Thursday, July 11, 2019

શિક્ષણ થકી વિકાસ --- Development through education

📝🖍📝🖍📝🖍📝🖍📝🖍
🖌🖍🖌શિક્ષણ થકી વિકાસ🖍🖊🖍
📝🖋📝🖌📝🖌📝🖌📝🖌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

🙏🙏મિત્રો શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ સ્વીકારે છે. આ દેશનો પ્રત્યેક નાગરિક પછી તે માં-બાપ હોય કે રાજનેતા, સમાજશાસ્ત્રી હોય કે શિક્ષાવિદ્દ આજે શિક્ષણનું મહત્વ સ્વીકારે છે. બીજી તરફ શિક્ષણના સ્તર માટે ચિંતા પણ કરે છે. દરેક બીજાના સામે બળાપો પણ કાઢે છે. જેમ કે, માં-બાપ શિક્ષક કે શાળાને તો શિક્ષકો સરકારી તંત્રને દોષિત ગણે છે. નેતાઓ સિસ્ટમને જવાબદાર ગણે ને લોકો નેતાઓને ભાંડતા ફરે છે. આજે આપણે બાળકોના શિક્ષણમાં માં-બાપના સંદર્ભે વાત કરવી છે. જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાની એટલે કે સામાવાળાની દ્રષ્ટિથી જુએ તો જગતના અડધા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય. આ વાત શિક્ષણના સંદર્ભમાં માં-બાપને પણ લાગુ પડે છે. આજે પ્રાથમિક શિક્ષણથી શરુ કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે માતા પિતા સંતાનોના શિક્ષણથી અજાણ અથવા અળગા કે અજ્ઞાન થઇ જાય છે.

👁‍🗨મોટેભાગે સમાજની એકંદર એવી સમજ છે અને ખાસ કરી ને માં-બાપ એવું માને છે કે વધુ ગુણાંક કે વધુ ટકા સંતાન મેળવે એટલે તે વધુ હોશિયાર છે. પ્રાથમિક શાળામાં કે માધ્યમિક અને છેવટે ઉચ્ચ શિક્ષણમાં આજે સમાજની આ માનસિકતાનો ગેરલાભ શિક્ષકો, શિક્ષણસંસ્થાઓ ઉઠાવે છે. સંતાનોને મહતમ ગુણાંક પ્રાપ્ત થાય છે. માં-બાપને એમ કે તેમનું સંતાન હોશિયાર છે. આ સિલસિલો છેક સુધી ચાલે છે. બાળકના ગમા-અણગમા, તેની શુષુપ્ત શક્તિઓના વિકાસના કે સમગ્રતયા તેના શારીરિક અને માનસિક વિકાસને બદલે ગોખણપટ્ટી અને પુસ્તકીયા જ્ઞાનની મહત્તાને વધારી દેવાયી છે. વિષય કે અભ્યાસક્રમને સમજીને શીખવા કરતા ઉપરછલ્લું અને પરિક્ષા પુરતું જ શીખાય કે શીખવાય છે. પછી જ્યારે સ્પર્ધાત્મક મુલવણી થાય ત્યારે તેમાંથી બહુ મોટો વર્ગ એવો છે કે જેનાં આ માર્કનો ફુગ્ગો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફુટી જાય છે.

👁‍🗨👁‍🗨સવોચ્ચ ગુણાંક મેળવનારા સંતાનોની અભિવ્યકિતના કૌશલ્ય અંગે માં-બાપ પુરતો રસ લેતા જ નથી. સ્પર્ધાત્મક માહોલમાં "ગુણવતા" ની ચકાસણી ખરેખર થાય ત્યારે શું કરવું તેની સમજ આવા યુવાનો પાસે હોતી નથી અને માં-બાપને ખબર પડતી નથી. તે સંજાગોમાં ખાનગી હાટ આ સ્થિતીનો લાભ લઇ પુરતું શોષણ કરે છે. વર્તમાન તબક્કે જેમ વિધાર્થી માંગ કરતો નથી તેમ માં-બાપ પણ જાગૃતિ દર્શાવતા નથી. તૈયાર અભ્યાસ સાહિત્ય અને ટ્યુશનની સઘળી માંગ સંતોષવા માટે માં-બાપ હંમેશા તત્પર હોય છે. પરંતુ સંતાનની સમજ શકિત, અભ્યાસનું ઊંડાણ, હસ્તાક્ષર વગેરે બાબતો માટે તેમને સંતાન પાસે બેસવાનો સમય નથી અથવા તો તેઓ બિનજવાબદાર બની જાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📝🖍📝🖍📝🖍📝🖍📝🖍
🖌🖍🖌શિક્ષણ થકી વિકાસ🖍
📝🖋📝🖌📝🖌📝🖌📝🖌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)

👁‍🗨👁‍🗨માં-બાપ સંતાનોનાં શિક્ષણ પાછળ ખરેખર કેટલો ખર્ચ કરે છે? એક મોટો વર્ગ એવુ માને છે કે શિક્ષણ પાછળ ખર્ચ ઘણો થાય છે. વાસ્તવિક શિક્ષણ એટલે પાઠયપુસ્તકો, બોલપેન, નોટબુક વગેરે ગણાવી શકાય. પરંતુ પાઠ્યપુસ્તકો કે ભણવાના મટીરિયલના ખર્ચ કરતાં સૌંદર્ય પ્રસાધન અને મોબાઇલ તેમજ વાહનનો ખર્ચ વધુ થાય છે, જે બાબતે માં-બાપ કાળજી રાખતા નથી. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં આ માહોલ વિશેષ જોવા મળે છે. કેટલાક શહેરોમાં તાજેતરનાં વર્ષોમાં યુવાન વિધાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે. આ માટે મુખ્ય કારણોમાંનું એક માતા-પિતા દ્વારા કરાતું ગુણાંકના સંદર્ભમા બિનજરૂરી દબાણ જવાબદાર હોય છે. માતા-પિતા કિશોર વયે કે તરુણ વયે સંતાનોને સમય ઓછો આપે છે. આ સંજોગોમાં બાહ્ય કાઉન્સલીંગની માંગ વધતી જાય છે. સંતાનોના ભવિષ્ય સંબંધી માર્ગદર્શન અસ્થાને નથી. પરતુ ભવિષ્યનાં નિર્માણનું આઉટસોર્સીગ થાય છે તે આત્મઘાતી સાબિત થઈ શકે છે. માં-બાપ ની રહેણીકરણી પણ સંતાન ઉપર લાંબાગાળાની છાપ મુકી જાય છે. ખાનપાનનો વિવેક સમાજ સ્વંય નક્કી કરતો હોય છે. માતા-પિતા ચટકા-મસકામાં મસ્ત રહેતા હોય તો સંતાનને કોણ કહેશે? પ્રવૃતિશીલ જીવનના કારણે માતા-પિતા તણાવ અનુભવે તે સહજ છે, પરંતુ ઘરના નાસ્તા અને બહારના તૈયાર નાસ્તાની ગુણવતાની સમજ ન કેળવે તે કેમ ચાલે ?

💠સમાજ જો દેખાદેખીથી જીવન જીવે અને દેખાદેખીથી ધન્યતા અનુભવે તો સંતાનો તેમજ કરવાના છે. દેખાદેખીનો નશો આવતી કાલની પેઢી માટે ખતરાની ઘંટડી સમાન છે. આ જવાબદારી મા-બાપની છે. ખાનપાન, પહેરવેશ અને ફરવામાં માતા-પિતા વિવેક ચુકે છે. બાળકો હોય કે યુવાન તેની જીદને સહજ તાબે થવાને બદલે તેની માનસીકતાના ઘડતર માટે સમય આપવાની ફુરસદ મા-બાપ કાઢતા નથી. જેના કારણે કિશોરવયે કે તરુણવયે સંતાનો અનિચ્છનીય કે અયોગ્ય નિર્ણયનો શિકાર બને છે.

✍માતા-પિતા સંતાનનાં ઉજ્જવળ ભવિષ્ય માટે નહીં પણ ટુંકા ભવિષ્ય માટે ચિંતિત છે. એટીકેટી મેળવનાર યુવાનના ગુણાંક સુધરે અને ઉતીર્ણ થઇ જાય તે માટે પાછલી દોટ લગાવનાર મા-બાપ ખરા અર્થમાં સંતાનોનુ અહિત કરતા રહ્યા છે. આજે કેટલા બાળકો સ્વયં શિક્ષણ સંસ્થાની મુલાકાતો લે છે ? કેટલા માં-બાપ પોતે નિશ્ચિત પ્રકારનુ વાંચન કરે છે ? મુખ્ય પ્રશ્ન એ છે કે બદલાતા શિક્ષણનાં પ્રવાહોથી માતા-પિતા સ્વયં અજ્ઞાત છે. મોટાભાગની શિક્ષણ સંસ્થાઓમાં વાલી સાથે સંપર્ક જ નથી. કેટલીક સંસ્થાઓ હજુ પણ માતા-પિતાના નિયમિત મિલન મુલાકાત ગોઠવે છે, છતાં જ્યાં ગોઠવાય છે ત્યા પણ મહદઅંશે ઔપચારિકતા વધુ જોવા મળે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

તરુણ અને યુવાવસ્થામાં જોશ વધુ હોય છે, તેને યોગ્ય સમજણ અને માર્ગદર્શન જોઈતું હોય છે. સમાજ કે કુટુંબ તે નથી આપી શકતા ત્યારે વિકરાળ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બાળકનો સર્વાંગી વિકાસ, સારા નાગરિક બનવા જરૂરી ગુણોની ખીલવણી અને ભવિષ્ય માટેનો માર્ગ પસંદ કરવાની આ ઉમરમાં તેને મહત્તમ હુંફ જોઈએ છે. તેને સમજે તેવું વાતાવરણ અથવા તેવા લોકોને તે શોધે છે. માં-બાપે તેના વાલી અને મિત્ર બન્ને બનવું જરૂરી છે. જો બાળકને ઘરમાં મા-બાપ કે વડીલો નીતિનું, મુલ્યોનું શિક્ષણ આપવામાં નિષ્ફળ જાય અથવા ઉદાસીન રહે તો શિક્ષકો, અધ્યાપકો આ જવાબદારી કેવી રીતે નિભાવી શકે? ઘરની વાતચીત અને કુંટુબનાં વ્યવહારોથી આજનું સંતાન પૂર્ણ જાગૃત છે, સાવધાન છે. આ સંજોગોમાં મગજમાં જે દાખલો ખોટો સ્થિર થયો હોય તેને સાચો કરવાની જવાબદારી શાળાની કઇ રીતે હોઈ શકે ?

👁‍🗨♦️મા-બાપની ભુમિકા માત્ર જન્મદાતાની જ નહીં પરંતુ જીવનદાતાની પણ છે. જન્મ આપવા પછી કેવળ આર્થીક જવાબદારી જ મા-બાપ સંભાળતા હોય અને ધડતર માટે આઉટસોર્સીગ જ કરવાનુ હોય તો સંતાન આઉટસોર્સીગના કમાન્ડ પ્રમાણે જ તૈયાર થાય અને પછી મા-બાપને રડવાનો, આંસુ સારવાનો નૈતિક અધિકાર રહેતો નથી. સઘળી સુખ સગવડો જ આપવા અને અગવડથી સંતાનોને આઘા રાખવાની વર્તમાન પદ્ધતિ ભવિષ્યમા ઘણેઅંશે આત્મઘાતી સાબીત થાય છે. સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સસ્તા સમાધાન નહીં પણ સુખનાં ત્યાગની જરૂર છે. દાખલો ન આવડે તો મા-બાપે પણ જીવતરનાં દાખલા શીખવા સમય આપવો પડે, તૈયારી રાખવી પડે. જે ન આવડે તે ચાલશેની મનોવૃતિ સમાજની હોય છે તેવી જ મા- બાપની થાય તો સંતાનો ભાંગશે અને ભાંગશે જ. શિક્ષણ રથનું આ પૈડુ આજે ઘસાયુ છે, ખોડગાતુ થયુ છે. તેનુ કારણ તેમાં તેલ પુરવા માટે, તેના સ્કુ્ ટાઇટ કરવા માટે મા-બાપ પાસે સમય નથી અને તેમને તે અંગે જાગૃતિ પણ નથી. સંજોગો અને સવાલો વિકરાળ બની ગયા છે. આમ ને આમ ક્યાં સુધી ચલાવી લઈશું?

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

M. S. સ્વામીનાથન્: ડોક્ટર વર્ઘીસ કુરિયનની શ્વેત ક્રાંતિમાં લગભગ 80% યોગદાન મેનેજમેન્ટ સ્કિલનું હતું. હરિત ક્રાંતિ માટે મોટા પાયે ટેક્નોલોજીના યોગદાનની જરૂર હતી. દુર્ભાગ્ય એ કે વર્ષો થયે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો નવા બિયારણ અને ટેક્નોલોજીથી અળગા રહી ગયેલા. સદનસીબે ભારત પાસે ડોક્ટર સ્વામીનાથન્ હતા (છે). 1960ના દશકમાં અમેરિકન PL680ના કરાર હેઠળ આયાત થતા સડેલા ઘઉં ભારતીયોના નસીબમાં લખાયેલા હતા. 1965ના યુદ્ધમાં એ સપ્લાય પણ પ્રેસિડેન્ટ લિન્ડન જ્હોનસને બંધ કરાવ્યો ત્યારે સ્વામીજીની સલાહ હેઠળ સરકારે નોર્મન બોર્લોગે વિકસાવેલા જિનેટિકલી મોડિફાઇડ ઘઉંનું બિયારણ રાતોરાત (અમેરિકાથી જ) બાય એર મગાવ્યું. આપણા પંજાબના ખેતરો ફરીથી ઘઉંની ફસલથી લહેરાતા થયા. 2006માં ડોક્ટર સ્વામીનાથનને જ્યારે પદ્મવિભૂષણ મળ્યો ત્યારે જો કે “શું કામ?” પૂછવાવાળા ઘણા હતા. અફસોસ.
8. મનમોહન સુરી: દેશની મિકેનિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રે કાર્યરત એકમાત્ર સંશોધન સંસ્થા CMERI (દુર્ગાપુર, પશ્ચિમ બંગાળ) ના સંસ્થાપક ડિરેક્ટર સુરીજીએ કરેલી એક શોધ, નામે સુરી ટ્રાન્સમિશને આપણી રેલ્વેને દર વર્ષે ડિઝલ લોકોમોટિવ્સ ખાતે કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. દાંતાવાળા ગિયરબોક્સમાં ઘર્ષણને લીધે ખાસ્સી ઉર્જા વેડફાય, માટે એમાં દબાણ હેઠળ ભરેલું લિક્વિડ (ઓઇલ) વાપરી ઉર્જા બચાવવાનો સુરીજીનો આઇડિયા ‘ક્લિક’ થતા વાર ન લાગી. દુનિયાના બધા ડીઝલ એન્જીન આજે ‘સુરી ટ્રાન્સમિશન ગિયરબોક્સ’ વાપરે છે. પણ કોઈ મનમોહન સુરીને ઓળખે છે?
9. રવજીભાઇ સાવલિયા: ગણતર હોય તો ભણતરની જરૂર નહીં. અમરેલીના બાબાપુર ગામે જન્મેલા રવજીભાઇ સાવલિયાએ આ વાત સાવ સાચી પુરવાર કરી બતાવી. ઝાઝું ભણી ન શક્યા, પણ જિજ્ઞાસાવૃત્તિ (કાઠિયાવાડમાં એને ‘ખાંખતિયાપણું’ કહેવાય) અને આવડત પહેલેથી જ વધુ. પ્રોફેશનલ સંશોધનની કારકિર્દી છાશ વલોવવાના ઇલેક્ટ્રિક વલોણાથી થઈ, અને ઘઉંનું થ્રેશર, ડાયમંડ પોલિશિંગ લેથ, ઓઇલ ફ્રી કોમ્પ્રેસર, ફૂટ એરપંપ, ઇલેક્ટ્રિક બાઇસિકલ વગેરે અનેક લોકોપયોગી શોધો ગુજરાત-સૌરાષ્ટ્ર અને દેશ-દુનિયાને આપનાર રવજીભાઇ 2007થી આપણી વચ્ચે નથી, પણ અમદાવાદમાં બાપુનગર ખાતે ‘સાવલિયા રિસર્ચ સેન્ટર’ આ આધુનિક એકલવ્યની (એ પોતાના માટે આ શબ્દ વાપરતા) યશગાથાનું સાક્ષી બની ઉભું છે.

10. નૌતમ ભગવાનલાલ ભટ્ટ: મારા જે ફેમિલી મેમ્બર્સ વાંચતા હોય એમને યાદ અપાવવાનું, કે આ જ્ઞાતિ ગૌરવ છે (અને હે ગૃહમંત્રી, આ આપનું કોલેજ ગૌરવ છે). જામનગરમાં 10 એપ્રિલ, 1909ના રોજ જન્મેલા, અને ભાવનગર, અમદાવાદ અને બેંગ્લોર IIScમાં ભણેલા ડોક્ટર ભટ્ટ, સોરી, નૌતમદાદા એટલે દિલ્હી ખાતે સોલિડ સ્ટેટ ફિઝિક્સ લેબોરેટરીના સ્થાપક ડિરેક્ટર અને રડાર તથા સોનાર ક્ષેત્રે રિસર્ચના પાયાના પથ્થર. આ લેબોરેટરી જ સમય જતા DRDOની સ્થાપનામાં ફાળો આપનાર પૈકી એક બની, અને નૌતમદાદા બન્યા ડોક્ટર કલામ જેવા યુવા ડિફેન્સ સંશોધકોના મેન્ટર. ‘આકાશ’ અને અન્ય સ્વદેશી મિસાઇલ સિસ્ટમ્સના રડારનો ખૌફ ભટ્ટદાદાને ઘણોખરો આભારી છે.
11. ડોક્ટર અબ્દુલ કલામ: મને સાયન્સ અને એન્જિનિયરિંગની કરિયર માટે પ્રેરનાર વ્યક્તિત્વના ઉલ્લેખ વગર આ લિસ્ટ અધૂરું છે. કલામ સરે બે સ્વપ્નોને પાંખો આપી; વિક્રમભાઇના અવકાશી સ્વપ્નને સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SLV-3) રોકેટ આપ્યું, અને ઇન્દિરા ગાંધીના સંરક્ષણના સ્વપ્નને પૃથ્વી અને અગ્નિ મિસાઇલ્સ. છતાં ય રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચેલા આ એરોનોટિકલ એન્જિનિયરનું વ્યક્તિત્વ બેહદ ડાઉન ટુ અર્થ રહ્યું. એમને મન એમની કારકિર્દીની સર્વોત્તમ શોધ એટલે ધાતુના બદલે કાર્બન ફાઇબરના બનેલા બેહદ હળવા અને આરામદાયક કૃત્રિમ જયપુર ફૂટ!

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment