને છૂટકારો મળ્યો. આ આદેશ દેશના ન્યાયિક ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયો અને ભારતમાં જનહિત અરજી એટલે કે 
🔰👉પીઆઇએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)ની સફર શરૂ થઈ. 
1⃣હિંગોરાની દ્વારા દાખલ થયેલા આ અરજી દેશમાં પહેલી જનહિતની અરજી હતી. જનહિતની અરજીની જોગવાઈ ભારતીય બંધારણ કે કાયદામાં સામેલ નથી, પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાખ્યાયિત બંધારણીય વ્યાખ્યાનું પરિણામ છે. 
✔️✔️જનહિતની અરજીમાં જરૂરી નથી કે પીડિત પક્ષ પોતે ફરિયાદ કરે. આ અરજી સામાન્ય નાગરિક કે અદાલત પોતે પણ પીડિત પક્ષને ન્યાય મળે તે માટે દાખલ કરી શકે છે.

☑️🔘🔵🔴હુસૈન આરા કેસ બીજા કારણસર પણ ઐતિહાસિક છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતી વેળાએ જણાવ્યું છે કે તમામ કદીઓને કાયદાકીય સહાયતા પૂરી પાડવી સરકારની ફરજ છે (તેનું પ્રસિદ્ધ ઉદાહરણ આતંકવાદી કસાબનો કેસ છે, જેમાં ભારત સરકારે તેને વકીલ પૂરો પાડ્યો છે) અને અપરાધિક કેસોમાં કેદી પોતાના કેસની તરત જ સુનાવણી કરવાની અપીલ કરી શકે છે. 
🔵⚫️આ કેસ પછી જનહિત અરજીઓનું મહત્વ સમજી સુપ્રીમ કોર્ટે 1980માં તેની સાથે સંબંધિત એક અલગ વિભાગ બનાવ્યો....

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment