Thursday, July 18, 2019

આઈએનએસ ચક્ર -- INS Chakra

🎡⛴🎡⛴🎡⛴🎡⛴🎡⛴🎡
*ભારતની એકમાત્ર કાર્યરત પરમાણુ સબમરિન*
*🌀🌀🌀આઈએનએસ ચક્ર🌝🌝*
⛴🎡⛴🎡⛴🎡⛴🎡⛴🎡⛴
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🎯🔰ભારતની એકમાત્ર કાર્યરત પરમાણુ સબમરિન 'INS ચક્ર'ને અકસ્માતથી ભારે નુકસાન*

*🔘- 'આઈએનએસ ચક્ર' ભારતે રશિયા પાસેથી ૧૦ વર્ષ માટે ભાડે લીધી છે 🎯🔰👉ભારતે રશિયા પાસેથી ૨૦૧૨માં આ સબમરિન દસ વર્ષ માટે ભાડે લીધી છે.(રશિયાની અકુલા ક્લાસની સબમરિનને મોડિફાઈ કરીને ભારતની જરૃરિયાત પ્રમાણે ચક્ર નામ અપાયું છે.)*

👁‍🗨💠INS ચક્ર તે ⛴'K- 152 નેરપા'⛴ નામથી જાણીતુ છે અને રશિયાની આ અકુલા-2 કેટેગરી પનડુબ્બીને રશિયા પાસેથી ભારતે એક અબજ ડૉલરના સોદાથી 10 વર્ષ માટે લીધું છે. 🛳🛳ઇંડિયન નેવીમાં શામિલ કરતા પહેલા તેનુ નામ બદલીને આઇએનએસ ચક્ર કરી દેવામાં આવ્યું હતુ. આ પનડુબ્બીનું વજન 8,000 ટન છે.*

સમાન સિવિલ કોડ --- Similar Civil Code

📮📭📮📭📮📭📮📭📮📭📮
*બંધારણના બારણે ટકોરા મારે છે*
*📊📊સમાન સિવિલ કોડ📊📊*
🗿🎊🗿🎊🗿🎊🗿🎊🗿🎊🗿
*🙏સુરેશ ગાંધીની મદદથી🙏✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
(ભાગ 1)

*💠શાહબાનો કેસથી કૉમન સિવિલ કોડનો પ્રશ્ર્ન રાષ્ટ્રીય સ્તર પર ચર્ચાવા લાગ્યો*

👉૨૩ એપ્રિલ સન ૧૯૮૫ના રોજ મધ્ય પ્રદેશની ઉચ્ચ અદાલતની ફુલ બૅન્ચે ન્યાયાધીશ ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળ ઈન્દોરની મહિલા શાહબાનોના પક્ષમાં ફોજદારી ધારાની કલમ - ૧૨૫ અને ૧૨૭ હેઠળ ચુકાદો આપ્યો કે તલાક પછી મુસ્લિમ મહિલાને પોતાના પૂર્વ પતિ (શૌહર) પાસેથી જીવનનિર્વાહ ખર્ચ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. આ અગાઉ મુસ્લિમ મહિલાઓ સામાન્ય રીતે આ કલમનો લાભ લેતી ન હતી.

