Wednesday, July 10, 2019

રમજાન ઈદ --- Ramadan Eid

Yuvirajsinh Jadeja:
🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫
🇨🇨🇨🇨🇨🇨🇨🇨રમઝાન ઈદ🇨🇨🇨🇨🇨🇨🇨🇨
🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏👏👏ગુજરાતીઓ માં રમઝાન ઈદ તરીકે જાણીતી ઈદ , ઈદ -ઉલ -ફિતર કે રામદાન ઈદ તરીકે વિશ્વ માં જાણીતી છે. રમઝાન ના પવિત્ર માસ માં આવતો આ તહેવાર અલ્લહ ના સંદેશ ને પાલન કરવાનો સંદેશ આપે છે. રોઝા કરવાનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ મન - કર્મ અને વચન થી કોઈ ને દુઃખ ન આપવાનો છે. આ તહેવાર વિશ્વ માં પ્રેમ, ભાઈચારો અને શાંતિ નો સંદેશ ફેલાવે છે.
👏👏👏👏👏👏👏
🇨🇨રમઝાન ઈદ એક ઈસ્લામ ધર્મનો સૌથી મોટો તહેવાર છે.જેની ઊજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.રમઝાનમાં મહિનામાં જે રોઝા રાખે છે અને ઈસ્લામ ધર્મનું યોગ્ય પાલન કરે છે,તેમના માટે ઈદનો તહેવાર ખૂબ મહત્ત્વનો છે.

🇨🇨🇨🇨ઈદનો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશો આપે છે. આ દિવસે સહુ કોઇ અમીર-ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને પ્રેમથી મળે છે. એક મહિનો રોજા રાખ્યા છે, તેનું અલ્લાહ દ્વારા ઈદના રૂપમાં ઇનામ અપાયું છે. આ દિવસે વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાં બધા જ નાગરિકો સુખ-શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય અને દેશમાં કોમી એખલાસ અને ભાઈચારાનું વાતાવરણ અકબંધ રહે તે માટે પણ દુઆ કરે છે.
🇨🇨જ્યારે મોહમ્મદ પૈંગબરે ધાર્મિક ગ્રંથ કુરાન અંગે જાણ્યું એ મહિનો રમઝાન હતો. પ્રભુએ આ પૈંગબરને પોતાના સંદેશાવાહક તરીકે પસંદ કર્યા, જેમણે
કુરાન ગ્રંથ બનાવ્યો. રમઝાન મહિનાના અંતિમ દિવસોને ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસો દરમિયાન પૈંગબરે ગ્રંથને પૂર્ણ કર્યો હતો. મોહમ્મદ પૈંગબરનો જન્મ સંત તરીકે થયો હતો, પરંતુ તેમના સમયમાં ઘણી જ હિંસા હતી. અને તેમની આસપાસના લોકો જે રીતે જીવી રહ્યાં હતા તેનાથી તેઓ નિરાશ અને શરમજનક લાગણી અનુભવતા હતા. પોતાની આસપાસની દુનિયાને જોઈને તેઓ એકાંતવાસ ગાળવા જંગલમાં જતા રહ્યાં હતા. જે દરમિયાન તેમણે માઉન્ટ હિજરામાં દિવસ અને રાતો વિતાવી અને એ દરમિયાન ઉપવાસ કર્યો અને પ્રભુને પ્રાર્થના કરી. આખરે પ્રભુ તેમના પર પ્રસન્ન થયા અને તેમને પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવ્યો. પ્રભુએ જ્ઞાનના સાચા પ્રકાશને વહેતો કરવા માટે તેમની પસંદગી કરી હતી. એટલા માટે લોકો રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે અને બુરાઈઓને પોતાના જીવનમાંથી દૂર કરે છે.
દરેક ધર્મમાં ઉપવાસ એ પ્રભુને મેળવવા માટેનો એક એવો પર્વ છે, જેમાં માનવી પોતાના તમામ સાંસારિક સુખોથી દૂર રહે છે. એક સામાન્ય વ્યક્તિ હંમેશા પોતાની જવાબદારીઓ સાથે બંધાયેલો હોય છે અને તેવા સમયમાં પ્રભુને પામવા માટેનો તેની પાસે યોગ્ય અને જોઇએ તેટલો સમય રહેતો નથી, ત્યારે તે ઉપવાસ કરીને એ વ્યક્તિ ભોજન પ્રત્યેના પોતાના આકર્ષણને ઘટાડીને સંપૂર્ણપણે
પ્રભુમાં તલ્લીન થઇ જાય છે. સવારના સમયે ભોજન લેવાનો અર્થ થાય છે કે તે વિશ્વની દૂર છે અને સંપૂર્ણપણે પ્રભુમાં લીન છે, જ્યારે રાત્રી સમયે ભોજન લેવાનો અર્થ છે, જે વિશ્વ દેખાઈ રહ્યું છે તેનાથી પોતાને દૂર કરીને પોતાની અંદરના
આધ્યાત્મિક વિશ્વમાં દાખલ થવું.

♻️👁‍🗨Yuvirajsinh Jadeja:

પવિત્ર રમઝાન માસ દરમિયાન શુક્રવારે હરણી રોઝુ મનાવવામાં આવે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે હરણી રોઝાનું વિશેષ મહત્વ હોય મુસ્લીમ બિરાદરોની સાથે હિન્દુ બિરાદરો પણ પ્રતિવર્ષ પવિત્ર રમઝાન માસ દરમિયાન રાખી રહ્યા છે.
આ વખત 29 રોઝા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી... 27મું હરણી રોઝુ જુમ્માના દિવસે હોય મુસ્લીમ સમાજનો ઉત્સાહ બેવડાયો છે. રમઝાન માસમાં પાંચ મોટી રાત મનાવવામાં આવે છે.
🗣વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 33મી વાર રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રજોગ સંબોધન કરતાં જણાવ્યું છે કે દેશમાં 
રમઝાનના પવિત્ર માસની પણ ઉજવણી કરાઈ હતી અને મારી તરફથી બધાને ઈદની શુભેકામના. 🙏🙏🙏🙏🙏🙏

🇨🇨અમુક સમય પહેલાની વાત છે મુસ્લીમોના કોઈ મોભી(અબુ બકર)એ છોકરીઓને ગાવાની મનાઈ ફરમાવી હતી મહોમ્મદએ અબુ બકરને કહ્યું કે એમને ગાવાની પરવાનગી આપો.(થોડી માહિતી જે મને ખબર હતી એ આપની જોડે શેર કરી)
જુદા જુદા પ્રદેશોમાં ઈદની શુભકામનાઓ અલગઅલગ રીતે આપવામાં આવે છે જેનો ભાવાર્થ તો એક જ હોય છે કે આપની આ ઈદ શુભ દાયક રહે. સાથે સાથે આખા વર્ષ દરમ્યાન જે પણ મુસ્લિમ ભાઈઓ વચે કોઈ મનભેદ થયો હોય એને ભૂલીને અને માફ કરીને ખુશી વહેચવામાં આવે છે.
ઘણા લોકો આજના દિવસે "પ્રાણીઓની કતલ " અને બીજા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરીને આ પર્વનું મહત્વ નષ્ટ કરે છે. માનું છું કે એ ખોટું છ પણ ખોટું તો બીજું ઘણું છે જેની ઉપર આપણી નજર નથી જતી. ઘણાને તો એ પણ ખ્યાલ નહિ હોય કે મુસ્લિમ ભાઈઓગાયને માતા સમાન ગણીને એને પૂજે છે. અમુક લોકોને કારણે આખો સમાજ શું કામ બદનામ થાય? એના કરતા સારી વાતો ઉપર વધારે ધ્યાન આપીએ તો વધારે સારું. કારણકે માનવ માને છે કે આજના આ પવિત્ર અવસર પર એ દરેક મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદની શુભ કામનાઓ પાઠવીએ અને એમનાધર્મમાંથી ઘણી વાતો જે આપણે સૌએ શીખવા જેવી છે એને શીખવાનો એક પ્રયાસ કરીએ.
સાચું કહું તો મને ઇસ્લામ વિષે બહુ ખાસ ખબર ન હતી પણ એમાં રહેલ સારાપણા અને સારી વાતોએ મને એ બાબતે વાંચવા આકર્ષ્યો. શું સારું છે શું ખરાબ છે એની વ્યર્થ ચર્ચા કરવાની જગ્યાએ એ ધર્મમાંથી કંઇક સારું શીખે અને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ તો આપણી બંદગી/પ્રાર્થના/પ્રેયરપેલા ભગ્ગું જોડે પહોચી જશે. એને તો આપણી સાચી ભાવનાઓમાં રસ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

અષાઢી બીજ એટલે રથયાત્રા અને કચ્છી નું નવું વર્ષ પણ --- Rath Yatra

👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
🔰🔰🔰અષાઢી બીજ એટલે 🔰🔰
રથયાત્રા અને કચ્છીઓનું નવું વર્ષ પણ
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉પ્રિય મિત્રો,
આજે અષાઢ મહિનાનો બીજો દિવસ એટલે કે અષાઢી બીજ. આજથી શરૂ થતા કચ્છી નવા વર્ષના વધામણા.

🙏નયે વરે જી લખ લખ વધાઈયું 🙏

👉ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન પર કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.
👉જગન્નાથ પુ૨ીમાં ભગવાન જગન્નાથજીની ભવ્યાતિત ૨થયાત્રા નીકળશે જેમાં લાખો લોકો સામેલ થશે.

👉જ્યારે કચ્છ જેવા ભારતના છેવાડાના પ્રદેશનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ થવા પામે છે. જેમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા વિના રહેતી નથી. 

महमूद गजनवीके समय के विद्वान

Trick : FUFA

1. F – फारूखी
2. U – उत्बी
3. F – फिरदौसी
4. A – अलबरूनी।
.

નર્મદા બંધનાં ૩૦ દ્વાર બંધ કરાયાં --- 30 closed doors of Narmada dam

🖼🌊🖼🌊🖼🌊🖼🌊🖼🌊🖼🌊
🚪નર્મદા બંધનાં ૩૦ દ્વાર બંધ કરાયાં🚪
🚪🔑🚪🔑🚪🔑🚪🔑🚪🔑🚪🔑
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજરીમાં પૂજનવિધિ કર્યા બાદ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. 

🎯સુપ્રીમ કોર્ટે ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપ્યા બાદ મુખ્ય પ્રધાને નર્મદા મૈયાની પૂજા કરી દરવાજા બંધ કરાવાયા હતા. (નર્મદા ક્ધટ્રોલ ઓથિરિટીએ)

🎯નર્મદામાં ૧૩૮ મીટર સુધી પાણી ભરવા માટે દરવાજા બંધ કરવા મંજૂરી માગવામાં આવી હતી.

📌વધારે પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન
55X60 ફૂટના 23, 60X60 ફૂટના 7 દરવાજા બંધ થવાથી 138 મિટરના લેવલ સુધી પાણી ભરાશે. 
📌વધુ પાણી ભરાવાથી મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થશે. 
📌આ ફાયદો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યને મળશે.
📌હાલમાં નર્મદા ડેમની પાણીની લાઇવ સ્ટોરેજ ક્ષમતા 1.27 મિલિયન એકર ફૂટની છે. દરવાજા બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ લાઇવ સ્ટોરેજની ક્ષમતા વધીને 4.73 મિલિયન એકર ફૂટની થઇ જશે. એટલે કે પાણી 3.46 ગણુ વધુ રાખી શકાશે. જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે.

પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન --- Public Interest Litigation

⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖
⚖⚖⚖જાહેર હિતની અરજી⚖⚖⚖
💡💡પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન🔦🔦
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગઈકાલે પી એન ભગવતી નુ અવસાન થયું... તેના દ્વારા મળેલ અમૂલ્ય ભેટ વિશે આજે મારે વાત કરવી છે.. જે બઘા નાગરિકોને સમજવા જેવી છે..
આજરોજ હું યુવરાજસિંહ જાડેજા વાત કરી રહ્યો છું...જાહેર હિતની અરજીના ઉદભવથી લઇને તેના લાભ અને ગેરલાભ વિશે.(લેખ પુરો વાંચી ને સમજવો)

🏡જનહિત યાચિકા – જાહેર હિતની અરજી-PIL
🕍પરિભાષા: જનતાના હિતમાં/જાહેર હિતમાં ન્યાયાલયમાં કરવામાં આવેલી અરજી. 

✋✋35 વર્ષ પહેલા એટલે કે 1982 માં દરેક ભારતીયને પીઆઇએલ (જનહિતની અરજી) લગાવવાનો એક હક મળ્યો હતો.

✋✌️- આ હક આપતી વખતે તે સમયના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પીએન ભગવતીની અધ્યક્ષતાવાળી સાત જજોની બેન્ચે કહેલું કે જો સામાન્ય લોકોના અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે તો કોઇપણ વ્યક્તિ પીઆઇએલ દાખલ કરી શકે છે.
🕍આ અરજી સામાન્ય રીતે ઘણા બધા લોકો/ સમૂહના હિતોની સુરક્ષા કરવાનો એક પ્રયાસ છે.
🏚જાહેર હિતની અરજી અંતર્ગત પરિસ્થિતિ અનુસાર એક વ્યક્તિ પણ સમૂહનો પ્રતિનિધિ પ્રસ્થાપિત થઇ આ પ્રકારની અરજી કરી શકે છે.
🕍સુપ્રીમ કોર્ટ જાહેર હિતની અરજીને ભારતીય ન્યાયિક કાર્યવાહીમાં સામેલ કરેલી છે જેથી કરીને કારોબારી તેમજ ધારાગૃહોને તેમની બંધારણીય ફરજોની પાલન/અમલવારી માટે તેમજ લોકો પ્રત્યેની તેમની બંધારણીય જવાબદારીઓ માટે જવાબદાર બનાવી શકાય.

વેલેન્ટિના તેરેશ્કોવા --- Valentina tershkova

🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
54 વર્ષ પહેલા વેલેન્ટિના તેરેશ્કોવા બની અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા
📌📌📌📌📌📌📌📌📌📌📌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠♻️54 વર્ષપહેલા આજનાં દિવસે સોવિયત અંતરિક્ષ યાત્રી વેલન્ટિના વ્લાદિમિરોવના તેરેશ્કોવા અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા બની હતી.વોસ્તોક-6 સ્પેસ ફ્લાઈટથી 48 ઓર્બિટમાં ફરવુ અને 71 કલાક પસાર કર્યાં બાદ તે પૃથ્વી પર પરત આવી હતી.દરમિયાન અમેરિકાથી અંતરિક્ષ પર ગયેલા યાત્રીઓની તુલનામાં તેમણે વધારે સમય વિતાવ્યો હતો.
🔘18 વર્ષની ઉંમરે વેલેન્ટિનાએ કપડાની ફેક્ટરીમાં નોકરી શરૂ કરી હતી.
🔘22ની ઉંમરે સ્થાનિક એવિએશન ક્લબની ઈવેન્ટમાં પ્રથમ પેરાશૂટ જમ્પ કર્યો હતો.ઉત્સાહને જોતા તેમને મોકો મળ્યો હતો.

👁‍🗨✅ખાસ:ઈટાલીની એસ્ટ્રોનોટ સામંથા ક્રિસ્ટોફોરેટીએ 6 જૂને અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેનારી મહિલા તરીકે રેકોર્ડ બનાવ્યો.તેમણે 199 દિવસ,16 કલાક અને 42 મિનિટ રહીને સુનિતા વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો હતો.

જેન્ટલમેન્સ ગેમ --- Gentlemen's Game

⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
⚾️ 'જેન્ટલમેન્સ ગેમ'ની રજવાડાથી ...રૈયત સુધીની એક સદીની સફર
🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ )🙏

✅👁‍🗨✅1922માં મંબઇમાં રમાયેલી મેચમાં 💢લાખાજીરાજસિંહજીની💢 કપ્તાનીમાં ભારતના પ્રથમ કપ્તાન સી. કે નાયડુ રમ્યા હતા💪💥🎯👑

✅-રાજકોટમાં સૌ પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ 1933માં રમાઇ 👁‍🗨તેના25 વર્ષ પૂર્વે રાજકોટના ઠાકોર સાહેબે ઇંગ્લેન્ડમાં ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ખોલાવ્યુ હતું.

👁‍🗨👁‍🗨સૌરાષ્ટ્રના ક્રિકેટ માંધાતાઓમાં જામરણજી,દુલીપસિંહજી,અમરસિંહ,વિનુ માંકડ સહિતના ખેલાડીઓ છે ત્યારે ખાસ કરીને રાજકોટના ક્રિકેટ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો 

⭕️👉સૌરાષ્ટ્રમાં જ્યારે હજુ ક્રિકેટનો કક્કો માંડ ઘુંટાતો હતો ત્યારે જામ રણજીએ વિદેશમાં ક્રિકેટની પૂરી બારક્ષ્રરી રચી દીધી હતી.રણજી પોતાની પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ ઇંગ્લેન્ડમાં(8 મે 1993માં)રમ્યા હતાં તેના છેક 40 વર્ષ બાદ રાજકોટને ફર્સ્ટકલાસ મેચનો દરજ્જો મળ્યો હતો.જોકે રાજકોટને આ બહુમાન મળ્યાના 25 વર્ષ પહેલાં જ રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજસિંહજીએ પણ પોતાનું ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ઇંગ્લેન્ડમાં જ ખોલાવ્યું હતું.રાજકોટનો ક્રિકેટ ઇતિહાસ રસપ્રદ છે.