🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
અતૂટ વિશ્વાસનુ બંધન એટલે રક્ષા બંધન
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेनत्वामभिबघ्नामि रक्षे माचल-माचलः।'
🙏રક્ષા બંધનના આ પાવન અવસર પર મારી રક્ષા કરનાર સર્વે(બહેનો+મિત્રો+વડીલ++++)વ્યક્તિઓને ખુબ ખુબ રક્ષા બંધનની શુભેચ્છાઓ..
👁🗨♦️👉રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતાં એવી આશા રાખે છે કે ભાઇ તો બહેનની રક્ષા કરશે જ. પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે, 'આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.' આ પ્રસંગે ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી, ફરજ અદા થાય છે. ભાઇના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઇને માથે કેટલી મોટી જવાબદારી છે! બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન
નથી પણ હૃદયનું બંધન છે.
🎯🔰સંસ્કૃતિના શિરોમણી જેવા આ દિવસને પાંચેક નામથી સંબોધવામાં આવે છે. એ જ એના વિશેષ પ્રભાવના પુરાવારૂપ છે. એના એ નામ કંઇક આ પ્રમાણે છે: (૧) રક્ષા બંધન (૨) શ્રાવણી (૩) બળેવ (૪)
નાળીયેરી પૂનમ (૫) સંસ્કૃતિ દિન.
👁🗨✅રક્ષા બંધન એટલે પોતાની રક્ષા માટે નાજુક દોરાનું એક બંધન બાંધે છે જેને રાખડી કહેવાય છે.
👉રાખડીનો સાચો અર્થ પણ એ જ થાય છે કે કોઈને પોતાની સુરક્ષા માટે બાંધી લેવો.
👉આ દિવસે બહેનો, પોતાના ભાઈને રાખડી બાંધીને પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપી દે છે.
👉આ દિવસે ફક્ત બહેનો જ ભાઈને રાખડી નથી બાંધતી, બ્રાહ્મણો પણ રાખડી બાંધે છે.
👉સૌરાષ્ટ્રભરમાં પવિત્ર તહેવાર રક્ષાબંધન અને બળેવ પર્વની ઉજવણી કરવામાં આવે છે..
🙏આમ તો આપણો ભારત દેશ એટલે તહેવારોનો દેશ. અહીના તહેવારો એવા છે કે જે માનવીના જીવનમાં નવી તાજગી ભરી દે છે. માર્ચ થી જુલાઈ સુધી ગરમીથી ત્રાહીમામ થતો માણસ ઓગસ્ટમાં રીમઝીમ વરસાદ સાથે આવતા તહેવારોથી પ્રફુલ્લિત થઈ ઉઠે છે. આ તહેવારોમાંથી રક્ષા બંધન એક એવો તહેવાર છે જે એક પ્રેમનુ બંધન છે. આ તહેવાર એવો છે જે રક્ષા માટે પ્રેમથી બંધાતુ બંધન છે.
👉જેમા એક એવું બંધન કે જેના આગમાનના અહેસાસ માત્રથી વાતાવરણમાં અનેરી તાજગી પ્રસરી જાય છે.
🛰🛰રક્ષા કવચ એવું બંધન કે જેમાં ભાઈની કલાઈ પર રક્ષાકવચ બાંધીને નિસ્વાર્થ પણે પોતાનો પ્રેમ રજૂ કરે છે.આપણે બધા સામાજિક પ્રાણી છે, જે એક બીજા સાથે સંકળાયેલા રહેવ માટે સ્વેચ્છાએ સંબંધોના બંધનમાં બંધાઈયે છીએ. આ બંધન આપણી સ્વતંત્રતા છીનનારુ બંધન નથી પરંતુ પ્રેમનુ બંધન હોય છે. જેને આપણે જીંદાદીલીથી જીવીએ અને સ્વીકારીએ છીએ.
આપણા સમાજમાં દરેક સંબંધનો કોઈને કોઈ નામ આપવામાં આવે છે. ઠીક એ જ રીતે માણસ અને સ્ત્રીના પણ ઘણા સંબંધો છે, પણ એ સંબંધોમાં સૌથી પ્રેમાળ સંબંધ છે ભાઈ-બહેનનો. આ સંબંધ દરેક સંબંધ કરતા મીઠો અને વ્હાલો હોય છે કારણ કે આ સંબંધમાં દરેક ડોરથી મજબૂત ડોર હોય છે. આ પ્રેમ રક્ષાબંધનના દિવસ ભાઈને પોતાની લાડકી બહેન પાસે ખેંચી લાવે છે.
