Thursday, July 11, 2019

બેંકોનું રાષ્ટ્રીયકરણ ---- Nationalization of banks

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
✅♻️બેંકોનું રાષ્ટ્રીયકરણ♻️✅
💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨મિત્રો આવા પ્રશ્નો GPSC મુખ્ય પરીક્ષા મા પુછાયેલા પણ છે. અને હજુ પૂછાય પણ શકે છે.. 
👉આપ લોકોને પેલા સમજવું જોઈએ કે ➖બેંકનું રાષ્ટ્રીયકરણ અટલે શું ?
➖શા માટે કરવામાં આવેલા ?
➖તેના લાભાલાભ ?
➖બેંકના રાષ્ટ્રીયકરણની અસરો ?
➖બેન્ક એટલે શું ? વગેરે....

👉👁‍🗨વર્ષ ૧૯૬૯માં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશની ૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું . તેના કારણે બેંકો પાસે રહેલી ૮૫ ટકા થાપણો ભારત સરકાર હસ્તક આવી ગઈ હતી .

💡🔦1407માં ઈટાલીના જિનોઆ ખાતે બૅન્કો દી સાન જિઓરજિઓ (સેન્ટ જયોર્જની બૅન્ક) નામે સૌથી પહેલી રાજય થાપણની બૅન્ક સ્થાપવામાં આવી હતી.

સિંધુ ખીણની સંસ્કૃતિ --- Indus Valley Civilization

🎯🔰1. સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત

👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️
👁‍🗨👁‍🗨સિંધુ ખીણની સંસ્કૃતિ♻️💠
👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🎯દુનિયાની ચાર પ્રાચીન સંસ્કૃતિઓ -♦️ઇજીપ્ત, ♦️મેસોપોટેમિયા, ♦️ચીન અને આપણી♦️🇮🇳 સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિ. આ બધી પ્રાચીન સંસ્કૃતિઓમાં સૌથી મોટી સિંધુ સંસ્કૃતિ હતી.
👉 આ વસાહતની લિપિ, ત્યાં રહેનારા લોકો, એમની ભાષા, ધર્મ વગેરે. આ વિષેના ગહન સંશોધન અને અન્ય પુરાવાઓને અભાવે તે એક રહસ્ય છે.
👉આર્ય લોકોના ઉદયનો વિષય ઘણો વિવાદાસ્પદ છે. સ્ટેફન નૅપ, ડેવિડ ફ્રૉલી અને ઘણા ભારતીય વિદ્વાનોનું માનવું છે કે આર્ય લોકો અને સંસ્કૃત ભાષા ભારતમાં બહારના દેશોમાંથી આવ્યાં નથી. 
⭕️જયારે મૅક્સ મુલર, બેન્ડર, લવીન, ગુફરોવ વગેરે મોટા ભાગના સંશોધકોનું માનવું છે કે આર્ય લોકો આશરે ઈસ પૂર્વે ૧૫૦૦માં મધ્ય એશિયામાંથી (આજે જ્યાં કિર્ગીઝસ્તાન, કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન. ઉઝબેકિસ્તાન વગેરે દેશો આવેલા છે) આવ્યા હતા. 
👁‍🗨સિંધુ સંસ્કૃતિ અને એની લિપિનો અસ્ત થયા બાદ આશરે ૧૫૦૦ વર્ષ પછી આશરે ઈ.સ. પૂર્વે ૩૦૦માં ભારતમાં બ્રાહ્મીનો ઉદય ભારતમાં થયેલો જણાય છે, ✍જેમાંથી દેવનાગરી લિપિનો ઉદય થયેલો છે તેથી બ્રાહ્મી લિપિ સિંધુ સંસ્કૃતિની લિપિમાંથી ઉદય પામી હોય એ શક્ય લાગતું નથી. આ બધી લિપિઓ અને સિંધુ સંસ્કૃતિની લિપિ બંને તદ્દન જુદી લિપિઓ છે, તેથી સિંધુ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ હોય અને રહેનારા લોકો આર્ય હોવાનું શક્ય લાગતું નથી.

