*💠♻️✅‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ સવિસ્તર સમજાવો.📌❓📌*
*💠👉જવાબ=ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વિય સ્થળો : લોથલ (ધોળકા તાલુકો), રંગપુર(લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો), ધોળાવીરા(કચ્છ જિલ્લો), રોઝડી અથવા શ્રીનાથગઢ (રાજકોટ જિલ્લો) વગેરે મુખ્ય છે..*
*ઐતિહાસિક સ્થળો : વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જુનાગઢમાં ગિરનાર પર્વત તળિટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મનસુર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, હઠીસિંગના જૈન દેરાં, સરખેજનો રોજો, રાણી સિપ્રિની મસ્જિદ, નગીના વાડી વગેરે, પાટણનું શસ્ત્રીલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહલ, જુનાગઢનો મહોબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતનાં ઐતિહાસિક મહત્વના ધરાવતાં સ્થળો છે.*
*ધાર્મિક સ્થળો : દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકારાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો) બહુચરાજી (મહેસાણા જિલ્લો), મહાકાલિનું મંદિર (પાવગઢ – પંચમહાલ જિલ્લો), મીરા દાતાર (ઉનાવા – પાટણ જિલ્લો), જૈનતીર્થ પાલિતાણા (ભાવનગર જિલ્લો), રણછોડરાયજીનું મંદિર (ડાકોર, ખેડા જિલ્લો), શામળાજી (અરવલ્લી જિલ્લો) વગેરે ગુજરાતનાં ધાર્મિક મહત્વ ધરાવતાં તીર્ગસ્થાનો છે.*
*સંસ્કૃતિક મહોત્સવો : પોળો (વિજયનગર – સાંબરકાંઠા જિલ્લો), પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીરી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ – નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરે ગુજરાતના જાણિતાં સાંસ્કૃતિક – પ્રવાસન સ્થળો આવેલા છે.*
*મેળાઓ : મેળાઓ મોઢેરાનો મેળો (મોઢેરા – મહેસાણા જિલ્લો), ભાદરવી પૂનમનો મેળો (અંબાજી – બનાસકાંઠા જિલ્લો), ભવનાથનો મેળો ) ગિરનાર – જુનાગઢ જિલ્લો), તરણેતરનો મેળો (તરણેતર – સુરેન્દ્રનગર જિલો) અને વૌઠાનો મેળો (ધોળકા – અમદાવાદ જિલ્લો) મુખ્ય છે.*
*બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ : ગુજરાતમાં વડનગર, તરંગા, ખનાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે.*
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏
*♻️💠❓❓ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.⭕️👇⭕️*
*જવાબ= સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો, માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા-કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે ‘સાંસ્કૃતિક વારસો’ કહેવામાં આવે છે.*
ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઈમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખલન કરેલાં સ્થળો તેમજ સ્વતંત્ર્યસંગ્રામ સહિતનાં ઐતિહાસિક સ્મારકો અને સબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન, દિલ્લી જેવં સ્થળો વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ-વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ સાસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.
પ્રાગ, ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દા.ત. શિલ્પો કંડારવાની કળા. તે લગભગ 5000 વર્ષ જૂની છે.
એ અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવ-દેવીઓનાં, પશુઓનાં અને માનવ-આકૃતિનાં શિલ્પો, બાળકોને રમવાનાં કેટલાક રમકડાં, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસનું ગૌરવ છે.
મૌર્ય શિલ્પોમાં ઉંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર-પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્તયુગની જૈન તીરથકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઈલોરાની ગુફાઓનાં શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિનાં દર્શન કરાવે છે. ભારતનાં સાંસ્કૃતિક વારસાનું દરેક પેઢીએ જતન અને સંવર્ધન કર્યુ છે.
ભારતના સાંસ્કૃતિક વારસાએ ભારતને સુંદર, રળિયામણો, દર્શનીય અને નયનરમ્ય દેશ બનાવ્યો છે.
ભારતના સાંસ્કૃતિક વારસાએ ભારતને વિશ્વમાં ગૌરવભર્યું અને પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)🙏
*💠✅❓ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.*
*💠👉જવાબ=આપણા બંધારણના અનુચ્છેદ 51 (ક)માં ભારતના નાગરિકની મૂળભૂત ફારજો દર્શાવી છે. તેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6), (7) અને (9)માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે👇નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.🔰*
આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મુલ્ય સમજીને તેની જાળવણી કરવી.
દેશનાં જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ-પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી.
દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું.
હિંસાનો ત્યાગ કરવો.
આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાં પ્રચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતાં સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકશાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે.
ભારતનાં પ્રકૃતિનિર્મિત રમ્ય ભૂમિદ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏
*પ્રશ્ન=હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ*
*હૈદરાબાદ રાજ્ય દક્ષિણ ભારતમાં આવેલું છે. હૈદરાબદના નિઝામે પોતાના રાજ્યને 15 ઑગષ્ટના દિવસે જાહેર કર્યું.*
*ભારત સરકારે નિઝામને ભારતીય સંઘમાં જોડાઈ જવાની અનેક વખત વિનંતી કરી. ભારત સરકારે તેને સમજાવ્યુંં કે હૈદરાબાદની ચારે બાજુ ભારતીય સંઘના પ્રદેશો આવેલા છે એટલે તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહિ.*
જોડાણ અંગે નિઝામે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જો ભારતના ભાગલા પડશે તો ભૌગિલિક કારણ સર પાકિસ્તાન સાથે અને વૈચારિક કારણોસર ભારત સાથે જોડાઈ શકશે નહિ. આથી તેણે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું.
સરદાર પટેલે નિઝમને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ કહી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારાતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્યે પજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એમાંથી બચવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે ‘પોલીસ પગલાં’ભરીને 18 સપ્ટેમ્બર, 1948ના રોજ તેને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેનાં હિતોની બાયધરી આપવામાં આવી.
હૈદરાબાદના જોડાણની સમગ્ર કાર્યવાહીમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની હતી.
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:
Post a Comment