🌸રક્ષાબંધન ફક્ત એક તહેવાર નથી પરંતુ આપણી પરંપર્રાઓનુ પ્રતીક છે જે આજે પણ આપણને આપણ પરિવારના સંસ્કારો સાથે જોડી રાખે છે. રક્ષાબંધન બહેનની રક્ષાની પ્રતિબધ્ધતાનો દિવસ છે, જેમા ભાઈ દરેક દુ:ખ તકલીફમાં પોતાની બહેનનો સાથ આપવાનુ વચન આપે છે. આ જ એ વચન છે, જે આજના સમયમાં પણ ભાઈ-બહેનને વિશ્વાસના બંધનમાં બાંધી રાખે છે.
🐾આ જ એ તહેવાર છે, જેમા બહેન પોતાના ઘર એટલે કે પોતાના પિયરમાં આવે છે. ત્યારે તો દરેક રક્ષાબંધનની જેટલી આતુરતાથી પોતાના ભાઈના આવવાની રાહ જોતી હોય છે એટલીજ આતુરતા ભાઈને પણ તેના હાલચાલ જાણવાની હોય છે. બહેનને સુખી જોઈને ભાઈના ચહેરા પર જે સંતોષ અને ખુશી જોવા મળે છે એ સાચે જ દર્શાવે છે કે ઈશ્વરે બનાવેલ આ સંબંધ કેટલો અદ્દભૂત છે. ભાઈ-બહેન જ્યારે મળે છે ત્યારે બધી જૂની યાદો તાજી કરીને, મજાક મસ્તી સાથે જે વાતાવરણ ઉભુ કરે છે એ સાચે જ યાદગાર બની જાય છે.
તમે પણ આ તહેવારને પ્રેમપૂર્વક ઉજવો અને આ દિવસે તમારી બહેનને તેની ખુશીઓની ભેટ આપો. યાદ રાખજો કે ભાઈ-બહેનનો આ સંબંધ જેટલો મજબૂત અને વ્હાલો છે તેટલો જ નબળો પણ છે તેથી આ સંબંધને સદા મજબૂતીથી બાંધી રાખજો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
સંસ્કૃતિના શિરોમણી જેવા આ દિવસને પાંચેક નામથી સંબોધવામાં આવે છે. એ જ એના વિશેષ પ્રભાવના પુરાવારૂપ છે. એના એ નામ કંઇક આ પ્રમાણે છે: (૧) રક્ષા બંધન (૨) શ્રાવણી (૩) બળેવ (૪)
નાળીયેરી પૂનમ (૫) સંસ્કૃતિ દિન
👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(૧) રક્ષાબંધન=== તહેવારે બહેન ભાઇને રાખડી બાંધી, કપાળે તિલક કરી શુભેચ્છાઓ પાઠવે છે. રાખડી એ ભાઇબહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે. રાખડીના તંતુએ તંતુએ પ્રેમ છે, હૃદયની ઉર્મિઓ છે. બહેન ભાઇનું દીર્ધાયુ ઇચ્છે છે. ભાઇનો સંસાર સુખ અને સમૃધ્ધ બને એ અભિલાષા પ્રગટ કરે છે. બહેન પોતાના ભાઇને આ પ્રસંગે જીવનધ્યેય સર કરવા આગ્રહ કરે છે. અલબત્ત, દરેક શુભ કર્મમાં પોતાની સહાયતા હોય જ એવાતની પણ ખાતરી આપી દે છે.
🎯પ્રાચીન કાળમાં કુંતી માતાએ ચક્રવ્યૂહમાં જીતાડવા માટે અભિમન્યુને અમર રાખડી બાંધી હતી.
🎯બલિરાજા પાસેથી વામન સ્વરૂપ ભગવાનને છોડાવવા સાક્ષાત લક્ષ્મીજીએ પણ બલિરાજાને રાખડી બાંધી હતી.
🎯વીરતાની ભૂમિ મેવાડની રાણી કર્મવતીએ પોતાના પર ઉતરી આવેલી આફત વખતે મદદ માગવા મુસલમાન રાજા હુમાયુને રાખડી મોકલી હતી.
🎯🔰ઇતિહાસમાં વણાઇ ગયેલી એક કથા પ્રમાણે સિકંદર અને પોરસની લડાઇમાં સિકંદરની પત્નીએ, પોતાના સ્વામિના રક્ષણ માટે પોરસ ઉપર એક રાખડી મોકલાવી હતી. સદૂભાવ, સ્નેહ અને હૃદયપૂર્વકના આશીર્વાદથી વણાયેલો આ તહેવાર એટલે જ રક્ષા બંધન. ગુઢાર્થનો ખજાનો ધરાવતા આ તહેવારો, સંસ્કૃતિનું પાલન સૌ કોઇ હૃદયપૂર્વક અને સમજણપૂર્વક કરે, એ જ વાતનું સૂચન કરે છે. આવો આ ભાવપૂર્ણ તહેવાર માત્ર વ્યવહાર કે રૂઢિચુસ્તતા ન બની જાય એ જ, ખાસ જોવું જોઇએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉👁🗨🎯(૨) આ પર્વને 'શ્રાવણી' પણ કહેવામાં આવે છે. શ્રવણ નક્ષત્રપ્રધાન આ માસનું નામ શ્રાવણ પડયું છે. ૠગ્વેદીઓ અને યજુર્વેદીઓ માટે યજ્ઞોપવિત ધારણ કરવાનો આ શુભ યોગ બન્યો છે તેથી તેને શ્રાવણી પણ કહે છે. તે દિવસે સમસ્ત દ્વિજબંધુઓ પોતાના વેદ, શાખા, પ્રવર, ગોત્ર પ્રમાણે ચારેય વેદોમાંથી મંત્રોનું ધ્યાન નિષ્ઠાપૂર્વક મનન અને પઠન કરી આચાર્યની ઉપસ્થિતિમાં યજ્ઞોપવિત ધારણ કરે છે. શ્રાવણી એટલે ધર્મશાસ્ત્રના નીતિ-નિયમોના ઉપદેશનું શ્રવણ કરવાનો દિવસ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️🔰(૩) 'બળેવ' શબ્દ કાને પડતાં જ બ્રહ્મત્વના ઉપાસક બ્રાહ્મણો આપણી આંખ સામે આવે છે. આ દિવસે તેઓ દર વર્ષની પ્રણાલિકા મુજબ નૂતન યજ્ઞપવિત ધારણ કરે છે. સ્નાન કરી પૂજાપાઠ કરી શરીર અને મનથી શુધ્ધ થઇ જનોઇ ધારણ કરનારા દ્વિજો ખરા અર્થમાં બીજો જન્મ પામે છે. જન્મે બ્રાહ્મણ એ પહેલો બ્રાહ્મણ અને જનોઇ ધારણ કરતાં બીજા જન્મ જેવો સંસારે બ્રાહ્મણ બને, એ સાચો બ્રાહ્મણ. રૂદ્રાક્ષની માળા તિલક અને ભસ્મનું ત્રિપુંડ ધારણ કરનાર આ દ્વિજ ભગવાન સૂર્યનારાયણ બ્રહ્મતેજની ઉપાસના કરે છે. ત્રિકાળ સંધ્યા, ગાયત્રીમંત્ર, જાપ વગેરે બ્રહ્મતેજને વધારનારા છે. આમ તપસ્વી, જ્ઞાની અને પવિત્ર એવા બ્રાહ્મણો સમગ્ર સમાજના ગુરૂ છે. તેઓ સમાજ અને સંસ્કૃતિની કરોડરજ્જુ છે.
જ્ઞાન અને સંસ્કારવાન બ્રાહ્મણો તો સમાજનું સર્વોત્તમ અંગ છે. માનવી દેવૠણ, પિતૃૠણ અને ૠષિૠણ એમ ત્રણ પ્રકારના ૠણથી બંધાયેલો હોય છે. આ ૠણ અદા કરી તે પોતાની ફરજ સરસ રીતે બજાવી સંતોષરૂપી મુકિત પામે છે.
