🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘
🐘રાષ્ટ્રીય વિરાસત પશુ 🐘હાથી🐘
🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘🐾🐘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
☆હસ્ત (હાથી) ☆
——————————
🐘પ્રાચીન સમય થી હાથી નો ઉપયોગ થતો આવે છે દુનિયા માં સહું થી પહેલાં હાથી નો ઉપયોગ પ્રાચીન ભારત માં યુદ્ધ માટે થતો, હાથી ને એક માંગલિક પ્રાણી ગણવામાં આવતો શુભ કાર્ય માં હાથી સારો કહેવાતો ..!!
🐘પુરાણ અને શાસ્ત્ર માં હાથી હાથી નું વર્ણન થયું છે અગ્નિ પુરાણ, ગરૂડ પુરાણ, વિષ્ણુ ધર્મોતર પુરાણ , માં હાથી ના લક્ષણ, ચીકિત્સા વગેરે નું વર્ણન આવે છે , પુરાણ પ્રમાણે હાથી ની ઉત્પતિ ઐરાવત માંથી થઇ છે ..!!
🐘અને ઐરાવત ની ઉત્પતિ સમુદ્ર મંથન માંથી થઇ છે, પ્રાચીન સમય માં પાલકાપીયા નામના મૂની એ હાથી ઉપર 📚ગજશાસ્ત્ર , હસ્તી આયુર્વેદ જેવાં ગ્રંથો ની રચના કરી હતી, અગ્નિ પુરાણ અને ગરૂડ પુરાણ માં પણ ગજ વિદ્યા નો ઉલ્લેખ મળે છે તેમાથી અમુક લેખ આ પ્રમાણે છે..!!
📒અગ્નિ પુરાણ ના 287 ના અધ્યાય નિ અમૂક વિગત….!!
👁🗨👉” લાંબી સુંઢ વાળા લાંબો શ્ર્વાસ લેવા વાળા વીશ અથવા અઢાર નખ વાળા હાથી ઉતમ કહેવાય છે ..!!
👁🗨👉જેનો જમણો દાંત ઉચ્ચો હોય, જેની મેઘ સમાન ગર્જના હોય તે હાથી ઉતમ કહેવાય…!!
🎯🔰હાથી ની પરીક્ષા સાત ગુણ થી થાય છે …!!
1- વર્ણ 2 – સત્વ 3- બળ 4- રૂપ 5- કાન્તિ 6- શારીરીક બાંધો અને 7- વેગ …!!
🔰🎯🐘પ્રાચીન ભારત માં મગધ ખૂબ શકિતશાળી સામ્રાજ્ય તરીકે ઉભર્યુ એનું કારણ ત્યાંનું હસ્તીદલ હતું જે અન્ય રાજાઓ પાસે ન હતું એવું ભારતીય ઇતિહાસ માં છે ….!!
🐘🐘•☆• સીંકદર ભારત માં આવ્યો ત્યારે તે એ જોઇ ને ગભરાઇ ગયો કે આટલું મોટું હાથીદળ આ સૈનિકો એ જોયું પણ નહોતું અને તેના પુરાવા સંશોધીત ઇતિહાસ માં મળે છે..
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨રાજ્ય -ઝારખંડ-કર્નાટક-કેરલ
પ્રાણી-ભારતીય હાથી -Indian Elephant
👉હાથી નું પરમ આયુષ્ય શત વર્ષ નું અંકાઇ છે..!!
👉👉10 રૂપિયાની નોટ પર વાઘ, હાથી અને ગેંડાની તસવીર છે.
〰〰〰〰〰〰〰〰〰〰〰
🎯હાથી માટે લેટીન શબ્દ pachyderm છે અહી pechy =જાડું અને derm =ચામડી.હાથી ની ચામડી 3 સેમી જાડી હોય છે અને વજન મોટે ભાગે 1000 કિલોગ્રામ જેટલું હોય છે.
હાથી ની સુંઢ સરેરાશ 1.5 મીટર લાંબી અને વજન આશરે 130 કિલોગ્રામ હોય છે.હાથી પોતાની સુંઢ વડે 250 કિલોનું લાકડું સરળતાથી ઊંચકી શકે છે
હાથી સુંઢ વડે પાણી ભરીને મો વડે પીએ છે જેમાં એક ઘૂંટડા માં લગભગ 10 લીટર પાણીનો જથ્થો હોય છે.હાથીની સુંઢ તેના માટે નાક પણ છે.જો પવન અનુકુળ હોય તો હાથી માણસની ગંધ દોઢેક કિલોમીટર દુર થી પારખી શકે છે.
👁🗨👉હાથી એક જ એવું પ્રાણી છે જે લેશમાત્ર કુદકો મારી શકતું નથી.તેમજ ઝડપથી દોડી પણ શકતું નથી મતલબ કે રવાલ ચાલ ચાલી શકતું નથી.આમ છતાં પણ હાથીની દોડ નો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધીનો હોય છે.પરંતુ આ ઝડપ થોડા સમય પુરતી જ હોય છે બાકી નોર્મલ ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક હોય છે.
