🙏ગજરાતી લેખક-પત્રકાર કાંતિ ભટ્ટે 88 વર્ષની ઉંમરે કહ્યા આખરી અલવિદા
🎯15 જુલાઈ 1931ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં કાંતિ ભટ્ટનો જન્મ થયો હતો. તેમના પિતા શિક્ષક અને ખેડૂત હતા. કાંતિભાઈને નાનપણથી જ ખૂબ કામ કરવાના સંસ્કાર મળ્યા હતા. તેમના કુટુંબનું મૂળ ગામ ભાવનગરનું ઝાંઝમેર ગામ હતું. કાંતિભાઈને કુલ 4 ભાઈએ અને ત્રણ બહેનો છે. મહુવામાં શાળા જીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. 1952માં તેમણે વડોદરાની મહારાજા સાયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્ય વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી.
. @Edu_World 🐬 🐬 🐬
Raj Rathod, [05.08.19 19:46]
[Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍]
કાંતિ ભટ્ટ : જન્મ: તા. 15-7-1931 અવસાન: 4-8-2019
આ ભાવનગરના મરીવાળા ગાંઠીયા, કાજુ પૂરી અને દાડમ, જામફળની વાતો કોણ કરશે ? અવસાન એટલે કાલથી તેમની કૉલમ વાંચવા નહી મળે કારણ કે તેઓ દૂરસુદૂરની અનામી યાત્રાએ નીકળી ગયા છે.
આ પોસ્ટ તમે વાંચશો ત્યાં સુધીમાં તો ગુજરાતી પત્રકારત્વના એક લોકપ્રિય અને ઘર ઘરમાં પરિચિત એવા કાંતિ ભટ્ટનો દેહ કાંદીવલી ઈસ્ટમાં આવેલા દહાનુકર વાડી સ્મશાનમાં ભસ્મ થઈ રાખમાં પરિવર્તિત થઈ ગયો હશે પણ કાંતિ ભટ્ટ નામ તો પત્રકારત્વ અને અખબારે જગતમાં હંમેશ માટે કોતરાઈ ગયું છે.
પ્રેમ ભાટીયા, પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય, શશીધર સરોજ, મેહુલ ભટનાગર, ચંદ્રગુપ્ત મૌર્ય, સિધ્ધાર્થ શાહ, ડો. શ્યામ વેદ, મયુરી શાહ, નીલેશ કંપાણી, પૌલોમી અને આવા બીજા અનેક ઉપનામોથી જો કોઈએ હજારોની સંખ્યામાં ગુજરાત અને મુંબઈના અખબારો અને મેગેઝીનોમાં લેખો લખ્યા હોય તો તે કાંતિ ભટ્ટ છે. છેલ્લા 55 વર્ષથી એકધારી અને સતત રીતે લખ્યા કરતા હોય તે શક્ય છે કે એક સીમાચિહ્નરૂપ ઘટના હોઈ શકે. ગુજરાતી પત્રકારત્વના એકલવીર અને વન-મેન-આર્મી તરીકે ઓળખાતા કાંતિ ભટ્ટ મૂળભૂતે ભાવનગરના જ. આ શહેર સાથે તેમને બહુ જૂનો ઘરોબો. કાંતિ ભટ્ટના નામ સાથે જો કોઈ શબ્દો જોડાયેલા હોય તો તે લેખક, પત્રકાર અને કટારલેખક છે.
ભાવનગરના તળાજા પાસેનુંઝાંઝમેર તેમનું વતન અને જન્મ સચરા ગામમાં તેમનો 15 જુલાઈ, 1931 ના જન્મ. આજે 87 વર્ષની ઉમર થઈ પણ કલમ એવી જ તેજતરાર ચાલે છે. પિતાનું નામ હરગોવિંદભાઈ અને માતાનું નામ પ્રેમકુંવરબહેન. માતા નિરક્ષર પણ કેટલાય ભજનો અને પ્રભાતિયા મોઢે. કંઠમાં હલક પણ ખરી. પિતા શીઘ્ર કવિ. વાતવાતમાં શબ્દોનો પ્રાસ બેસાડી કવિતા સર્જે. કુંટુમ્બ મોટું. કાંતિભાઈને ચાર ભાઈઓ અને ત્રણ બહેનો. નાનપણથી જ પત્રકારત્વના બીજ તો રોપાયા હતા અને તે મહુવાની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ત્યારે સ્કૂલના મેગેઝીનનું સંપાદન કરતા.
