Friday, July 12, 2019

ઘનશ્યામ નાયક --- Ghanshyam Nayak //// નટુ કાકા -- Natu kaka

〰〰〰〰〰〰〰〰〰〰〰
😀😀😀ઘનશ્યામ નાયક😀😀😀😀

😁સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક ‘તારક મહેતાના ઉલટા ચશ્માં ’ માં નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું ભજવનાર ઘનશ્યામ નાયક નો જન્મ તા. ૧૨/૭/૧૯૪૫ ના રોજ મહેસાણા જીલ્લાના વડનગર પાસે આવેલ ઊંઢાઈ ગામમાં થયો હતો. 
😁ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. 
😁તેમના વડદાદા, વાડીલાલ નાયક,
શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાસંદા ના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા.
😁 સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા. આમ ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.
😊જેને ‘મુંબઇનો રંગલો‘ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
😊એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી.
😁 રંગભૂમિ તેમજ ભવાઈ એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે.. 
🙂તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો‘
શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.
😁તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાષણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
😁ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર હતા. 
🎬🎬તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી.આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું,
🎬જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર,
મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે , પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે.

🎬તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા અને ઇના મીના ડીકા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક ‘ પાનેતર’
હતું.તેમણે ગુજરાતી સીરીયલ માની મટકુંમાં મુખ્ય કલાકાર મટકલાલ તરીકે અભિનય કર્યો હતો. આ ઉપરાંત છુટાછેડા ગુજરાતી સીરીયલમાં પણ અભિનય કર્યો હતો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment