Wednesday, July 17, 2019

ગવર્નર અને વાઇસરોય ---- Governor and Viceroy

⚪️🔘⚪️🔘⚪️🔘⚪️🔘⚪️🔘⚪️🔘
*🔵🔵ગવર્નર અને વાઇસરોય⚫️⚫️*
⚪️☑️⚪️☑️⚪️☑️⚪️☑️⚪️☑️⚪️☑️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*♠️♦લોર્ડ કેનિંગ ( 1858- 1862)♠️♦*

- તાજનો પ્રથમ પ્રતિનિધિ- વાઇસરોય, વાર્ષિક 500 રૂપિયાથી વધુ આવકવાળા પર 5 ટકા આવકવેરો દાખલ, પ્રથમ કાયદા આયોગની સ્થાપના કરી.
- 1858ના હિંદની અધિક સારી સરકારને કાયદા હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સઘળી સતા તાજને હસ્તક, રાણી વિકટોરિયાનો ઢઢેરો , સેનાનું પુનર્ગઠન, તોપખાના પર અંગ્રેજોનું નિયંત્રણ સ્થાપિત કર્યું.
- ખેડૂતોના હિત માટે 1854માં બેગાલ રેન્ટ એક્ટ પસાર કર્યો.
- ‘1861ના હિંદી ધારાસભાઓનો કાયદો’ એ કેનિંગની મહાન સિદ્ધિ .

*♦♠️લોર્ડ એલ્ગિન પહેલો ( 1862- 1863)♠️♦*

- પંજાબમાં અંબાલાના ઘાટમાં અંગ્રેજસેના અને વહાબીઓ વચ્ચે સંઘર્ષ.

*♦♠️ સર રોબર્ટ નેપિયર ( 1863: કામચલાઉ) ♠️♦*
*♦♠️ સર વિલિયમ ટેનીસન ( 1863: કામચલાઉ) ♠️♦*
*♦♠️ લોર્ડ લોરેન્સ (1864- 1869) ♠️♦*

- અફઘાનો પ્રત્યે અપનાવેલી ‘ કુનેહ્પ્રૂર્ણ નિષ્કિયતા’ની નીતિ, પંજાબ ટેનન્સી એક્ટ (1868) અને અવધ ટેનન્સી એક્ટ પસાર.
- બારી દોઆબ નહેર પ્રૂર્ણ, રોગો ડામવા સેનેટરી કમિશનની નિયુક્તિ, જેલ સુધારણા માટે એ.એ.રોબર્ટ્સની નિમણુંક.
- 1865-66 માં પ્રવર્તતી શિક્ષણની સ્થિતિની તપાસ કરવા સરકારના સચિવ એ.એમ.મોન્ટીથની નિયુક્તિ.

*♦🎴લોર્ડ મેયો ( 1869- 1872)♦🎴*

અફઘાન શેરઅલી અને મેયો વચ્ચે અંબાલા મુકામે મુલાકાત, પ્રથમ વસ્તી ગણતરી ( 1871), ખેતીવાડી ખાતાની સ્થાપના.અજમેરમાં ‘મેયો કૉલેજ’ અને રાજકોટમાં ‘રાજકુમાર કૉલેજ’, દુષ્કાળ સામે રેલ્વે અને નેહેરોનું બાંધકામ શરૂ, 1872 નો બોમ્બે મ્યુનિસિપલ એક્ટ.

*♦🎴 સર જહોન સ્ટ્રેચી (1872: કામચલાઉ)🎴♦*
*♦🎴 લોર્ડ નેપિયર મરચિસ્ટાઉન (1872: કામચલાઉ) 🎴♦*
*♦️♠️લોર્ડ નોર્થબુક (1872- 1876) ♠️:-*

- પંજાબમાં કૂકા ચળવળ પુર જોશમાં, આવક વેરો રદ કર્યો, સુએઝ નહેરને ખુલ્લી મૂકી, અલીગઢ ખાતે મુસ્લિમ એગ્લો-વર્નાક્યુલર કૉલેજ સ્થાપનાને સર સૈયદ અહમહની યોજનાને સરકારી ટેકો.
- 1874 માં બંગાળમાં પડેલા દુષ્કાળ સામે લેવાયેલા સરકારી પગલાં અને છેલ્લે 1875માં પ્રિન્સ ઓફ વેલ્સે ભારતની મુલાકાત લીધી.