મેટ્રીકની પરીક્ષા પાસ કરી વડોદરામાં ઉચ્ચ અભ્યાસ માટે આવ્યા અને 1952 માં ગ્રેજ્યુએટ થયા. જીવનની પ્રથમ નોકરી ભાવનગરની મ્યુનિસિપાલીટીમાં કરી પણ આ ગાળો અલ્પ રહ્યો. કાંતિભાઈને પેટની બિમારી લાગુ પડતા અને કોઈ એલોપથી દવા માફક ન આવતા તેઓ ઉરુલી કાંચનના નેચરોપથી આશ્રમમાં દાખલ થયા. ડૉ. ભમગરાની સારવાર બાદ કાંતિભાઈની તંદુરસ્તી વધી એટલે તેમણે 1957 માં પેનાંગ, મલેશીયા પ્રયાણ કર્યું. જ્યાં તેમના કાકાને તેજાનાનો વ્યવસાય હતો. કાકા સાથે તેમના વ્યાપારમાં જોડાઈ વેપારધંધાની ઘણી આંટીઘુંટી સમજ્યા પણ હ્રદય તો દેશમાં જ હતું. 1966 માં નવ વર્ષ મલેશીયામાં ગાળી તેઓ ભારત પરત આવ્યા.
ભારત આવીને શું કરવું તેની મથામણમાં હતા એવામાં એમને જન્મભૂમિ અખબારના શેરબજાર અને વ્યાપારી સમાચારો આપતા ‘વ્યાપાર’ દૈનિકમાં સબ-એડીટર તરીકે નોકરી મળી. અને બસ, અંહીથી તેમની પત્રકાર તરીકેની કારકિર્દીએ વેગ પકડ્યો. તેમણે પત્રકારત્વમાં ‘કાંતિ શૈલી’ વિકસાવી અર્થાત ઘટનાનામૂળમાં જઈ વાચક્ને સાંગોપાંગ રસ તરબોળ કરી દેવો જે આજે પણ ચાલુ છે. ચિત્રલેખાના હરકિશન મહેતાના રેડારમાં કાંતિ ભટ્ટ આવી ગયા અને મહુવાના સગપણે કાંતિબાઈની કોલમ ચિત્રલેખામાં શરૂ થઈ.
કાંતિભાઈના જીવનમાં આ 360 ડિગ્રીનું ચકડોળ હતું. તેમની વિષય પસંદગી અને રજુઆતથી ચિત્રલેખાની નકલોમાં ખુબ વધારો થયો. આ કોલમની સાથે મુંબઈ સમાચાર, જનશક્તિ,સંદેશ,જનસતા વગેરે અખબારોમાં પણ કોલમો આવવા લાગી. યુવદર્શન, અભિષેક, અભિયાન જેવા સાપ્તાહિકોમાં પણ તેમની કલમ ચમકવા લાગી. ટુંકા વાક્યો અને રસમય શૈલી તેમની લાક્ષણિકતા રહી છે.
લેખો તૈયાર કરવા માટે કે સંશોધન માટે કાંતિભાઈ ભાવનગર આવે એટલે એમનું પ્રિય સ્થળ ઘોઘા ગેટ પાસેની પ્રેમ ન્યુઝ અને સચ્ચદે ન્યુઝ્નો ગલ્લો. નવા પ્રકાશિત થયેલ મેગેઝીનો થોકબંધ ખરીદે. જૂના મિત્રોને પણ મળે. રોડસાઈડ રેંકડીની ચા ને પણ ન્યાય આપે. ભાવનગર પ્રત્યેની ચોક્કસ લાગણીના કારણે દાડમ જમરૂખ, નરશી બાવાના ગાંઠીયા, જે.કે. ભાવસારની બદામ પૂરી વગેરે તેમના સંપેતરામાં હોય જ. તેમને માટે કેટલા વિષેષણો , પત્રકારત્વના મશાલચી, અણનમ યોધ્ધાં, મહારથી, અડીખમ અને ન જાણે તેમના અઢળક નામોની જેમ શબ્દો ઓછા પડે.
