Monday, July 15, 2019

ભારતીય હોકી રમત ના સુવર્ણ ઇતિહાસ ----The golden history of Indian hockey game

🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️
ભારતીય હોકીની રમતનો સુવર્ણ ઈતિહાસ 
🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
👉👉ભારત જ્યારે હોકીની રમત રમ્યું ત્યારે તેણે વિજય પ્રાપ્ત કર્યો.
🇮🇳🏆આપણા રાષ્ટ્ર પાસે આઠ ઓલિમ્પિક સોનાના ચંદ્રકો સાથેનો શ્રેષ્ઠ રેકોર્ડ છે.
🎯🏆1928-56 સુધી ભારતીય હોકીનો સુવર્ણકાળ હતો,જે સમયે ભારતીય હોકી ટીમે છ ક્રમિક ઓલિમ્પિક સોનાના ચંદ્રકો જીત્યા હતા.
🎯👉ટીમે બે બીજા ચંદ્રકો (ચાંદી અને તામ્ર) સિવાય 👉1975નો વિશ્વ કપ પણ જીત્યો હતો.

♻️💠🎯ભારતીય હોકી સંઘે 1927માં વૈશ્વિક જોડાણ પ્રાપ્ત કર્યું હતું અને આંતર્રાષ્ટ્રીય હોકી સંઘની સાથે જોડાયા હતા.
💠🎯ભારત તેની સોનેરી ગાથાની શરૂઆત કરવા માટે ઓલિમ્પિકમાં દાખલ થયું તેથી ભારતીય હોકી સંઘના ઈતિહાસની શરૂઆત થઈ.
🎯👏ટુરે ભવ્ય સફળતા મેળવી જેમાં ભારતે 21 મેચોમાંથી 18 જીતી અને ⭕️દંતકથાત્મક ધ્યાન ચંદ્ર ⭕️ભારત તરફથી જવાબ તરીકે 192માંથી 100 ગોલોથી પણ વધારે સ્કોરો કરવા દ્વારા બધાના ધ્યાનું કેન્દ્ર બન્યો હતો.

🎯👉1928માં એમ્સ્ટરડમમાં મેચનો આરંભ થયો હતો અને 1932માં ભારત વિજય પ્રવાસ પર લોસ એન્જેલસમાં ગયું હતું અને 1936માં બર્લિનમાં અને તેથી ઓલિમ્પિકમાં સોનાના ચંદ્રકોની લગાતાર ત્રણ સફળતાઓ હાંસલ કરી હતી.

🇮🇳🎯👉🔰ભારતની સ્વતંત્રતા પછી; ભારતીય ટીમે 1948ના લંડન ઓલિમ્પિક્સ,🇮🇳1952 હેલ્સીન્કી ગેમ્સ અને મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સોનાના ચંદ્રકોની બીજી લગાતાર ત્રણ સફળતાઓ હાંસલ કરી હતી.

🎯💠👉સુવર્ણ યુગ દરમ્યાન, ભારતે 24 ઓલિમ્પિક મેચો રમી હતી,તે તમામ 24 જીતી હતી,178 ગોલોનો સ્કોર કર્યો હતો(7.43 ગોલ પર મેચની સરેરાશ પર) અને માત્ર 7 ગોલો છોડ્યા હતા.
♻️💠🎯ભારત માટે બીજાબે સોનાના ચંદ્રકો 1964માં ટોક્યો ઓલિમ્પિક્સમાં અને 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં આવ્યા હતા.

👉હોકી ટીમે 1928થી 1980 વચ્ચેની 12 ગેમ્સમાં 11 મેડલ જીત્યા હતા. આમાં 6 ગોલ્ડ મેડલ સતત (1928-1956માં) જીત્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👉ભારતના સ્ટાર હોકી પ્લેયર રહેલા મેજર ધ્યાનચંદના જન્મ દિવસને ભારત સરકાર સ્પોર્ટ્સ ડેના રૂપમાં મનાવે છે. 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️
⚾️હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદ
🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)

*🙏♻️🎯આજે આપણાં દેશનાં મહાન હોકી પ્લેયર શ્રી "મેજર ધ્યાનચંદ"ની જન્મતિથિ છે જેને આપણે "રાષ્ટ્રીય ખેલ દિવસ" તરીકે ઉજવીએ છીએ. આજના આ "રાષ્ટ્રીય ખેલ દિવસ"ની તમામ રમતવીરોને હાર્દિક શુભેચ્છાઓ...*

