Thursday, July 18, 2019

ટેલિવિઝન --- Television

📺📺📺📺📺📺📺📺
*📺📺ટેલિવિઝન 📺📺*
📺📺📺📺📺📺📺📺
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

મિત્રો સ્કોટિશ એન્જિનિયર જોહ્‌ન લોગી બેર્ડે 1925ની બીજી ઓક્ટોબરે પોતાની લેબમાં પહેલું ટેલિવિઝન સ્વીચ ઓન કર્યું હતું. *અને જે.એલ.બેયર્ડને ટેલિવિઝનના શોધક તરીકે ઓળખવામાં આવે છે...*

*મિત્રો આ એક વ્યક્તિ ની શોધ ને કારણે સમાજમાં કેટલું મોટું પરિવર્તન લાવી દીધું..*

*થોડા દિવસ પહેલાં જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માં લોકગીત ની સમાજ જીવનમાં અસર આ પ્રશ્ન પૂછ્યો હતો..તેની મેં અગાઉ થી તેની વિસ્તૃત માહિતી આપેલ.. પરંતુ ભવિષ્યમાં મુખ્ય પરીક્ષા મા એવો પ્રશ્નો પણ આવી શકે કે ટેલિવિઝનની સમાજ જીવનમાં અસર... અથવા ટેલિવિઝનના લાભાલાભ.. ત્યારે આ લેખ આપને જરૂર ઉપયોગી રહશે...અને આપણી જાણકારી માટે પણ આ સમજવું જોઈએ...👇👇*

📺ટેલિવિઝન અગત્યનું સંચાર માધ્યમ છે. *📺આ માધ્યમથી આપણે દૂર બનતા બનાવોનાં દ્રશ્યોને તત્ક્ષણ જોઈ શકીએ છીએ.*
*📺ટેલિવિઝનનો આવિષ્કાર ઈ. સ. 1926 માં ઈંગ્લૅન્ડના જોન એલ. બેયર્ડે કર્યો હતો.*

*📺ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન જાહેર પ્રસારણ સંસ્થા છે. તે વિશ્વમાં મોટામાં મોટું ભૂમિગત નેટવર્ક ધરાવે છે.*
*📺ભારતમાં 15 સપ્ટેમ્બર, 1959 માં સૌપ્રથમ દિલ્લીમાં એક પાયલોટ પ્રોજૅક્ટ તરીકે ટેલિવિઝનનો પ્રારંભ થયો. 15 ઑગસ્ટ, 1965 માં નિયમિત સેવા તરીકે સમાચાર બુલેટિન શરૂ કરવામાં આવ્યાં.*

*📺ઈ. સ. 1972 માં મુંબઈમાં ભારતનું બીજું ટેલિવિઝન કેન્દ્ર શરૂ થયું. આ પછી ઈ. સ. 1973 માં શ્રીનગર અને અમૃતસરમાં તથા ઈ. સ. 1975 માં કોલકાતા, ચેન્નઈ અને લખનૌમાં ટેલિવિઝન કેન્દ્રો શરૂ થયાં.*

*📺ઈ. સ. 1976 માં દૂરદર્શનનો વિભાગ ‘ઑલ ઈન્ડિયા રેડિયો’ થી અલગ કરવામાં આવ્યો. ઈ. સ. 1982 માં દેશમાં રંગીન ટીવીને યુગ શરૂ થયો.*

*📺ઈ. સ. 2001 ના વર્ષમાં 1042 ભૂમિગત ટ્રાન્સમીટર્સ કામ કરતાં હતાં અને તે દેશની 87 ટકા વસ્તીને આવરી લેતા હતાં.* 
*📺26 જાન્યુઆરી, 2000 થી ‘ડીડી જ્ઞાનદર્શન’ નામની શૈક્ષણિક ચૅનલ શરૂ કરવામાં આવી છે.*

*📺ટેલિવિઝન રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક એમ ત્રિસ્તરીય કાર્યક્રમ સેવા પૂરી પાડે છે. રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સમાચારો, વર્તમાન બનાવ્યો, વિજ્ઞાન, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય, નાટક અને ફિચર ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.*

📺📽ટેલિવિઝન અગત્યનું સંચાર માધ્યમ છે. આ માધ્યમ લોકપ્રિય અને અસરકારક બનતું ગયું છે. આ માધ્યમે ભારતની ગ્રામીણ અને શેહરી વસ્તીને પોતાના પ્રભાવ નીચે લાવી દીધી છે. 
*📽🎙📺આકાશવાણી શ્રાવ્ય સાધન છે. વર્તમાનપત્રો અને સામયિકોની અસરકારકતા શિક્ષિતો પૂરતી સીમિત છે.* *📽🎥જ્યારે ટેલિવિઝન દ્રશ્ય અને શ્રાવ્ય સાધન તરીકે શિક્ષિતો, નિરક્ષરો, ગ્રામીણ અને શહેરી વિસ્તારના અબાલવૃદ્ધને પોતાના પ્રભાવ હેઠળ લાવનારું માધ્યમ છે. સામાજિક વિકાસને વેગ આપવા અને કલ્યાણ કાર્યક્રમોને સફળ બનાવવાના પ્રયાસ રૂપે ગ્રામીણ વિકાસ, મહિલા ઉત્કર્ષ, નિરક્ષરતા નિવારણ, પશુ અને પાક સંરક્ષણ, બચત, શિક્ષણ વગેરેને લગતા કાર્યક્રમો તથા વિજ્ઞાપન – પ્રચાર માટે દૂરદર્શનનો બહોળો ઉપયોગ થાય છે. આમ, ટેલિવિઝનની ભારતીય સમાજ પર વ્યાપક અને ઘેરી અસરો પડી છે.*

📺📺આપણે ત્યાં ટેલિવિઝન એક પ્રાયોગિક ધોરણે 15મી સપ્ટેમબર 1959ના રોજ દિલ્હીમાં શરૂ થયેલું. ત્યારે તેની *રેન્જ માત્ર ચાલીસ કિલોમીટરની* હતી. *યુનેસ્કોના સહયોગથી* શરૂ થયેલી આ પ્રસારણસેવા ત્યારે *અઠવાડિયામાં ફક્ત બે દિવસ માટેની હતી.* એ સમયે *ફકત વીસ મિનિટનું પ્રસારણ* થતું હતું. 🎯👉ટેલિવિઝન રાષ્ટ્રના ઘડતરમાં શું ભાગ ભજવી શકે તે જોવાના ઉદ્દેશથી આ પ્રસારણ શરૂ થયેલું. *માત્ર શૈક્ષણિક કાર્યક્રમોનું જ તે સમયે પ્રસારણ થતું હતું.* 👉આવું બે વર્ષ ચાલ્યું જેનું પરિણામ પ્રોત્સાહક જોવા મળ્યું એટલે પ્રસારણની અવધિ વીસ મિનિટથી વધારીને 60 મિનિટની કરવામાં આવી. પણ તે છતાં તેનું પ્રસારણ તો અઠવાડિયામાં બે જ દિવસ થતું હતું. ખૂબ સારા પરિણામ છતાં આ પ્રકારનું પ્રસારણ રોજ કરવું જોઈએ તેવો નિર્ણય લેતાં સરકારને છ વર્ષ લાગ્યાં. અને 1965માં જ્યારે દરરોજ પ્રસારણ કરવું તેવું નક્કી કર્યું ત્યારે પણ તેની કોઈ નીતિ કે એજંડા સરકારે નક્કી કર્યો નહોતો. પરિણામે ત્યારે દેશમાં ટેલિવિઝન સેટનું નિર્માણ પણ થતું નહોતું. આ પ્રકારે કોઈ પણ જાતની દિશા વગર બીજાં સાત વર્ષ નીકળી ગયાં.

*💠🎯👉1967માં આપણા દેશમાં ઉપગ્રહની મદદથી શિક્ષણના પ્રસારનો એક પ્રસ્તાવ ત્યારની સરકારને આપેલો. પણ તેનો અમલ બહુ મોડો થયો. 🎯👉છેક 1975માં ભારતીય ટેલિવિઝને એક ‘સેટ’ કાર્યક્રમનું આયોજન કર્યું. આ ‘સેટ’ એટલે 📡📡‘સેટેલાઈટ ઈન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એક્સપરિમેન્ટ.’🎯🎯 આ પ્રયોગમાં ટેલિવિઝન-સ્ટેશનની જરૂરત નહોતી. પણ સીધું જ પ્રસારણ એક ડિશના મારફત ઝીલી શકાતું હતું. જેના આધારે આંધ્ર પ્રદેશ, બિહાર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓરિસા, રાજસ્થાન અને ગુજરાતનાં લગભગ 24 હજાર જેટલાં ગામડાંઓના પચાસ લાખ લોકોને કૃષિલક્ષી કાર્યક્રમો દર્શાવવામાં આવ્યા. 🎯🎯🎲આ બધા
ટેલિવિઝન સેટ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત થતા હતા. સ્કૂલોમાં પણ ટેલિવિઝન સેટ લગાવવામાં આવેલા જેથી બધી ઉંમરના દર્શકોનું પ્રતિનિધિત્વ મળ્યું. અનેક અડચણો છતાં આ બધાં ગામડાંઓમાં શહેરથી વધુ દર્શકો મળ્યા. સ્કૂલમાં ટેલિવિઝન સેટ લગાવ્યા હોવાથી વિદ્યાર્થીઓની હાજરી પણ વધવા લાગી અને ટેલિવિઝનને ‘વિશ્વની બારી’ ગણવામાં આવ્યું. સૌથી વધુ દર્શકોમાં બાળકો હતાં જેની ઉંમર સાતથી બાર વર્ષની હતી. પણ આ પ્રકારના કાર્યક્રમોને 31 જુલાઈ, 1976ના રોજ બંધ કરવામાં આવ્યા. ત્યારની સરકારને ટેલિવિઝનના વિસ્તરણમાં ખાસ રસ ન હતો. એટલે અનેક ગામડાઓમાંનું જે એકમાત્ર શૈક્ષણિક અને મનોરંજનનું માધ્યમ હતું તે બંધ થયું.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

📺📺📺📺📺📺📺📺
*📺📺ટેલિવિઝન 📺📺*
📺📺📺📺📺📺📺📺
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
(ભાગ 2)

*🎯🔰સેટેલાઇટ ઈન્સેટ-1બીથી રાષ્ટ્રીય ટેલિવિઝનની પ્રસારણ-ક્ષમતા વધી અને દેશના મહત્તમ ભાગમાં દૂરદર્શનના કાર્યક્રમો દેખાવા લાગ્યા અને આપણા દેશના બધા જ ભાગોને સાંસ્કૃતિક રીતે જોડવા લાગ્યા.* 👉👉આ સમયમાં જ પ્રાદેશિક ભાષામાં વધુ ને વધુ પ્રસારણની માગ થઈ. આપણા રાષ્ટ્રીય કાર્યક્રમો વિશે એમ કહેવાયું કે ટેલિવિઝન દ્વારા જો રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ કરવું હોય તો રાષ્ટ્રીય કાર્યક્રમોનો કોઈ વિકલ્પ નથી, (if Doordarshan is to help build national ethos, then there is no alternative of National Programme.) કારણ કે એના દ્વારા જ લોકોને પ્રભાવિત કરી શકાય છે. એ સમયમાં દૂરદર્શન એ એકમાત્ર માહિતી અને મનોરંજનનું માધ્યમ હતું. વધુ ને વધુ લોકો દૂરદર્શનના કાર્યક્રમો નિહાળવા લાગ્યા હતા. ટેલિવિઝનના કાર્યક્રમના લોકો ઉપરના પ્રભાવના સંદર્ભમાં પ્રસિદ્ધ માનસશાસ્ત્રી (psychologist) જ્યોર્જ ગ્રેબ્નર (George Grebner) કહે છે, ‘TV viewing fulfills the criteria of a ritual. It is the only medium that can bring to people things they otherwise would not select. No other medium reaches into every home or has the comparable, cradle-to-grave influence over what a society learns about itself.’

🎯🔰👉આજનું ‘દૂરદર્શન’ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું પ્રસારણ નેટવર્ક ધરાવે છે. આજે દૂરદર્શનની બધી મળીને કુલ 31 ચેનલો ઉપરથી પ્રસારણ થાય છે. આ ચેનલોમાં પ્રાદેશિક ભાષાની ચેનલો ઉપરાંત ‘દૂરદર્શન નેશનલ’ અને ‘દૂરદર્શન ન્યુઝ’ જેવી બે રાષ્ટ્રીય ચેનલોનો સમાવેશ થાય છે. આ ચેનલોનું પ્રસારણ કરવા માટે 1413 જેટલાં ટ્રાન્સમીટરો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 146 જેટલા દેશોમાં દૂરદર્શનનું પ્રસારણ થાય છે અને તેના કાર્યક્રમો જોવા મળે છે. દૂરદર્શન પાસે 66 જેટલા સ્ટુડિયોઝ છે જ્યાં કાર્યક્રમોનું નિર્માણ થાય છે. દુ:ખદ વાત એટલી જ છે કે આટલી સાધનસામગ્રી અને માતબર સ્ટાફ હોવા છતાં દૂરદર્શનના કાર્યક્રમોનું નિર્માણ એસ્થેટિકલી અને ટેક્નિકલી અત્યંત નબળું કે નિમ્નસ્તરનું હોય છે. આપણા ફોટોગ્રાફરો હજી પણ સ્ટુડિયો લાઈટિંગ કેવું કરવું જોઈએ તે કે એડિટર સંપાદન કેવું હોવું જોઈએ તે સમજતા નથી.

