Friday, July 12, 2019

ઘનશ્યામ નાયક --- Ghanshyam Nayak //// નટુ કાકા -- Natu kaka

〰〰〰〰〰〰〰〰〰〰〰
😀😀😀ઘનશ્યામ નાયક😀😀😀😀

😁સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક ‘તારક મહેતાના ઉલટા ચશ્માં ’ માં નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું ભજવનાર ઘનશ્યામ નાયક નો જન્મ તા. ૧૨/૭/૧૯૪૫ ના રોજ મહેસાણા જીલ્લાના વડનગર પાસે આવેલ ઊંઢાઈ ગામમાં થયો હતો. 
😁ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. 
😁તેમના વડદાદા, વાડીલાલ નાયક,
શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાસંદા ના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા.
😁 સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા. આમ ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.
😊જેને ‘મુંબઇનો રંગલો‘ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
😊એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી.
😁 રંગભૂમિ તેમજ ભવાઈ એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે.. 
🙂તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો‘
શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.
😁તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાષણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
😁ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર હતા. 
🎬🎬તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી.આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું,
🎬જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર,
મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે , પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે.

12 July

♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️
ઈતિહાસમાં ૧૨ જુલાઈનો દિવસ
👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌊🌊🌊🌊પુનામાં પૂર🌊🌊🌊🌊

વર્ષ ૧૯૬૧માં આજના દિવસે આવેલા પૂરમાં અડધું પૂના શહેર ડૂબી ગયું હતું . આ હોનારતમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને એક લાખથી વધુએ સ્થળાંતર કર્યુ હતું .
🌊વર્ષ 1961ની 12 જુલાઈએ ખડકવાસલા અને પાનશેટ ડેમ ઐતિહાસિક રીતે ઓવરફ્લો થઈ જતાં પુના તારાજ થઈ ગયું હતું . તે સમયે નવનિર્મિત મહારાષ્ટ્ર રાજ્યના બીજા સૌથી મોટા શહેરનો નકશો જ બદલાઈ ગયો હતો .

👧🏻👧🏻👧🏻મલાલા યુસુફઝાઈ👱‍♀👱‍♀👱‍♀

મહિલા શિક્ષણની હિમાયત કરવા બદલ સૌથી નાની ઉંમરે નોબેલ શાંતિ પારિતોષિક જીતનારી મૂળ પાકિસ્તાની કિશોરી મલાલા વર્ષ ૧૯૯૭માં આજના દિવસે જન્મી હતી .

સૌરાષ્ટ્ર માં સ્ત્રીઓનો સામાજિક વિકાસ --- Social development of women in Saurashtra

જ્ઞાન સારથિ, [11.07.19 23:46]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*👮‍♀👮‍♂પોલીસ ઇન્સ્પેક્ટરની મુખ્ય પરીક્ષા માટે 👮‍♀👮‍♂અને  મિત્રો આ મારો લેખ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોય ત્યારે તો આ જરૂરી છે. પરંતુ જ્ઞાન વાંચ્છુંક અને જિજ્ઞાસુ વાંચક બિરાદરોએ માટે પણ આ લેખ જ્ઞાનનું ભાથું બનીને રહશે...*
🧙‍♀🧝‍♂👸🤶👩‍🚀👨‍🚒👨‍🎨👩‍🚒👩‍🎨👩‍🔧🙋‍♀
*સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓનો સામાજીક વિકાસ*
👱‍♀👧🏻🧒👩🏻🧑👱‍♀👵🧓👳‍♀🧕🏻👮‍♀
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*મિત્રો ભારતને આઝાદી મળી તે પહેલા સૌરાષ્ટ્રમાં 👁‍🗨બસો બાવીશ🙏 રજવાડાઓ હતા.સૌરાષ્ટ્ર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ પ્રદેશ છે. ♻️આ પ્રદેશ કાઠીયાવાડી નામથી ઓળખતો રહ્યો છે.👁‍🗨૧૯મી સદીની શરૂઆતથી ભારતમાં સુધારક વર્ગે સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે સુધારા કરવા પ્રયત્નો કર્યા.તેની અસર ગુજરાતમાં પણ થઇ.💠રાજા રામ મોહનરાય,કેશવચંદ્ર સેન,મહર્ષી કર્વ વગેરે સુધારકોના કાર્યોની અસર રૂપે ગુજરાતમાં સામાજીક અનીષ્ઠો સામે જેહાદ જગાવવા તથા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે નર્મદ,દલપતરામ,મહીપતરામ,કરશનદાસ મુળજી વગેરેએ આ દિશામાં નોંધપાત્ર પ્રયત્નો કર્યા.*

