Monday, July 15, 2019

મિચ્છામી દુક્કડમ સહુને મિચ્છામી દુક્કડમ --- Mikheshmi Dukkadam with all his friends

🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ
🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,
ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,
તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

નરસિંહ મહેતા --- Narasimha Mehta


👁‍🗨🙏👉નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે.
👁‍🗨 તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

🎯👉તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું.

🎯👉નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતી.

તેમના લગ્ન કદાચ ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.

તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.

પવનચક્કી --- Windmill

🌪🌫🌪🌫🌪🌫🌪🌫🌪🌫🌪🌪
પવનચક્કી – સરળ અને સ્વચ્છ ઉર્જા
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📡📡પવનચક્કી એટલે પવનની શક્તિ દ્વારા શક્તિ અથવા ઉર્જા ઉત્પન્ન કરવાનું સાધન એવી સામાન્ય સમજ દરેકને હોય એ સ્વાભાવિક છે. આમ તો, પૃથ્વી ઉપર શક્તિનો પ્રાથમિક અથવા મુખ્ય સ્ત્રોત સૂર્ય જ છે. સુર્યની શક્તિને જેટલી સીધી રીતે વાપરવામાં આવે તેટલી સ્વચ્છ ઉર્જા ગણાય કારણ કે તેનાથી પ્રદુષણ ના થાય અથવા ઓછું થાય. સુર્યની શક્તિનો ઉપયોગ કરી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ અને પાણી વાપરી ગ્લુકોઝ અને ઓક્સિજનનું નિર્માણ કરે છે. આ ખુબ સરળ લાગતી પ્રક્રિયા વિશિષ્ટ પરિસ્થિતિમાં જ થઇ શકે છે અને સૂર્ય શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવવાની પાયાની પ્રક્રિયા છે. આ રીતે ઉત્પન્ન થયેલ ગ્લુકોઝ વનસ્પતિનો ખોરાક છે અને તે શક્તિથી વનસ્પતિની તમામ દેહધાર્મિક ક્રિયાઓ ચાલે છે. પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તે શક્તિનો પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં ઉપયોગ કરે છે. વનસ્પતિના બચેલા ભાગો કે લાકડા બાળવાથી પણ શક્તિ અથવા ઉર્જા મળે છે. વિશ્વમાં હાલ ઉર્જા મેળવવા પેટ્રોલીયમનો ઉપયોગ થાય છે. આ પેટ્રોલીયમ પદાર્થો પણ હજારો વર્ષ પહેલા જમીનમાં દટાયેલા જૈવિક પદાર્થોનું રાસાયણિક રૂપાંતર થઈને બનેલા હોય છે. જમીનમાંથી મળતો કોલસો પણ આવી રીતે જ હજારો વર્ષોની કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે.

રણછોડદાસ ઝવેરી --- Ranchoddas Zaveri

🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
⭕️🔘રણછોડદાસ ઝવેરી⭕️🔘
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🖌📝રણછોડદાસ ઝવેરી ૧૯મી સદીના ગુજરાતી ભાષાના નૂતન શિક્ષણનાં પ્રણેતા હતાં. 
📝🖋તેઓનો જન્મ ઈ. સ. ૧૮૦૩ના વર્ષમાં થયો હતો. તેઓના પિતાશ્રીનું નામ ગિરધરભાઈ હતું. 
🖌📝રણછોડદાસજીએ પોતાના અભ્યાસકાળ દરમિયાન સંસ્કૃત અને હિન્દી ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. 
✒️📝આ ઉપરાંત તેની સાથે અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનાં વાંચન અને લેખનથી પોતાનું જ્ઞાન સમૃધ્ધ કર્યુ હતું.
📌🖍📮તેઓ *બુધ્ધિવર્ધક હિન્દુસભાના પ્રથમ પ્રમુખ બન્યા હતાં.*
🎯👉સરકારી નોકરી દરમિયાન તેઓએ *સર્વપ્રથમ ગુજરાતી વર્ણમાળા* અને ત્યારબાદ સમયાંતરે વાંચનમાળા, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ભૂમિતિ વગેરે પુસ્તકો તૈયાર કર્યા હતાં. 
👉તેમજ અંગ્રેજી ભાષા અને મરાઠી ભાષાનાં ઘણાબધાં પુસ્તકોનું ભાષાંતર ગુજરાતી ભાષામાં કર્યુ હતું. 
🎯👉*સુરતમાં પુસ્તકપ્રસારક મંડળીની સ્થાપના કરવામાં શ્રી રણછોડદાસ ઝવેરીનો અગત્યનો ફાળો હતો.* 
👉રણછોડદાસજીની કર્તવ્યનિષ્ઠાને કારણે ઉપરી અંગ્રેજ અધિકારીઓમાં તેઓ પ્રીતિપાત્ર બન્યા હતા. 
✅👉તેઓના જીવનના નિવૃતિના દિવસો સુધી તેઓએ કેળવણીક્ષેત્રે સંગીન કામગીરી બજાવી હતી. 
🎯👉પ્રખર ગુજરાતી સાહિત્યકાર નર્મદે પોતાનાં સાહિત્યમાં નોંધ્યું છે કે, *" પ્રથમ ચોપડીઓ તૈયાર કરવામાં જેમણે શ્રમ લીધો છે તે રણછોડદાસને અમે આરંભકાળે ગુજરાતની પ્રસિધ્ધિનો પહેલો પુરુષ કહીશું "* તેઓ તા.૨૩-૦૮-૧૮૭૩ના રોજ પોતાનું જીવનકાર્ય પુર્ણ કરી અવસાન પામ્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

બ્રિટિશ રાજ અને હિન્દુસ્તાન ના શાસકો --- The British Raj and the rulers of Hindustan

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
બ્રિટિશરાજ અને હિંદુસ્તાનના શાસકો
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉એપ્રિલ 14, 1919 – પંજાબમાં બૈસાખીના તહેવારનો દિવસ હતો અને એ દિવસે રવિવાર હતો. ભારતનો આધુનિક ઈતિહાસ એ દિવસે શરૂ થાય છે. અમૃતસરના જલિયાંવાલા બાગમાં 20,000 માણસો એકત્ર થયા હતા. જલંધરથી આવેલા બ્રિગેડ કમાન્ડર, બ્રિગેડિયર જનરલ રેજિનલ્ડ ઓડવાયર હેરી ડાયરને 1857ની ક્રાંતિનું પુનરાવર્તન દેખાઈ રહ્યું હતું. ઘરથી નીકળતાં પહેલાં ડાયરે એના પુત્રને કહ્યું હતું કે આજે જબરો તમાશો થવાનો છે. સાંજે પાંચ વાગ્યે ડાયરે ત્રીસ જ સેકન્ડમાં નિર્ણય લીધો. દસ મિનિટમાં 1650 ગોળીઓ છૂટી, અંતે ગોળીઓ ખૂટી માટે ગોળીબાર અટકાવવો પડ્યો. કેટલા આહત થયા કેટલા નિહત થયા, કોઈને ખબર નથી, પણ મુઠ્ઠીઓમાં જલિયાંવાલા બાગની લાલ મિટ્ટી ભરીને ભારતીય ઈન્કલાબ આખા મુલક પર ફેલાઈ ગયો.

પાછળથી હાઉસ ઑફ લૉડર્ઝે 129-86ની બહુમતીથી ડાયરની તરફદારી કરી અને 21 વર્ષ પછી, લંડનના કેક્ષટન હૉલના ટ્યોડર રૂમમાં 13 માર્ચ, 1940ની સાંજે 37 વષર્ના ઉધમિસંહ ઉર્ફે મોહમ્મદ સંઘ આઝાદે એક સભામાં અમેરિકન બનાવટની 0.44 ગેજની સ્મથ અને વેસન રિવૉલ્વરમાંથી છ ગોળીઓ છોડી, જે લાશ ઢળી પડી એ સર માઈકેલ ઓડવાયરની હતી, જેણે ઘરથી નીકળતાં પહેલાં કહ્યું હતું : પાંચ વાગ્યે ચા પીવા હું આવી જઈશ.

ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ... --- Postal Service In India ...

📮📭📬📮📭📬📮📭📬📮📭
ભારતમાં ટપાલસેવાનો પ્રારંભ...
📬📭📮📬📭📮📬📭📮📬📭
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભારતની સૌથી પહેલી ટપાલસેવા ૧૭ જાન્યુઆરી, ૧૭૭૪ના રોજ બંગાળ ખાતે શરૂ કરવામાં આવી હતી. બંગાળના ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કાગળો લાવવા લઈ જવા માટે આ ટપાલસેવાની યોજના ઘડી હતી. શરૂઆતમાં તો કંપનીના કાગળોનો વ્યવહાર જ કરવામાં આવતો પરંતુ બાદમાં સ્થાનિક લોકોની ટપાલોના વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. જે ઈમારતમાં આ પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી હતી એ ઈમારત એક સમયે નવાબ સિરાજ-ઉદ-દૌલાની નૃત્યશાળા હતી. ૧ એપ્રિલ, ૧૭૭૪થી જાહેર જનતાની ટપાલોને પહોંચાડવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું. આમ ૧ એપ્રિલ, ૧૭૭૪ના રોજ ભારતને તેની પહેલી પોસ્ટ ઓફિસ મળી. કોલકાતાથી મુંબઈ, આંધ્રપ્રદેશ, મદ્રાસ વગેરે સ્થળોએ પણ ટપાલ પહોંચાડવામાં આવતી. કોલકાતાથી મદ્રાસ ટપાલ પહોંચાડવા માટે ૧૭ દિવસનો સમય લાગતો જ્યારે કોલકાતાથી મુંબઈ ટપાલ પહોંચાડવા માટે ૨૬ દિવસનો સમય લાગતો હતો. ટપાલ પહોંચાડવા માટે સામાન્ય જનતા માટે સો મિલે બાર આના રૂપિયા રાખવામાં આવ્યા હતા.

કેટમાં ચાઇના મેન બોલ એટલે શુ --- What does China mean in China?

🏏🔷🏏 ક્રિકેટમાં ચાઇનામેન બોલ એટલે શુ ?🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ક્રિકેટમાં ગુગલી બોલ શબ્દ જાણીતો છે. બોલર જમણા હાથે બોલિંગ કરતી વખતે કાંડાને જોર આપી ચક્રાકાર ફરતો બોલ ફેંકે ત્યારે તે ટપ્પી પડીને જમણી તરફ ફંટાય છે તેને ઓફ સ્થિત બોલ પણ કહે છે પરંતુ ડાબોડી બોલર ગુગલી બોલિંગ કરે ત્યારે તેને ચાઇના મેન બોલ કહે છે. આ બોલ વધુ ચોક્સાઇથી જમણે તરફ ફંટાય છે.

૧૯૩૩માં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ દરમિયાન એલિસ એચોંગ નામના ખેલાડીએ ઇંગ્લેન્ડના વોલ્ટર રોબિન્સ અદ્ભૂત રીતે સ્ટમ્પ આઉટ કર્યે હતો. રોબિન્સ પેવેલિયન તરફ જતાં જતાં બોલ્યો કે આ ચાઇનામેને તો ગજબનું કર્યું. એલિસ એચોંગ ચીનનો હતો. ચીનને ક્રિકેટ સાથે કંઇ લાગતું વળગતું નથી પરંતુ આ ઘટના બાદ ડાબોડી સ્પીનરીના બોલને ચાઇનામેન બોલ નામ પ્રચલિત થયું. ડેનિસ કોમ્પટન અને ગેરફિલ્ડ બોલ નામ પ્રચલિત થયું. ડેનિસ કોમ્પટન અને ગેરફિલ્ડ સોબર્સ જાણીતા ડાબોડી સ્પીનરો હતા તેઓ ચાઇનામેન બોલનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામો મેળવતા

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