Wednesday, July 17, 2019

માર્શલ ઓફ એરફોર્સ અર્જુન સિંહ --- Marshal of the Air Force Arjun Singh

👮💐👮💐👮💐👮💐👮💐👮
*ભારતીય હવાઈદળના ‘માર્શલ’ અર્જનસિંહનું 98 વર્ષની વયે નિધન*
💐👏💐👏💐👏💐👏💐👏💐
*દેશનાં એકમાત્ર માર્શલ ઓફ એરફોર્સ અર્જુન સિંહ*
🔰👮👤👮👤👮👤👮👤👮👤
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*👮માર્શલ અર્જન સિંહ માત્ર 44 વર્ષની ઉંમરે એરફોર્સ ચીફ બન્યા હતા.*
*👮🎖👏પદ્મ વિભૂષણથી સન્માનિત અર્જન સિંહ*

*👮ભારતીય હવાઈદળના ભૂતપૂર્વ વડા, ‘માર્શલ ઓફ ધ ઈન્ડિયન એર ફોર્સ’ અર્જનસિંહનું શનિવારે 98 વર્ષની વયે નિધન થયું છે. એમને બીમારીને કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.*

*👏👮અર્જન સિંહે 1964-1969 સુધી ભારતીય હવાઈ દળના વડા, એર ચીફ માર્શલ તરીકે સેવા બજાવી હતી.*
*👏👮 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.*
💠🔰👉અંગ્રેજોથી આઝાદી મળ્યા બાદ પહેલીવાર લડાઈમાં ઉતરેલી એરફોર્સની કમાન તેમના જ હાથમાં હતી. 

*👁‍🗨🔰ભારતની ત્રણેય સેનાઓમાં ફાઈવ સ્ટાર રેંક મેળવવાનું ગૌરવ માત્ર 3 વ્યક્તિઓને જ મળ્યું છે. જેમાં અર્જન સિંહ એક છે.* 
*👏👮 અર્જનસિંહ ભારતીય વાયુ સેનાના એકમાત્ર વડા રહ્યા છે કે જેમને પદોન્નતિની ફાઈવ-સ્ટાર રેન્ક પ્રાપ્ત થઈ હતી.🌟🌟🌟🌟🌟*

*🎯👁‍🗨અર્જન સિંહ 1 ઓગસ્ટ, 1964થી 15 જુલાઈ, 1969 સુધી ચીફ ઓફ એર સ્ટાફ રહ્યા હતા. 
*🔘🎯1965ની લડાઈમાં અભૂતપૂર્વ પ્રદર્શન માટે તેમને એર ચીફ માર્શલના પદ માટે પ્રમોટ કરવામાં આવ્યા હતા.*

*💠♻️1971માં અર્જન સિંહને સ્વિત્ઝરલેન્ડમાં ભારતના એસેમ્બેસેડર નિયુક્ત કરાયા હતા. આ ઉપરાંત તેમણે વેટિકન અને કેન્યામાં પણ દેશ માટે પણ સેવાઓ આપી છે.*

*💠🎯👁‍🗨તેઓ એમાત્ર એવા ચીફ ઓફ એરસ્ટાફ છે, જેમણે એરફોર્સ પ્રમુખ તરીકે સતત પાંચ વર્ષ પોતાની સેવાઓ આપી છે.* 
*👁‍🗨🙏💐96 વર્ષની ઉંમરે તેમણે વ્હીલચેર પર બેસીને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.*
*👁‍🗨💠♻️એપ્રિલ 2016માં તેમના 97માં જન્મદિવસ પર ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ અરુપ રાહાએ પશ્ચિમ બંગાળ સ્થિત પનાગઢ એરફોર્સ બેઝનું નામ અર્જન સિંહના નામ પર રાખ્યું હતું. આવું પહેલીવાર બન્યું, જેમાં એક જીવિત ઓફિસરના નામ પરથી સૈન્ય પ્રતિષ્ઠાનનું નામ રાખવામાં આવ્યું હતું.*

*🎯👁‍🗨💠જૂન 2008માં સૈમ માનેક શાના નિધન બાદ અર્જન સિંહ ભારતીય સેનાના ફાઈવ સ્ટાર રેન્કવાળા એકમાત્ર જીવિત ઓફિસર હતા.*

*👮2002માં સરકારે એમને ‘માર્શલ’ની ફાઈવ સ્ટાર પદવીથી સમ્માનિત કર્યા હતા.*

*🎯🎯🔰19 વર્ષની ઉંમરે અર્જન સિંહે રોયલ એરફોર્સ કોલેજ જોઈન કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અર્જન સિંહે બર્મામાં પાયલટ અને કમાન્ડર તરીકે અદમ્ય સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું હતું.*

*🎯અર્જનસિંહનો જન્મ પંજાબના લ્યાલપુરમાં ૧૫ એપ્રિલ ૧૯૧૯ના રોજ થયો હતો. જે હવે પાકિસ્તાનના ફૈસલાબાદના નામથી ઓળખવામાં આવે છે.*

*અર્જન સિંહને શનિવારે સવારે સેનાના રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે રાતે અંતિમ શ્વાસ લીધા હતા.*

*🙏વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મી હોસ્પિટલ જઈને અર્જનસિંહના ખબર પુછયા હતા. તેમને ટ્વીટ કરીને કહ્યુ હતું કે આપણે બધા એરમાર્શલ અર્જનસિંહ ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરીએ. ડૉકટર પુરી રીતે પ્રયત્ન કરી રહ્યા છે.*

*🙏🔰👉એર માર્શલ અર્જનસિંહના નિધનના સમાચાર પછી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અર્જનસિંહના નિધન બદલ સંવેદના વ્યકત કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તેમની ઉત્કૃષ્ઠ સેવા રાષ્ટ્ર સદાય યાદ રાખશે.*

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:

Post a Comment