Wednesday, July 17, 2019

સીદીસૈયદની જાળી --- SidiSaïd's nets

🔘🔘🔘સીદીસૈયદની જાળી🔘🔘🔘
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
મોદી આજે પહેલી વાર ભારતની કોઈ મસ્જિદની મુલાકાત લીધી
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*સીદીસૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં આવેલી સીદીસૈયદની મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે.*
*🎯👉આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.*

*💠👉આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે. અને ત્યા બીજી જાળી પણ આવેલી છે, એ પણ એટલી સુંદર અને રમણીય છે.*

*🎯👉આવી કુલ ૪ જાળીઓ છે.* ત્યા આજુબાજુ બગીચો છે. બાજુમા લોકલ બસનુ મુખ્ય સ્ટેશન આવેલું છે.

*💠👉પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે.*


*👉અમદાવાદમાં આવતા વિદેશી નાગરિકો જેની અચૂક મુલાકાત લે છે તે સીદી સઈદની જાળી શહેરના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થઈ છે.*

👉સીદી સઈદની જાળીનો એક ભાગ ચોરી લેવાયો હતો કે વિદેશ લઈ જવાયો હતો તેવી પણ માન્યતા છે. જો કે તેને ઐતિહાસિક સમર્થન મળતું નથી. 

*💠👉🎯સલ્તનત યુગની મહત્વપુર્ણ ઘટનાઓ વચ્ચે વર્ષ ૧૫૭૩માં બનાવાયેલી સીદી સઈદની જાળી સહૃદયતાના પ્રતીકસમાન હતી. આ જાળી સીદી સઈદે બનાવી હોવાના નામે પ્રચલિત છે પરંતુ, તેનું ખરેખર નામ શીદી સઈદની જાળી છે.*

*💠👉ચોરસ રેતિયા પથ્થર પર જુદી જુદી કોરતણી કરી જિગસો પઝલની જેમ ગોઠવી અદ્ભુત કોતરણીકામ ઊભું કરવું કેટલું મુશ્કેલ છે તે શિલ્પીઓ સારી રીતે જાણે છે.*
🎯👉સૂક્ષ્મ અને કલાત્મક કોતરણીની દ્રષ્ટિએ આ જાળી દેલવાડાંના દેરાંની કોતરણીની હરીફાઈમાં ઉતરે એમ છે.
*🎯👉ઢળતા સૂર્યનો પ્રકાશ જયારે આ જાળીમાંથી ચળાઈને આવે છે ત્યારે કંઈક જુદું જ વાતાવરણ સર્જાય છે.*

👉રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે પણ ઇ.સ.૧૫૭૩ માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે.

*💠🎯👉 આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. તેની ગૂંથણી એટલી સફાઈદાર અને નાજુક છે કે નજર પણ અટવાઈ જાય.* 

*🔘✅ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે.*
*🔘✅અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે.*
💠🔘અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.

*💠🎯👉એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાધવામાં આવ્યા છે. સીદી સઈદ તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યોતે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન લાગે છે.*

🔘💠👉જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે જ રહી છે તે પણ આશ્ચર્યજનક વાત છે. તેના કારણે જ આ જાળી અમદાવાદની ઓળખસમાન બની છે. જાળીની સન્મુખ ઊભા રહીને થોડીવાર સુધી તેને જોતાં તેમાં ખોવાઈ જવાય તેવું કલાત્મક સોંદર્ય ધરાવે છે.

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)

⏺ત્રીજી જાળી હોવાની માન્યતાઓ⏬. ⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬

⏩⏮સીદી સઈદની જાળીમાં બે કલાત્મક કોતરણીવાળી જાળી છે. તેમાં વધુ એક જાળી હતી તેમ કહેવાય છે. જેને અંગ્રેજો તેમના સમયે બ્રિટન લઈ ગયા હતા તેમ કહેવાય છે. એક વાત એવી પણ છે કે ન્યૂયોર્કમાં એક જાળી લઈ જવાઈ છે. જો કે સાચી વાત એ છે કે સીદી સૈયદની મસ્જિદનું કેટલુંક કામ તેમાં પણ મિનારા અને કમાનો અધૂરાં બનાવાયા હોય તેવું લાગે છે.

▶️▶️તે પાછળનું કારણ એવું છે કે, સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેન ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. અંગ્રેજો ત્રીજી જાળી લઈ ગયા હોય તેવી વાતને કોઈ સમર્થન મળતું નથી. અમદાવાદમાં અનેક જૂનાં સ્મારકો છે. માણેક બુરજ, રાણીનો હજીરો, ઝૂલતા મિનારા જેવી અનેક પુરાતત્ત્વીય ઇમારતો છે, પરંતુ તેમાં કલાત્મક રીતે ફકત સીદી સઈદની જાળી જ વિખ્યાત છે. આટલાં વર્ષ સુધી મૂળ સ્વરૂપમાં ટકી રહી છે તે પણ કદાચ એક મહત્ત્વ

નું કારણ છે. સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે સીદી સઈદે આ જાળી બનાવડાવી હતી. તેનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જિદમાં દફનાવાયો હતો.

▶️▶️ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ (સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ (ત્રીજા) ના સમયમાં સીદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારનો મિત્ર સીદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાં ગામ અપાયાં હતાં.

*સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતા તે તેના નામે જ પ્રચલિત બની. તે સમયમાં પથ્થરમાં આવી કોતરણી કરવી કેવી રીતે શકય હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે જાળીને ચોરસ રેતિયા પથ્થરમાંથી સાંધીને બનાવાઈ છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊચાઈ સાત ફૂટ છે. વર્ષો પૂર્વે એક હજાર રૂપિયામાં તેની લાકડાની પ્રતિકતિ બનાવાઈ હતી. વર્ષો પછી પણ ગરમી, ઠંડી અને વરસાદ ઝીલ્યા છતાં તેને આંચ આવી નથી. તેમાં ખજૂર કે નાળિયેરનાં ઝાડનાં પાંદડાં જેવી કોતરણીને એટલી સૂક્ષ્મ રીતે કંડારવામાં આવી છે.*

*1⃣રશિયાનો ઝાર જયારે ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે તેણે સીદી સઈદની જાળીની મુલાકાત લીધી હતી. તે પછી ઈગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પણ જાળીની કોતરણી જોઈને અચંબામાં પડી ગયાં હતાં.*

*2⃣ઇતિહાસકાર ફર્ગ્યુસનના કહેવા પ્રમાણે આ જાળી મૂળ જેવી જ લાગે છે, તેના પરથી કહી શકાય કે તેને બનાવનારો આ વિશિષ્ટ કળામાં કાબેલ હતો.*

*3⃣મરાઠા અને અંગ્રેજોના સમયમાં એક તબક્કે આ જાળીને ચૂનાથી ધોળી નાખવામાં આવી હોવાથી તે સમયે તેને જોનારા આને આરસની મસ્જિદ હોવાનું પણ કહેતા હતા.*

*4⃣સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે આ જાળી તે સમયે સીદીઓ પ્રભાવશાળી અને શકિતશાળી હોવાનું કહેતા હતા તે સમયે બનાવાઈ હતી, પરંતુ કમનસીબે પાછળથી તેમને રાજસત્તા સાથે વાંકો પડતાં સીદી સૈયદની જાળીનું કામ પૂરેપૂરું થઈ શક્યું નહોતું.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*


💠💠💠💠💠💠💠💠💠💠💠
*🔄સિદ્દી સૈયદ મસ્જિદની ખાસિયત*
💠💠💠💠💠💠💠💠💠💠💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ {યુયુત્સુ}૯૦૯૯૪૦૯૭૨૩🙏*

*💠🎯🎯🎯1573માં બનેલી સીદી સૈયદની જાળી મસ્જિદ અમદાવાદમાં મુગલ કાળમાં બનેલી મોટી મસ્જિદો પૈકીની છેલ્લી મસ્જિદ છે. ધમધમતા માર્ગોથી ઘેરાયેલી મસ્જિદ તેની આસપાસ દોડતી બસો અને તોતીંગ જાહેરાતોથી એકદમ અલગ ચિત્ર રજુ કરે છે.* 
*🎯પશ્ચિમની દિવાલની બારીઓની કોતરેલી જાળીઓ વિશ્વભરમાં જાણીતી છે. આ મસ્જિદ અમદાવાદ શહેરનું પ્રતીક બની ગઈ છે. એકમેકમાં ગુંથાયેલી શાખાઓ ધરાવતા વૃક્ષને દર્શાવતી કોતરણી બારીક વણાટનાં જરદોશીકામ જેવી લાગે છે. અલબત્ત નક્કર પથ્થરમાંથી તે રચાયું છે. જામા મસ્જિદ કરતા ઘણી નાની અને ઘેરાયેલા પ્રાંગણ વિનાની હોવા છતાં આ મસ્જિદની કારીગરી તેને વિશ્વભરમાં બેનમૂન બનાવે છે.*
*એવું કહેવાય છે કે, ગુજરાતમાંથી જ્યારે મુગલ સ્લતનત જઇ રહી હતી તે સમયે આ બેનમૂન મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સીદી સૈયદની જાળી કેટલી હદે અમદાવાદ સાથે જોડાયેલી છે તે અંગે જણાવીએ તો તેને અમદાવાદ શહેરનો અનઅધિકૃત સિમ્બોલ પણ કહેવામાં આવે છે.*

♻️અમદાવાદની પ્રસિદ્ધ મસ્જિદ 'સિદ્દી સૈયદની જાળી'ના નામથી ઓળખવામાં આવે છે. ગુજરાત સલ્તનત દરમિયાન વર્ષ 1573માં આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ પથ્થરોમાં કંડારવામાં આવેલી અદ્દભૂત કોતરણીને કારણે પ્રસિદ્ધ છે. ખાસ કરીને આ મસ્જિદમાં બનેલા *'જાલી વૃક્ષ'* દુનિયાભરમાં ફેમસ છે. 
👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨
*🀄️🀄️સીદી સૈયદની જાળી🀄️🀄️*
🎴🎴🎴🎴🎴🎴🎴🎴🎴🎴🎴
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*💠👉લોર્ડ કર્ઝને તે...વખતે સીદી સૈયદની જાળીને સંવર્ધિત કરવા અધિકારીઓને આદેશ કર્યો હતો*

*ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઈ.આઈ.એમ.) અમદાવાદથી લઈને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન (એ.એમ.સી.) દ્વારા અમદાવાદ શહેરની ઓળખ દર્શાવતી પ્રતિકૃતિ સીદી સૈયદની જાળીને બિસ્માર થતી બચાવવા લોર્ડ કર્ઝને 'હેરિટેજ' તરીકે સૌપ્રથમ તેને સંવર્ધિત કરી હતી.*

*🔂🔄વર્ષ ૧૯૦૦માં જો લોર્ડ કર્ઝને સીદી સૈયદની જાળીને સરકારી કચેરી થતી બચાવી ન હોત તો આજે અમદાવાદની 'ઓળખ' વર્ષો પહેલાં સ્મૃતિરોપ થઈ ગઈ હોત. આ અંગેનો વિસ્તૃત અહેવાલ એચ. કાલ્ડવેલ લિપસેટનાં વર્ષ ૧૯૦૩માં લખાયેલા📚📖 પુસ્તક 'લોર્ડ કર્ઝન ઈન ઈન્ડિયા'માં મળી આવે છે.*

*વર્ષ ૧૯૦૦માં ગુજરાત જ્યારે ભયંકર દુષ્કાળમાં સપડાયું હતું ત્યારે વાયસરોય જ્યોર્જ કર્ઝ (લોર્ડ કર્ઝને) ભારતની મુલાકાત લીધી હતી. તે સમયે તઓએ અમદાવાદમાં આવેલી ૧૬મી સદીમાં ગુજરાતનાં આખિરી સુલ્તાન શમ્મુદ્દીન મુઝફ્ફર શાહ તૃતિયના જનરલ બિલાલ ઝુઝાર ખાનના અનુયાયી સીદી સૈયદ દ્વારા બનાવેલી સીદી સૈયદની મસ્જિદ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે સ્થાનિક અધિકારીઓએ લોર્ડ કર્ઝનને સુરક્ષાના કારણો આપી મસ્જિદે જતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોર્ડ કર્ઝને ત્યાં જવાની જીદ છોડી ન હતી.*

*લોર્ડ કર્ઝન જ્યારે સીદી સૈયદની મસ્જિદે પહોંચ્યા ત્યારે ત્યાંના બેનમૂન નકશીકામને જોઈને રોમાંચિત થઈ ગયા હતા. વિશેષપણે જાળીઓમાં થયેલા કોતરણીકામ પર તેઓ આફરિન પોકારી ગયા હતા પરંતુ ત્યાં મસ્જિદની જગ્યાએ ચાલીત સરકારી કચેરીઓને કારણે ભવ્યસ્થળને થતાં નુકસાને તેઓ પારખી ગયા હતા. જાળીઓનાં સંવર્ધનને બદલે સરકારી બાબુઓ તે જગ્યાનો ઉપયોગ પસ્તીનાં દસ્તાવેજો મુકવા કરતા હતા. લોર્ડ કર્ઝને તાકીદે તમામ પસ્તીને બહાર નંખાવી દીધી હતી. આ ઉપરાંત, તે જગ્યાએથી ૨૪ કલાકમાં સરકારી કચેરી ખસેડવાનો હુકમ પણ કર્યો હતો.*

*લોર્ડ કર્ઝને તે વખતે સીદી સૈયદની જાળીને સંવર્ધિત કરવા સરકારી અધિકારીઓને આદેશ કર્યો હતો. તેઓ દ્વારા સીદી સૈયદની જાળીને બચાવવા જે પગલાં લેવામાં આવ્યા હતાં તે વખાણતા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૃએ લખ્યું હતું કે ભારતમાં આવેલા તમામ વાઈસરોય ભુલાઈ જશે. પરંતુ લોર્ડ કર્ઝને ભારતનું હેરિટેજ અને સુંદરતા સાચવવા જે પગલાં લીધા છે તેના કારણે તેઓ હંમેશ માટે યાદ રહેશે*

No comments:

Post a Comment