🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર
ON 30/06/2017 / BY JAYWANT PANDYA
(અભિયાન, તા.૨૮/૦૭/૧૭ના અંકની કવરસ્ટોરી)
👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
જાગ્યા ત્યારથી સવાર. આ કહેવત ભારત અને ઈઝરાયેલના સંબંધોને લાગુ પડી શકે. આ સંબંધોમાં પ્રલંબ પાછળ એક માત્ર કારણ મુસ્લિમ મત બૅંક રહી. ઈઝરાયેલ ૧૯૪૮માં સ્વતંત્ર થયું. પરંતુ તેને માન્યતા આપવામાં નહેરુ સરકારે બે વર્ષ લગાડ્યાં! મહાત્મા ગાંધીએ તુર્કીના ખલીફાની ચળવળ- ખિલાફત ચળવળને ટેકો આપીને ભારતના મુસ્લિમોને વિદેશના મુસ્લિમોના પ્રશ્નો સાથે સાંકળતા કર્યા હતા. તે વખતે ભારતના મુસ્લિમો પણ આ નિર્ણય વિરુદ્ધ હતા. પરંતુ આ પગલાં અને તે પછી આવાં પગલાંઓથી ઉત્તરોત્તર ભારતના મુસ્લિમો વિદેશના મુસ્લિમોના પ્રશ્નો સાથે સંકળાવા લાગ્યા અને અહીંના પ્રશ્નો માટે વિદેશના મુસ્લિમો પાસે સમાધાન શોધતા થયા. એટલે જ ઓસામા બિન લાદેનનું એન્કાઉન્ટર થાય તો ભારતમાં વિરોધ થાય, ફ્રાન્સનું શાર્લી હેબ્દો મેગેઝિન મુહમ્મદ પયગંબરનું કાર્ટૂન છાપે તો અહીં વિરોધ થાય. આવા પ્રશ્નો પર અહીં તોડફોડ પણ કરવામાં આવે અને સંપત્તિને નુકસાન થાય, રમખાણો થાય.
ગાંધીજીને અને નહેરુને માત્ર મુસ્લિમો પરનો અત્યાચાર જ અત્યાચાર લાગતો હતો. અને આ દૃષ્ટિકોણ આજની કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોએ બરાબર પકડી રાખ્યો છે. એટલે ગાંધીજી યહૂદીઓ પરના અત્યાચાર બાબતે શું માનતા હતા? તેમની સહાનુભૂતિ તો આરબો પ્રત્યે જ હતી! ૨૬ નવેમ્બર ૧૯૩૮ના ‘હરિજન’માં તેમણે લખ્યું હતું: “…હું માનું છું કે જેવી રીતે હિન્દુઓ અસ્પૃશ્યો સાથે વર્તન કરે છે તેવું વર્તન ખ્રિસ્તીઓ યહૂદીઓ સાથે કરે છે…તેમની સાથે અમાનવીય વર્તન થયું છે…” આટલા સ્વીકાર પછી પણ ગાંધીજી ઈઝરાયેલની ભૂમિ પર હક તો આરબોનો જ માને છે. તેમણે લખ્યું, “યહૂદીઓની રાષ્ટ્ર માટેની રોકકળ મને બહુ અપીલ કરતી નથી (!) તેઓ જ્યાં જન્મ્યા હોય ત્યાં જ તેમણે રહેવું જોઈએ. જેવી રીતે ઇંગ્લેન્ડ ઇંગ્લિશ લોકોનું છે, ફ્રાન્સ ફ્રેન્ચ લોકોનું છે, તેમ પેલેસ્ટાઇન આરબોનું છે.” એ વખતે ગાંધીજીને કોઈએ પૂછવું જોઈતું હતું કે તો પછી હિન્દુસ્થાન હિન્દુઓનું કેમ નહીં?