Monday, July 15, 2019

આઇએમએફમાં ચીનનો ઉદય --- The rise of China in the IMF

🔘💠🔘💠🔘💠🔘💠🔘💠🔘
🎯 *આઇએમએફમાં ચીનનો ઉદય* 🎯
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍ *યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)* 🙏

👉 *મિત્રો કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાની લગામ તેને ભંડોળ પૂરું પાડતા રાષ્ટ્રના હાથમાં જ હોય છે અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અર્થાત્ આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (આઇએમએફ) પણ તેમાંથી બાકાત નથી.* 

🖼🎊 *તેમાં સમાનતા પર ભાર મૂકવામાં આવે તેવો આગ્રહ ભારત અને વિકાસશીલ રાષ્ટ્રો કરી રહ્યાં છે, પણ તેના તરફ આંખ આડા કાન કરવામાં આવશે તેમાં બેમત નથી.* 

✍ *યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)*🙏🏻

🤜🏻 *ચીને આઇએમએફના બીજા સૌથી મોટા અધિકારી એટલે કે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરના વિશેષ સલાહકાર તરીકે મિન ઝૂનું નામ સૂચવ્યું છે તો તેમાં આશ્ચર્ય ન થવું જોઈએ. ભારત હજુ પણ સિદ્ધાંતોની સિસોટીયો વગાડે છે અને ચીન ચૂપચાપ વ્યવહારિક વ્યૂહરચના અપનાવીને મજબૂત થઈ રહ્યું છે તેમાં કોઈ શંકા નથી.* 

🎯 *ભારતની સરખામણીમાં ચીનનું અર્થતંત્ર લગભગ પાંચ ગણું છે અને તે અત્યારે અમેરિકાની આર્થિક વ્યવસ્થાને ટક્કર નહીં, પણ ટેકો આપી રહ્યું છે એટલે તેની અવગણના કરવી પોસાય તેમ નથી.*

🤜🏻🎊 *આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સિદ્ધાંતપ્રિય દેશ છે, પણ વ્યવહારિક રાજનીતિમાં આપણા નેતાઓની મૂર્ખાઈને જોટો જડે તેમ નથી. ભારતની દલીલ સૈદ્ધાંતિક રીતે જોઈએ તો સાચી છે.*

🤜🏻 *આઇએમએફનું કામ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હોય તેવા રાષ્ટ્રો પાસેથી ભંડોળ લઈને આર્થિક રીતે પછાત દેશોને મદદ કરવાનું છે,*
પણ સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે હાથીના દાંત જેવો ફરક હોય છે. ભારતીય રાજનેતાઓ દેશની જનતાને સરળતાથી ભોળવી શકે છે, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની મૂર્ખાઈને પ્રતાપે ભારત નબળું રાષ્ટ્ર ગણાય છે તેમાં કોઈ શંકા નથી. આઇએમએફને પશ્ચિમી રાષ્ટ્રો પાસેથી ભંડોળ મળતું રહ્યું છે અને તેનું વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) પણ તેમના હાથમાં જ રહ્યું છે. 

*બીજા વિશ્વયુદ્ધ પછી આ સંસ્થાનો ઉપયોગ એક નવી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની સ્થાપના માટે કરવામાં આવ્યો છે અને ત્યારથી તેના પર અમેરિકાનું વર્ચસ્વ રહ્યું છે.*

💠♻️🎯👉 *આઇએમએફની સ્થાપના થઈ ત્યારે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જોન મેનાર્ડ કિન્સે એક આંતરરાષ્ટ્રીય કેન્દ્રીય બેન્કની સ્થાપના કરવાનો અને તેનું વ્યવસ્થાપન વ્યાવસાયિકો દ્વારા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.* 

*અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના સવાના શહેરમાં 1946માં આઇએમએફની પ્રથમ વાર્ષિક બેઠક યોજાઈ હતી. તેમાં કિન્સે યાદગાર ભાષણ આપ્યું હતું.*

✍ *યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)*🙏🏻

🎓🎓 તેમણે આઇએમએફ માટે ત્રણ ઇચ્છનીય અને એક અનિચ્છનિય બાબતનો ઉલ્લેખ કર્યો હતો. એક, *આ સંગઠન દુનિયાના તમામ દેશો માટે હોવું જોઈએ.* બે, આ સંગઠન ભયમુક્ત ભાવનાનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ અને મુશ્કેલ પરિસ્થિતિઓને સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. 
🎓🤜🏻ત્રણ, સંગઠનનું વલણ તટસ્થ રહેવું જોઈએ. આ માટે તેમણે એક અનિચ્છનિય વાત કરી હતી અને આઇએમએફમાંથી રાજકારણને દૂર રાખવાની સલાહ આપી હતી. પણ અમેરિકાએ તેમને ચૂપ કરી દીધા હતા. 
👉🏻હકીકતમાં અમેરિકા આ સંસ્થાનો ઉપયોગ તેની વ્યૂહાત્મક યોજનાઓને પાર પાડવા માટે કરવા માગતું હતું. આ માટે નિયમો પણ એવા જ બનાવવામાં આવ્યાં છે. 
*દાખલા તરીકે, કોઈ વ્યક્તિને આઇએમએફમાં નોકરી કરવી હોય તો સૌપ્રથમ તેની પાસે પશ્ચિમની કોઈ શૈક્ષણિક સંસ્થાની ડિગ્રી હોવી જરૂરી છે. લગભગ 60 કરતા વધારે વર્ષથી તેની નીતિ આવી જ રહી છે. આ નીતિ છેલ્લાં છ દાયકાથી ચાલી આવે છે.*

*બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયા બે ધરીમાં વહેંચાઈ ગઈ હતી. મૂડીવાદી દેશો અને સમાજવાદી દેશો. સોવિયત રશિયાના વિઘટન સુધી શીતયુદ્ધ તરીકે ઓળખાયેલા સમયગાળા દરમિયાન સમાજવાદી દેશોએ આઇએમએફથી અંતર જાળવી રાખ્યું હતું અને અમેરિકા નિર્વિવાદ રીતે મૂડીવાદી દેશોનું મસીહા બની ગયું હતું.*

🎊🎓🎯 *માર્ક્સવાદી ચીનને તાઇવાન મુદ્દે 1949થી ફંડમાંથી તગડી હાંકી કાઢવામાં આવ્યું હતું. હકીકતમાં ચીન આઇએમએફના 35 સ્થાપક સભ્યોમાંનું એક રાષ્ટ્ર હતું. ચીનનું સ્થાન તાઇવાનને આપવામાં આવ્યું હતું. શીત યુદ્ધ દરમિયાન રશિયાના નેતૃત્વમાં સમાજવાદી રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાને યેનકેન પ્રકારને તોડવાનું કામ અમેરિકાએ આઇએમએફના નેજા હેઠળ સફળતાપૂર્વક કર્યું હતું.* 

👉🏻🎯👉🏻 *1978માં ચીનને આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો તે પછી અમેરિકાએ સોવિયત રશિયાને તોડવા તેનો ઉપયોગ કર્યો હતો.* 

🎯👉🏻🎓 *1980માં ચીનને સંગઠનમાં ફરી સ્થાન આપવામાં આવ્યું. ફંડના અર્થશાસ્ત્રીઓને 1980ના દાયકાના અંતે ચીનને સમર્થન આપવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. પણ જે ચીનને પશ્ચિમી રાષ્ટ્રોએ સોવિયત સંઘના પતન માટે ઉપયોગ કર્યું હતું તે જ ચીન અત્યારે અમેરિકા અને પશ્ચિમી રાષ્ટ્રોને ટક્કર આપી રહ્યું છે.*

🎊🎯 *ચીનને સમજવામાં અમેરિકા અને પશ્ચિમી રાષ્ટ્રો થાપ ખાઈ ગયા છે. પોતાને જગતના સૌથી ડાહ્યાં માનતા આ રાષ્ટ્રોએ અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘને હાંકી કાઢવા પાકિસ્તાનનો ઉપયોગ કર્યો તે જ રીતે સોવિયત સંઘના ટુકડા કરવા ચીનનો ઉપયોગ કર્યો હતો. પણ ચીન એ પાકિસ્તાન નહોતું. ચીન જાણતું હતું કે અમેરિકા અને પશ્ચિમના રાષ્ટ્રોને ટક્કર આપવા માટે આર્થિક રીતે મજબૂત થવું જરૂરી છે. ચીનના સામ્યવાદી શાસકોએ મૂડીવાદી આઇએમએફનો ઉપયોગ કરીને જ આર્થિક રીતે મજબૂત થવા કર્યો હતો.* 

🎯👉🏻 *ચીને 1981 અને 1986માં આઇએમએફ પાસેથી ઋણ લીધું હતું, જેને અત્યાર સુધી પરત કર્યું નથી. હકીકતમાં છેલ્લાં એકથી દોઢ દાયકામાં ચીન આઇએમએફને સારું એવું ભંડોળ પૂરું પાડી રહ્યું છે. 1997-98માં રશિયા, પૂર્વ અને દક્ષિણપૂર્વી એશિયાના મોટા ભાગના રાષ્ટ્રોમાં મંદીનું મોજું ફરી વળ્યું ત્યારે ચીન આઇએમએફનું શક્તિશાળી સભ્ય બનીને બહાર આવ્યું હતું. હવે ઝુ પીપલ્સ બેંક ઓફ ચાઇનાના ડેપ્યુટી ગર્વનર હતા અને ફંડના મોટા ભાગના અધિકારીઓની જેમ તેમની પાસે પણ અમેરિકાની ડિગ્રી છે. તેમણે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી અર્થવ્યવસ્થામાં પીએચડી કર્યું છે અને પ્રિન્સટન યુનિવર્સિટીની વુડ્રો વિલ્સન સ્કૂલ ઓફ પબ્લિક એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આપણી પાસે પશ્ચિમની યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવેલા અનેક બાહોશ વ્યાવસાયિકો ઉપલબ્ધ છે. કદાચ ચીન કરતાં પણ વધારે. પણ ઊણપ છે ચીનના સૈદ્ધાંતિક રીતે સામ્યવાદી પણ વ્યવહારિક રીતે મૂડીવાદી નેતાઓ જેવી મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની તેઓ પોતાના દેશને વિશ્વની રાજકીય અને આર્થિક મહાશક્તિ બનાવવા માગે છે. તેની સરખામણીમાં ભારતીય રાજકારણીઓનો તો ફક્ત એક જ સિદ્ધાંત છે અને તે છે સત્તા પર આવવું, સત્તા પર ટકવું અને તેમના પછી તેમના વારસદારો માટે સત્તાસ્થાન સુરક્ષિત કરવું. તેમની પાસે રા્ષ્ટ્રીય દ્રષ્ટિ જ નથી ત્યારે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિની અપેક્ષા રાખવી મૂર્ખામી છે...*

✍ *યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)*🙏🏻

No comments:

Post a Comment