🎯👉હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદનો આજે 112મો જન્મ દિવસ છે. ધ્યાનચંદ ભારતના ઇતિહાસનો એવો હિરો છે જેને એડોલ્ફ હિટલર જેવો ક્રુર તાનાશાહ પણ સલામ કરતો હતો. 
💠👉સ્પોર્ટ્સ ડેના અવસર ઉપર હું યુવરાજસિંહ જાડેજા તમને 1936 બર્લિન ઓલમ્પિકનો એ પ્રખ્યાત પ્રસંગ બતાવી રહ્યું છે જેના કારણે ધ્યાનચંદનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયુ છે.🔰👇 
🎯👉હિટલને ધ્યાનચંદની રમત જોઇ તેને કર્નલ બનાવવાની ઓફર કરી હતી. જો કે ધ્યાનચંદનો જવાબ સાંભળી હિટલર પણ પાછો પડ્યો હતો.

😇- 1936ની ઓલિમ્પિક ટૂર્નામેન્ટ જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરના શહેર બર્લિનમાં યોજાઇ હતી. ભારત ફાઇનલમાં જર્મની સામે ટકરાવવાનું હતુ.
🤖👾- આ મેચ જોવા માટે તાનાશાહ એડોલ્ફ હિટલર પણ આવવાનો હતો. જેને કારણે ભારતીય ટીમ ગભરાયેલી હતી. ડ્રેસિંગ રૂમમાં ગભરાયેલી ટીમ સામે ટીમના મેનેજર 🤕પંકજ ગુપ્તાએ 🤕ગુલામ ભારતમાં આઝાદીનો સંઘર્ષ કરતા તિરંગાને પોતાની બેગમાંથી કાઢ્યો અને ધ્યાનચંદ સહિત દરેક ખેલાડીને તે સમયે તિરંગાની કસમ ખવડાવી કે હિટલરની હાજરીમાં ગભરાવવાનું નથી.
👉- ભારતીય હોકી ટીમે તિરંગાને લહેરાવ્યો અને જર્મનીની ટીમ વિરૂદ્ધ મેદાનમાં ઉતરી. હિટલર તે સમયે મેદાનમાં હાજર હતો.

🔰પ્રથમ હાફમાં જ હિટલરે મેદાન છોડ્યુ

🔘- ફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો જર્મની સામે હતો. હાફ ટાઇમ સુધી ભારતે જર્મની સામે 2 ગોલ ફટકારી દીધા હતા. 
🔘- મેચના એક દિવસ પહેલા જર્મનીમાં જોરદાર વરસાદ થયો હતો, જેના કારણે મેદાન ભીનું હતું. ભારતની ટીમ પાસે સ્પાઇકવાળા બૂટ ન હતા અને સપાટ તાળવાવાળા રબરના બૂટ સતત લપસી જતા હતા. 
🔘- ભારતીય કેપ્ટને આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો અને હાફ ટાઇમ પછી બૂટ વગર ખુલ્લા પગે રમવા ઉતર્યા હતા.

🔰ધ્યાનચંદે ઇતિહાસ રચી દીધો

👉- જર્મનીનો પરાજય જોઈ હિટલર મેદાનમાંથી ચાલ્યો ગયો હતો. 🐾બીજી તરફ ખુલ્લા પગે રમી રહેલા ધ્યાનચંદે ગોલનો વરસાદ શરૂ કર્યો હતો. આ મેચમાં ભારતે 8-1થી જર્મની સામે વિજય મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.હિટલર ભારતને મેદાનમાં મેડલ આપવા પણ આવ્યો ન હતો.

🎯🎯🇮🇳🇮🇳👏👏- હિટલરે ધ્યાનચંદને ઓફર કરી કે જર્મનીમાં રોકાઇ જાઓ, સેનામાં કર્નલ બનાવી દઇશ. ધ્યાનચંદ અચાનક મળેલા પ્રસ્તાવને કારણે હતપ્રભ થયો પણ તેને પોતાની ભાવનાને ચહેરા પર આવવા દીધી નહતી. તેને વિનમ્રતાથી જણાવ્યુ, “ મને પંજાબ રેજિમેન્ટ પર ગર્વ છે અને ભારત જ મારો દેશ છે.”
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🔘મેજર ધ્યાનચંદ હતા હોકીના જાદૂગર

👉- ભારતના હોકી ઇતિહાસમાં સૌથી ગોલ્ડન યુગ મેજર ધ્યાનચંદના સમયને કહેવામાં આવે છે. ધ્યાનચંદને *'ધ વિઝાર્ડ'ના* નામથી પણ ઓળખવામાં આવે છે.

🎯👉- ધ્યાનચંદ જ્યારે પણ મેદાન પર હોકી રમવા ઉતરતો હતો ત્યારે ચુસ્ત અને ઝડપથી વિરોધી ખેલાડીઓને છકાવીને ગોલ ફટકારતો હતો.

👉- ધ્યાનચંદની શાનદાર રમતને પરિણામે જ ભારતીય ટીમે 1928, 1932 અને 1936ની ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

👉- પોતાની કારકિર્દીમાં 400 ગોલ (હોકીના ઇતિહાસમાં સૌથી વધુ) ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે જ છે.

🔰🔰🔰ધ્યાનથી થયા ધ્યાનચંદ

👉🎯- ધ્યાનચંદનું આખુ નામ ધ્યાન સિંહ હતું, તેના નામમાં 'ચંદ' શબ્દ લાગવા પાછળ એક કહાની છે. તે 16 વર્ષની ઉંમરમાં આર્મીમાં ભરતી થઇ ગયો હતો.
🌙- આર્મીમાં દિવસે કામ કરતો હોવાથી ધ્યાનચંદ રાત્રે ચાંદની રોશનીમાં હોકીની પ્રેક્ટિસ કરતો હતો.
🌙- આ જોઇને તેના સાથી ખેલાડી તેને 'ચંદ'ના નામથી ઓળખવા લાગ્યા હતા. બાદમાં તેનું નામ ધ્યાનચંદ જ થઇ ગયુ
🎯- 29 ઓગસ્ટ 1905માં જન્મેલા ધ્યાનચંદનું 74 વર્ષની ઉંમરમાં 3 ડિસેમ્બર 1979માં દુનિયાને અલવિદા કહી દીધુ હતું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️
⚾️હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદ
🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑⚾️🏑
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 3)

🎯👉જેમ ક્રીકેટમાં 🏏સર ડોન બ્રેડમેન🙏 અને ⚽️ફૂટબોલમાં પેલેનું🙏 સ્‍થાન છે, ✅તેમ હોકીમાં મેજર ધ્‍યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે. 
🔰👉છેલ્‍લા ૮૫ વર્ષ થવા છતાં ભારતમાં તો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્‍યાનચંદ જેવો કોઇ અન્‍ય ખેલાડી મળેલ નથી.

🎯👉હોકીના જાદુગર મેજર ધ્‍વાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ 1905ના એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્‍યનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી.

14પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.

🎯1927
માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પણ પસંદગી કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં 10 મેચમાં કુલ 72 ગોલ કર્યા તેમાંથી અડધોઅડધ એટલે કે 36 ગોલ એકલા મેજર ધ્યાનચંદ દ્વારા કરવામાં આવ્‍યા હતા. ધ્યાનચંદે તેમને મળેલી દરેક તકનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો. તેના લીધે તેમની 1928માં નેધરલેન્ડના એમ્સ્ટરડમ ખાતે રમાનાર સમર ઓલમ્પિક માટે ભારતીય હોકી ટીમમાં પસંદગી કરવામાં આવી. તેમની હોકી સ્ટીકના જાદુના સહારે ભારતે ફાઈનલમાં નેધરલેન્ડને 3-0થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો.

💠સેન્ટર ફોરવર્ડના ખેલાડી 💠તરીકે જાણીતા એવા ધ્યાનચંદે નેધરલેન્ડના પરાજયમાં મુખ્ય ભૂમિકા નીભાવતા 2 ગોલ કર્યા. દિવસે દિવસે ધ્યાનચંદની લોકપ્રિયતા વધી રહી હતી અને તેની સાથે તેમના વિરોધીઓ પણ. 1928માં તેમના વિરોધીઓએ હોલેન્ડ ખાતે ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને ક્યાંક તેમની રમતનું રહસ્ય લોહ ચુંબક તો નથી ને એ વાતની ખાતરી કરવામાં આવી. પરંતુ તેમના વિરોધીઓને નીરાશા જ સાંપડી.

👇👇1932👇👇
માં તેમણે અમેરીકાના લોસ એન્જલિસ ખાતે રમાયેલી સમર ઓલમ્પિક ગેમ્સમાં 1928ની રમતનું પુનરાવર્તન કર્યુ. ભારતે ગૃહ ટીમને ધ્યાનચંદની રમતના સહારે 24 વિરૂદ્ધ 1 ગોલથી કારમો પરાજય આપ્યો. ભારતીય ટીમના કુલ ગોલમાંથી ત્રીજા ભાગના એટલે કે આઠ ગોલ તો એકલા ધ્યાનચંદે ફટકાર્યા હતા.
👉ભારતીય હોકી ટીમ તરફથી રમતા તેમના ભાઈ રૂપસિંહમાં પણ ધ્યાનચંદની રમતની ઝલક જોવા મળતી હતી.
👉1932માં ભારતે કરેલા 338 ગોલમાંથી 133 ગોલ તો માત્ર ધ્યાનચંદના જ હતા. 1933માં બેઈટન કપની ફાઈનલ મેચ તેમની હોકી કારકિર્દીની સૌથી યાદગાર મેચ પૂરવાર થઈ. ઝાંસી હિરોઝ અને કલકત્તા કસ્ટમ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં ધ્યાનચંદે એકપણ ગોલ ન કર્યો. પરંતુ ઝાંસી હિરોઝનું પ્રતિનિધિત્વ કરતા ધ્યાનચંદે તેમની ટીમ તરફથી થયેલા એકમાત્ર ગોલ માટે બોલને પાસ કર્યો. વિજેતા ઝાંસી હિરોઝનું તેમના વતનમાં જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું.

🎯💠👇1935👇👇
માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે કુલ 43 મેચમાં 584 ગોલ કર્યા. તેમાંથી 201 ગોલ ધ્યાનચંદના નામે હતા. તે પ્રવાસમાં ઓસ્ટ્રેલીયાના એડિલેઈડ ખાતે મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેને પણ ધ્યાનચંદની રમત નીહાળી. મેચ પૂરી થયા પછી ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થયેલા બ્રેડમેને કહ્યું કે ધ્યાનચંદ તો ક્રિકેટમાં રન બનતા હોય તે રીતે સરળતાથી ગોલ કરે છે.

🎯💠👇👇1936👇
માં ફરી એકવાર ઓલમ્પિક ગોલ્ડ મેડલના લક્ષ્ય સાથે ધ્યાનચંદ જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યા. ઉલ્લેખનિય છે કે આ ઓલમ્પિક ગેમ્સ શરૂ થયા પહેલા ધ્યાનચંદની રેજીમેન્ટે તેઓ વઝીરીસ્તાન ખાતે એક લડાઈમાં લડી રહ્યા હોઈ તેમને બર્લિન ઓલમ્પિકમાં રમવાની મંજૂરી આપી નહોતી. પાછળથી તેમને બર્લિન જવાની મંજૂરી આપવામાં આવી.
ધ્યાનચંદે આ ઓલમ્પિકમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું. ધ્યાનચંદની ટીમનો એક મૈત્રી મેચમાં ગૃહ ટીમ જર્મની સામે પરાજય થયો. પરંતુ ઓલમ્પિક શરૂ થતા જ ધ્યાનચંદની રમતના લીધે ભારતીય ટીમમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો. ભારતીય ટીમે ફાઈનલમાં ફરી એકવાર જર્મનીનો સામનો કરવાનો હતો.

🎯👉🇮🇳🇮🇳મેચ શરૂ થયા પહેલા એક નોંધપાત્ર ઘટનાક્રમમાં ભારતીય ડ્રેસીંગ રૂમમાં તીરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારત તે વખતે અંગ્રેજોના આધિપત્ય હેઠળ હોઈ આ ઘટના દેશવાસીઓ માટે આનંદ અને ગર્વદાયક હતી.
🎯👉મેદાન પર ખેલાડીઓએ પણ તેમના દેશપ્રેમનો પરચો આપતા જર્મન ટીમને ઉપરાછાપરી ગોલથી રગદોળી નાંખી. પહેલા હાફમાં 1-0થી આગળ રહેનાર ભારતીય ટીમે બીજા હાફમાં 7 ગોલ કર્યા. જર્મન ટીમ 6-0થી પાછળ હતી તે વખતે ટીમને શરીર દ્રારા ભારતીય ટીમની રમતનો જવાબ આપવાનું નક્કી કર્યુ હતું એવું કહેવાય છે.
💠💠જર્મની ટીમના ખેલભાવના વિહોણા વલણને લીધે મેજર ધ્યાનચંદનો એક ✅દાંત તૂટી ગયો. જો કે તેમણે તેમની રમતથી જવાબ આપવાનું ચાલુ રાખ્યું. ધ્યાનચંદના 6 ગોલની મદદથી ભારતે 8-1ના મોટા અંતરે વિજય મેળવ્યો.
ફાઈનલ મેચ નીહાળવા જર્મન 🎯સરમુખત્યાર એડોલ્ફ હિટલરપણ હાજર હતો. તે પણ

ધ્યાનચંદની રમતથી ખાસ્સા પ્રભાવિત થયા. મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ

👆👏👆સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો.

👍👏👍ધ્યાનચંદે ઓલમ્પિકમાં ભારતના 38માંથી 11 ગોલ કર્યા. 
👍👏જ્યારે પ્રીઓલમ્પિક મેચોમાં ધ્યાનચંદે ભારતના 175માંથી 59 ગોલ કર્યા. 
👍👏બીજા વિશ્વયુદ્ધ પછી 42ની ઉંમરે પણ ધ્યાનચંદે રમવાનું ચાલુ રાખ્યું. તેમણે ઈસ્ટ આફ્રિકામાં કુલ 22 મેચમાં 61 ગોલ કર્યા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👉1948👇
માં તેમણે હોકીમાંથી નિવત્તિ સ્વીકારી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા. ઓસ્ટ્રીયાના વિયેના ખાતે ધ્યાનચંદના હોકી સ્ટીક પરના કાબૂની ખૂબીને ધ્યાનમાં લઈને તેમની એક મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમાં તેમના ચાર હાથ દર્શાવવામાં આવ્યા છે અને દરેક હાથમાં એક એક હોકી સ્ટીક.

🎯⭕️👇👇1956
માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. જો કે આ મહાન ખેલાડીનું 1979ની ત્રીજી ડિસેમ્બરે દારૂણ અવસ્થામાં મૃત્યુ થયું.
🎯👉 દેશ માટે ઓલમ્પિક ગોલ્ડ મેડલ હાંસલ કરનાર આ ખેલાડી પાસે તેની બિમારીના સમયે સારવારના પણ પૈસા નહોતા. તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. 
👉તેમજ નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠♻️🎯ધ્યાનચંદ તેમની કારકિર્દી દરમિયાન અનેક યાદગાર મેચો રમ્યા છે. ધ્યાચંદ જણાવે છે કે, 1933માં કોલકાતા કસ્ટમ્સ અને ઝાંસી હિરોસ વચ્ચે રમવામાં આવેલી બિગટન ક્લબ ફાઈનલ ગેમ તેમની ફેવરેટ ગેમ હતી. 1932ના ઓલિમ્પિક્સ ફાઈનલમાં ભારતે અમેરિકાને 24-1ના વિરાટ અંતરથી હરાવીને મોટી જીત મેળવી હતી. તે મેચમાં ધ્યાનચંદે 8 ગોલ ફટકાર્યા હતા અને તેમના ભાઈ રૂપસિંહે 10 ગોલ ફટકાર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી કરેલા 35 ગોલમાંથી 25 ગોલ ધ્યાનચંદ અને તેમના ભાઈએ જ કર્યા હતા.
🎯👉એક મેચમાં ધ્યાનચંદ ગોલ કરી શક્યા ન હતા. તેમણે મેચ રેફરીને ગોલ પોસ્ટના આકાર વિશે ફરિયાદ કરી હતી અને ચોંકાવનારપી વાત છે કે પોસ્ટની પહોંળાઈ આંતરાષ્ટ્રીય માપદંડ કરતાં ઓછી હતી. નેધરલેન્ડમાં ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને ચેક કરવામાં આવ્યું હતુ કે, તેમાં ચુંબક તો નથી ને.

👏👏👏💠 ઓસ્ટ્રેલિયન ક્રિકેટ દિગ્ગજ ડોન બ્રેડમેને 1935માં એડિલેટમાં ધ્યાનચંદ સાથે મુલાકાત કરી હતી. ધ્યાનચંદને રમતાં જોઈને બ્રેડમેને કહ્યું કે, તે એવી રીતે ગોલ કરે છે કે, જાણો ક્રિકેટમાં રન બનાવતા હોય.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment