Wednesday, July 17, 2019

માર્શલ ઓફ એરફોર્સ અર્જુન સિંહ --- Marshal of the Air Force Arjun Singh

👮💐👮💐👮💐👮💐👮💐👮
*ભારતીય હવાઈદળના ‘માર્શલ’ અર્જનસિંહનું 98 વર્ષની વયે નિધન*
💐👏💐👏💐👏💐👏💐👏💐
*દેશનાં એકમાત્ર માર્શલ ઓફ એરફોર્સ અર્જુન સિંહ*
🔰👮👤👮👤👮👤👮👤👮👤
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*👮માર્શલ અર્જન સિંહ માત્ર 44 વર્ષની ઉંમરે એરફોર્સ ચીફ બન્યા હતા.*
*👮🎖👏પદ્મ વિભૂષણથી સન્માનિત અર્જન સિંહ*

*👮ભારતીય હવાઈદળના ભૂતપૂર્વ વડા, ‘માર્શલ ઓફ ધ ઈન્ડિયન એર ફોર્સ’ અર્જનસિંહનું શનિવારે 98 વર્ષની વયે નિધન થયું છે. એમને બીમારીને કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.*

*👏👮અર્જન સિંહે 1964-1969 સુધી ભારતીય હવાઈ દળના વડા, એર ચીફ માર્શલ તરીકે સેવા બજાવી હતી.*
*👏👮 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.*
💠🔰👉અંગ્રેજોથી આઝાદી મળ્યા બાદ પહેલીવાર લડાઈમાં ઉતરેલી એરફોર્સની કમાન તેમના જ હાથમાં હતી. 

ગવર્નર અને વાઇસરોય ---- Governor and Viceroy

⚪️🔘⚪️🔘⚪️🔘⚪️🔘⚪️🔘⚪️🔘
*🔵🔵ગવર્નર અને વાઇસરોય⚫️⚫️*
⚪️☑️⚪️☑️⚪️☑️⚪️☑️⚪️☑️⚪️☑️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*♠️♦લોર્ડ કેનિંગ ( 1858- 1862)♠️♦*

- તાજનો પ્રથમ પ્રતિનિધિ- વાઇસરોય, વાર્ષિક 500 રૂપિયાથી વધુ આવકવાળા પર 5 ટકા આવકવેરો દાખલ, પ્રથમ કાયદા આયોગની સ્થાપના કરી.
- 1858ના હિંદની અધિક સારી સરકારને કાયદા હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સઘળી સતા તાજને હસ્તક, રાણી વિકટોરિયાનો ઢઢેરો , સેનાનું પુનર્ગઠન, તોપખાના પર અંગ્રેજોનું નિયંત્રણ સ્થાપિત કર્યું.
- ખેડૂતોના હિત માટે 1854માં બેગાલ રેન્ટ એક્ટ પસાર કર્યો.
- ‘1861ના હિંદી ધારાસભાઓનો કાયદો’ એ કેનિંગની મહાન સિદ્ધિ .

*♦♠️લોર્ડ એલ્ગિન પહેલો ( 1862- 1863)♠️♦*

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ---- Gujarat's cultural heritage

*💠♻️✅‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ સવિસ્તર સમજાવો.📌❓📌*

*💠👉જવાબ=ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વિય સ્થળો : લોથલ (ધોળકા તાલુકો), રંગપુર(લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો), ધોળાવીરા(કચ્છ જિલ્લો), રોઝડી અથવા શ્રીનાથગઢ (રાજકોટ જિલ્લો) વગેરે મુખ્ય છે..*

*ઐતિહાસિક સ્થળો : વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જુનાગઢમાં ગિરનાર પર્વત તળિટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મનસુર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, હઠીસિંગના જૈન દેરાં, સરખેજનો રોજો, રાણી સિપ્રિની મસ્જિદ, નગીના વાડી વગેરે, પાટણનું શસ્ત્રીલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહલ, જુનાગઢનો મહોબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતનાં ઐતિહાસિક મહત્વના ધરાવતાં સ્થળો છે.*

સીદીસૈયદની જાળી --- SidiSaïd's nets

🔘🔘🔘સીદીસૈયદની જાળી🔘🔘🔘
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
મોદી આજે પહેલી વાર ભારતની કોઈ મસ્જિદની મુલાકાત લીધી
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*સીદીસૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં આવેલી સીદીસૈયદની મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે.*
*🎯👉આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.*

*💠👉આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે. અને ત્યા બીજી જાળી પણ આવેલી છે, એ પણ એટલી સુંદર અને રમણીય છે.*

*🎯👉આવી કુલ ૪ જાળીઓ છે.* ત્યા આજુબાજુ બગીચો છે. બાજુમા લોકલ બસનુ મુખ્ય સ્ટેશન આવેલું છે.

