Monday, July 15, 2019

સ્વાઈન ફલૂ --- Swine flu

🗿🎉🗿🎉🗿🎉🗿🎉🗿🎉🗿🎉
💊💊💊💊સ્વાઈન ફલૂ🔭🔭🔭🔭
🔬🕳💊🔭🔬🕳💊🔭🔬🕳💊🔭
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
મિત્રો કેટલાય દિવસો થી આપણે આ શબ્દ *સ્વાઈન_ફલૂ* સાંભળી છીએ..સ્વાઈન ફ્લૂની બિમારી દિવસેને દિવસે ન તો માત્ર ભારતના પરંતુ પૂરા વિશ્વના અસંખ્ય લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીનો ભોગ અસંખ્ય લોકો બની ચૂક્યાં છે.
મિત્રો જો આ બીમારીની યોગ્ય તકેદારી અને સલામતી રાખવામાં આવે તો આ બિમારી થી આપણા પરિવારથી ચોક્કસ દુર રાખઑી શકીએ છીએ..

♻️🎯સ્વાઈન ફ્લૂ એક એવી બીમારી જેણે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્તાયો છે. મોટાભાગના લોકો સ્વાઈન ફ્લૂ શું છે, કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે એ જ નથી જાણતા. આ એક પ્રકારનો ઘાતક વાયરસ છે જે ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે.

🎯એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ 🔰

પિથોરા ચિત્રકળા --- Pithora painting

🏹🎨🎯🎨🎯🎨🎯🎨🎯🎨
🖼🎉🖼પિથોરા ચિત્રકળા🎊🖼
🖌🖍🖌🖍🖌🖍🖌🖍🖌🖍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻


ગુજરાતીમાં પિઠોરા, હિંદીમાં પિથોરા તરીકે ઓળખાતાં ધાર્મિક ચિત્રો,
મધ્ય ગુજરાતમાં વડોદરાથી નેવું કિલોમીટરના અંતરે આવેલા છોટાઉદેપુર જિલ્લાના રાઠવા, ભિલાલ અને નાયક નામક આદિવાસીઓની ભીંતચિત્ર કલા 'પિઠોરા'નું સર્જન આદિકાળથી આજસુધી એક ખાસ હેતુ માટે થતું આવ્યું છે અને તે છે ''ધાર્મિક વિધિવિધાન.'' 
આ શૈલીનાં ચિત્રો હાલોલ, જાંબુઘોડા, દેવગઢબારિયા, શિવરાજપુર, પાવી જેતપુર, જબુગામ, નસવાડી તાલુકા અને તેજગઢમાં પણ જોવા મળે છે. રાઠવાઓ તો ગળથૂથીમાંથી જ ચિત્ર અને વાર્તાકળાને પામ્યા છે.

ફ્રાન્સની એક આર્ટ ગેલેરીમાં વિશ્વની આદિવાસી કલાના સંગ્રહમાં ભારતનાં ચાર ચિત્રોને સ્થાન મળ્યું છે, એમાંનું એક છે 'પિઠોરા ચિત્ર', જેને ૭ ૧૮ ફૂટની જગ્યા ફાળવવામાં આવી છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
〰〰〰〰〰〰

15 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 15/07/2019
📋 વાર : સોમવાર

🔳1904 : અમેરિકામાં પ્રથમ બૈદ્ધ મંદિરની સ્થાપના થઈ.

🔳1926 : મુંબઈમાં મોટર બસ સેવાની શરૂઆત થઈ.

🔳1955 : જવાહરલાલ નેહરુને ભારતરત્ન સન્માન આપવાની જાહેરાત થઈ.

🔳1986 : ભારતીય મહિલા ક્રિકેટર સંધ્યા અગ્રવાલે ટેસ્ટ મેચમાં 190 રણ ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

🔳1902 : સુપ્રીમ કોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્વ CJI (Chief Justice of India) કે સુબ્બા રાવનો જન્મ થયો.

🔳1948 : PEPS (Patiyala and East Punjab Union) ની સ્થાપના થઈ.

🔳1979 : મોરારજી દેસાઈએ વડાપ્રધાન પદે  થી રાજીનામુ આપ્યું.

Sunday, July 14, 2019

ઉપેન્દ્ર ત્રિવેદી --- Upendra Trivedi

👁👁‍🗨👁‍🗨‍🗨ઉપેન્દ્ર ત્રિવેદી👁‍🗨👁‍🗨👁‍🗨
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯

👁‍🗨ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ તા. ૧૪/૭/૧૯૩૬ના રોજ થયો હતો. તેમનું વતન ઇડર નજીકનાં કુકડીયા ગામ હતું. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ હતું. તેમના માતા-પિતા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમના પિતા કે જે મિલમજૂર હતા તેમને પક્ષઘાત થયેલો ત્યારે તેમણે કૂલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું. ઉપેન્દ્ર ત્રિવેદી
– ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર ભાંડુળાઓમાંના એક હતા. તેમણે
’બોમ્બે યુનિવર્સિટી’માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી. 
👁‍🗨તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. 
👁‍🗨તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા.
👁‍🗨ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંન્નેમાં અભિનય આપ્યો હતો.મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું.
👉તેમણે ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી. આ ઉપરાંત ‘ પારિજાત’ , ‘ આતમને ઓઝલમાં રાખ મા’, ‘ ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘ વેવિશાળ’
જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’
પરથી ‘ રેતીનાં રતન’ નામક એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન,
દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા. 

14 July

🔳🔻🔳🔻🔳🔻🔳🔻🔳🔻🔳
🔘ઈતિહાસમાં ૧૪ જુલાઈનો દિવસ💠
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎧🎤🎧મદન મોહન🎤🎧🎤

બોલીવુડના મ્યુઝિક ડિરેક્ટર મદન મોહને ૧૯૭૫માં આજના દિવસે ૫૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા . ' લગ જા ગલે કે ફીર વો હંસી રાત ' જેવા ગીતો આજે પણ લોકો સાંભળવાનું ચૂકતા નથી .

🖲🎪🖲🎪શિકાગો ફાયર🕹🖲🕹🖲

વર્ષ ૧૮૭૪માં આજના દિવસે અમેરિકાના શિકાગોમાં લાગેલી આગે ૪૭ એકર જમીનમાં આવેલી ૮૧૨ ઇમારતોને લપેટમાં લીધી હતી . આ હોનારતમાં ૨૦ લોકો માર્યા ગયા હતા .

🔻🔻કારગિલમાં સૌથી લોહિયાળ જંગ🔻🔻

વર્ષ 1999ની 14 જુલાઈએ ભારતીય લશ્કરે કારગિલમાં તોલોલિંગ શિખર કબજે કરવા સૌથી લોહિયાળ જંગ ખેલ્યો હતો . ત્રણ સપ્તાહ લાંબી ચાલેલી આ લડાઈમાં ભારતીય લશ્કરે 23 જવાનોની આહુતિ આપીને કારગિલ યુદ્ધની બાજી પલટી નાખી હતી .

🌑🌒અન્ય ગ્રહનો પહેલો ક્લોઝઅપ🌒

1965ની 14 જુલાઈએ અમેરિકન યાન મરિનર - 4 દ્વારા મંગળ ગ્રહની નજીકથી પસાર થઈ જે તસવીર મોકલી હતી તે અન્ય ગ્રહની નજીકથી લેવાયેલી સૌથી પહેલી બની હતી . આ ઘટનાએ સૌર મંડળના અન્ય ગ્રહોના સંશોધનની સંભાવના ખોલી આપી હતી .

વાંસ : એક અદ્ભુત વનસ્પતિ --- Bamboo: A wonderful vegetable

[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
*🌾વાંસ : એક અદ્ભુત વનસ્પતિ :-🌾*


🎋 પથ્વી પર છ હજાર પ્રકારના ઘાસ થાય છે, વાંસ પણ ઘાસનો જ એક પ્રકાર છે, પણ સૌથી ટકાઉ અને મજબૂત છે અને સૌથી ઊંચુ ઘાસ છે.

🎋 વાંસ વાતાવરણમાંથી બીજી વનસ્પતિ કરતા ચાર ગણો કાર્બન ડાયોક્સાઇડ લઈ ૩૫ ટકા વધુ ઑક્સિજન છૂટો કરે છે.

🎋 વાંસ સૌથી વધુ ઝડપે વિકાસ પામે છે. યોગ્ય હવામાનમાં તે એક કલાકમાં દોઢથી બે ઇંચ વધે છે.

🎋 વાંસની લગભગ ૨૦૦ જાત છે. ચીનના લોકો વાંસની કૂંપળોને શાકની જેમ રાંધીને ખાય છે.

🎋 વાંસના મૂળ જમીનમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે.

🎋 સકા વાંસ પર ભેજની અસર ઓછી થાય છે. હજારો વર્ષથી તેનો મકાનો અને વહાણો બનાવવામાં ઉપયોગ થયો છે.

14 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/07/2019
📋 વાર : રવિવાર

🔳1636 :- શહેનશાહ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાના પુત્ર ઔરંગઝેબ ને દક્ષિણનો રાજ્યપાલ બનાવ્યો.

🔳1656 :- શીખ ધર્મના 8માં ગુરુ હરકિશનનો જન્મ થયો.

🔳1854 :- રામકૃષ્ણ પરમહંશનાં અનુયાઇ મહેન્દ્રનાથ ગુપ્તાનો જન્મ થયો.

🔳1856 :- સામાજિક કાર્યકર ગણેશ ગોપાલ અગરકરનો જન્મ થયો.

🔳1923 :- શિક્ષણવિદ્દ ઇકબાલ સિંહ ભાટિયાનો કોટલા, પાકિસ્તાનમાં જન્મ થયો.
🔳1942 :- કોંગ્રેસએ ભારત છોડો આંદોલનનો પ્રસ્તાવ રાજુ કાર્યો અને પસાર કાર્યો.

🔳1975 :- હિન્દી ફિલ્મના પ્રખ્યાત સંગીતકાર મદન મોહનનું અવસાન.

🔳1994 :- ચંદન ચોર વિરપ્પનને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો.