Friday, July 12, 2019

ભારતના એવોર્ડ ---- India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

🎯6 દાદાસાહેબ ફાળકે એવોર્ડ – ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

🎯7 શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ – વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

🎯8 જમનાલાલ બજાજ એવોર્ડ – જમનાલાલ બજાજ ટ્રસ્ટ દ્વારા સમાજસેવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે.

🎯 અર્જુન એવોર્ડ – વર્ષ દરમિયાન રમતગમતના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯10 ધન્વંતરી એવોર્ડ – તબીબી ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ અપાય છે.

🎯11 આગાખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર – શ્રેષ્ઠ સ્થપતિને આ એવોર્ડ આપવામાં આવે છે.

🎯12 બોલોંગ એવોર્ડ – કોરોમંડલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ તરફથી કૃષિ વૈજ્ઞાનિકને અપાતો વિશિષ્ટ એવોર્ડ છે.

🎯13 પરમ વિશિષ્ટ સેવા મેડલ,અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ – સરકારી કર્મચારી જે કોઇ અત્યંત વિશિષ્ટ પ્રકારની કામગીરી બજાવી હોય તેવી વ્યક્તિને આપવામાં આવે છે.

🎯14 પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર – દેશના સંરક્ષણ દળોમાં દુશ્મનો સામે જાનના જોખમે અદ્વિતિય શૌર્ય અને સ્વાર્પણ બતાવનાર સૈનિકને પરમવીર ચક્રનો એવોર્ડ આપવામાં આવે છે.

🎯15 શ્રમરત્ન, શ્રમભૂષણ, શ્રમવીર, શ્રમશ્રી, અને શ્રમદેવી – ભારત સરકારના શ્રમ ખાતા તરફથી આ એવોર્ડ આપવામાં આવે છે. ઇ.સ. 1984થી આરંભ કરવામાં આવ્યો છે.આ એવોર્ડ દ્રારા શ્રમજીવીઓનું સન્માન કરવામાં આવે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment