📢🌊📢🌊📢🌊📢🌊📢🌊
🌊🌊પાનશેત બંધ (તાનાજી સાગર)📢
🌊🎯🌊🎯🌊🎯🌊🎯🌊🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️📌જુલાઈ ૧૨, ૧૯૬૧ના દિવસે ભારતીય સમય અનુસાર સવારે ૭ વાગ્યાને ૧૦ મિનિટે પાનશેત બંધ તૂટતાં
પુના અને નજીકના વિસ્તારમાં પૂર આવ્યું હતું. આ આપાત-પ્રસંગ પાનશેત પૂર તરીકે ઓળખાય છે.
☂વર્ષ ૧૯૬૧માં આજના દિવસે આવેલા પૂરમાં અડધું પૂના શહેર ડૂબી ગયું હતું . આ હોનારતમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને એક લાખથી વધુએ સ્થળાંતર કર્યુ હતું .
👁🗨પાનશેત બંધ એ મહારાષ્ટ્રરાજ્યમાં આવેલા પુણે જિલ્લામાં વહેતી મૂઠા નદીની સહાયક નદી એવી આંબી નદી પર પાનશેત ગામ નજીક બનાવવામાં આવેલ છે. આ બંધ પુના શહેરથી આશરે ૫૦ કિ.મી. જેટલા અંતરે આવેલ છે.
♦️આ બંધ માટીકામ વડે તેમ જ પાણીના નિકાસ માટેની સગવડ સિમેન્ટ વડે બાંધવામાં આવેલ છે.
👁🗨આ બંધ વડે નિર્મિત જળાશયને તાનાજી સાગર નામ આપવામાં આવ્યું છે.
💠પાનશેતના પૂરમાં વિશાળ પાયે નુકસાન થયું હતું. શનિવાર પેઠ ખાતે રહેલાં ઘણા વિદ્વાનોના પુસ્તકો અને હસ્તપ્રતો ધોવાઈ અને ઘસડાઈ ગઈ હતી. લોકો નદીથી દૂર દૂર રહેવા ચાલ્યા ગયા અને સમગ્ર પુના શહેરનો નકશો બદલાઇ ગયો હતો. પાનશેત પૂરગ્રસ્ત સમિતિ દ્વારા ઘણી બધી માહિતી સંચિત કરી અને ઘણા અસરગ્રસ્તોની મુલાકાતો લઈ 'પાનશેત પૂરગ્રસ્તાંચી કહાણી' નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે.

No comments:
Post a Comment