Monday, July 15, 2019

ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ... --- Postal Service In India ...

📮📭📬📮📭📬📮📭📬📮📭
ભારતમાં ટપાલસેવાનો પ્રારંભ...
📬📭📮📬📭📮📬📭📮📬📭
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભારતની સૌથી પહેલી ટપાલસેવા ૧૭ જાન્યુઆરી, ૧૭૭૪ના રોજ બંગાળ ખાતે શરૂ કરવામાં આવી હતી. બંગાળના ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કાગળો લાવવા લઈ જવા માટે આ ટપાલસેવાની યોજના ઘડી હતી. શરૂઆતમાં તો કંપનીના કાગળોનો વ્યવહાર જ કરવામાં આવતો પરંતુ બાદમાં સ્થાનિક લોકોની ટપાલોના વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. જે ઈમારતમાં આ પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી હતી એ ઈમારત એક સમયે નવાબ સિરાજ-ઉદ-દૌલાની નૃત્યશાળા હતી. ૧ એપ્રિલ, ૧૭૭૪થી જાહેર જનતાની ટપાલોને પહોંચાડવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું. આમ ૧ એપ્રિલ, ૧૭૭૪ના રોજ ભારતને તેની પહેલી પોસ્ટ ઓફિસ મળી. કોલકાતાથી મુંબઈ, આંધ્રપ્રદેશ, મદ્રાસ વગેરે સ્થળોએ પણ ટપાલ પહોંચાડવામાં આવતી. કોલકાતાથી મદ્રાસ ટપાલ પહોંચાડવા માટે ૧૭ દિવસનો સમય લાગતો જ્યારે કોલકાતાથી મુંબઈ ટપાલ પહોંચાડવા માટે ૨૬ દિવસનો સમય લાગતો હતો. ટપાલ પહોંચાડવા માટે સામાન્ય જનતા માટે સો મિલે બાર આના રૂપિયા રાખવામાં આવ્યા હતા.



ટપાલ પહોંચાડવા માટે ઘોડાગાડી અને બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો. ૧૮૬૬માં રેલવેનો ઉપયોગ કરવાની શરૂઆત કરવામાં આવી. ૧૮૬૮માં જે ઈમારતમાંથી આ કામ સંભાળવામાં આવતું હતું તેના બદલે નવી ઈમારતમાં સ્થાનાંતરણ કરવામાં આવ્યું. આ ઈમારત એટલે કે નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં ૬,૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો તેમજ ચાર વર્ષનો સમય લાગ્યો હતો અને ડબલ્યૂ. બી. ગ્રેનવિલે તેની ડિઝાઈન તૈયાર કરી હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📬📬📬📬📬📬📬📬📬📬📬
📫📫ડાક વિભાગની શરૂઆત📫📫
📮📮📮📮📮📮📮📮📮📮📮
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*» આપણે ત્યાં ડાક વિભાગ ઇ.સ. ૧૮૫૪થી અસ્તિત્વમાં આવ્યો.* બ્રિટિશરોએ આ પદ્ધતિની વ્યવસ્થિત શરૃઆત કરી હતી. જો કે, એ અગાઉ પણ આપણે ત્યાં દેશી રાજ્યોમાં રાજ્યની ટપાલ લઇ જવા-લાવવા માટે હલકારા પદ્ધતિ અસ્તિત્વમાં હતી.
*» એમ તો ઇ.સ. ૧૭૭૪માં કોલકાતામાં વોરેન હોસ્ટિંગ્સે પ્રથમ પોસ્ટ ઓફિસ શરૃ કરેલી તેવી પણ માહિતી મળે છે, પરંતુ ઇ.સ. ૧૮૫૪માં સૌ પ્રથમ ટપાલ ટિકિટ છપાઇ અને ત્યારથી ડાક વિભાગ પદ્ધતિસર શરૃ થયો. બ્રિટનની રાણીની તસવીર ધરાવતી આ ટપાલ ટિકિટ ્અડધા આના, એક આના, બે આના અને ચાર આના એમ ચાર પ્રકારે બહાર પડાયેલી. (બ્રિટનમાં સૌ પ્રથમવાર ઇ.સ. ૧૮૪૦માં ટપાલ ટિકિટ બહાર પડેલી)*
*» લોકો ભલે પોસ્ટકાર્ડ લખવાનું ભુલવા માંડયા હોય પરંતુ આ પોસ્ટકાર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજ દિન સુધીનો તેનો ઇતિહાસ ભુલવા જેવો નથી.*
*» ટપાલ ટિકિટની શરૃઆત ઇ.સ. ૧૮૫૪માં થઇ તે પછી ઇ.સ. ૧૮૭૯માં ૧લી એપ્રિલ ૧૮૭૯ના રોજ એક પૈસાની કિંમતનું પોસ્ટ કાર્ડ બહાર પડાયેલું.*
*» જ્યારે પોસ્ટકાર્ડની શરૃઆત થઇ ત્યારે પોસ્ટકાર્ડ અને લિફાફા એમ બે જ વસ્તુઓ અસ્તિત્વમાં હતી. લિફાફાની કિંમત ૨ પૈસા અને પોસ્ટકાર્ડની એક પૈસા.*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂
🚆🚆🚆 રેલવેનો ઇતિહાસ🚇🚇🚇
🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*★ ૧૭૮૯માં લોગ બરોગ લિન્કેસ્ટશાયરમાં વિલિયમ જોસેફ દ્વારા પ્રથમ કોઈ એક પ્રકારની રેલવે ખુલ્લી મુકાઈ હતી પણ એના વિશે આજે બહુ ઓછાં લોકો જાણે છે.*
*🎯માલ-સામાનનાં પરિવહન માટે બીજા જોસેફની રેલ્વે Surrey iron Railway હતી, જે ૧૯૦૩માં, લંડનમાં ખુલ્લી મુકાઈ હતી, આ બંને રેલ્વે,(ઇટ્વૈઙ્મુટ્વઅ એટલે રેલપથ)વેગનોને ખચ્ચરો અથવા ગધેડાઓ દ્વારા ખેંચતી હતી.*
*★ ૧૮૦૪માં વેલ્સમાં સર્વપ્રથમ લોકોમોટિવ દ્વારા એટલે કે વરાળયંત્રનાં એન્જિન દ્વારા રેલપથ પર ગાડી દોડી હતી એવો એક મત છે અને આ જ રેલવેમાં થોડા સમય પછી Carriage(મુસાફર યાન)માં બેસી પ્રવાસીઓએ પ્રવાસ કરેલો. આ બંને Carriages(મુસાફર યાનો) અને Railway (રેલપથ-રેલપાટા)ની શોધ રિચાર્ડ ટ્રેવિથિક નામના એન્જિનિયરે કરી હતી.*
*★ ૧૮૨૫માં "સ્ટોકસ્ટન એન્ડ ર્ડિલગટન રેલ્વે" ખુલ્લી મુકાઈ. ૨૭ માઈલ લાંબી અને સૌથી પ્રથમ જનતા રેલવે. આ રેલવેના કેરેજીજને લોકોમોટિવ એન્જિન ખેંચતું હતું.*
લોકોમોટિવ એન્જિન સામાન અને પ્રવાસીઓ, બંનેને વેગન્સમાં એક સાથે જ ખેંચતું હતું.
*★ એ પછી ૧૮૩૦માં સ્ટીમ લોકોમોટિવ એન્જિન દ્વારા કેવળ પ્રવાસીઓને જ લઈ જતી રેલવે દાખલ થઈ હતી. આ રેલવેનું નામ લિવરપૂલ એન્ડ માન્ચેસ્ટર રેલવે હતું. સૌથી પ્રથમ ડીઝલ લોકોમોટિવ એન્જિનનો પ્રયોગ ૧૯૧૨માં થયો હતો, જેનું નામ Prussian-Hessian state Railway હતું પણ એને ખાસ સફળતા મળી નહોતી જ્યારે સ્વિડીશ-દ્વારા બંધાયેલ ડીઝલ-ઇલેકિટ્રક લોકોમોટિવનો ઉપયોગ થયો અને એને Tunisian Railway નામ અપાયું ત્યારે ૧૯૨૧માં રેલવેને સફળતા મળી હતી.*
★ ઉપર કેબલ્સ ધરાવતી ઇલેક્ટ્રિક ગાડીઓ, કે જે ગાડીઓ ઇલેક્ટ્રિક પાવરસપ્લાય દ્વારા ચાલતી હતી. તેેઓ ત્યાર પછી તરત જ આવી.
*★ ઈ. સ. ૧૮૯૪માં યુ.એસ.એ.માં બાલ્ટિમોર અને ઓહિયો રેલરોડ, એ સૌથી પ્રથમ ઇલેક્ટ્રિક ગાડી હતી, તો આ છે 'રેલપથ'નો ઇતિહાસ.*

*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

No comments:

Post a Comment