લોથલ --- Lothal

💠🔘💠🔘💠🔘
🔘💠લોથલ🐾🐾
🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✍મિત્રો સ્કૂલમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને મોહેં જો દડોની સંસ્કૃતિના પાઠ ભણવામાં આવતા હતા ત્યારે તેમાં લોથલ વિશે વાંચ્યું હતું. તે વખતે એવું થાતું હતું કે આટલાં બધાં વર્ષો પહેલાં લોકો કેમ રહેતા હતા અને ત્યાંના કેવાં શિલ્પો મળી આવ્યાં છે એ બધું અત્યારે જાણીને શું કામ છે ? એ ખરેખર બોરિંગ લાગતું હતું. પરંતુ અત્યારે ?????

👁‍🗨લોથલ એક પુરાતત્વીય સ્થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની ઓળખ ઊભી કરે છે

👇👇લોથલ શહેર વિષે, જે ઘરાવે છે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા👇

🎯👁‍🗨🎯👁‍🗨લોથલ શબ્દનો અર્થ ભગવદ્દગોમંડળના આધારે જોવામાં આવે તો 'લોથ+અલ' થાય છે. 'લોથ' શબ્દનો અર્થ ઉપાધિ, પીડા, પાયમાલ થવું, પાયમાલ કરવું, લાશ પડવી, લાશ, મડદું, શબ, ખરાબ, મરેલું, જીવ વિનાનું, અતિશય થાકેલું, અશક્ત વગેરે થાય છે. જ્યારે 'અલ' શબ્દનો અર્થ જોઈએ તો નાના વસવાટ સૂચક શબ્દ છે. તેને પદાંત કહેવામાં આવે છે. જે પલ્લી કે આવલી પરથી ઊતરી આવેલો ગણી શકાય. પલ્લી નાના ગામ માટે વપરાતો શબ્દ છે. જ્યારે આવલી શબ્દ હારબંધ અથવા ફળિયાબંધ ગામનું સૂચન કરતો હોય છે. લોથલનું નગરઆયોજન પણ આવા પ્રકારનું છે. તેવું આધારો પરથી જણાય છે. 'લોથલ' નામકરણ મરેલા કે જ્યાંથી શબ મળતાં હોય તેવા સ્થળનો ઉલ્લેખ કરે છે અને નામ ઉત્ખનન પછી આપવામાં આવ્યું છે. તેના પ્રાચીન નામ વિશે કોઈ માહિતી મળી શકતી નથી કારણકે આ સમયની લિપિ ચિત્રલિપિ હતી જે ઉકેલી શકાઈ નથી. એટલે કે હાલનું લોથલ નામ વર્તમાન પુરાતત્વવિદો અને સંશોધકોએ આપેલ છે.

ઇસ્લામીક પંચાંગ --- Islamic Calendar

🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
🇲🇷🇲🇷ઇસ્લામીક પંચાંગ🇲🇷🇲🇷
🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ઇસ્લામીક પંચાંગ કે મુસ્લિમ પંચાંગ કે હિજરી પંચાંગ ....એ ચંદ્ર આધારીત પંચાંગ છે,જેમાં વર્ષના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫
દિવસ હોય છે. 
👉આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક પવિત્ર દિવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નક્કિ કરવામાં વાપરે છે. 
👁‍🗨🎯આ પંચાંગનો આરંભ 'હિજ્ર' ( Hijra)થી થયેલો ગણાય છે, જ્યારે હજરત મહંમદ પયગંબરે (સ.અ.વ.) મક્કા થી મદીના દેશાંતર કરેલું. 🎯આ પંચાંગમાં વર્ષ 'હિજરી સંવત'માં નોંધાય છે, દરેક વર્ષની પાછળ 'હિજરી' લગાડી અને ઓળખવામાં આવે છે. 
🎯 અમુક વર્ષોને 'હિજરી પૂર્વ' (અંગ્રેજીમાં 'BH'; before Hijra ) લગાવવામાં આવે છે, જે 'હિજ્ર' પહેલાનો ઇસ્લામીક ઘટનાઓનો સમયગાળો દર્શાવે છે. જેમકે હજરત મહંમદ પયગંબરનો જન્મ ૫૩ હિ.પૂ. (53 BH)માં થયેલો. 
🎯ઇસ્લામીક મહિનાઓનાં નામ નીચે પ્રમાણે છે: 
1. મહોરમ 
2. સફર 
3. રબ્બિ ઉલ અવલ 
4. રબ્બિ ઉલ આખિર 5. જમાદિ ઉલ અવલ 6. જમાદિ ઉલ આખિર 
7. રજ્જબ 8. શાબાન 9. રમઝાન 10. સવાલ 11. જિલકદ 12. જિલહજ 
👉ઇસ્લામીક પંચાંગના બધા મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.

ગુજરાતી ફિલ્મ જગતનું શતાબ્દી વર્ષ --- Years of Gujarati film world

📽🎥📽🎥📽🎥📽🎥📽🎥📽
📽ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ📽
ગુજરાતી ફિલ્મ જગતનું શતાબ્દી વર્ષ 
🎥📽🎥📽🎥📽🎥📽🎥📽🎥
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🙏મિત્રો કોઈને ખ્યાલ પણ નહીં હોય કે 2017નુ વર્ષ ગુજરાતી ફિલ્મ જગતનું શતાબ્દી વર્ષ છે...

મિત્રો આપણે ભૂલવું ના જોઈ કે ભારતીય ફિલ્મ જગતનાં ઇતિહાસની જેમ ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ પણ ભવ્યતિ ભવ્ય છે. તેમાં ઘણાં નાના-મોટા કલાકારોના જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે.

🙏 મિત્રો આજે બોલીવુડની ફિલ્મોની સાથે-સાથે ભારતના સ્થાનિક ફિલ્મ જગતે ઘણી પ્રગતિ કરીને સફળતાના શિખરોને શર કર્યા છે. આજના સમયમાં બોલીવુડની સરખામણીમાં ગુજરાતી ફિલ્મ જગત ભલે ઘણું પાછળ હોય પરંતુ તેના ઇતિહાસ પર નજર નાંખતા તેનાં ભવ્ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતાં નથી.

👉આપણું ગુજરાતી ફિલ્મ જગત દસ દાયકાની સફર કરીને શતાબ્દી વર્ષ ઊજવી રહ્યું છે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ગુજરાતી ફિલ્મ જગતની સફરનો શુભારંભ ઇ.સ. ૧૯૧૭માં બનેલી મૂક ફિલ્મ - શેઠ સગાળશાથી થાય છે. જો કે, એ સમયે પ્રિન્ટ કાઢવાની નિષ્ફળ પ્રક્રિયાના કારણે શેઠ સગાળશા દર્શકો સુધી પહોંચી શકી નહીં. ત્યાર બાદ ફક્ત ત્રણ વર્ષના ગાળામાં અનુક્રમે શ્રી કૃષ્ણ-સુદામાં (૧૯૨૦) કાનજીભાઇ રાઠોડ અભિનીત - નરસિંહ મહેતા (૧૯૨૦) ગુજરાતી મૂક ફિલ્મો રૂપેરી પડદે આવી અને આ ફિલ્મોને ગુજરાતી દર્શકોએ સહર્ષ સ્વીકારી. ત્યાર બાદ થોડા વર્ષોમાં ભક્ત વિદુર (૧૯૨૧- ભારતની સર્વપ્રથમ રાજકીય ફિલ્મ, જેના પર રાજકીય કારણોસર પ્રતિબંધ આવ્યો હતો)નું આગમન થયું.

આતંકવાદ --- Terrorism

😈💩😈💩😈💩😈💩😈💩😈
💩👽💩👽આતંકવાદ👻💀👻💀
😈💩😈💩😈💩😈💩😈💩😈
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉 😈આતંકવાદ👿 આ શબ્દ આપણે છેલ્લા 2 દિવસથી વધુ સાંભળવામાં આવી રહ્યો છે...
પણ મિત્રો આ એક વૈશ્વિક સમસ્યા છે.

🤖👾👽આતંકવાદ: અર્થ: આતંક = ભય ---- વાદ= વિચાર અથવા સિદ્ધાંત એટલે કે હિંસા દ્વારા ભય અથવા ડર દ્વારા ઉત્પન્ન કરવાની વિચારધારા.

👽👾🤖મિત્રો, આતંકવાદને ‘ઓસામાવાદ’
તરીકે ઓળખી શકાય તેવો ટેરર ઉત્પન્ન કરનારનું પણ આખરેપતન થયું. પણ આ 👹આતંકવાદને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં પ્રશ્નરૂપે કે નિબંધલેખનમાં સામેલ કરી શકાય તેવી માહિતી સ્વરૂપે જાણીએ.

👉આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે જયારે વિદેશ પ્રવાહમાં હોય છે ત્યારે આતંકવાદ વિશે જરૂર ચર્ચા કરવામાં આવે છે..
👉અમેરિકા , ઇઝરાયેલ , જી~૨૦ કે કોઈ પણ દેશની મુલાકાત હોય ત્યાં હંમેશા આતંકવાદ મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે..