🔰🎯હાથી દાંત માટે હાથીની આડે ધડ અને બેફામ કતલ કરવામાં આવે છે.કાનૂની પ્રતિબંધ હોવા છતાં આવી પ્રવૃત્તિ સંપૂર્ણ પણે અટકી નથી.દર વર્ષે લગભગ 4000 હાથીઓનો શિકાર કરવામાં આવે છે.શિકારીઓને હાથી દાંત ની આંતર રાષ્ટ્રીય બજાર માં 150 ડોલર સુધીની કિંમત મળી રહે છે.આ ભાવ કિલોગ્રામ નો છે જયારે હાથીનો દાંત એવરેજ 45 કિલોગ્રામ નો હોય છે.
👁🗨👉મિત્રો હું યુવરાજસિંહ જાડેજા એક અપીલ કરું છું કે કુદરતની આવી અનમોલ રચનાને આપણે સંવર્ધન કરવું જોઈએ,નહિ કે શિકાર.જો હાથીઓ ના શિકારને હજુ પણ રોકવામાં નહિ આવે તો આવનારી પેઢી માટે હાથી માત્ર પુસ્તક પૂરતા સીમિત રહી જશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
મિત્રો વન્ય જીવોનું દાંપત્યજીવન અને તેમની સામાજિક વ્યવસ્થાથી આપણે આજે પણ અજાણ્યાં છીએ. પરંતુ કુદરતનો ખોળો ખૂંદી તેમની સામાજિક વ્યવસ્થા અને દાંપત્યજીવનમાં ડોકિયું કરનારાઓએ જ્યારે તેમની નજીક જઈ જે કંઈ જોયું અને અનુભવ્યું તેનાથી તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ મોઢામાં આંગળાં નાંખી ગયાં. તેમને ભારોભાર નવાઈ લાગી. અહીં પ્રેમ છે, વિરહ છે, વેદના પણ છે. અહીં ક્યારેક હૈયાં મળે છે, તો ક્યારેક હૈયાં નંદવાય પણ છે અને ક્યારેક મનગમતી પ્રેયસીને મેળવવા તુમુલ યુદ્ધ પણ છેડી દેવામાં આવે છે અને તેનો અંત મૃત્યુમાં પરિણમે છે. આટલું બધું હોવા છતાં પણ કોઈને કોઈના વિશે કોઈ જ ફરિયાદ નથી. તે પૈકીનો એક જીવ છે 🐘હાથી.🐘
👉અહીં આપણે ભારતીય હાથીના દાંપત્યજીવન અને તેમની સામાજિક વ્યવસ્થા તરફ દષ્ટિ દોડાવતા પહેલાં તેની આફ્રિકાના હાથી સાથે સરખામણી કરી લઈએ.
👉ભારતીય હાથીને એશિયન હાથી રૂપે ઓળખવામાં આવે છે. જેને ભાષામાં Elephants Maximus કહેવામાં આવે છે. Family Marimus. ➖તેને માત્ર ઉપરનો હોઠ હોય છે. નીચેનો હોઠ સૂંઢ સાથે જોડાયેલો હોય છે.
➖આફ્રિકન હાથીની સરખામણીમાં તેના દંતશૂળ નાના પરંતુ વધુ તિક્ષ્ણ હોય છે.
♦️એક દાંતવાળા હાથી ને ગણેશ રૂપે ઓળખવામાં આવે છે.
♦️હાથણીને દંતશૂળ હોતા નથી. જ્યારે આફ્રિકન હાથીમાં નર-માદા બન્ને દંતશૂળ ધરાવે છે. એના
કારણે ભારતીય હાથીને 🐘‘Maknas’ રૂપે ઓળખવામાં આવે છે.
🐘ભારતીય પુરુષવયના હાથીની સરેરાશ ઊંચાઈ 2.75 મીટર સુધી મળી આવે છે. જ્યારે આફ્રિકન હાથી તેના કરતા વધુ ઊંચાઈ ધરાવે છે. એટલે કે તે 3.5 મીટરથી લઈને 4 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે.
🐘ભારતીય હાથીના કાન નાના, તેના છેડા ગોળાકાર હોય છે. આફ્રિકન હાથીના કાન સુપડા જેવા લગભગ 4 ફૂટ જેટલા પહોળા હોય છે.
🐘ભારતીય હાથીના કપાળના બન્ને છેડાનાં હાડકાં મંદિરના ઘુમ્મટ જેવા ગોળાકાર હોય છે. આફ્રિકન હાથીમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતાં નથી, પરંતુ તેના કપાળનો વચ્ચેનો ભાગ ઉપસેલો હોય છે.
🐘ભારતીય અને આફ્રિકન હાથી વચ્ચે બીજું પણ એક ખાસ લક્ષણ જોવા મળે છે. તે છે ભારતીય હાથી આફ્રિકન હાથીની સરખામણીમાં સ્વભાવે શાંત, નમ્ર, સરળ હોય છે. એ જ્યારે ટોળામાં હોય છે ત્યારે ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે. આફ્રિકન હાથીમાં આ લક્ષણ જોવા મળતું નથી. તે સ્વભાવે વધુ ઉગ્ર, ક્રૂર, નિષ્ઠુર, દયાહીન હોય છે. ઉપરાંત તે લડાયક અને ઝગડાખોર વૃત્તિનાં હોવાથી તેને પકડી પાલન-પોષણ કરી કામ લેવું મુશ્કેલ હોય છે.
🐘ભારતીય હાથી દરરોજ 200 કિલો જેટલો આહાર લે છે. તેમાંથી તે માત્ર 40 ટકા જ પચાવી શકે છે. બાકીનો તે મળ રૂપે ઉત્સર્ગ કરી દે છે. તેના આહારમાં મુખ્ય છે શેરડી, વાંસ, પીપળાનાં પાંદડાં ડાળીઓ, તથા ઘાસ. તેનું સરેરાશ આયુષ્ય 40 વર્ષનું હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેનું વધુમાં વધુ આયુષ્ય 69 વર્ષનું નોંધાયું છે.
🐘ભારતીય હાથી-હાથણી અલગ-અલગ, પરંતુ ટોળાબદ્ધ રહે છે. નર એકલો અથવા બે-ત્રણ હાથી મળી તે એક અલગ ઝુંડમાં, પરંતુ માદાઓની નજીક રહે છે. જ્યારે છ કે સાત હાથણીઓ બાળબચ્ચાં વગેરે મળી અલગ ઝૂંડમાં રહે છે અને પુખ્તવયની કેળવાયેલી પરિપક્વ હાથણી તેની આગેવાની લે છે. પોતાના ટોળાના તમામ સભ્યોના રક્ષણની જવાબદારી તે વહન કરે છે.
હાથણી 11 વર્ષની ઉંમરે અથવા એથી વધુ ઉંમરે પ્રજોત્પતિ માટે લાયક બને છે. 🐘ગર્ભાધાન બાદ 22 માસ પછી એક બચ્ચાને જન્મ આપે છે.
જન્મ લીધા બાદ આ નવજાત શિશુ થોડા સમય સુધી બિલકુલ શાંત પડ્યું રહે છે. પછી તે લથડિયાં ખાતું પોતાના પગ ઉપર ઊભા રહેવા અને ચાલવા પ્રયત્ન કરે છે. તે 5-6 મહિના સુધી માતાના દૂધ પર જીવનનો નિર્વાહ કરે છે. થોડા મહિના વહી ગયા પછી ધીરે ધીરે ઘાસ-ચારો ખાવાની આદત પડે છે. ટોળાંના અન્ય સભ્યો સાથે મળી તેનો આનંદ ઉઠાવે છે.
🐘નર હાથી જ્યારે વૃદ્ધ બની જાય છે ત્યારે તે પ્રજોત્પતિ માટે લાયક રહેતો નથી. તેની સૂંઢ વળી જાય છે. તેના દંતશૂળ વધુ લાંબા થઈ પરિપક્વ બની જાય છે. તેના મોઢામાંથી દુર્ગંધ મારતી તીવ્ર વાસવાળી લાળનો સ્ત્રાવ થવા લાગે છે. તેના પરિણામ સ્વરૂપે તેના ટોળાંના અન્ય સભ્યો તેને દૂર રાખવા પ્રયત્ન કરે છે.
હિમાલયની તળેટીમાં આવેલો રાજાજી નૅશનલ પાર્ક, જિમ કાર્બેટ નૅશનલ પાર્કમાં વરસે દહાડે 400-500 માણસોને કચડી નાખવાના બનાવ બનતા જ હોય છે, પરંતુ જ્યારે આ હાથીનાં ટોળાં જંગલના જે ભાગમાં રહેતા હોય છે ત્યાં ઘાસચારાનો અભાવ સર્જાતા અન્ય સ્થળે સ્થળાંતર કરે છે. આ સમયે પેલા ટસ્કર (ગજદંત) હાથીને પણ પોતાના ટોળામાં સમાવી લઈ સૌ એકબીજાને સરહાર આપતા આગળ વધે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📝✏️📝✏️📝✏️📝✏️📝✏️📝📝
હાથી સાથ બઢાના
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩
📝🗞📝🗞📝🗞📝🗞✒️🗞📝
સૌથી લાંબી એટલે કે બાવીસ મહિનાની સગર્ભાવસ્થા ધરાવવા છતાં હાથણીઓ 'જગમાં અમે, પહેલા ક્રમે'ના મિથ્યાભિમાનમાં રાચતી નથી. હાથણીનું બચ્ચું આશરે નેવું કિલોના વજન સાથે આ પૃથ્વી ઉપર 'ધમાકેદાર' અવતરણ કરે છે. હાથણીઓના અલાયદા ડૉક્ટર એટલે કે ગાયનેકો-એલિફન્ટોલોજિસ્ટ ન હોવાથી હાથણીઓની નોર્મલ ડિલિવરી (કુદરતી પ્રસૂતિ) થાય છે. જોકે, શંકર ભગવાને હાથીનું માથું વાઢીને તેને પોતાના પુત્રના ધડ ઉપર લગાવીને સૃષ્ટિની પહેલી શસ્ત્રક્રિયા કરી હતી. આ વાર્તાવર્ણન સાંભળીને 'ભગવાનથી આવું કરાય ખરું?'; 'પછી પેલા હાથીનું શું થયું?' એવા સવાલ ચારેક વર્ષની કોઈ પ્યારી દીકરી પૂછે ત્યારે ડાબા હાથે માથું ખંજવાળવું પડે.