🔰👉પણ આ બધામાં કેટલીક ચેનલો ખરેખર પ્રશંસનીય કાર્ય કરે છે. આવી ચેનલો માહિતી આપવાથી માંડીને પ્રજાના અમુક ચોક્કસ વર્ગને શિક્ષિત પણ કરે છે અને જ્ઞાન પણ આપે છે. આવી ચેનલોમાં નેશનલ જોગ્રાફિક ચેનલ, એનિમલ પ્લેનેટ અને ડિસ્કવરી ચેનલને યાદ કરવી રહી. આ ચેનલોમાં વિજ્ઞાન, ઈતિહાસ, ટેકનોલોજી વગેરેને લગતા અનેક કાર્યક્રમો સાવ સામાન્ય માણસ પણ સમજી શકે તેવી રજૂઆતમાં જોવા મળે છે. હવે તેમાં પણ કેટલીક ચેનલોએ એના અંગ્રેજી કાર્યક્રમોનું હિન્દી રૂપાંતર કરેલું સાંભળવા મળે છે. જેને કારણે એ અનેક લોકો સુધી પહોંચે છે અને લોકોને જાણકારી મળે છે. આજે પણ સરકાર સંચાલિત દૂરદર્શન રાષ્ટ્રીય કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતીય સંગીત, આપણી નૃત્યશૈલી તથા અન્ય કલાના કાર્યક્રમો રજૂ કરે છે જે અન્ય બીજી કોઈ ચેનલો દ્વારા ઉપલબ્ધ નથી. આ ઉપરાંત કૃષિને લગતા તથા સામાજિક જાગૃતિને લગતા કાર્યક્રમો પણ માત્ર દૂરદર્શન દ્વારા જ લોકો સુધી પહોંચે છે. આ કાર્યક્રમો દ્વારા લોકશિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે જે એક આવકારદાયક કાર્ય છે.

📺📺મિત્રો અરવિંદ કેજરીવાલ નામનો સીધો સાદો માણસ દેશભરમાં રાતો-રાત છવાઇ ગયો. દિલ્‍હીનું મુખ્‍યમંત્રી પદ પણ ભોગવી લીધું. લોકપ્રિયતાનું રાતો-રાત ફિંડલું પણ વળી ગયું અને ટૂંક સમયની સત્તાની સમૃદ્ધિ ભોગવીને ફરી આ માણસ સીધો-સાદો થઇ ગયો...(ઉદાહરણ)

👆આ માણસને ચગાવવામાં અને પછાડવામાં મહત્‍વની ભૂમિકા ટચૂકડા ટીવીએ ભોગવી હતી. *ટીવી બોલે છે, તેમાં દેખાતા ચિત્રો હાલતા-ચાલતા હોય તેવો ભાસ થાય છે, ટીવીમાં જીવ નથી. ટીવી જીવ લઇ શકે છે અને બચાવી પણ શકે છે.* આવા તાકાતવર માધ્‍યમને ર૭ જુન ૧૯ર૯ના દિને રંગીન ટીવીનો જન્‍મ થયેલો. આ દિવસે ન્‍યૂયોર્કમાં પ્રથમ નાનુ કલર ટીવી પ્રદર્શિત થયું હતું.
🙌આજના યુગમાં માનવ જાતના દિલો-દિમાગ પર માધ્‍યમો હાવી છે. માધ્‍યમો બે પ્રકારના હોય છે. વીજાણુ અને મુદ્રિત. *ટીવીનો સમાવેશ વીજાણુ માધ્‍યમમાં થાય છે.* ટીવી પૂર્વે રેડિયોએ સદી સુધી ખૂબ જાહોજલાલી ભોગવી હતી. ટીવી આવતા રેડિયોની દશા કફોડી થઇ ગઇ છે.

