Friday, July 12, 2019

ચોઘડિયાં --- Chops

💥💬 *ચોઘડિયાં* 💬💥

📩➖ચોઘડિયાં એટલે ચો-ઘડીયા, ચાર ઘડી, જે શબ્દનું અપભ્રંશ થઇને ચોઘડિયું થઇ ગયું. 

📩➖હિંદુ ધર્મમાં કોઈ પણ સારા કામનો પ્રારભ ચોઘડિયાં જોઈને કરવામાં આવે છે. 

📩➖દિવસ અને રાત્રીના ચોઘડિયાંની શરૂઆત સુર્યાસ્ત અને સૂર્યોદય મુજબ થાય છે. 

📩➖ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે,
🗯 શુભ, 
🗯મધ્યમ અને 
🗯અશુભ. 

📩➖શુભ ચોઘડિયાં એટલે શુભ, અમૃત, લાભ તથા મધ્યમ ચોઘડિયું એટલે ચલ, અશુભ ચોઘડિયાંમાં ઉદ્વેગ, કાળ, રોગનો સમાવેશ થાય છે. 
📩➖ચોઘડિયાંને બદલે ઘણા *હોરા જોવી* એવું પણ કહે છે.

ઉદારીકરણ --- Liberalization

💸💵💸💵💸💵💸💵💸💵💸💵
ઉદારીકરણ : મજબૂરીથી મહત્ત્વાકાંક્ષા સુધીની સફર
💰💷💰💷💰💷💰💷💰💷💰💷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

આ લેખની શરૂઆત કરતાં પહેલાં મને મારા 🙏ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબ🙏 ની એક કહેવત યાદ આવે છે..જે અવારનવાર અમને કહેતા હતા...
""દેવું કરીને પણ ઘી પીવું""

કેમકે ૧૯૯૧મા ઉદારીકરણના કારણેજ બચતનો મહિમા ઘટ્યો અને દેવું કરીને ઘી પીવાના ગ્રાહકવાદને પ્રોત્સાહન મળ્યું.

ઉદારીકરણના છવ્વીસ વર્ષ પછી તેનાં સારાં અને માઠાં બન્ને પ્રકારનાં પરિણામ જોવા મળ્યાં છે.

♻️✅કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ કે પતનનો આધાર તેના સામાજિક અને આર્થિક માળખા પર હોય છે. સામાન્ય રીતે અર્થતંત્રમાં જે પરિવર્તનો થાય છે તેના આધારે જ સામાજિક માળખું આકાર લે છે. ક્યારેક એવી સામાજિક ઘટનાઓ બને છે જે આ પ્રક્રિયાને કામચલાઉ રીતે સ્થગિત કરી દે છે, પણ થોડા સમયમાં આર્થિક ફેરફારોને અનુરૂપ સામાજિક ફેરફારોની ગાડી ફરી પાટે ચઢી જાય છે.

👁‍🗨તો ચાલો આજે જાણીયે ઉદારીકરણ વિશે..

બાર જ્યોતિર્લિંગ --- Bar Jyotirlinga

🕉☪🕉☪🕉☪🕉☪🕉☪
🕉☸બાર જ્યોતિર્લિંગ✡🔯
🕉☸🕉☸🕉☸🕉☸🕉☸
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏મિત્રો જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થયા છે.(♻️જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. ) ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. 

👁‍🗨જ્યોતિર્લિંગોની યાદી નીચે મુજબ છે:
🔰🔰

મિત્રો હું જયારે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતો હતો ત્યારે અમારા શિક્ષક 🙏જયદેવસિંહ વાઘેલા સરે🙏(SKKRSS Gandhinagar) બાર જ્યોતિર્લિંગ યાદ રાખવા માટે આ શ્લોક કહેલ જે હંમેશા આમને યાદ રહેશે.

सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २॥
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥
➖➖➖➖➖➖➖➖➖➖➖
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ |
ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧||

શ્રાવણ મહિનાની શરૂઆત -- Shravan Monthly Start

🕉☪🕉☪🕉☪🕉☪🕉☪🕉☪
🕉☸શ્રાવણ મહિનાની શરૂઆત🕉☸
🕉☪🕉☪🕉☪🕉☪🕉☪🕉☪
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

મિત્રો આજથી પવિત્ર શ્રાવણ માસની 
શરુઆત થતા જ વોટસ એપ,ફેસ બુક,હાઇક..વગેરે સોશીયલ મીડિયા પર મેસેજોના મારા થવા લાગ્યા.
આ બધા શિવભકતો ને મે સામાન્ય પ્રશ્નો પૂછ્યા..

