Saturday, July 13, 2019

સોયાબીન ની મહત્વની જાણકારી --- Important information about soybean

🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
સોયાબીન ની મહત્વ ની જાણકારી 
🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🎯સોયાબીન
સામાન્ય લાક્ષણિકતાઓ:
સોયાબીન વૈશ્વિક ધોરણે મહત્ત્વનો પાક છે. 
👉સોયાબીન પર પ્રક્રિયા કરીને પ્રોટીનજન્ય ખોરાક બનાવવામાં આવે છે. 🎯વિશ્વમાં વનસ્પતિ તેલનો તે બીજા ક્રમાંકનો સૌથી મોટો સ્રોત છે.
👉વિશ્વમાં તથા સ્થાનિક ધોરણે તેના પાકના મોટા હિસ્સાની હેક્સેન સાથેની સોલ્વન્સી દ્વારા સોયા તેલ અને સોયા ખોળ મેળવવામાં આવે છે. 🐄🐃ખોળનો ઉપયોગ પશુઓના ખાદ્યમાં મોટાપાયે કરવામાં આવે છે.
🎯👉 વૈશ્વિક ધોરણે સોયાબીનના પાકના 85 ટકા કરતાં વધારે હિસ્સાનું પિલાણ કરવામાં આવે છે.

👁‍🗨👉માનવીના ખોરાકમાં સોયાબીનનો સીધો ઉપયોગ ઘણા ઓછા પ્રમાણમાં થાય છે અને પ્રોસેસ્ડ ખોરાકમાં તેનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે.
👁‍🗨👉જ્યાં ઉનાળામાં સારા એવા પ્રમાણમાં ગરમી થતી હોય ત્યાં સોયાબીનની ખેતી સારી થાય છે. 
👁‍🗨👉તેના પાકને 20થી 30 અંશ સેલ્સિયસનું ઉષ્ણતામાન ઘણું માફક આવે છે. 
👁‍🗨👉20 અંશ સેલ્સિયસ કરતાં ઓછું અને 40 અંશ કરતાં વધારે ઉષ્ણતામાન હોય તો તેના પાકની વૃદ્ધિમાં આવરોધ આવે છે.
♦️👁‍🗨સોયાબીનનો પાક વિવિધ પ્રકારની જમીનમાં થઇ શકે છે. સૌથી સારો પાક ભેજવાળી કાંપની જમીનમાં થાય છે.
🔰👉સોયાબીનની આધુનિક જાત 1 મીટર (ત્રણ ફૂટ) સુધી વધે છે અને વાવણીથી લઇને લણણી સુધીનો સમયગાળો 80થી 120 દિવસનો હોય છે.

જન્માષ્ટમી --- Janmashtami

Krishna Janmashtami
Festivity
Image result for Janmashtami

Description

Krishna Janmashtami, also known simply as Janmashtami or Gokulashtami, is an annual Hindu festival that celebrates the birth of Krishna, the eighth avatar of Vishnu. Wikipedia
ObservancesDance-drama, Night vigil, Fasting, praying, Puja, Playing cards Trending
Type of holidayReligious celebration
CelebrationsDahi Handi (next day), kite-flying, fair, traditional sweet dishes etc
DateSaturday, 24 August, 2019
Also calledKrishnashtami, SaatamAatham, Gokulashtami, Yadukulashtami, Srikrishna Jayanti, Sree Jayanti


તહેવારો અને મેળા --- Festivals and Fairs

💠💠💠💠💠💠💠💠💠💠
👁‍🗨💠તહેવારો અને મેળાઓ♦️👁‍🗨
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મિત્રો ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકો. ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે. દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે. ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લગતો હોય તો પૂછવુ જ શુ.
♦️👁‍🗨ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અલાહાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકરસંક્રાંતિના દિવસથી શરૂ થશે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું એક આગવુ જ મહત્વ છે. આ દિવસે આ સંગમમાં સ્નાન કરીને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે.

રાષ્ટ્રીય વિરાસત પશુ 🐘હાથી --- National Heritage Animal

🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘
🐘રાષ્ટ્રીય વિરાસત પશુ 🐘હાથી🐘
🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
☆હસ્ત (હાથી) ☆
——————————
🐘પ્રાચીન સમય થી હાથી નો ઉપયોગ થતો આવે છે દુનિયા માં સહું થી પહેલાં હાથી નો ઉપયોગ પ્રાચીન ભારત માં યુદ્ધ માટે થતો, હાથી ને એક માંગલિક પ્રાણી ગણવામાં આવતો શુભ કાર્ય માં હાથી સારો કહેવાતો ..!!

🐘પુરાણ અને શાસ્ત્ર માં હાથી હાથી નું વર્ણન થયું છે અગ્નિ પુરાણ, ગરૂડ પુરાણ, વિષ્ણુ ધર્મોતર પુરાણ , માં હાથી ના લક્ષણ, ચીકિત્સા વગેરે નું વર્ણન આવે છે , પુરાણ પ્રમાણે હાથી ની ઉત્પતિ ઐરાવત માંથી થઇ છે ..!!

🐘અને ઐરાવત ની ઉત્પતિ સમુદ્ર મંથન માંથી થઇ છે, પ્રાચીન સમય માં પાલકાપીયા નામના મૂની એ હાથી ઉપર 📚ગજશાસ્ત્ર , હસ્તી આયુર્વેદ જેવાં ગ્રંથો ની રચના કરી હતી, અગ્નિ પુરાણ અને ગરૂડ પુરાણ માં પણ ગજ વિદ્યા નો ઉલ્લેખ મળે છે તેમાથી અમુક લેખ આ પ્રમાણે છે..!!
📒અગ્નિ પુરાણ ના 287 ના અધ્યાય નિ અમૂક વિગત….!!

👁‍🗨👉” લાંબી સુંઢ વાળા લાંબો શ્ર્વાસ લેવા વાળા વીશ અથવા અઢાર નખ વાળા હાથી ઉતમ કહેવાય છે ..!!

👁‍🗨👉જેનો જમણો દાંત ઉચ્ચો હોય, જેની મેઘ સમાન ગર્જના હોય તે હાથી ઉતમ કહેવાય…!!

13 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/07/2019
📋 વાર : શનિવાર

🔳1660 :- છત્રપતિ શિવાજી મહારાજનાં રાજ્યના યોદ્ધા બાજી પ્રભુ દેશપાંડેનું અવસાન થયુ.

🔳1905 :- કાશ્મીરનાં પ્રખ્યાત સ્વતંત્ર સેનાની પ્રેમનાથ બજાજનો જન્મ થયો.

🔳1907 :- પ્રખ્યાત રાજનેતા હરી વિષ્ણુ કામતનો જન્મ થયો.

🔳1912 :- શિક્ષણવિદ્દ શ્રીમન નારાયણનો ઉત્તરપ્રદેશમાં જન્મ થયો.

🔳1913 :- ઉદ્યોગપતિ તુલસી પ્રસાદ ખૈતાનનો બિહારમાં જન્મ થયો.

🔳1947 :- 4 જુલાઈ 1947ના રોજ બ્રિટનની પાર્લામેન્ટમાં ભારતીય સ્વતંત્રતા બિલ પાસ થયુ હતુ તેને મંજુરી મળતા તે કાયદો બની ગયો.

🔳1964 :- ક્રિકેટર ઉત્પાલ ચેતરજીનો કલકત્તામાં જન્મ થયો.

🏷MER  GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://t.me/ONLYSMARTGK




Friday, July 12, 2019

રક્ષાબંધન --- Raksha Bandhan

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
અતૂટ વિશ્વાસનુ બંધન એટલે રક્ષા બંધન
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेनत्वामभिबघ्नामि रक्षे माचल-माचलः।'

🙏રક્ષા બંધનના આ પાવન અવસર પર મારી રક્ષા કરનાર સર્વે(બહેનો+મિત્રો+વડીલ++++)વ્યક્તિઓને ખુબ ખુબ રક્ષા બંધનની શુભેચ્છાઓ..

👁‍🗨♦️👉રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતાં એવી આશા રાખે છે કે ભાઇ તો બહેનની રક્ષા કરશે જ. પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે, 'આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.' આ પ્રસંગે ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી, ફરજ અદા થાય છે. ભાઇના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઇને માથે કેટલી મોટી જવાબદારી છે! બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન
નથી પણ હૃદયનું બંધન છે.

🎯🔰સંસ્કૃતિના શિરોમણી જેવા આ દિવસને પાંચેક નામથી સંબોધવામાં આવે છે. એ જ એના વિશેષ પ્રભાવના પુરાવારૂપ છે. એના એ નામ કંઇક આ પ્રમાણે છે: (૧) રક્ષા બંધન (૨) શ્રાવણી (૩) બળેવ (૪)
નાળીયેરી પૂનમ (૫) સંસ્કૃતિ દિન.

ભારતના એવોર્ડ ---- India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

🎯6 દાદાસાહેબ ફાળકે એવોર્ડ – ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.