આમ જોવા જઈએ તો હાથીની સૂંઢ એ નાકનો થયેલો વધુ પડતો વિકાસ છે. બહુહેતુકીય સૂંઢની મદદથી હાથી લાંબા શ્વાસ લઈ શકે છે, દૂરનું સૂંઘી શકે છે, સ્પર્શ કરે છે, વસ્તુ પકડે છે, અવાજ કરે છે, લડાઈ કરે છે. હાથીની સૂંઢ હાથ તરીકે પણ કામ આપે છે. જેના કારણે તે પોતાની આંખો પણ લૂછી શકે છે. હાથી સૂંઢથી મગફળીના કોચલાને એવી રીતે તોડી શકે છે કે સિંગદાણો આખો રહે! કોઈ પણ પ્રકારની સરકારી યોજના વગર પણ, હાથી સૂંઢ વડે જળસંચય કરી શકે છે. આ જ સૂંઢ નાહવા માટેનો ફુવારો પણ બની શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે. તેની સૂંઢમાં એક પણ હાડકું નથી હોતું. ગમે તેવો કામચોર હાથી પણ પોતાની સૂંઢથી ત્રણસો કિલોની આસપાસનું વજન ઊંચકી શકે છે. જોકે, શેરી-રસ્તા ઉપર જોવા મળતા હાથીની સૂંઢ ઉપર શહેરીજનો બે-પાંચ રૂપિયાનો સિક્કો મૂકે છે. આ સિક્કાઓને સાચવીને લગભગ પહેલા માળ જેટલી ઊંચાઈએ 'સલામત હાથ'માં પહોંચાડવા માટે હાથીને મોંઘા ભાવની ઊર્જા ખર્ચવી પડે છે.
હાથીને ખૂબ મોટા કાન હોય છે. તેઓ ઘણું દૂરનું સાંભળી શકે છે. આમ છતાં હાથણી તો હાથીને એવું કહેતી જ હશે કે, 'ક્યારની બૂમો પાડું છું, છતાં સાંભળતો કેમ નથી?' હાથી પોતાના કાનને પકડ્યા વગર પણ હલાવી શકે છે. જેના કારણે પવન આવે છે અને તેને ગરમીમાં રાહત મળે છે. કુદરતે માણસને પણ હાથી જેવા મોટા કાન અને એ કાન હલાવવાનું કૌશલ્ય આપ્યું હોત તો સારું થાત. જેથી કરીને ગરમી અને બફારામાં તેને રાહત થાત. જોકે, કાળઝાળ ઉનાળામાં વાસણાથી ચાંદખેડા જતી પાંચસો એક નંબરની બસમાં ઊભેલા બધા મુસાફરો કાન હલાવે તો એમના કાન એકબીજાને અડકે, અને પરિસ્થિતિ 'ખતરકાન' થઈ જાય તો કહેવાય નહીં. વળી, આળસુ માણસ પોતે કાન ન હલાવે પણ બીજાની સાવ નજીક જઈને ઊભો રહે! આવી ગુસ્તાખી કોણ માફ કરે?
'સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’માંથી ‘આપણે હાથી ખરીદીએ’ પ્રકરણ વાંચ્યા પછી 'દોઢા ગુજરાતી' તરીકે અમને કેટલાક સવાલ થવાના જ. અમે 'માહિતી અધિકાર કાનૂન'ની મદદ લીધા વગર પણ (ઓછા)લાગતા-(વધુ)વળગતાવાળાઓને આટલા સવાલ પૂછવા માંગીએ છીએ : મધ્યમ વર્ગના માણસને હાથીનો નિભાવ કેવી રીતે પોષાય? ઉદરટાંકીમાં ગંજાવર ખોરાક-પાણી પુરાવતો હાથી છેવટે કેટલી એવરેજ આપે? કોઈ મંદિરમાંથી સેકન્ડ હેન્ડ હાથી ખરીદીએ તો કિંમતમાં કેટલો ફેર પડે? હાથી ખરીદવા માટે લોન લઈએ તો એના ઉપર ભરવું પડતું વ્યાજ આવકવેરાની કઈ કલમ હેઠળ બાદ મળે? નવો હાથી ખરીદીએ તો કંપની વર્ષમાં કેટલી ફ્રી સર્વિસ કરી આપે? આપણે ગમે એટલા રૂપિયા ખર્ચીએ, પણ શહેરમાં કયો બિલ્ડર હાથી માટે અલાયદા પાર્કિંગની વ્યવસ્થા આપે છે?
અમદાવાદમાં ભદ્રકિલ્લાથી પાનકોરનાકા સુધી જઈએ તો રસ્તા ઉપર જગ્યા સિવાય બધું જ જોવા મળે છે. આવા વિસ્તારોમાં મોપેડ ચલાવો કે મોટરકાર, પરંતુ જગ્યા, ઝડપ, અને નિરાશા એકસરખી મળે છે. આ પરિસ્થિતિમાં શહેર સુધરાઈએ જાહેર ભાવપત્રક મંગાવીને હાથીસવારીની સેવા શરૂ કરવી જોઈએ. પ્રજાને ગમે તેટલી ઉતાવળ હશે તોય તેઓ રસ્તા ઉપર મહાકાય હાથીને જોઈને તેને આપમેળે જગ્યા કરી આપશે. જેના કારણે પ્રજામાં સહિષ્ણુતા અને ઉદારતાનો ગુણ કેળવાશે. હાથી ઉપર સવારી કરવાથી મોટેરાંને મહત્વ અને નાનેરાંને મનોરંજન મળી રહેશે. હાથીપીઠ ઉપર બેસનાર વિહંગાવલોકન કે સિંહાવલોકનની જેમ ગજાવલોકનનો લાભ લઈ શકશે. હાથીને મધુપ્રમેહ નથી હોતો એટલે તે કેળાં અને શેરડીની ના પાડતો નથી. જેના કારણે સમગ્ર રસ્તા ઉપર કેળાં અને શેરડી વેચવા માટેનાં પાથરણાં પથરાઈ જશે. આમ, સ્થાનિક માણસોને રોજગારી મળી રહેશે. જેના કારણે ધોળા દિવસે અમુક કલાકો પૂરતું બેકારીનું નિકંદન નીકળી જશે. આમ, હાથી થકી માહિતી, મનોરંજન, રોજગાર, અને પ્રવાસન જેવા હેતુઓ સિદ્ધ કરી શકાશે. ભદ્ર પ્લાઝા માટેની આ 'હાથીઆય યોજના' ધીરેધીરે કાંકરિયા કાર્નિવલ અને સાબરમતી રિવરફ્રન્ટ માટે પણ લાગુ પાડી શકાય તેમ છે.
નગરોમાં ચાર રસ્તા ઉપરનાં જાહેરખબરી પાટિયાં કરતાં હાથીનાં પડખાં વધારે અસરકારક સાબિત થાય એમ છે. કારણ કે, હોર્ડિંગ્સ એ સ્થિર માધ્યમ છે, જ્યારે હાથી એ જીવંત માધ્યમ છે. વળી, હાથીના જમણા પડખા ઉપર જાહેરખબર સંબંધિત ચિહ્ન-તસવીર-સૂત્ર-પંક્તિ-બયાન કર્યાં બાદ જગ્યા ખૂટે તો નીચે
ના ખૂણે 'અનુસંધાન માટે જુઓ આ જ હાથીનું ડાબું પડખું' એવી નોંધ મૂકી શકાય! આમ, હાથીનાં જમણા અને ડાબા એમ બન્ને પડખાંનો છૂટથી અને વટથી ઉપયોગ કરીને રૂપિયા રળી શકાય. હાથીના શરીરનાં અન્ય અંગો જેવાં કે, કપાળ, કાન, દાંત, સૂંઢ, પગ, પૂંછડી ઉપર ચોરસ ફૂટ લેખે ભાવ વસૂલીને જાહેરખબર ચીતરી શકાય. આ સારુ કેવળ કુદરતી રંગોનો જ ઉપયોગ કરીને આપણી પર્યાવરણીય નિસબતનો પરિચય કરાવવો જ રહ્યો. અહીં, હાથી ઉપર જાહેરખબર લખવા માટે જે વિશેષ અને વિશાળ ફોન્ટ વાપરવામાં આવે તેને 'એલિફોન્ટ' જેવું નિરાળું નામ આપી શકાય.
બે હજાર બારની સાલથી બારમી ઓગસ્ટનો દિવસ 'વિશ્વ હાથી દિવસ' તરીકે ઉજવાય છે. આપણે ભલે મહોલ્લાની મઝિયારી મિલકત સમાન દેશી ગલૂડિયું પણ ન પાળતાં હોઈએ, પરંતુ આવો હાથીખમ લેખ વાંચીને ઘરેબેઠાં 'વિશ્વ હાથી દિવસ'ની ઉજવણી કરી શકીએ છીએ. સૃષ્ટિમાં હાથીના અસ્તિત્વ સામે પડકાર ઊભો થયો છે. માનવજાતે 'હસ્તીત્વ' બચાવવા માટે નક્કર પગલાં લેવાં જ રહ્યાં. આથી, અમે નક્કી કર્યું છે કે, જુવાનીમાં હાથીદાંતનું કડું ન પહેરવું અને બુઢાપામાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવું. દરેક વખતે અમારાથી ઊંધું જ વિચારતા કેટલાક મિત્રો જુવાનીમાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવાનો અને બુઢાપામાં હાથીદાંતનું કડું ન પહેરવાનો નિર્ધાર કરી શકે છે!
........................................................

🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘
હાથી એક મોટું સ્થૂળ શરીરનું સૂંઢવાળું પ્રાણી છે. તેને માતંગ; સારંગ; વારણ; હસ્તી; કરી ;દંતી; શુંડાલ; ગયંદ; કુંજર; ઇભ; સિંધુર; દ્વિરદ; વ્યાલ; કુંભી; દ્વિપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
હાથીનું મૂળ સ્થાન એશિયા અને આફ્રિકા ખંડ છે. બધાં જાનવરોમાં હાથી આકારમાં મોટું છે. તેનું શરીર ગોળાકાર અને જાડું છે; છતાં તે બહુ ચપળ હોય છે. હાથી સ્વભાવે શાંત છે, તેની ઊંચાઈ ૧૦ થી ૧૨ ફૂટની હોય છે. તેનું મુખ્ય લક્ષણ તેની સૂંઢ છે. તે સ્નાયુમય માંસની લંબી નળી હોય છે અને તે મોઢા ઉપર ખાલી લટકતી હોય છે સૂંઢને તે જોઈએ તેવી રીતે વાળી કે લંબાવી શકે છે. તેની બોચી ટૂંકી, કાન સૂપડા સરખા, ડોળા ઘણા જનાના, દંતશૂળ મોટા, પગ મોટા થાંભલા જેવા, ચામડી ઘણી જાડી, પૂંછડી ટૂંકી અને બારીક તથા છેડે વાળના જથ્થા વાળી હોય છે. તેની ખોપરી બીજા પ્રાણીઓના પ્રમાણમાં ભારે હોત તો તે ઉપાડવી હાથીને પણ ભારે થઈ પડત; પરંતુ હાથીની ખોપરીનું હાડકું અદ્ભૂત રીતે હલકું છે, કેમકે તે હાડકું હવાના ગૃહોથી ભરપૂર છે. આ હવાના ગૃહથી ખોપીર હલકી રહે છે અને તેથી સૂંઢના સ્નાયુઓ વગેરે ભારે અવયવો તેને ઉપાડવા સરળ થઈ પડે છે. કલેસ રહિત અને ગર્વિષ્ઠ હાથણીમાં જુવાન હાથીથી, ગર્ભમાં કંઈ કલેશ ન થયો હોય તે મજબૂત હાથી ઉત્પન્ન થાય છે. આવો હાથી જિંદગી પર્યંત મદોક્તટ રહે છે. અને તેમાં એકે દોષ ઉત્પન્ન થતા નથી. માતા ક્ષીણ હોય અને હાથી પણ મદરહિત હોય તો તેનાથી ઉત્પન્ન થનેલો હાથી જિંદલગીમાં કદી મદને પ્રાપ્ત કરતો નથી. અને તે પ્રવૃત્તિમાં દુર્બળ રહે છે.
હાથીની ગર્ભાવસ્થાની મુદત ૬૧૫ દિવસની ગણાય છે. હાથીનું આયુષ્ય સાધારણ રીતે ૧૦૧ વર્ષ ગણાય છે.
♦️♻️હાથીના શરીરમાં (૧) સૂંઠમાં, (૨) વદનમાં, (૩) વિષાણમાં, (૪) મસ્તકમાં, (૫) નેત્રમાં, (૬) કાનમાં, (૭) કંઠમાં, (૮) ગાત્રમાં, (૯) ઉરસ્થળમાં (૧૦) રોષાંગમાં, (૧૧) કાંતિમાં અને (૧૨) સત્ત્વમાં, ક્ષેત્ર હોય છે. ભદ્ર હાથીનું આયુષ્ય ૧૨૦ વર્ષનું ગણાય છે. ઉપર કહેલાં બારે ક્ષેત્રો હોય તો તે હાથી પૂરું આયુષ્ય ભોગવે છે. પણ એમાંથી એકેય ક્ષેત્ર ઓછું હોય તો દશ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે. બે ક્ષેત્ર ઓછાં હોય તો ૨૦ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે. આ ઉપરથી હાથીના આયુષ્યનો આધાર તેમાં રહેલાં નક્ષત્ર ઉપર છે.
♻️〰〰ગુણ♻️♻️♻️
હાથીમાં ૧૧ ગુણ હોય છે. (૧) મધ જેવા દાંત, (૨) શ્યામ, (૩) મધના જેવી આંખો, (૪) પેટ પાંડુવર્ણ, (૫) મુખ કમળના જેવી કાંતિવાળું, (૬) વાળ ભમરા જેવા, (૭) ડોલર અને ચંદ્રમા જેવા નખ, (૮) લિંગ આંબાના પલ્લવ જેવું, (૯) શેષ અંગમાં જરા પીળો, (૧૦) સફેદ અને લાલ બિંદુથી વિચિત્રિત મુખ અને (૧૧) લાલાશ પડતા લમણાં. આવાં લક્ષણવાળો હાથીઓનો રાજા બને છે. એવા હાથીને મેળવીને રાજા સમુદ્રપર્યત ભૂમિનો ભોગ કરે છે. સૂંઢ, લમણા, વિષાણ, કર્ણષ નેત્ર, સ્નિગ્ધ હોય એવો પાંચ લક્ષણોવાળો હાથી ગજ કહેવાય છે. તે સુખને આપનારો છે. લાબાઈ, જાડાઈ, ઊંચાઈ, બલ, પરાક્રમ, કાંતિ, વીર્ય એ સાત લક્ષણયુક્ત હાથી હસ્તી કહેવાય છે. તે તેના માલિકના પ્રતાપને વધારનારો છે. ઉત્સાહ, વેગર, સાહ, મદ, સત્ત્વ, ગુરુત્વ, દક્ષતા, સૂંઢ અને દાંતના કર્મમાં કુશળતા એઠલાં લક્ષણવાળો હાથી કુંજર કહેવાય છે. બુદ્ધિ, મઘા, કુંભસ્થળ, દાંત, આંખ, હૃદય, રુંવાડાં, કાંતિ, પગ, આસન ( ગુદા ), પીઠ અને મદ એ બાર અવયવોયુક્ત હાથી નાગ જાતિના કહેવાય છે. અર્થાત્ એ બાર લક્ષણવાળો હાથી નાગહસ્તી કહેવાય છે. રથૈર્ય, ધૈર્ય, પટુત્વ, વિનીતતા, સુકર્મત્વ, પ્રયોજનાનુકૂળ જ્ઞાન, સુભગતા, અમૂઢતા, અભયત્વ અને ધીરતા આ ભદ્ર હાથીના ગુણ છે.
🔰♻️〰પ્રકાર
હાથી આઠ જાતના હોય છે. આ આઠ જાત દિગ્ગજની છે. તેના વંશમાં ઉત્પન્ન થનેલા તે તે જાતિના કહેવાય છે.
૧. ઐરાવત : જે હાથીનું શરીર પાંડુર હોય, દાંત લાંબા અને ધોળા પુષ્પ જેવા હોય, રૂંવાડાં ન હોય, થોડા ખાનારા, બળયુક્ત, મોટા કદના, નાના પણ પુષ્પલિંગવાળા, લડાઈમાં ક્રોધયુક્ત, અન્ય સાથે શાંત, થોડું પાણી પીનારા, પુષ્કળ મદને ઝરનારા, પૂછડે નાના વાળાવાળા હોય તેવા હાથી ઐરાવત કુળના કહેવાય છે.
૨. પુંડરીક : જેનાં શરીર કોમળ હોય, લમણાં ખરસટ હોય, મદઝરતા હોય, નિરંતર ક્રોધમાં જ રહેતા, સર્વભક્ષી, બલયુક્ત, તીક્ષ્ણદાંતવાળા હાથી પુંડરિક કુળના કહેવાય છે.
૩. વામન : જેનાં શરીર ઠીંગણાં અને ખરસટ હોય, કોઇ વખતે જ મદ ઝરે, ખોરાકને લઈને જ બળયુક્ત રહે, બહુ જળ નહિ પીનારા, લમણામાં ઘણાં રૂંવાડાંવાળા, દાંત કદરૂપા,કરૂપડા હોય તથા કાન અને પૂંછડું ટૂંકાં હોય તે વામન વંશના સમજવા.
૪. કુમુદ : જેનાં શરીર લાંબાં, સૂંઢ લાંબી અને પાતળી, દાંત ખરાબ, શરીર મળથી ભરેલા, બુહ વિશાળ લમણાવાળા તથા કલ્હપ્રિય હોય તે હાથી કુમુદ વંશના કહેવાય છે.
૫. અંજન: જેનાં શરીર સ્નિગ્ધ હોય, જલની અભિલાષાવાળા, મોટા કદના દાંત તથા સૂંઢ પાતળી તથા નાની, શ્રમ વેઠી ન શકે તેવા હાથી અંજન વંશના કહેવાય છે.
૬. પુષ્પદંત : જે હાથી નિરંતર વીર્ય અને મદઝરતા હોય. અનૂપદેશમાં જેનું જોર ફાવે, જે મોટા વેગવાળા તથા ટૂંકા પૂંછડાવાળા હોય
તેને પુષ્પદંત કુળના સમજવા.
૭. સાર્વભૌમ: લાંબા દાંતવાળા, ઘમં રૂંવાડાંવાળા ભટકવામાં થાકે નહિ, ખાનપાન વગેરેમાં અત્યંત આસક્ત નહિ એવા, મરુપ્રદેશમાં ફરનારા, મોટા શરીરવાળા, કર્કશ અંગવાળા, દાંત મૃદુ અને ધોળા, વિષ્ટમૂત્ર ઓછા કરતા હોય તેવા હાથી સર્વભૌમ કુળના કહેવાય છે.
૮. સુપ્રતીક : જેની સૂંઢ લાંબી, અવયવો પ્રમાણ:સર, મોટા વેગવાળા, ક્રોધથી ભરેલા, સારું ખાનારા, હાથણીઓના પ્રેમવાળા, પ્રવૃદ્ધ ગંડસ્થળવાળા હોય તેને સુપ્રતીક કહે છે.
આ આઠમાં સર્વભૌમ અને સુપ્રતીક હાથીમાંથી મોતી ઉત્પન્ન થાય છે.
♦️〰વર્ણ
બ્રાહ્મણ વગેરે ચાર વર્ણની પેઠે હાથીમાં પણ ચાર જાત છે: (૧) વિશાળ અંગવાળા, પવિત્ર અને થોડું ખાનારા બ્રાહ્મણ જાતિના છે. (૨) શૂરવીર, વિશાળ, બહુ ખાનારા અને ક્રોધયુક્ત તે ક્ષત્રિય જાતિના ગણાય છે. બાકીના અનુક્રમે વૈશ્ય અને શૂદ્ર જાતિના કહેવાય છે.
♦️〰♦️ગુણ પરથી જાતી♻️♻️♻️
બીજા વિભાગો હાથીના ગુણ પ્રમાણે પડે છે. ગુણ ઉપરથી હાથી બાર જાતના છે: તેમાંથી થોડાઓનાં લક્ષણ આ પ્રમાણે છે: ૧. રમ્ય પ્રમાણસર વિબાગયુક્ત અવયવવાળો, પુષ્ટ, સુંદરદંતવાળો, અતિમહાન, તેજસ્વી હાથી રમ્ય કહેવાય છે આ હાથી સંપત્તિ વધારનારો છે.
૨. ભીમ અંકુશના પ્રકારથી જે ડરતો નથી એ ભીમ કહેવાય છે. તે રાજાના સર્વ અર્થનો સાધક છે. ૩.
ધ્વજ સૂંઢના અગ્રભાગથી પૂંછડા પર્યંત જેને રેખા હોય તેને ધ્વજ કહે છે. તે સામ્રાજ્ય અને પ્રાણને આપનારા છે. ૪. અધીર જેના લમણાં સરખાં પણ કર્કશ હોય તથા તેના ઉપર રૂંવાડાંવાળા ગુચ્છ હોય તે અધીર કહેવાય છે. તે રાજાઓનો નાશ કરનાર છે. ૫. વીર જેના પૃષ્ઠથી નાભિ સુધી રૂંવાડાંનું ગુચ્છ હોય, પુષ્ટ શરીરવાળો તથા બળવાન હોય તેને વીર કહે છે. તે રાજાઓને ઇષ્ટપ્રદ છે. ૬. શૂરમોટા કદનો પુષ્ટ અંગવાળો, સુંદર દાંત તથા લમણાવાળો, ખાતાં ખાતાં થાકી જાય તેવો હાથી શૂર કહેવય છે. તે લક્ષ્મીનો વર્ધક છે. ૭.
અષ્ટમંગલ દાંત, પુચ્છ, રેખા અઆને નખ સ્વચ્છ શ્વેત હોય તે અષ્ટમંગળ કહેવાય છે. આ હાથી જેને હોય તે સર્વ પૃથ્વીનો માલિક થાય છે. ૮. સુનંદ ૯.
સર્વતોભદ્ર ૧૦. સ્થિર ૧૧. ગંભીરવેદી ૧૨.
વરારોહ
〰♦️♦️ઊંચાઈ પરથી જાતી
આ સિવાય હાથીના બીજા ચાર પ્રકાર તેની ઊંચાઈ ઊપરથી પણ પડે છે: ૧. સંકીર્ણ જે હાથી છ હાથ ઊંચો હોય તે સંકીર્ણ જાતિનો કહેવાય છે. ૨. મંદ જે હાથી સાત હાથ ઊંચો હોય તે મંદ જાતિનો સમજવો. ૩. મૃગ જે હાથી આટ હાથ ઊંચો હોય તે મૃગ જાતિનો કહેવાય છે. ૪.
ભદ્રજાતિ નવ હાથ ઊંચો હાથી ભદ્રજાતિનો હાથી કહેવાય છે. એ ભદ્રજાતિનો હાથી સર્વ જાતિઓના હાથીમાં ઉત્તમ જાતિનો હાથી કહેવાય છે.
♻️અકબર મુજબ હાથીના વર્ગો
શહેનશાહ અકબરે હાથીના સાત વર્ગ પાડ્યા હતા. ૧. ભર જુવાનીમાં આવેલ પ્રથમ દરજ્જાના હાથીને મસ્ત કહે છે.
૨. સિંહ, વાઘ વગેરેની સાથે લડાઈમાં ઊતરનાર હાથીને શેરગીર કહે છે.
૩. ભરજુવાનીમાં આવેલો પણ સાવીર વગેરેના ઉપયોગમાં લઇ શકાય એવો સરલ સ્વભાવનો હાથી સાદો હાથી કહેવાય છે.
૪. મધ્યમ કદના હાથીને મંઝોલા નામ આપેલ છે.
૫. મંઝોલથી નાની ઉંમરના અને ઓછા કદના હાથીને ખડા કહે છે.
૬. ખડાથી પણ નાની ઉંમર અને કદના હાથીને
બંદરકિયા કહે છે.
૭. હાથીનાં નાનાં બચ્ચાંને મોકલ કહે છે. તેના ઉપર સવારી કરવામાં આવતી નથી.

No comments:
Post a Comment