🕉☪🕉☪🕉☪🕉☪🕉☪🕉☪
🕉☸શ્રાવણ મહિનાની શરૂઆત🕉☸
🕉☪🕉☪🕉☪🕉☪🕉☪🕉☪
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
મિત્રો આજથી પવિત્ર શ્રાવણ માસની
શરુઆત થતા જ વોટસ એપ,ફેસ બુક,હાઇક..વગેરે સોશીયલ મીડિયા પર મેસેજોના મારા થવા લાગ્યા.
આ બધા શિવભકતો ને મે સામાન્ય પ્રશ્નો પૂછ્યા..
શ્રાવણ માસમાં જ કેમ શિવજી ની પૂજા થાય છે?
શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ શું?
શ્રાવણ હિંદુ પંચાંગ મુજબ કેટલામાં મહિનામાં આવે છે?
શ્રાવણ માસ અને મહાદેવજી વચ્ચે સામ્યતા શું ?
શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ કે દૂધ ચડાવવા કરતા કોઈ ગરીબ ને એ દૂધ આપી તો કેવું રે ?
આ પ્રકારના ૫ થી ૬ પ્રશ્નો કરયા પણ હજી સુધી એ કોઈ શિવ ભક્તોના જવાબ આવ્યા નથી.
👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨
કઈ નહિ ચલો આપણે લોકો જાણીયે આ પવિત્ર શ્રાવણ માસ વિશે....
➖
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏મિત્રો શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ- વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ- શક સંવતનો પાંચમો મહિનો છે.
👁🗨શ્રાવણ મહિનામાં આવતા તહેવારો👇
🕉વિક્રમ સંવત શ્રાવણ સુદ પૂનમ : રક્ષાબંધન
🕉વિક્રમ સંવત શ્રાવણ વદ પાંચમ : નાગ પાંચમ
🕉વિક્રમ સંવત શ્રાવણ વદ છઠ : રાંધણ છઠ
🕉વિક્રમ સંવત શ્રાવણ વદ સાતમ : શીતળા સાતમ
🕉વિક્રમ સંવત શ્રાવણ વદ આઠમ : જન્માષ્ટમી
🕉ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે.
🕉પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધીજ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે.
🍁ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર ચઢાવવાથી શુભ ફળ મળે છે એમ આપણાં ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે.શિવમહાપુરાણ અનુસાર બિલીવૃક્ષ મહાદેવનું જ રૂપ છે.ત્રણ લોકમાં જેટલાં પુણ્ય-તીર્થ પ્રસિદ્ધ છે,તે દરેક સંપુર્ણ તીર્થ બિલીનાં મુળભાગમાં નિવાસ કરે છે.
🌦શ્રાવણ મહિનામાં સૌથી વધુ વરસાદ થાય છે.
🌞હિંદુ કેલેન્ડરમાં શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચાતુર્માસનો આ પ્રથમ માસ છે
✨☄અમરનાથ (તીર્થધામ)
સમુદ્રતળેટીથી 14500 ફૂટની ઊંચાઈ પર વિશાળ પ્રાકૃતિક ગુફાના રૂપમાં સ્થિત છે આ તીર્થ. આ ગુફામાં ભગવાન શિવ હિમલિંગના રૂપમાં આકાર લે છે. દર શ્રાવણ માસમાં આ હિમ શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. અમરનાથનો સંબંધ અમરત્વ પ્રાપ્ત કરવાની કથા સાથે છે. માન્યતા છે કે એકવાર દેવી પાર્વતીએ ભગવાન શિવને અમરકથા સંભળાવાનો આગ્રહ કર્યો. કથા તેઓ એવા સ્થાન પર સંભળાવવા ઇચ્છતા હતા જ્યાં અન્ય કોઇ તે સાંભળી ન શકે. આના માટે માટે તેમણે પોતાના ત્રિશુળથી એક પર્વતમાં વાર કરી ગુફાનું રૂપ આપ્યું અને ત્યાં જ બેસીને અમરકથા સંભળાવવાની શરૂ કરી. શિવ-પાર્વતીના પ્રસ્થાન બાદ આ પવિત્ર ગુફા
અમરેશ્વર કે અમરનાથ તરીકે ઓળખાવા લાગી. દર વર્ષે શ્રાવણમાં શિવ પોતાના ભક્તોને પ્રતીક રૂપે અહીં દર્શન આપે છે. અહીં પ્રાકૃતિક રૂપે બરફનું શિવલિંગ બને છે.
અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.
અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ (બર્ફાની બાબા) પણ કહે છે.
અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહીનામાં થવા વાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો-વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.
☄✨શિવજીને ભાગ અને ઘતૂરો શા માટે
ભગવાન શિવને કૈલાશ પર્વત પર રહેનારા બતાવાયા છે.
અહી અત્યંત ઠંડો પ્રદેશ છે. જ્યા આવો આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરની ગરમી પ્રદાન કરે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ભાંગ અને ધતૂરો સીમિત માત્રામાં લેવામાં આવે તો તે દવાનુ કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે.
🙏🙏મારા અને મારા જાડેજા પરિવાર તરફથી આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભ કામના.
👏ॐ નમઃ શિવાય👏

No comments:
Post a Comment