✍યુવરાજસિંહ જાડેજા(ગોંડલ)🙏
♻️🔰(૪) નાળીયેરી પૂનમનો વિચાર આવતાની સાથે જ દરિયો કેડનારા માછીમારો આંખ સામે આવીને ઊભા રહે. ચોમાસામાં દરિયો ગાંડો અને તોફાની બનતો હોવાથી તે સમયે દરિયાઇ માર્ગે ચાલતી વ્યાપાર અને માલની હેરફેરની પ્રવૃત્તિ સંપૂર્ણ સ્થગિત થઇ જાય, પરંતુ શ્રાવણ માસની પૂર્ણિમાથી સમુદ્રનું તોફાન હળવું થાય છે. વરસાદનું જોર પણ નરમ પડે છે એટલે આ પવિત્ર દિવસે માછીમારો, તેમજ વેપારીઓ સમુદ્રમાં નાળીયેર પધરાવી એ સમુદ્રનું વિધિપૂર્વક પૂજન કરી, જાનમાલની સંપૂર્ણ રક્ષા માટે તેની કૃપાની હૃદયપૂર્વક પ્રાર્થા કરે છે. આ દિવસે એ વૈષ્ણવોનો, વેપારીઓનો તો વાહનવટીઓનો પણ આનંદ ઉત્સવ છે. વેપારમાં લાભ મળે અને નુકસાની ન પહોંચે તે માટે સમુદ્રમાં નાળીયેર પધરાવી પૂજાપાઠ કરવામાં આવે છે. હિન્દુઓ ખૂબ પ્રાચીન સમયથી દરિયાઇ વ્યાપાર કરતા આવ્યા છે માટે આ નાળીયેરી પૂનમનો તહેવાર પણ એટલો જ પ્રાચીન છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️🔰(૫) નાળીયેરી પૂનમની વાતની સાથે સાથે સંસ્કૃત સાહિત્ય પણ યાદ આવે. આ દિવસને સંસ્કૃત દિન તરીકે ઉજવવામાં આવે છે. સંસ્કૃત સાહિત્ય એ આપણો બહુમૂલ્ય વારસો છે. છતાં પણ આજે સંસ્કૃત ભાષા ભુલાતી ચાલી છે તે ખૂબ દુ:ખની વાત છે. સંસ્કૃત અને સંસ્કૃતિ એ તો સિક્કાની બે બાજુ જેવાં છે. સંસ્કૃત ભાષામાં ઘણું ઉંડાણ છે. સંસ્કૃતિને જીવંત રાખવી હોય તો આપણે સંસ્કૃતનો સહારો લેવો જ પડે. આમ આ તહેવાર રાષ્ટ્રપ્રેમ, ભ્રાતૃભાવ, સહકાર વગેરે સાવ કેળવી આપણી સંસ્કૃતિને અજવાળે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
રક્ષાબંધન ભારતમાં ક્યા કેવી રીતે ઉજવાય છે
👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉🔰ઉતરાંચલમાં રક્ષાબંધનને શ્રાવણી કહે છે.આ દિવસે યજ્રવેદી દ્વિજોનો ઉપક્ર્મ હોય છે. ઉત્સર્જન ,સ્નાન-વિધિ ,ઋષિ તર્પણાદિ કરીને નવી જનેઉ ધારણ કરે છે. બ્રાહ્મણોનો આ સર્વોપરિ તહેવાર છે. વૃતિવાન બ્રાહમણ પોતાના ભક્તોને જનેઉં અને રાખડી આપીને દક્ષિણા લે છે.
👁🗨👉અમરનાથની યાત્રા ગુરૂપૂર્ણિમાથી પ્રારંભ થઈ રક્ષાબંધનના દિવસે પૂરી થાય છે. કહેવાય છે કે આ દિવસે અહીંનું શિવલિંગ પણ પોતાના પૂર્ણ આકારમાં જોવા મળે છે. આ અવસરે શ્રાવણી પૂનમે અમરનાથની ગુફામાં દરેક વર્ષે મેળાનું આયોજન કરાય છે.
👁🗨👉મહારાષ્ટ્ર રાજ્યમાં આ તહેવાર નારિયેળી પૂર્ણિમા કે શ્રાવણી પૂર્ણિમાના નામે ઓળખાય છે. આ દિવસે લોકો નદી કે સમુદ્ર્કાંઠે જઈને જનેઉ બદલે છે અને સમુદ્ર્ની પૂજા કરે છે. આ અવસરે સમુદ્રના સ્વામી વરુણ દેવને પ્રસન્ન કરવા માટે લોકો દ્વારા નાળિયેર અર્પિત કરવાની પરમ્પરા છે. આ કારણે આ એક દિવસ માટે મુંબઈનું સમુદ્ર તટ નારિયેળના ફળથી ભરાય જાય છે.
👁🗨👉રાજ્સ્થાનમાં રામરાખી અને ચૂડારાખી કે લૂંબા બાંધવાનો રિવાજ છે. રામરાખી સામાન્ય રાખડીથી જુદી હોય છે. એમાં લાલ દોરા પર એક પીળા છાંટાવાળુ ફૂંદુ હોય છે. આ માત્ર ભગવાનને બંધાય છે. ચૂડારાખડી ભાભીની બંગડીમાં બાંધવામાં આવે છે.
👉👁🗨👉તમિલનાડુ,કેરળ મહારાષ્ટ્ર અને ઉડીસાના દક્ષિણ ભારતીય બ્રાહમણ આ પર્વને અવનિ અવિત્તમ કહે છે. જનેઉ ધારણ કરતા બ્રાહ્મણો માટે આ દિવસ ખૂબજ મહત્વપૂર્ણ છે. આ દિવસે નદી કે સમુદ્ર્કાંઠે સ્નાન કર્યા પછી ઋષિઓને તર્પણ કરી જનેઉ ધારણ કરાય છે. પાછલા વર્ષના જૂના પાપને જૂના જનેઉના રૂપમાં ત્યાગીને સ્વચ્છ નવી જનોઈ પહેરીને નવુ જીવન શરૂ કરવાની પ્રતિજ્ઞા લેવાય છે આ દિવસે યજ્ર્વેદીય બ્રાહમણ 6 મહીના માટે વેદનો અભ્યાસ શરૂ કરે છે. આ પર્વનો એક નામ ઉપક્ર્મણ પણ છે જેનો અર્થ "નવી શરૂઆત"
🔰👁🗨વ્રજમાં હરિયાળી ત્રીજ(શ્રાવણ તૃતીયા)થી શ્રાવણી પૂર્ણિમા સુધી બધા મંદિરોમાં અને ઘરોમાં ઠાકુર હીંડોળામાં બેસે છે. રક્ષાબંધનના દિવસે હીંડોળા સમાપ્ત થાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨
🎯🔰♻️રક્ષાબંધનનો શુભારંભ પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માગવા કહેલું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માગેલું. બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહેવા લાગ્યાં. લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે. બસ, ત્યારથી જ આ પર્વ પરંપરાગત રીતે ઉજવણી થાય છે.
આજે કમનસીબે નિદોર્ષ યુવતીઓ પર શારીરિક છેડછાડ, બળાત્કાર અને અપહરણ જેવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે ત્યારે દરેક પુરુષનું એ કર્તવ્ય બને છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે. સ્ત્રી પૂજાય તો સંસ્કૃતિનું રક્ષણ થાય છે. રક્ષાબંધન એ સ્ત્રીના સન્માનનું પર્વ છે. દેશની દરેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઇએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🐾🐾🐾🐾🐾🐾🐾🐾
🐾🐾રક્ષાબંધન🐾🐾🐾
🐾🐾🐾🐾🐾🐾🐾🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
👉રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે.વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઇ-બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઇએ.
🇮🇳ભારત વિશ્વનો એક માત્ર દેશ છે કે જ્યાં ભાઇ-બહેનની પ્રીતના પ્રતીક સમા મુખ્ય બે તહેવારો ઊજવાય છે. એક રક્ષાબંધન અને બીજો ભાઇબીજ.
🔰શ્રાવણ માસની પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્વ ધરાવે છે. આ દિવસે બહેન પોતાના ભાઇને જમણા હાથે રાખડી બાંધીને કપાળે કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવે છે. ભાઇ બદલામાં યથાયોગ્ય ભેટ આપીને બહેનને તેનું રક્ષણ કરવાનું વચન આપે છે.
👉🙏આજે પણ ભારતમાં જે કુટુંબવ્યવસ્થા તેમજ કેરિંગ અને શેરિંગ સંસ્કૃતિ છે તેમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે.
🎯👉 રક્ષાબંધનનો શુભારંભ પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માંગવા કહેલું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માગેલું. બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે. લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે. બસ, ત્યારથી જ આ પર્વ પરંપરાગત રીતે ઊજવાય છે.🙏
👉રક્ષાબંધન સાથે સંકળાયેલી દંતકથાઓ સિકંદરની પત્નીએ પોતાના પતિના હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધીને યુદ્ધના સમયે સિકંદરનું જીવનદાન મેળવ્યું હતું.
👁🗨વેદમાં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથે રક્ષા બાંધી હતી. જ્યારે
👁🗨શ્રીકૃષ્ણ ભગવાન શિશુપાલનો સુદર્શન ચક્ર દ્વારા વધ કરે છે ત્યારે તેમની તર્જની આંગળીએ ઘા લાગવાથી લોહી વહે છે ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડીને ભગવાનની આંગળી પર પટ્ટી બાંધી હતી.
👉👆શ્રીકૃષ્ણે ઉપકારનો બદલો ચીરહરણ વખતે ચૂકવ્યો હતો. આમ, એકબીજાની રક્ષા અને મદદની ભાવના આ પર્વમાં સમાયેલી છે. રક્ષાબંધનના ઉત્સવના હાર્દને સમજીએ રક્ષાબંધનનું આ પર્વ ઊજવતાં પહેલાં એના હાર્દને સમજવું અતિ આવશ્યક છે.
👏👌👉 રક્ષાબંધન શબ્દમાં મુખ્ય બે શબ્દો આવેલા છે એક રક્ષા અને બીજો બંધન. ‘રક્ષા’નો અર્થ રક્ષણ કરવું એવો થાય. રક્ષાબંધનને દિવસે ભાઇ બહેન પાસે રાખડી બંધાવી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે, પરંતુ શું માત્ર બહેનને જ રક્ષણની જરૂર છે ભાઇને નહીં? જો ભાઇ ત્રણ વર્ષનો હોય અને બહેન પંદર વર્ષની હોય તો આ નાનો ભાઇ મોટી બહેનની કેવી રીતે રક્ષા કરી શકે? વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઇ-બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઇએ. જે રીતે બહેન ભાઇને રાખડી બાંધે છે એ જ રીતે પત્ની પતિને, પુત્રી પિતાને, માતા પુત્રોને, પ્રેયસી પ્રેમીને રક્ષાસૂત્ર બાંધીને રક્ષણનું વચન લઇ શકે છે. માત્ર પુરુષો જ સ્ત્રીઓનું રક્ષણ કરી શકે છે એવું નથી. સ્ત્રીઓમાં પણ પુરુષોનું રક્ષણ કરવાની ક્ષમતા છે. 🙏સ્ત્રી પૂજાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થાય આજે કમનસીબે નિદોર્ષ યુવતીઓ પર શારીરિક છેડછાડ, બળાત્કાર અને અપહરણ જેવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે ત્યારે દરેક પુરુષનું એ કર્તવ્ય બને છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે. 👏🙏સ્ત્રી પૂજાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થાય છે. રક્ષાબંધન એ સ્ત્રીના સન્માનનું પર્વ છે. દેશની દરેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઇએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏યજ્ઞોપવીત બદલવાનું પર્વ બ્રાહ્નણો આ દિવસે શુભ મુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે તીર્થક્ષેત્રનાં સાંનિધ્યમાં વેદોકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવીત ધારણ કરતાં બ્રહ્ના, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મુખ્ય અધિષ્ઠાતા પરમાત્માના સ્મરણ સમિન્વત ગણપતિ પૂજન કરી, યજ્ઞોપવીતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આવાહ્ન કરી, યજ્ઞોપવીત સૂર્યનારાયણને બતાવી, તેને પોતાના કરસંપુટમાં રાખી, દશ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખભા ઉપર જનોઇ ધારણ કરે છે અને જુની યજ્ઞોપવીતને જળમાં પધરાવે છે.
👌જનોઇ માનવને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે. જનોઇમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતો રહેશે તેવો ઊંડો ભાવ છે.
👌જનોઇ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતીક છે. જનોઇ એ નવ તંતુઓને ત્રણ વારમાં ગૂંથીને બનાવવામાં આવી છે તેથી તેને 👉‘ત્રિસૂત્રી’👈 કહેવામાં આવે છે. આ સૂત્રો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના પ્રતીક સમાન છે. આ બ્રહ્નગાંઠની અંદર બ્રહ્ના, વિષ્ણુ, મહેશ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપ ધારણ કરે છે. સાગર પૂજનનું મહત્વ પશ્ચિમ ભારતના સમુદ્રતટીય પ્રદ
ેશોમાં આ પર્વ નાળિયેરી પૂર્ણિમાના સ્વરૂપે મનાવવામાં આવે છે.
🌊👏👉આ દિવસે સાગર સાથે જોડાયેલા માછીમારો, વેપારીઓ, ખારવાઓ તથા લોહાણા પરિવાર દરિયાલાલને પોતાના દેવ માનીને વિધિવત્ વાજતે-ગાજતે એક નાળિયેર જળના દેવને અર્પણ કરે છે. સમુદ્રદેવ પોતાના ભક્તોનું રક્ષણ કરે અને ક્યારેય પોતાના પર કોપાયમાન ન થાય તેવી ભાવના વ્યક્ત કરાય છે. ત્રણ તહેવારોના એક જ દિવસે થતા આ ત્રિવેણી સંગમને પાપનાશક, પુણ્યદાયક અને વિષતોડક તરીકે નવાજવામાં આવે છે.

No comments:
Post a Comment