Friday, July 12, 2019

12 July

♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️
ઈતિહાસમાં ૧૨ જુલાઈનો દિવસ
👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌊🌊🌊🌊પુનામાં પૂર🌊🌊🌊🌊

વર્ષ ૧૯૬૧માં આજના દિવસે આવેલા પૂરમાં અડધું પૂના શહેર ડૂબી ગયું હતું . આ હોનારતમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને એક લાખથી વધુએ સ્થળાંતર કર્યુ હતું .
🌊વર્ષ 1961ની 12 જુલાઈએ ખડકવાસલા અને પાનશેટ ડેમ ઐતિહાસિક રીતે ઓવરફ્લો થઈ જતાં પુના તારાજ થઈ ગયું હતું . તે સમયે નવનિર્મિત મહારાષ્ટ્ર રાજ્યના બીજા સૌથી મોટા શહેરનો નકશો જ બદલાઈ ગયો હતો .

👧🏻👧🏻👧🏻મલાલા યુસુફઝાઈ👱‍♀👱‍♀👱‍♀

મહિલા શિક્ષણની હિમાયત કરવા બદલ સૌથી નાની ઉંમરે નોબેલ શાંતિ પારિતોષિક જીતનારી મૂળ પાકિસ્તાની કિશોરી મલાલા વર્ષ ૧૯૯૭માં આજના દિવસે જન્મી હતી .

🕵👳🕵👳પ્રાણ🕵👳🕵👳

બોલીવુડના વિલન અને દમદાર ચરિત્ર ભૂમિકાઓ નિભાવનારા અભિનેતા પ્રાણે વર્ષ ૨૦૧૩માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેઓ શરૂઆતમાં ફોટોગ્રાફર બનવા માગતા હતા .

⚾️⚾️10 રનમાં 10 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ⚾️⚾️

કાઉન્ટી મેચમાં યોર્કશાયર તરફી હેડ્લી વેરિટીએ વર્ષ 1932ની 12 જુલાઈએ નોટિંગહામશાયર સામે માત્ર 10 રનમાં 10 વિકેટનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો . તેના એક વર્ષ અગાઉ પણ તેણે 10 વિકેટો ઝડપી હતી .

⛳️⛳️સૌથી ભીષણ ટેન્ક યુદ્ધ⛳️⛳️

ઇતિહાસનું સૌથી ભીષણ ટેન્ક યુદ્ધ 1943ની 12 જુલાઈએ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનો અને રશિયનો વચ્ચે લડાયું હતું . તેમાં જર્મનીની 290માંથી 43 અને રશિયનોની 610 ટેન્કોમાંથી 400થી વધુ ટેન્કોનો ખુરદો બોલી ગયો હતો .

🏹1489 :- દિલ્લી પર લોદી વંશના સ્થાપક બહલોલ લોદીનું અવસાન થયુ.

🏹1823 :- ભારતે પ્રથમ વખત બનાવેલા વરાળથી ચાલતા જહાજ એન્જિન દિયાનાને કોલકાતા ખાતે દરિયામાં ઉતાર્યું.

🏹1864 :- પ્રખ્યાત ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રજવાડે નો જન્મ થયો.

🏹1960 :- બિહારમાં ભાગલપૂર યુનિવર્સિટીની સ્થાપન થઈ.

🏹1960 :- રાંચી યુનિવર્સિટીની સ્થાપન થઈ.

🏹1965 :- પુર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનો મેંગલોરમાં જન્મ થયો.

🏹૨૦૦૨ - ઘનશ્યામભાઈ ઓઝાનુ અવસાન... ગુજરાતના ચોથા મુખ્યમંત્રી. (જ. ૧૯૧૧)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
➖➖➖➖➖➖➖➖➖➖➖
ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા
♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️

⭕️ગુજરાતના ચોથા મુખ્યમંત્રી⭕️
🎋પદભારનો સમયગાળો🎋
૧૭ માર્ચ, ૧૯૭૨ – ૧૭ જુલાઇ, ૧૯૭૩

( ૨૫ ઓક્ટોબર , ૧૯૧૧ – ૧૨ જૂલાઇ, ૨૦૦૨ ) ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેઓએ બી.એ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલો.
〰 તેઓ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યની વિધાન સભાના સભ્ય હતા. 
〰પછીથી ૧૯૫૬માં તેઓ ત્યારના મુંબઈ રાજ્યની વિધાન સભાના સભ્ય બન્યા. 〰૧૯૫૭ થી ૧૯૬૭ સુધી અને ફરીથી ૧૯૭૧ થી ૧૯૭૨ સુધી તેઓ
લોક સભાના સભ્ય રહ્યા. 
〰પછીથી, ૧૦ એપ્રિલ, ૧૯૭૮ થી ૯ એપ્રિલ, ૧૯૮૪ સુધી તેઓ રાજ્ય સભાના સભ્ય રહ્યા. 
〰૧૯૭૨-૭૪ દરમિયાન તેઓ
ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા.

●માધ્યમિક શિક્ષણ વિધેયક બિલ પસાર થતાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ.
●હાઉસિંગ બોર્ડની રચના
●આદિજાતિ વિકાસ
કોર્પોરેશનની રચના

✅ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈના કાર્યકાળમાં રાજયમાં રાષ્ટ્રપતિ શાસન આવેલ, ત્યાર બાદ ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી બનેલ. તે એકાદ વર્ષ સત્તા પર રહ્યા ત્યાર બાદ તેની સામે બળવો કરીને ૧૭ જુલાઈ ૧૯૭૩ના રોજ ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બનેલ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
〰〰〰〰〰〰〰〰〰〰〰
😀😀😀ઘનશ્યામ નાયક😀😀😀😀

😁સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક ‘તારક મહેતાના ઉલટા ચશ્માં ’ માં નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું ભજવનાર ઘનશ્યામ નાયક નો જન્મ તા. ૧૨/૭/૧૯૪૫ ના રોજ મહેસાણા જીલ્લાના વડનગર પાસે આવેલ ઊંઢાઈ ગામમાં થયો હતો. 
😁ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. 
😁તેમના વડદાદા, વાડીલાલ નાયક,
શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાસંદા ના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા.
😁 સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા. આમ ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.
😊જેને ‘મુંબઇનો રંગલો‘ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
😊એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી.
😁 રંગભૂમિ તેમજ ભવાઈ એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે.. 
🙂તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો‘
શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.
😁તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાષણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
😁ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર હતા. 
🎬🎬તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી.

No comments:

Post a Comment