👉પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે મુલાકાત કરી તેમાં સૌથી વધુ આતંકવાદનો મુદ્દો છવાયેલો રહ્યો. બંને દેશોએ આતંકવાદ વિરુદ્ધ મળીને લડવાની પ્રતિબદ્ધતા જતાવતા પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ પર કડણ વલણ બતાવ્યું છે..

👁‍🗨👉પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ જારી લડાઈને વધુ મજબુત કરવા અને આતંકવાદઓને મળી રહેલા સેફ હેવનને ખતમ કરવાનો પણ સંકલ્પ લીધો. મોદીએ ટ્રમ્પ સાથે થયેલી પોતાની પહેલી મુલાકાતને ભારત અને અમેરિકાના સંબંધોનું એક મહત્વનું પાનું ગણાવ્યું. ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં આયોજિત પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પીએમ મોદીએ પત્રકારોને જણાવ્યું કે આતંકવાદને ખતમ કરવો એ અમારી સૌથી મોટી પ્રાથમિકતાઓમાથી એક છે.

શિક્ષણ થકી વિકાસ --- Development through education

📝🖍📝🖍📝🖍📝🖍📝🖍
🖌🖍🖌શિક્ષણ થકી વિકાસ🖍🖊🖍
📝🖋📝🖌📝🖌📝🖌📝🖌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

🙏🙏મિત્રો શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ સ્વીકારે છે. આ દેશનો પ્રત્યેક નાગરિક પછી તે માં-બાપ હોય કે રાજનેતા, સમાજશાસ્ત્રી હોય કે શિક્ષાવિદ્દ આજે શિક્ષણનું મહત્વ સ્વીકારે છે. બીજી તરફ શિક્ષણના સ્તર માટે ચિંતા પણ કરે છે. દરેક બીજાના સામે બળાપો પણ કાઢે છે. જેમ કે, માં-બાપ શિક્ષક કે શાળાને તો શિક્ષકો સરકારી તંત્રને દોષિત ગણે છે. નેતાઓ સિસ્ટમને જવાબદાર ગણે ને લોકો નેતાઓને ભાંડતા ફરે છે. આજે આપણે બાળકોના શિક્ષણમાં માં-બાપના સંદર્ભે વાત કરવી છે. જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાની એટલે કે સામાવાળાની દ્રષ્ટિથી જુએ તો જગતના અડધા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય. આ વાત શિક્ષણના સંદર્ભમાં માં-બાપને પણ લાગુ પડે છે. આજે પ્રાથમિક શિક્ષણથી શરુ કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે માતા પિતા સંતાનોના શિક્ષણથી અજાણ અથવા અળગા કે અજ્ઞાન થઇ જાય છે.

👁‍🗨મોટેભાગે સમાજની એકંદર એવી સમજ છે અને ખાસ કરી ને માં-બાપ એવું માને છે કે વધુ ગુણાંક કે વધુ ટકા સંતાન મેળવે એટલે તે વધુ હોશિયાર છે. પ્રાથમિક શાળામાં કે માધ્યમિક અને છેવટે ઉચ્ચ શિક્ષણમાં આજે સમાજની આ માનસિકતાનો ગેરલાભ શિક્ષકો, શિક્ષણસંસ્થાઓ ઉઠાવે છે. સંતાનોને મહતમ ગુણાંક પ્રાપ્ત થાય છે. માં-બાપને એમ કે તેમનું સંતાન હોશિયાર છે. આ સિલસિલો છેક સુધી ચાલે છે. બાળકના ગમા-અણગમા, તેની શુષુપ્ત શક્તિઓના વિકાસના કે સમગ્રતયા તેના શારીરિક અને માનસિક વિકાસને બદલે ગોખણપટ્ટી અને પુસ્તકીયા જ્ઞાનની મહત્તાને વધારી દેવાયી છે. વિષય કે અભ્યાસક્રમને સમજીને શીખવા કરતા ઉપરછલ્લું અને પરિક્ષા પુરતું જ શીખાય કે શીખવાય છે. પછી જ્યારે સ્પર્ધાત્મક મુલવણી થાય ત્યારે તેમાંથી બહુ મોટો વર્ગ એવો છે કે જેનાં આ માર્કનો ફુગ્ગો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફુટી જાય છે.