કાંતિભાઈને હંમેશા સંશોધનાત્મક પત્રકારત્વ બહુ ગમ્યું છે. ખોદી ખોદીને તેઓ વિષય લઈ આવે અને ગુજરાતી વાચકો સમક્ષ રજુ કરે. તેમણે અભિયાન, ચેત મછંદર અને અભિષેક જેવા સામાયિકો પણ શરૂ કર્યા અને એક તબક્કો એવો આવેલો કે અભિષેક અને ચેત મછંદરમાં બધાં જ તેમના લેખો હોયને તે પણ ઉપર જણાવેલ ઉપનામોથી. દિવ્યભાસ્કર માં આવતી તેમની આસપાસ અને ચેતની ક્ષણે કોલમ તમને સાંપ્રત વિષયોથી માહિતગાર કરે તો જીવન ઘડતરના ઉપદેશો પણ આપે,
લગ્ન અંગેના તેમના વિચારો બહુ પાકટ હતા. તેમણે એક લેખમાં લખ્યું હતું કે, ‘લગ્ન જીવન માફક ન આવે તો ઝડપથી તમારા પાત્ર સાથે છૂટા થઈ જાવ, જેથી એ બે ની સાથે તમે બીજાં ઘણાને સુખી કરી શક્શો.’ તેમના પ્રથમ લગ્ન1960 માં રંજનબહેન સાથે થયા જે 1977 માં અંતપામ્યા અને ત્યાર બાદ 1979 માં તેમણે પત્રકાર શીલા ઝવેરી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને
Raj Rathod, [05.08.19 19:46]
[Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍]
શક્તિ નામની પુત્રી થઈ પણ 2007 માં શક્તિ અમેરિકાથી અભ્યાસ કરીને પરત આવી અને દિલ્હીમાં પત્રકારત્વ ક્ષેત્રે દાખલ થઈ તે અરસામાં ફૂડ પોઈઝનિંગ થતા 2007 માં અવસાન પામી.
કાંતિભાઈ માટે આ બહુ કપરો આઘાત હતો. જીવન અને મૃત્યુ વિશે તેમણે અસંખ્ય લેખોમાં દાર્શનિક અને ફિલસુફની દ્રષ્ટીથી શરીર, આત્મા વિષે છણાવટ કરી હતી. કાંતિભાઈના શોખમાં પુસ્તકો તેના પરથી વાચન અને તેના પરથી વાચકો માટે લેખન. બસ, આ તેમની સિમિત દુનિયા. તેમના મુબઈ, કાંદિવલીના ફ્લેટમાં પ્રવેશો એટલે ચારે બાજુ પુસ્તકો જ પુસ્તકો. અખબારોના કટીંગ, વિષયવાર ફાઈલો, સંદર્ભ ગ્રંથો અને મેગેઝીનો જ જોવા મળે. બેઠક ખંડ કે બેડરૂમના કબાટોમાં તો પુસ્તકો હોય જ પણ રસોડાની અભરાઈઓ ઉપર પણ ચૂંટી કાઢેલા પુસ્તકો અને મેગેઝીનો જોવા મળે. તમને એવું લાગે કે તમે શબ્દો અને સાક્ષરતાની એક અલાયદી દુનિયામાં આવી ગયા છો જ્યાં દરેક જગ્યાએથી એક જ અવાજ આવતો હોય, ‘મને વાંચો’ ! વિચારક જે. કૃષ્ણમૂર્તિ એરિઅલ અને વીલ ડુંરા તેમના માનીતા લેખક. રેક્ષ સ્ટાઉટ અને ફ્રેડ્રીક ફોરસીથ. અંગ્રેજી ફિલ્મોના પણ બેહદ ચાહક. થ્રીલર, સ્પાય સ્ટોરીઝ, રહસ્યમયતા તો તેમને મનભાવન.
કાંતિભાઈનો લેખન પ્રેમ તેમને ઝંપીને બેસવા ન દે. ન્યુયોર્ક, લંડન અને મુંબઈના નાલંદા અને સ્ટ્રેંડ માંથી હંમેશા પુસ્તકો ખરીદતા જ રહે. અને કેવા કેવા વિષયો. જીવનકથા, માનસશાસ્ત્ર, ઈતિહાસ, ભુગોળ, આરોગ્ય,ધર્મ,આતંકવાદ, અમેરિકા , ઈંફરમેશન ટેકનોલોજી, વિજ્ઞાન, બયો-ટેકનોલોજી, સ્ટોક એક્ષચેંજ અને શેર બજાર, પર્યાવરણ. વિશ્વયુધ્ધો, રાજકારણ, જાસુસી અને આ યાદી લાંબી થતી જ જાય. અને કાંતિભાઈને શું વાંચવું ગમે ? તેમના ઓલ ટાઈમ ફેવરિટ લેખકો માં ફ્રિટજોફ કાપરા, કોલીન વિલ્સન ગાલીબ, તુલસીદાસ, જે કૃષ્ણમૂર્તિ, હેનરી ડેવિડ થોરો, એરિક ફ્રોમ અને પી.ડી. ઓપેંસ્કી રહ્યા છે. અને તમે મેગેઝીનોના નામ ન સાંભળ્યા હોય તેવા દેશ વિદેશના કેટલાય મેગેઝીનો તેમને ત્યાં નિયમિત આવે.
પી.ડી. ઓસ્પેન્સ્કી ના પુસ્તક " The psychology of man's possible evolution" ની જીવન પર ઘણી અસર ; અનેક વિષયો પર લખેલું છે ; તેમણે લીધેલા ઇન્ટરવ્યુ ન વાંચ્યા હોય તેવો ભાગ્યે જ કોઇ ભણેલો ગુજરાતી હશે ; અન્વેષણાત્મક પત્રકારિત્વ ( Investigative Jounalism) માં તેમનું મહાન પ્રદાન અને શીલા ઝવેરી સાથે લગ્ન કર્યા બાદ આ પતિ-પત્નિની જોડીએ સંશોધનાત્મક પત્રકારતવના ક્ષેત્રે બઘડાટી બોલાવી દીધેલી અને તેમની મુલાકાતો 1990 ના સમયના અંગ્રેજી સામયિકો સોસાયટી, સેલેબ્રિટી, બોમ્બે, ઈંડિયા ટૂડે, ફેમિના વગેરેમાં આવતી. વિષયના મૂળ સૂધી પંહોચવાની પ્રણાલિકા કાંતિભાઈએ શરૂ કરેલી અને જે મુંબઈના અખબારો અને સામયિકોએ અપનાવી લીધેલી. વર્ષ 2006 માં તેમનું જાહેર સન્માન કરવામાં આવેલું.
જીવન પ્રત્યેનો અભિગમ તેમના શબ્દોમાં જ જોઈએ તો, ‘”એક ફ્રી લાંસ પત્રકાર તરીકે મને જીવનમાં હંમેશા અસલામતિની ભાવના રહી છે. આપણી સિસ્ટમ, સમાજ, પુસ્તક પ્રકાશકો, તંત્રીઓ, સંપાદકો તમારું લોહી ચૂસી લે છે પણ પુસ્તકો એવું કરતા નથી અને પુસ્તકો જ લાગણીઓના ચેતાતંત્રને જીવંત રાખે છે. મારા જીવવાના અભરખાને પુસ્તકોનું સાન્નિધ્ય મળે છે એટલે હું ટકી શક્યો છુ.”
લખેલા શબ્દોમાંથી બુધ્ધિમંતતા પ્રગટ થાય છે. અને તમે જો એને પ્રશ્ન પૂછશો તો તમને નીરવ શાંતિ મળશે. લખેલા શબ્દો બોલતા નથી. એ તો તમારી આંખોમાંથી હ્રદયના ઉંડાણમાં પ્રવેશે છે અને તમને દિવ્ય અને અલૌકિક અનુભવ કરાવે છે. લખાણો એટલે શબ્દોથી દોરેલું ચિત્ર.
અને હું વર્ષો પહેલા મુંબઈ તેમને મળવા ગયો. મેં કહ્યું કે મારે પત્રકાર બનવું છે. કાંતિભાઈ મને કહે અત્યારે શું કરો છો ? મેં કહ્યું ‘સરકારી નોકરી’ અને બીજી જ ક્ષણે ધીમા પણ અસરદાર શબ્દોમાં કહ્યું, ‘જો પત્રકારત્વ લોહીનું પાણી કરવાનો ધંધો છે. તારી સરસ મજાની નોકરી છે. એટલે આ મમત છોડી નોકરીમાં લહેર કર. અમારું મન જાણે છે કે દિવસ કેવો ઉગે છે ? '
No comments:
Post a Comment