Thursday, July 18, 2019

માનવ વિકાસ -- Human development

*👩‍👩‍👧‍👦👩‍👩‍👦👩‍👩‍👦‍👦માનવવિકાસ👨‍👩‍👦‍👦👨‍👩‍👧👨‍👩‍👧‍👦*

*🔰🎯પ્રશ્ન👉માનવવિકાસ સામેના પડકારો જણાવો.👇👇*

*🎯👁‍🗨જવાબ=👉માનવવિકાસની પ્રગતિ સામેના મુખ્ય ત્રણ પડકારો છે : (1) સ્વાસ્થ્ય (આરોગ્ય), (2) લૈંગિક સમાનતા (સ્ત્રી – પુરુષ સમાનતા), (3) મહિલા સશક્તીકરણ.*

*(1) સ્વાસ્થ્ય (આરોગ્ય) :👉* વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નીરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ – સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે. 

*🇮🇳ભારતનાં બાળ👶* – રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ-વિરોધ રસીઓ આપવાની બાળ – આરોગ્ય અને બાળમૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે. 

👉સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના – મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ તેમની પર નિયંત્રણ સાધી શકાયું છે. 

નવરાત્રી --- Navaratri

🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸
*માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ*
🐾🌞🐾🌞🐾🌞🐾🌞🐾🌞🐾
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723🙏*

💐🙏 મિત્રો નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. નવરાત્રિ આવતા જ ચારેબાજુનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. માતાજીના દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જામવા માંડે છે. મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આમ તો નવરાત્રિ એક વર્ષમાં ચાર હોય છે. 1⃣ચૈત્ર નવરાત્રિ 2⃣વાસંતિક નવરાત્રિ, 3⃣શારદીય નવરાત્રિ અને 4⃣ધર્મગ્રંથો મુજબ મહા માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. 
👏👉આ ચાર નવરાત્રિમાં *શારદીય નવરાત્રિનું* ભારતમાં વિશેષ મહત્વ છે.

👉👁‍🗨નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય. આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. 
*🎯👉નવરાત્રિનો તહેવાર કુલ નવ દિવસનો હોય છે. આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ આ નવ દિવસોમાં નવ દેવીઓનુ વિશેષ મહત્વ છે* 

*🌼આવો જાણીએ માતાના નવ સ્વરૂપો.*

1⃣આદિશક્તિ શ્રી દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી *શૈલીપુત્રીનું* છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે,

Wednesday, July 17, 2019

17 July --- NC

17 July

🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯
ઈતિહાસમાં ૧૭ જુલાઈનો દિવસ
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👩🏻👱‍♀👧🏻મહિલાઓને સ્થાન👩🏻👱‍♀👧🏻

વર્ષ ૧૯૪૮માં આજના દિવસે ભારત સરકારે વહીવટી સેવાથી લઈને પોલીસ ફોર્સની નોકરીઓમાં મહિલાઓ સાથે ભેદભાવ નહીં કરવાનો આદેશ જારી કર્યો હતો .

👵👳‍♀👵એન્જેલા મર્કેલ👵👳‍♀👵

વિશ્વના શક્તિશાળી મહિલા રાજકારણીઓમાં મોખરાનું સ્થાન ધરાવતાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલનો જન્મ વર્ષ ૧૯૫૪માં આજના દિવસે થયો હતો .

👥🗣👥ડિઝનીલેન્ડની શરૂઆત👤🗣

વિશ્વના સૌથી લોકપ્રિય એમ્યુઝમેન્ટ પાર્કનો પ્રારંભ વર્ષ ૧૯૫૫માં આજના દિવસે અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો . અત્યાર સુધી ૬૫ કરોડ લોકોએ તેની મુલાકાત લીધી છે .

👤🗣👤આફ્રિકન દેશોનો ઓલિમ્પિક બહિષ્કા🗣👤🗣

એકસાથે 25 આફ્રિકન દેશોએ દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિને ટેકો આપનારા ન્યૂઝીલેન્ડ સામે વર્ષ 1976ની 16 જુલાઈએ 21મા મોન્ટ્રિયલ સમર ઓલિમ્પિક્સનો સામુહિક બહિષ્કાર કર્યો હતો .