*♦♣️ લોર્ડ લીટન (1876-1880) ♣️♦*

- વર્નાક્યુલર પ્રેસ એક્ટ-(1878) અને ઇન્ડિયન આર્મ્સ એક્ટ પસાર કર્યો.
- અલીગઢ યુની.નો પાયો નંખાયો, મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞનું બિરુદ અપાયું.
- બીજો અફઘાન વિગ્રહ (1878-80), સર –રીચાર્ડ સ્ટ્રેચીના પ્રમુખપદે દુષ્કાળપંચની નિમણુંક.


*♦♠️ લોર્ડ રિપન (1880-1884) ♣️♦*

- સ્થાનિક સ્વરાજ્યના પિતાનું બિરૂદ મેળવનાર, 1882માં વર્નાલ્પુકર પ્રેસ એક્ટની નાબૂદી, કેળવણી ઉપરપ ‘હંટર કમિશનની નિયુક્તિ’ (1882), પંજાબ યુનિવર્સીટીની સ્થાપના.
- પ્રથમ ફેક્ટરી એક્ટ (1881), ઈલ્બટ બીલ પસાર –સામે ભારે વાદવિવાદ, નાણાકીય વિકેન્દ્રીકરણને લગતો સુધારો.

*♦ લોર્ડ ડફરીન (1884- 1888) ♦*
- હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના (1885) કરી, ત્રીજો બર્મી વિગ્રહ (1885).

*♦ 🎴લોર્ડ લેન્સડાઉન ( 1888-1893) 🎴♦*

- 1892માં હિંદી સમિતિઓનો ધારો પસાર, મણીપુર, સિક્કિમ અને કશ્મીર જેવા દેશી રાજ્યો સાથેના સંબંધો, નવો ફેક્ટરી ધારો (1891), વયમર્યાદા ધારો (1891), અને 1884 નો ઓફિસિયલ સિક્રેટ ધારો પસાર.

*♦ ♥️લોર્ડ એગ્લીન બીજો ( 1894- 98: કામચલાઉ) ♦♥️*
*♦ ♣️લોર્ડ કર્ઝન (1899-19040 ♥️♦*

- દુષ્કાળ સામે પગલાં લેવા નિમાયેલ એન્થોની મેકડોનાલ્ડ કમિશન, બંગાળમાં પુસા ખાતે ખેતીવાડી સંસોધન સંસ્થાની સ્થાપના.
- સર થોમસ રોન અધ્યક્ષપદે કેળવણી કમિશન નિયુક્તિ (1904),
- 1905માં બંગાળના ભાગલા, વાયવ્ય સરહદ પ્રાંતની રચના.
- પહેલો કમિશન હતો લેફ્ટેનન્ટ કર્નલ ડીન, વિદેશનીતિક્ષેત્રે અફધાનિસ્તાન, તિબેટે વગેરે મામલાઓ સંકળાયેલ, તેના કાર્યોને એક શબ્દમાં રજુ કરી શકાય : કાર્યક્ષમતા
*♦ લોર્ડ એમ્પથીલ (1904: કામચલાઉ) ♦*
*♦ લોર્ડ કર્ઝન ( બીજી વખત 1904-05) ♦*


*♦ લોર્ડ મિન્ટો બીજો (1905-1910) ♦*
- મોર્લ –મિન્ટો સુધારા (1909) મુસ્લિમ લીગની સ્થાપના (1906).

*♠️♦ લોર્ડ હાર્ડીજ બીજો ( 1910-1916) ♦♠️*
- 1911માં રાજા જયોર્જની હિંદ મુલાકાત વખતે દિલ્હી દરબાર, બંગાળના ભાગલા રદ અને પાટનગર કલકતાથી ખસેડીને દિલ્હી લઈ જવાની જાહેરાત (1911).
- 1912 થી દિલ્હી પાટનગર બન્યું.
- 1913 ના ઉચ્ચ શિક્ષણને લગતી ભારત સરકારની નીતિ પરિભાષિત કરી.
- 1913 માં સર હાકોટ બટલરનો ઠરાવ, જેના આધારે બનારસ હિંદ વિશ્વવિદ્યાલયનો પાયો નંખાયો-સ્થાપક મદનમોહન માલવિયા.
- મેસોપોટેમીયા ગોટાળો, પૂનામાં તિલક અને મદ્રાસમાં એનીબેસ્ટ દ્વ્રારા હોમરૂલ આંદોલનનો આરંભ, ‘કોમગાટુ મારુ’ નો બનાવ.
*♠️ ♦ લોર્ડ ચેમ્સફર્ડ ( 1996-1921) ♦♠️*
- મોન્ટેગ્યું –ચેમ્સફર્ડ સુધારા (1919), રોલેટ એક્ટ, જલીયાવાલા બાગ, પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત, ખિલાફત ચળવળ અને અસહકારનું આંદોલન, કેળવણીને લગતું સેડલર કમિશન, ત્રીજો અફઘાન વિગ્રહ.
- સરકારે કલકતા વિશ્વવિદ્યાલયનો અધ્યયન કરીને તૈયારકરવા ડો.એમ.ઈ. ‘સેલડર વિશ્વવિદ્યાલય આયોગ’ નીમ્યું.

*🎴♦ લોર્ડ રીર્ડીગ (1921-1926) ♦🎴*

- તે નિમણુંક નિમણુંક પહેલા ઈગ્લેન્ડમાં લોર્ડ ચીફ જસ્ટિસનો દરરજો ભોગવતો, વાઇસરોયપદ દરમિયાન ઘણાં સ્થળોએ હડતાલ અને રમ

ખાણો થયેલાં.
- સરકારમાં પ્રવેશીને અંદરથી સરકારને ખોરવી નાખનારા ક્રોગ્રેસમેનો ‘સ્વરાજ્યવાદીઓ’ –સિ.આર.દાસ, મોતીલાલ નહેરુ કહેવાતા.
- નવા બંધારણ હેઠળ ક્રીમું પ્રાંતાની ‘ડાયાર્ચી’ ની કામગીરી અંગે મુડ્ડીમેન કમિટીનો રીપોર્ટ પ્રસિદ્ધ થયો.

*♠️♦ લોર્ડ લિટન બીજો ( 1925: કામચલાઉ) ♦♠️*

*♣️♦ લોર્ડ ઇર્વિન (1926-1931) ♦♣️*

- તેના સમયમાં ‘સાયમન કમિશન’ (1927-30) ની નિમણુંક; જે સામે દેશવ્યાપી વિરોધ.
- ક્રોગ્રેસ દ્વ્રારા 1903 ની 26મી જાન્યુઆરીએ ભારત માટે સ્વાતંત્ર્યદિનની ઘોષણા,સવિનય કાનૂન ભંગની લડત; દેશભરમાં શરૂ, નેતા મહાત્મા ગાંધી.
- શૈક્ષણિકક્ષેત્રે પ્રવર્તતા અસંતોષને દૂર કરવા સરકાર દ્વારા 1929 માં સર ફિલિપ હાટોગના અધ્યક્ષપદે સહાયક સમિતિ ની નિમણુંક.
- 1930 માં લંડન ખાતે પ્રથમ ગોળમેજી પરિષદ ભરાઈ, સપ્રૂ અને જયકરના પ્રયાસોથી 1931 માં ‘ગાંધી-ઇર્વિન કરાર’ થયેલ,નહેરુ રીપોર્ટ (1928).

*♠️♦ લોર્ડ વિલિંગ્ડન (1931-1936) ♦♠️*
- તે પહેલા 1931 થી 1924 સુધી મુંબઈ અને મદ્રાસના ગવર્નર તરીકે કામગીરી બજાવેલ, 1926-30 સુધી કેનેડાના ગવર્નર જનરલ તરીકે રહેલા.
- 1932 ના ઓગસ્ટમાં રામ્સે મેકડોનાલ્ડે ‘કોમીચુકાદાની’ઘોષણા, તેના વિરોધમાં ગાંધીજીના આમરણાંત ઉપવાસ, છેવટે ‘પૂના કરાર’ દ્વારા કોમી ચુકાદામાં કચડાયેલા વર્ગને લગતી જોગવાઈમાં પરિવર્તન.
- 1932માં ‘ત્રીજી ગોળમેજી પરિષદ’, 1935માં હિંદ સરકારનો કાયદો.

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
Yuvirajsinh Jadeja

No comments:

Post a Comment