શ્રાવણ માસમાં જ કેમ શિવજી ની પૂજા થાય છે?
શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ શું?
શ્રાવણ હિંદુ પંચાંગ મુજબ કેટલામાં મહિનામાં આવે છે?
શ્રાવણ માસ અને મહાદેવજી વચ્ચે સામ્યતા શું ?
શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ કે દૂધ ચડાવવા કરતા કોઈ ગરીબ ને એ દૂધ આપી તો કેવું રે ?

આ પ્રકારના ૫ થી ૬ પ્રશ્નો કરયા પણ હજી સુધી એ કોઈ શિવ ભક્તોના જવાબ આવ્યા નથી.
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
કઈ નહિ ચલો આપણે લોકો જાણીયે આ પવિત્ર શ્રાવણ માસ વિશે.... 

ભારત પરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ. ---- Foreign aggression and its influence on India

મિત્રો આજે હું યુવરાજસિંહ જાડેજ એક ટોપિક પર ચર્ચા કરવાનો છું તે જી.પી.એસ.સી. મુખ્ય પરીક્ષા માટે અતી મહત્વનો કહી શકાય. 
પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિલિમનરી પરીક્ષા મા આ ટોપિક નથી.(પરંતુ મુખ્ય પરીક્ષા મા આ હોઇ શકવાની પૂરતી સંભાવના છે) પરંતુ આ મુદ્દા ને સમજવો ખુબ જરૂરી છે.
🎯⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔
ભારત ઉપરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ.
⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏(ભાગ 1)

⚔🛡⚔ મિત્રો રાષ્ટ્રની રક્ષા માટે યુદ્ધ અનિવાર્ય છે. બધી મંત્રણાઓ કર્યા પછી પણ જ્યારે શત્રુપક્ષ સમાધાન માટે તૈયાર ન થાય ત્યારે યુદ્ધ જ બાકી રહે છે. જો તે ન કરવામાં આવે તો રાષ્ટ્રનું રક્ષણ થઈ શકતું નથી. મંત્રણાઓ પણ તેની સફળ થતી હોય છે જેનામાં યુદ્ધ કરવાની અને જીતવાની ક્ષમતા હોય.

👁‍🗨મિત્રો રાષ્ટ્રની રક્ષા ત્રણ રીતે થઈ શકે છે :

1. જ્યાંથી આક્રમણ થવાનું હોય તેના ઉપર પ્રથમથી જ આક્રમણ કરી દેવું. તેને તેની ભૂમિ ઉપર જ લડવા બાધ્ય કરવો. જેથી આપણી ભૂમિ યુદ્ધક્ષેત્રથી બચી જાય.
2. શત્રુપક્ષ તરફથી આક્રમણ થયા પછી પ્રત્યાક્રમણ કરવું.
3. આ બન્નેમાંથી એક પણ ન કરી શકાય તો તો શત્રુપક્ષની શરતો પ્રમાણે સંધિ કરી લેવી અથવા હારી જવું.

વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ,નંદ રાજવંશ. --- Vedic times: Jain religion, Buddhism, Nand dynasty.

🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧ (ક) ઇતિહાસઃ

🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ,નંદ રાજવંશ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🕉☸☯✡🔯🕉♊️⛎🛐☯🕎
☯🕉☯🕉વૈદિક સમય✝☪🕉
♒️♑️♐️♏️♎️♍️♌️♋️♊️♉️♈️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

👁‍🗨👉મિત્રો ભારતીય સંસ્કૃતિને વૈદિક સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ✍વૈદિક સંસ્કૃતિ એટલે વેદો દ્વારા અને વેદોના કાળથી ચાલતી આવતી સંસ્કૃતિ. ભારતની સૌથી શ્રેષ્ઠ ધરોહર એ આપણા વેદો છે.જીવનના આરંભથી માંડીને અંત સુધીનું બધુ જ જ્ઞાન વેદોમાં છે.વેદોની રચના એ બહુ જ પુરાણી છે જેના નિર્માણનો સચોટ સમય આજસુધી કોઈ દર્શાવી શક્યુ નથી બસ અનુમાન જ કરી શકાયુ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🕉🔯વેદ એ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથો છે અને હિન્દુ સંસ્કૃતિના સર્વોપરી ગ્રંથો હોવાની સાથે સાથે તેના આધાર સ્તંભો પણ છે.વેદ એ સંસ્કૃત શબ્દ છે 
👉જેનો અર્થ થાય છે “જ્ઞાન”.
👁‍🗨 પ્રાચીન ઋષિમુનિઓએ મંત્રોના અતિગુઢ રહસ્યોને જાણીને ,સમજીને, મનન કરીને અને અનુભુતિ કરીને એ જ્ઞાનને સરળ રીતે ગ્રંથ સ્વરૂપે સંસારના કલ્યાણ માટે પ્રસ્તુત કરવામાં આવ્યુ એ 🙏“વેદ”🙏 કહેવાયા.

👉 આ જગત , જીવન અને પરમેશ્વર વિશેનું વાસ્તવિક જ્ઞાન એટલે વેદ.એક માન્યતા મુજબ આ જ્ઞાન પરમપિતા પરમેશ્વરે ઋષિઓને અપ્રત્યક્ષ રૂપે આપ્યુ હતુ. વેદોમાં જ્યોતિષ , ગણિત , ધર્મ , ખગોળ , ઔષધિ , પ્રકૃતિ જેવા લગભગ બધા વિષયોનું જ્ઞાન અપાયુ છે.

પાનશેત બંધ (તાનાજી સાગર) --- Panshit Bandh (Tanaji Sagar)

📢🌊📢🌊📢🌊📢🌊📢🌊
🌊🌊પાનશેત બંધ (તાનાજી સાગર)📢
🌊🎯🌊🎯🌊🎯🌊🎯🌊🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️📌જુલાઈ ૧૨, ૧૯૬૧ના દિવસે ભારતીય સમય અનુસાર સવારે ૭ વાગ્યાને ૧૦ મિનિટે પાનશેત બંધ તૂટતાં
પુના અને નજીકના વિસ્તારમાં પૂર આવ્યું હતું. આ આપાત-પ્રસંગ પાનશેત પૂર તરીકે ઓળખાય છે.

☂વર્ષ ૧૯૬૧માં આજના દિવસે આવેલા પૂરમાં અડધું પૂના શહેર ડૂબી ગયું હતું . આ હોનારતમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને એક લાખથી વધુએ સ્થળાંતર કર્યુ હતું .

👁‍🗨પાનશેત બંધ એ મહારાષ્ટ્રરાજ્યમાં આવેલા પુણે જિલ્લામાં વહેતી મૂઠા નદીની સહાયક નદી એવી આંબી નદી પર પાનશેત ગામ નજીક બનાવવામાં આવેલ છે. આ બંધ પુના શહેરથી આશરે ૫૦ કિ.મી. જેટલા અંતરે આવેલ છે. 
♦️આ બંધ માટીકામ વડે તેમ જ પાણીના નિકાસ માટેની સગવડ સિમેન્ટ વડે બાંધવામાં આવેલ છે. 
👁‍🗨આ બંધ વડે નિર્મિત જળાશયને તાનાજી સાગર નામ આપવામાં આવ્યું છે.

💠પાનશેતના પૂરમાં વિશાળ પાયે નુકસાન થયું હતું. શનિવાર પેઠ ખાતે રહેલાં ઘણા વિદ્વાનોના પુસ્તકો અને હસ્તપ્રતો ધોવાઈ અને ઘસડાઈ ગઈ હતી. લોકો નદીથી દૂર દૂર રહેવા ચાલ્યા ગયા અને સમગ્ર પુના શહેરનો નકશો બદલાઇ ગયો હતો. પાનશેત પૂરગ્રસ્ત સમિતિ દ્વારા ઘણી બધી માહિતી સંચિત કરી અને ઘણા અસરગ્રસ્તોની મુલાકાતો લઈ 'પાનશેત પૂરગ્રસ્તાંચી કહાણી' નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