💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🙏ગાંધી વિચારની દ્રષ્ટિએ વિકાસ
👇🎯👇🎯👇🎯👇🎯👇🎯👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉ભારત દેશમાં ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સન્માન આપવામાં આવે છે. વિશ્વના ઈતિહાસમાં તેમને પ્રેમ, શાંતિ અને અંહિસાના પુરસ્કર્તા તરીકેનું સ્થાન અપાયું છે. પરંતુ સમાજશાસ્ત્રીઓની દ્રષ્ટિએ તેઓ ભારતના વિકાસ માટે એક વિશિષ્ટ વિચારસરણી આપનાર એક મહાન ચિંતક અને સુધારક હતાં.
👉દક્ષિણ આફ્રિકામાં સામાજીક – રાજકીય અસમાનતા અને અન્યાય સામે સફળ અહિંસક આંદોલન ચલાવ્યા બાદ “ વીર ગાંધીજી ” કે “ મહાત્મા ગાંધીજી ” તરીકે લોકસત્કાર ઝીલી, ગાંધીજી હિંદ પાછા આવ્યા. તેમણે સમગ્ર દેશમાં ભ્રમણ કરી, સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિનો કયાસ કાઢયો. સાબરમતી તટે આશ્રમ સ્થાપી, ભારતીય સમાજને નવી દિશા ચીંધવાનું કેન્દ્ર ઉભું કર્યુ. સેવાગ્રામ અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના દ્વારા તેમાં નવા મણકાં પરોવ્યા.
🎯લોકમાન્ય તિલકના દેહવિલય બાદ આઝાદીની લડતની ધૂરા કોંગ્રેસે ગાંધીજીના હાથમાં સોંપી, ત્યારથી માંડીને ૧૯૪૮ ના શહીદ દિન સુધીનાં સમયગાળાને ઈતિહાસકારો🔰 “ ગાંધીયુગ ”🔰 ગણે છે. લગભગ ૨૮ વર્ષનો આ દીર્ઘ સમય માત્ર સ્વાતંત્ર્ય-પ્રાપ્તિની લડતનો ન હતો પરંતુ તે સાચા અર્થમાં વિકાસ માટેનો યુગ હતો.