*💠👉પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે.*

ગુજરાત સેઝ એક્ટ --- Gujarat SEZ Act

🔴 *ગુજરાત સેઝ એક્ટ* 🔴


ગુજરાત સરકારે ખાસ આર્થિક ઝોનની સ્થાપનાને અગ્રતા આપી છે અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અધિનિયમ 2004 રજૂ કરી છે. સેઝ એક્ટ મે 2004 થી કાર્યરત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 માં સુધારાત્મક શ્રમ રોજગાર પૂરો પાડવા માટે પણ સુધારો કર્યો છે. ખાસ આર્થિક ઝોન

રાજ્ય સરકારે વધુ રજૂઆત કરી છે: ગુજરાત સેઝ રેગ્યુલેશન્સ 2007, સેઝ માટે માસ્ટર પ્લાનની તૈયારી માટે માર્ગદર્શિકા, એસઇઝેડ (જી.ડી.સી.આર.) 2007, ગુજરાત સેઝ સુધારણા અધિનિયમ 2007 માટે સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમન.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર ---- World Trade Center

🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚
*🏰🏰🏰 *વર્લ્ડ ટ્રેડ સેન્ટર*🏰🏰🏰
🏣🏤🏣🏤🏣🏤🏣🏤🏣🏤
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

🏯વર્લ્ડ ટ્રેડ સેન્ટર કે ડબલ્યુટીસી (WTC) ન્યૂ યોર્ક સિટીના લોઅર મેનહટનમાં આવેલું સાત ઇમારતોનું સંકુલ હતું, જેનો 11 સપ્ટેમ્બર 2001ના ત્રાસવાદી હુમલામાં નાશ થયો હતો. 
🏛આ સ્થળ પર હાલમાં નવી છ ગગનચુંબી ઇમારતો અને હુમલામાં માર્યા ગયેલા લોકોનું એક સ્મારક બનાવવામાં આવી રહ્યું છે.

*🏛મૂળ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ડિઝાઇન 1960ના દાયકાની શરુઆતમાં મિનોરુ યામસાકીએ તૈયાર કરી હતી, જેમાં 110 માળના આ ટ્વીન ટાવર્સ માટે ટ્યુબ ફ્રેમના માળખા આધારિત ડિઝાઇનનો ઉપયોગ થયો હતો.*

🏤આ પ્રોજેક્ટ માટેની મંજૂરી મેળવવા માટે ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીની પોર્ટ ઓથોરિટી હડસન એન્ડ મેનહટન રેલરોડને હસ્તગત કરવા સંમત થઈ હતી, જે બાદમાં પોર્ટ ઓથોરિટી ટ્રાન્સ-હડસન (પીએટીએચ (PATH)) બની હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો શિલાન્યાસ August 5, 1966ના રોજ કરવામાં આવ્યો હતો. 
*🏛નોર્થ ટાવર (1) December 1970માં પૂરો કરાયો હતો અને સાઉથ ટાવર (2)નું નિર્માણ July 1971માં પુરું થયું હતું.* 
🏛બાંધકામ પ્રોજેક્ટમાં મોટાપાયે ખોદકામ કરવામાં આવ્યું હતું અને આ માટીનો ઉપયોગ લોઅર મેનહટનની પશ્ચિમ દિશામાં બેટરી પાર્ક સિટી બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

17 July

[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 17/07/2019
📋 વાર : બુધવાર

🔳1489 :- નીઝામખાનને દિલ્લીના સુલ્તાન જાહેર કરાયા.

🔳1919 :- ફિનલેન્ડે બંધારણ સ્વીકાર્યું.

🔳1968 :- ઈરાકમાં બાથ પાર્ટી સત્તામાં આવી.

🔳1976 :- કેનેડાના મૉન્ટ્રિયલમાં ઓલમ્પીક રામોત્સવની શરૂઆત થઇ.

🔳1980 :- જેમ્કો સુઝુકી જાપાનનાં વડાપ્રધાન બન્યા.

🔳1987 :- ઈરાન અને ફ્રાન્સે એક બીજા સાથેના રાજકીય સંબંધો તોડી પાડ્યા.