શાહબાનો નામની મહિલાની શાદી ૧૯૩૨માં મોહંમદ અહમદશાહ નામના શખ્સ સાથે થઈ હતી. શાદી પછી તેઓ ઍડ્વોકેટ બન્યાં. ઈન્દોરની અદાલતમાં તેમણે વકીલાત શરૂ કરી. તે દરમિયાન મોહંમદ અહમદખાને પોતાની માસીની દીકરી ખાલીદા સાથે બીજી શાદી કરી. પિસ્તાલીસ વર્ષના લગ્નજીવન બાદ ૧૯૭૫માં તેમણે શાહબાનોને ઘરમાંથી કાઢી મૂકી. નીચલી અદાલતે ભરણપોષણના ખર્ચ પેટે દર મહિને માત્ર રૂ. ૨૫ નક્કી કર્યા, તેની વિરુદ્ધમાં શાહબાનોએ મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં અપીલ કરી. ત્યાંની કોર્ટે આ રકમ વધારીને રૂ. ૧૭૯ અને ૨૦ પૈસા નક્કી કરી. આની વિરુદ્ધ શાહબાનોના પતિએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. અહીં ફોજદારી કલમ - ૧૨૫ હેઠળ શાહબાનોને ભરણપોષણ ખર્ચ ઉપરાંત કેસ લડવા નિમિત્તે ‚પિયા દસ હજાર પણ તેના પતિને ચૂકવવા પડ્યા. આ ચુકાદાથી મુસ્લિમ જગતમાં હડકંપ મચી ગયો. તેમને લાગ્યું કે તેમના પર્સનલ લૉ ઉપર ન્યાયતંત્રે તરાપ મારી છે. પરિણામે દેશભરમાં ઉગ્ર વિરોધ થયો. આખરે પ્રગતિશીલ ગણાતા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ માત્ર મુસ્લિમ તુષ્ટિકરણ કરવા માટે બંધારણીય સુધારો કરી મુસ્લિમ બાનુઓના ભરણપોષણ મેળવવાના હક્કને છીનવી લીધો.

વાલ્મીકિ ઋષિ -- Valmiki sage

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*✅♻️વાલ્મીકિ ઋષિ✅♻️*
⭕️💠⭕️💠⭕️💠⭕️💠💠⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

આદ્યકવિ, રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.

🔰🙏એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મહર્ષિને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. ઋષિએ તેને કહ્યું કે, જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે ? કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.

🙏🎯મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઊધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.

રશિયાની અંતરીક્ષ ક્ષેત્રે સિદ્ધિઓ અને અમેરિકા અને ભારત --- Achievements in Russia's Space Field And America and India

🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*🗣🗣રશિયાની અંતરીક્ષ ક્ષેત્રે સિદ્ધિઓ
અને અમેરિક અને ભારત*
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*🎯👉રુસી વિજ્ઞાનીઓએ અંતરીક્ષમાં સ્પૂતનિક છોડી અંતરીક્ષ યુગમાં ઈતિહાસ રચ્યો. સ્પૂતનિકે પૃથ્વીની પરિક્રમા કરવી શરૂ કરી. દર ૯૦ મિનિટે તે પૃથ્વીની પરિક્રમા પૂરી કરતો.*
*🔰આ પ્રસંગથી અમેરિકા વિજ્ઞાનીઓ ઝાંખપ અનુભવવા લાગ્યાં. 👁‍🗨👁‍🗨તેમણે પણ નાસા સંસ્થા શરૂ કરી અંતરીક્ષમાં મેદાન મારવાનો પ્રારંભ કર્યો. 👁‍🗨👁‍🗨એ સ્પષ્ટ છે કે જેણે અંતરીક્ષ સર કર્યું છે તેણે બધું જ સર કર્યું છે. તે સર્વોપરી છે. કારણ કે બધું જ અંતરીક્ષની નીચે છે. અંતરીક્ષમાં છે એટલે અંતરીક્ષની નીચે છે. હવે જમીન પરની મિલિટરી, નેવી, એરફોર્સ બધું જ અંતરીક્ષની નીચે છે. ઉપરથી અણુબોમ્બ ફેંકીને પૃથ્વી પર સર્વનાશ કરી શકાય છે. માટે અમેરિકા ચિંતિત થઈ ગયું. હવે જમીન પરના લશ્કરની કોઈ હિંમત રહી નહીં.*

ટેક્નોલોજી અને સમાજજીવન -- Technology and Social Life

🔭⚗💈🔬🕳📱📲💻⌨🖥🖨
*⏲ટેક્નોલોજી અને સમાજજીવન🎛*
🖲🕹🖱🗜💽💾📽🎥📹📸📷
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🎛જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય. અહિં આપણો હેતુ ઉત્પાદનની એવી પધ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. આપણે આપણી આસપાસ નજર કરીએ છીએ ત્યારે આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે. પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. બજારમાં રોજે-રોજ નવા નવા મોડલનાં ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોટર સાઇકલ, ગાડી વગેરે ઠલવાઇ રહ્યાં છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ, આપણું ઘર પણ આમાંની ઘણી ચીજવસ્તુઓથી ભરાઇ ગયું છે. એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.*