ભારત: કૃષિ --- India: Agriculture

☘🍀🍃🍂ભારત: કૃષિ🌾🌴🌱🌿

*💠🎯પ્રશ્ન👉કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.*

*🎯જવાબ👉ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો 6 છે : 1. જીવનનિર્વાહ ખેતી, 2. સૂકી (શુષ્ક) ખેતી, 3. આર્દ્ર (ભીની) ખેતી, 4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી, 5. બાગાયતી ખેતી તથા 6. સઘન ખેતી.*

*જીવનનિર્વાહ ખેતી :👉* જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે, તે ખેતી ‘જીવનનિર્વાહ’ કે *‘આત્મનિર્વાહ ખેતી’* કહેવામાં આવે છે. આજે ભારતીય ખેતિ મોટા ભાગના વિસ્તારમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. 

ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાનાં ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછાવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. 

વળી, ગરીબીને કારણે તેમને ખેતીનાં આધુનિક ઓજારો, મોંઘાં બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી. 

તમિલ ભાષા --- Tamil language

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🔳🔲🔳તમિલ ભાષા🔳🔲🔳*
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🎯🔰પહેલી શાસ્ત્રીય ભાષા*

*👁‍🗨🎯👉૨૦૦૪ માં, ભારત સરકારે જાહેર કર્યું કે જે ભાષાઓ નિશ્ચિત માપદંડમાં ખરી ઉતરતી હશે તેને અધિકૃત શાસ્ત્રીય ભાષા નો દરજ્જો પ્રદાન કરાશે.*

*ત્યાર બાદ શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાયેલ ભાષાઓમાં તમિલ (૨૦૦૪ માં),* *સંસ્કૃત (૨૦૦૫ માં),*
*કન્નડ (૨૦૦૮ માં),*
અને *તેલુગુ (૨૦૦૮ માં)*. નો સમાવેશ થાય છે.

*શાસ્ત્રીય ભાષા, એ ભાષાઓ છે જેનું સાહિત્ય શાસ્ત્રીય હોય છે. એટલેકે તે પ્રાચિન હોવી જોઇએ, તેની સ્વતંત્ર પરંપરા હોવી જોઇએ જે અન્ય પરંપરાની શાખાનાં રૂપમાં નહીં પણ મહદઅંશે સ્વયં વિકાસ પામેલ હોય અને તે વિશાળ અને અત્યંત ઉચ્ચ કક્ષાનું પ્રાચિન સાહિત્ય ધરાવતી હોવી જોઇએ.*

*☑️🔘તામિલ ભાષા એ દ્રાવિડ ભાષાજૂથમાં એક ભાષા છે જે શ્રીલંકા, સિંગાપુર અને ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્ય અને કેન્દ્રશાસિત પોંડિચેરી પ્રદેશ ની અધિકૃત ભાષા છે. તામિલનાડુ ઉપરાંત દક્ષિણ ભારતમાં વસતા ઘણા પ્રદેશોના લોકો તમિલ ભાષા વાંચી, લખી કે સમજી શકે છે.*

માર્શલ ઓફ એરફોર્સ અર્જુન સિંહ --- Marshal of the Air Force Arjun Singh

👮💐👮💐👮💐👮💐👮💐👮
*ભારતીય હવાઈદળના ‘માર્શલ’ અર્જનસિંહનું 98 વર્ષની વયે નિધન*
💐👏💐👏💐👏💐👏💐👏💐
*દેશનાં એકમાત્ર માર્શલ ઓફ એરફોર્સ અર્જુન સિંહ*
🔰👮👤👮👤👮👤👮👤👮👤
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*👮માર્શલ અર્જન સિંહ માત્ર 44 વર્ષની ઉંમરે એરફોર્સ ચીફ બન્યા હતા.*
*👮🎖👏પદ્મ વિભૂષણથી સન્માનિત અર્જન સિંહ*

*👮ભારતીય હવાઈદળના ભૂતપૂર્વ વડા, ‘માર્શલ ઓફ ધ ઈન્ડિયન એર ફોર્સ’ અર્જનસિંહનું શનિવારે 98 વર્ષની વયે નિધન થયું છે. એમને બીમારીને કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.*

*👏👮અર્જન સિંહે 1964-1969 સુધી ભારતીય હવાઈ દળના વડા, એર ચીફ માર્શલ તરીકે સેવા બજાવી હતી.*
*👏👮 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.*
💠🔰👉અંગ્રેજોથી આઝાદી મળ્યા બાદ પહેલીવાર લડાઈમાં ઉતરેલી એરફોર્સની કમાન તેમના જ હાથમાં હતી.