👉અસરની દૃષ્‍ટિએ રેડિયો ઠંડુ માધ્‍યમ છે, ટીવી ગરમ માધ્‍યમ છે. રેડિયો માત્ર વર્ણન કરે છે, શ્રોતા કલ્‍પના શકિતથી પોતાના દિમાગમાં ચિત્ર સર્જે છે. ટીવી જીવંત ચિત્ર અને તેનું વર્ણન બંને રજૂ કરે છે.
* 👉મનોવિજ્ઞાનની દૃષ્‍ટિએ રેડિયોના શ્રોતાની કલ્‍પના શકિત ખૂબ વિકસે છે.* ટીવીના દર્શકની કલ્‍પના શકિત ક્ષીણ થાય છે, પરંતુ મગજને કલ્‍પના કરવાનો પરિશ્રમ ન કરવો પડે એ કારણે તે ટીવી પ્રત્‍યે વધારે આકર્ષિત થાય છે.
👉ભારતમાં એક સમયે ટીવી વૈભવ સમાન હતું. સામાન્‍ય માણસ માટે તે અલભ્‍ય હતું. છેલ્લા દોઢેક દાયકામાં વીજાણુ ક્રાંતિના કારણે ઘર-ઘર ટીવીનું સ્‍થાન જામી ગયું છે. મોબાઇલ ફોનમાં પણ ટીવી ઘુસી ગયું છે. ટીવીની લોકપ્રિયતા એટલી બધી વધી કે આપણે તેના આદી બની ગયા છીએ. પંદરેક વર્ષ પૂર્વે ભારતમાં માત્ર દૂરદર્શન ચેનલ ઉપલબ્‍ધ હતી. તેના પ્રસારણનો પણ નિヘતિ સમય હતો. આજે ગણી ન શકાય તેટલી ચેનલો ર૪ કલાક પ્રસારિત થાય છે. મનોરંજન, ન્‍યૂઝ, વિજ્ઞાન, શિક્ષણ, ધર્મ... અધધધ વિષયોની સ્‍પેશિયલ ચેનલો પણ ઉપલબ્‍ધ છે. ગરમ માધ્‍યમ અને કાર્યક્રમોનું અપાર વૈવિધ્‍યના કારણે ટીવી જીવનશૈલીનો ભાગ બની ગયું છે.
👉ટીવી અંગે આ સામાન્‍ય માહિતી હતી, પરંતુ હવે મહત્‍વની વાત ઢગલાબંધ ચેનલો મુખ્‍ય બે વિભાગમાં વહેચાયેલી છે. પે-ચેનલ અને ફ્રી-ચેનલ. પે-ચેનલો જોવા માટે દરેકે કિંમત ચુકવવી પડે છે. ભારત ટીવી દર્શકોનું સૌથી મોટુ બજાર છે. પે-ચેનલ મુદ્દે ભારતીયો ‘મામા' બને છે.
👉 ઘણાં દેશોમાં નિયમ છે કે પે-ચેનલ હોય તો તેમાં કોમર્શિયલ વિજ્ઞાપન દર્શાવી ન શકાય. દર્શકો કાર્યક્રમો જોવાની રકમ ચુકવે છે, જાહેર -ખબરો જોવાની નહિ... ભારતની તમામ પે-ચેનલો દર્શક પાસેથી રકમ વસુલે છે અને વિજ્ઞાપનો પણ દર્શાવે છે. કયારેક સમયનો હીસાબ માંડજો... અડધા કલાકની સિરિયલના એપીસોડમાં પંદર મિનિટથી વધારે તો કોમર્શીયલ વિજ્ઞાપનો પ્રસારિત થાય છે. માખણ સાથે છાસ પીરસાય છે અને છાસનું બીલ પણ માખણના ભાવે ચુકવાય છે...
*👆🎯👉આ અંગે સરકારે નીતિ વિષયક નિર્ણય કરવો જરૂરી છે.* દર્શક જાગૃત બનશે તો સરકારને પણ જાગૃત બનવાની ફરજ પડશે. સરકારની જેમ દરેક પરિવારે પણ ટીવી નીતિ ઘડવાની જરૂર છે. ટીવીમાં જોવા જેવું આવે છે તેટલું જ ન જોવા જેવું પણ આવે છે. *આ ગરમ માધ્‍યમ હોવાથી દર્શકના માનસ પર તીવ્ર અસર કરે છે. બાળમાનસ પર તો કલ્‍પનાતીત અસર થાય છે. આ અંગે પરિવારોએ નીતિ ઘડવી અનિવાર્ય છે. કાર્યક્રમો અને ટીવી જોવાની કલાકો અંગે જાગૃત રહેવું જરૂરી છે.*

રંગીન ટીવી એ ખોટો શબ્‍દ પ્રયોગ છે. બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ટીવીમાં સફેદ-કાળું દેખાય, આ બંને રંગ તો છે જ. કલર ટીવીને બહુરંગી ટીવી ન કહેવું જોઇએ ?

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*


📺📺🎥📺🎥📺🎥📺🎥📺🎥
*ટેલિવિઝનની શોધ અને અટપટી વાતો*
📺🎥📺🎥📺🎥📺🎥📺🎥📺
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*📺📺📺પોલ નિપ્કો📺📺📺*

આ રોટેટિંગ ડિસ્કથી મેકેનિકલ સ્કેનર બનાવવારા પહેલા વ્યક્તિ હતા. જેનાથી મેકેનિકલ ટીવીની શોધ સંભવ બની.

*📺📺📺ચાર્લ્સ જૈકિન્સ📺📺📺*

તેઓએ અમેરિકામાં મેકેનિકલ ટેલિવિઝનના ફાધર ગણવામાં આવી રહ્યા છે. તેઓએ મેરીલેન્ડમાં પહેલા ટીવી સ્ટેશનની શરૂઆત કરી.

*📺📺📺📺જૉન બેન્ડ📺📺📺📺*

આ ટીવી પર ઇમેજીસને મૂવ કરવામાં પહેલા સફળ વ્યક્તિ હતા. ટીવીની શોધમાં તેમનું મોટું યોગદાન ગણવામાં આવી રહ્યું છે. 

*📺📺એલન એ. કેમ્પબૈલ સ્વિંટન📺*

આ બ્રિટિશ એન્જિનિયર હતા, જે કેથોડ રેની શોધમાં સફળ રહ્યા હતા.

*📺📺ફિલો ટી ફ્રાસવર્થ📺📺📺*

આ એક અમેરિકી શોધક હતા. તેઓને મોર્ડન ટીવીના જનક ગણવામાં આવી રહ્યા છે. તેઓએ પહેલું ફુલ્લી ઇલેક્ટ્રોનિક ટીવી બનાવ્યું હતું.

*➡️21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડેની ઉજવણી કરવામાં આવે છે.*

*❓❔❓કેમ મનાવવામાં આવે છે ટેલિવિઝન ડે❓❔❓*

🌎ડિસેમ્બર 1996માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 21 નવેમ્બરને વર્લ્ડ ટેલિવિઝન ડેની રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. 
*🌍આ કોઇ મોટો ઉજવણીનો દિવસ નથી પરંતુ ટેલિવિઝનને ગ્લોબલ ક્મ્યુનિકેશનનું પ્રતિક માનવામાં આવે છે આ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.*

- 1920 માં પહેલીવાર ટીવી વેચાયું.

- સૌથી વધારે જોનારા ટીવી શોમાં ઓલમ્પિકની રમતો અને ફૂટબોલ વર્લ્ડકપના ગ્લોબલ ઇવેન્ટને સામેલ કરાયા છે.

- પહેલાં જ્યારે કોઇ પ્રોગ્રામ મટિરિયલ ન હોતો ત્યારે ટીવી પર આ રીતના ટેસ્ટ પેર્ટનમાં કલર બાર વપરાતા હતા.

- 1948માં ટેલિવિઝનના શોર્ટ ફોર્મ ટીવી પહેલી વાર વાપરવામાં આવ્યા હતા.

*ટેલિવિઝનના આવિષ્કારનું શ્રેય ફક્ત કોઇ એકને આપી શકાતું નથી. અલગ અલગ સમય પર લોકોએ ટીવીમાં બદલાવ લાવ્યા છે.*
👇👇ટેલિવિઝનમાં આવેલા કેટલાક બદલાવને જાણીયે

*🎯👉1830-1900👇*

1831માં જોસેફ હેનરી અને માઇકલ ફરાડેએ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનની દુનિયામાં નવા પગ રાખ્યા. મે અને સ્મિથે સેલેનિયમ અને લાઇટની સાથે પ્રયોગ કર્યા.1830માં ગ્રેહામ બેલ અને થોમસ એડિસને બતાવ્યું કે કઇ રીતે ડિવાઇસથી અવાજ અને ચિત્રોને ટ્રાન્સફર કરી શકાય છે. 