ટેલિવિઝન --- Television

📺📺📺📺📺📺📺📺
*📺📺ટેલિવિઝન 📺📺*
📺📺📺📺📺📺📺📺
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

મિત્રો સ્કોટિશ એન્જિનિયર જોહ્‌ન લોગી બેર્ડે 1925ની બીજી ઓક્ટોબરે પોતાની લેબમાં પહેલું ટેલિવિઝન સ્વીચ ઓન કર્યું હતું. *અને જે.એલ.બેયર્ડને ટેલિવિઝનના શોધક તરીકે ઓળખવામાં આવે છે...*

*મિત્રો આ એક વ્યક્તિ ની શોધ ને કારણે સમાજમાં કેટલું મોટું પરિવર્તન લાવી દીધું..*

*થોડા દિવસ પહેલાં જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માં લોકગીત ની સમાજ જીવનમાં અસર આ પ્રશ્ન પૂછ્યો હતો..તેની મેં અગાઉ થી તેની વિસ્તૃત માહિતી આપેલ.. પરંતુ ભવિષ્યમાં મુખ્ય પરીક્ષા મા એવો પ્રશ્નો પણ આવી શકે કે ટેલિવિઝનની સમાજ જીવનમાં અસર... અથવા ટેલિવિઝનના લાભાલાભ.. ત્યારે આ લેખ આપને જરૂર ઉપયોગી રહશે...અને આપણી જાણકારી માટે પણ આ સમજવું જોઈએ...👇👇*

📺ટેલિવિઝન અગત્યનું સંચાર માધ્યમ છે. *📺આ માધ્યમથી આપણે દૂર બનતા બનાવોનાં દ્રશ્યોને તત્ક્ષણ જોઈ શકીએ છીએ.*
*📺ટેલિવિઝનનો આવિષ્કાર ઈ. સ. 1926 માં ઈંગ્લૅન્ડના જોન એલ. બેયર્ડે કર્યો હતો.*

બહાઈ ધર્મ 200 વર્ષ --- 200 years of Bahai dynasty

💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
*🔰🔰બહાઈ ધર્મના 200 વર્ષ🔰🔰*
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*બહાઈ આ શબ્દ એ બહા ‘ઈ Bahá’u’lláhનાં અનુયાયીઑ માટે અને આસ્થાનાં વિશેષણ તરીકે વપરાય છે. *
*💠Bahá’u’lláh આ શબ્દ તે અરેબિક શબ્દ Bahá માંથી તારવેલ છે જેનો અર્થ વૈભવ થાય છે.*

*💠Bahá’u’lláh થી Bahaism આ શબ્દ અસ્તિત્વમાં આવેલ છે. પરંતુ સામાન્ય ભાષામાં બોલવામાં સરળતા રહે તે હેતુથી Bahaism બહાઈ ધર્મનાં નામે વધુ પ્રચલિત છે.*

*💠શરૂઆતમાં ઇસ્લામ ધર્મનાં જ એક ભાગ રૂપે નિર્વાણ થયેલ આ ધર્મ હવે એક સ્વતંત્ર ધર્મ છે. બહાઈ ધર્મ ઈશ્વરની, ધર્મની અને માનવજાતની એકતા એમ મુખ્ય ત્રણ સિધ્ધાંતો પર આધાર રાખે છે.*

*💠બહાઈ ધર્મ માને છે કે સમયાનુસાર બહાઈ ધર્મનાં ઉપદેશો અને સિદ્ધાંતનો દિવ્ય સંદેશવાહક પૃથ્વી પર આવે છે તે જ સંદેશવાહક ઈશ્વરનો અવતાર છે. આ ધર્મને સૌથી સૌથી નાના ધર્મ તરીકે અને સૌથી નવો ધર્મ માનવામાં આવે છે.*