*💠👁‍🗨કવિ નર્મદ સ્ત્રીઓના સમાનતાના હિમાયતી હતા.૨ જયારે દલપતરામે તો ત્યાં સુધી કહ્યું હતું કે “ સ્ત્રીઓ સુધરશે તો ફળ ઉત્તમ થશે અથવા પૃથ્વી સુધરશે તો જ ત્યાં પાક સારો પાકે ”.*

12 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 12/07/2019
📋 વાર : શુક્રવાર

🔳1489 :- દિલ્લી પર લોદી વંશના સ્થાપક બહલોલ લોદીનું અવસાન થયુ.

🔳1674 :- છત્રપતિ શિવાજી મહારાજે ઈષ્ટ ઇન્ડિયા કંપની સાથે શાંતિ કરાર કર્યા.

🔳1823 :- ભારતે પ્રથમ  વખત બનાવેલા વરાળથી ચાલતા જહાજ એન્જિન દિયાનાને કોલકાતા ખાતે દરિયામાં ઉતાર્યું.

🔳1864 :- પ્રખ્યાત ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રજવાડે નો જન્મ થયો.

🔳1902 :- ઓસ્ટ્રેલિયા ની સંસદે મહિલા મતાધિકાર પર મહોર મારી.

🔳1909:- ફિલ્મ પ્રોડયુસર અને ડાયરેક્ટર વિમલ રાઈ નો જન્મ થયો.

🔳1960 :- બિહારમાં ભાગલપૂર યુનિવર્સિટીની સ્થાપન થઈ.

🔳1960 :- રાંચી યુનિવર્સિટીની સ્થાપન થઈ.

🔳1965 :- પુર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનો મેંગલોરમાં જન્મ થયો.

Thursday, July 11, 2019

બેંકોનું રાષ્ટ્રીયકરણ ---- Nationalization of banks

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
✅♻️બેંકોનું રાષ્ટ્રીયકરણ♻️✅
💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨મિત્રો આવા પ્રશ્નો GPSC મુખ્ય પરીક્ષા મા પુછાયેલા પણ છે. અને હજુ પૂછાય પણ શકે છે.. 
👉આપ લોકોને પેલા સમજવું જોઈએ કે ➖બેંકનું રાષ્ટ્રીયકરણ અટલે શું ?
➖શા માટે કરવામાં આવેલા ?
➖તેના લાભાલાભ ?
➖બેંકના રાષ્ટ્રીયકરણની અસરો ?
➖બેન્ક એટલે શું ? વગેરે....

👉👁‍🗨વર્ષ ૧૯૬૯માં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશની ૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું . તેના કારણે બેંકો પાસે રહેલી ૮૫ ટકા થાપણો ભારત સરકાર હસ્તક આવી ગઈ હતી .

💡🔦1407માં ઈટાલીના જિનોઆ ખાતે બૅન્કો દી સાન જિઓરજિઓ (સેન્ટ જયોર્જની બૅન્ક) નામે સૌથી પહેલી રાજય થાપણની બૅન્ક સ્થાપવામાં આવી હતી.

સિંધુ ખીણની સંસ્કૃતિ --- Indus Valley Civilization

🎯🔰1. સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત

👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️
👁‍🗨👁‍🗨સિંધુ ખીણની સંસ્કૃતિ♻️💠
👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🎯દુનિયાની ચાર પ્રાચીન સંસ્કૃતિઓ -♦️ઇજીપ્ત, ♦️મેસોપોટેમિયા, ♦️ચીન અને આપણી♦️🇮🇳 સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિ. આ બધી પ્રાચીન સંસ્કૃતિઓમાં સૌથી મોટી સિંધુ સંસ્કૃતિ હતી.
👉 આ વસાહતની લિપિ, ત્યાં રહેનારા લોકો, એમની ભાષા, ધર્મ વગેરે. આ વિષેના ગહન સંશોધન અને અન્ય પુરાવાઓને અભાવે તે એક રહસ્ય છે.
👉આર્ય લોકોના ઉદયનો વિષય ઘણો વિવાદાસ્પદ છે. સ્ટેફન નૅપ, ડેવિડ ફ્રૉલી અને ઘણા ભારતીય વિદ્વાનોનું માનવું છે કે આર્ય લોકો અને સંસ્કૃત ભાષા ભારતમાં બહારના દેશોમાંથી આવ્યાં નથી. 
⭕️જયારે મૅક્સ મુલર, બેન્ડર, લવીન, ગુફરોવ વગેરે મોટા ભાગના સંશોધકોનું માનવું છે કે આર્ય લોકો આશરે ઈસ પૂર્વે ૧૫૦૦માં મધ્ય એશિયામાંથી (આજે જ્યાં કિર્ગીઝસ્તાન, કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન. ઉઝબેકિસ્તાન વગેરે દેશો આવેલા છે) આવ્યા હતા. 
👁‍🗨સિંધુ સંસ્કૃતિ અને એની લિપિનો અસ્ત થયા બાદ આશરે ૧૫૦૦ વર્ષ પછી આશરે ઈ.સ. પૂર્વે ૩૦૦માં ભારતમાં બ્રાહ્મીનો ઉદય ભારતમાં થયેલો જણાય છે, ✍જેમાંથી દેવનાગરી લિપિનો ઉદય થયેલો છે તેથી બ્રાહ્મી લિપિ સિંધુ સંસ્કૃતિની લિપિમાંથી ઉદય પામી હોય એ શક્ય લાગતું નથી. આ બધી લિપિઓ અને સિંધુ સંસ્કૃતિની લિપિ બંને તદ્દન જુદી લિપિઓ છે, તેથી સિંધુ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ હોય અને રહેનારા લોકો આર્ય હોવાનું શક્ય લાગતું નથી.

લોથલ --- Lothal

💠🔘💠🔘💠🔘
🔘💠લોથલ🐾🐾
🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✍મિત્રો સ્કૂલમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને મોહેં જો દડોની સંસ્કૃતિના પાઠ ભણવામાં આવતા હતા ત્યારે તેમાં લોથલ વિશે વાંચ્યું હતું. તે વખતે એવું થાતું હતું કે આટલાં બધાં વર્ષો પહેલાં લોકો કેમ રહેતા હતા અને ત્યાંના કેવાં શિલ્પો મળી આવ્યાં છે એ બધું અત્યારે જાણીને શું કામ છે ? એ ખરેખર બોરિંગ લાગતું હતું. પરંતુ અત્યારે ?????

👁‍🗨લોથલ એક પુરાતત્વીય સ્થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની ઓળખ ઊભી કરે છે

👇👇લોથલ શહેર વિષે, જે ઘરાવે છે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા👇

🎯👁‍🗨🎯👁‍🗨લોથલ શબ્દનો અર્થ ભગવદ્દગોમંડળના આધારે જોવામાં આવે તો 'લોથ+અલ' થાય છે. 'લોથ' શબ્દનો અર્થ ઉપાધિ, પીડા, પાયમાલ થવું, પાયમાલ કરવું, લાશ પડવી, લાશ, મડદું, શબ, ખરાબ, મરેલું, જીવ વિનાનું, અતિશય થાકેલું, અશક્ત વગેરે થાય છે. જ્યારે 'અલ' શબ્દનો અર્થ જોઈએ તો નાના વસવાટ સૂચક શબ્દ છે. તેને પદાંત કહેવામાં આવે છે. જે પલ્લી કે આવલી પરથી ઊતરી આવેલો ગણી શકાય. પલ્લી નાના ગામ માટે વપરાતો શબ્દ છે. જ્યારે આવલી શબ્દ હારબંધ અથવા ફળિયાબંધ ગામનું સૂચન કરતો હોય છે. લોથલનું નગરઆયોજન પણ આવા પ્રકારનું છે. તેવું આધારો પરથી જણાય છે. 'લોથલ' નામકરણ મરેલા કે જ્યાંથી શબ મળતાં હોય તેવા સ્થળનો ઉલ્લેખ કરે છે અને નામ ઉત્ખનન પછી આપવામાં આવ્યું છે. તેના પ્રાચીન નામ વિશે કોઈ માહિતી મળી શકતી નથી કારણકે આ સમયની લિપિ ચિત્રલિપિ હતી જે ઉકેલી શકાઈ નથી. એટલે કે હાલનું લોથલ નામ વર્તમાન પુરાતત્વવિદો અને સંશોધકોએ આપેલ છે.