*🎯👉1900-1930👇*

1907માં પહેલીવાર ટેલિવિઝન શબ્દ અસ્તિત્વમાં આવ્યો. 1906માં બોરિસ રોસિંગે પહેલું મેકેનિકલ ટીવી બનાવ્યું. 1924-25માં જોન બ્રેડ પહેલીવાર છાયાચિત્રોને મૂવ કરવામાં સફળ રહ્યા હતા. 

*🎯👉1930-1940*

1933માં અઠવાડિયામાં બે વાર પ્રોગ્રામ ટીવી પર આવવા લાગ્યા. 1936 સુધીમાં વિશ્વમાં લગભગ 200 ટેલિવિઝન સેટ વપરાવવા લાગ્યા. ત્યારે 12 ઇંચની સ્ક્રીનની સાથે મોટા ઉપકરણ આવતા.

*🎯👉1940-1950*

*બીજા વિશ્વ યુદ્ધના સમયે ટેલિવિઝનનો ઉપયોગ વધવા લાગ્યો. આ સમયે ટીવી પ્રચાર કરનારી મશીનની રીતે વપરાવવા લાગી. ટેબલટોપ અને કંસોલ બંને રીતના મોડલ ચલણમાં આવવા લાગ્યા.*

*🎯👉1950-1960*

*તેને ટીવીના વિકાસનો ગોલ્ડન યુગ કહેવાતો.* લોકો પરિવારની સાથે ટીવી જોઇને ડિનર કરતા. *1956માં રોબર્ટ એડલરે પહેલું રિમોટ કંટ્રોલ બનાવ્યું હતુ.*

*(જેમ્સ બુર્કે BBC ના અપોલો 11 કવરેજના પ્રમુખ પ્રસ્તુતકર્તા)*

*🎯👉1960-1970*

1962માં એટીએન્ડ ટી કંપનીએ ટેલીસ્ટાર લોન્ચ કર્યું. પહેલીવાર સેટેલાઇટની મદદથી ટીવી પર પ્રોગ્રામ બ્રોડકાસ્ટ કરવામા આવ્યા, 1967ની આસપાસ પ્રોગ્રામ કલરફૂલ આવવા લાગ્યા, 1969માં પહેલો પ્રોગ્રામ બ્રોડકાસ્ટ થયો અને તેમાં 600 મિલિયન લોકોએ તેને માણ્યો. આ હતું બ્રિટિશ ટેલીવિઝન અપોલો 11નું કવરેજ

*🎯👉1970-1980*
વધારે ઘરોમાં રંગીન ટીવી આવવા લાગ્યા. 1973માં ટીવીની સ્ક્રીન વધારી દેવામાં આવી.

*🎯👉1980-1990*

1980 માં ટીવીની સાથે વીસીઆર, ગેમ્સ વગેરે આવવા લાગ્યા અને ટીવીનું ચલણ વધવા લાગ્યું.

*🎯👉1999-2000*

1990 પછી ટેલિવિઝનમાં અનેક બદલાવ આવ્યા છે. ટીવીની સાઇઝ, ક્વોલિટી સારી થઇ છે અને સાથે એલસીડી અને પ્લાઝમા જેવી ટેક્નોલોજીનો પ્રોયગ ચાલી રહ્યો હતો.

*🎯👉2000-2010*

2000 બાદ બીસીઆરની જગ્યાએ ડીવીડી પ્લેયર વપરાવવા લાગ્યા. કરોડો ટીવી વેચાવવા લાગ્યા, તેના આવિષ્કાર સમયે કોઇએ વિચાર્યું પણ નહતું કે તે લોકોની જરૂરત બની જશે. આવનારા સમયમાં એલસીડી અને એલઇડીએ ટેલિવિઝનની દુનિયામાં એક નવી ક્રાંતિ લાવી છે. 

*2010 બાદ🔰🔰🔰*

આ જમાનો સ્માર્ટ ટીવીનો છે. અલ્ટ્રા UHD, બેન્ડેબલ, 4K, 3D, LCD/LED ટીવી હવે ન તો મનોરંજનનું કામ કરે છે પરંતુ કમ્પ્યુટિંગ અને કનેક્ટિવિટીને માટે વાપરવામાં આવે છે.

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


No comments:

Post a Comment