Thursday, July 18, 2019

તુલસી વિવાહ -- Tulsi Vivah

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*🐾🐾🐾તુલસી વિવાહ🐾🐾🐾*
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |
કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||

🍁🍁શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. 

🍁🍂🍃પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે.

🍁🍂🍃કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે. તુલસી વિવાહની આ પધ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે.

ગુરુ નાનક જયંતિ --- Guru Nanak Jayanti

Guru Nanak

Description

Guru Nanak was the founder of Sikhism and the first of the ten Sikh Gurus. His birth is celebrated worldwide as Guru Nanak Gurpurab on Kartik Pooranmashi, the full-moon day in the month of Katak, October–November. Wikipedia
Died22 September 1539, Kartarpur, Pakistan
SpouseMata Sulakhni (m. 1487–1539)

દેવ-દિવાળી --- Dev-Diwali

🎉🖼🎊🎉🖼🎊🎉🖼🎊🎉🖼
*🎊🎉🎊દેવ-દિવાળી🎊🎉🎊*
🎉🖼🎉🖼🎉🎊🎉🖼🎉🎊🖼
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🔑🗝દેવ-દિવાળી તહેવારોનો રાજા છે. 🕉હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે. 🕎🔯ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા, તેથી જૈનધર્મીઓ માટે પણ દિવાળીનો તહેવાર ખૂબજ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.*

🇮🇳🔰ભારતભરના તમામ ધર્મોના લોકો આ તહેવાર ભારે ઉત્સાહથી અને ઉલ્લાસથી ઉજવે છે. કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવદિવાળી’ ના સંદર્ભમાં એક પૌરાણિક કથા પણ સંકળાયેલી અને પ્રચલિત છે.👇👇

*👇દેવ-દિવાળીની પૌરાણિક કથા -*

ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયાગક્ષેત્રમાં તપ કરતો હતો. તેણે ઉગ્ર તપશ્ચર્યા કરી. એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડયા એને સંમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા, પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને કામ, ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં, અને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વ માગ્યું. ત્યારે બ્રહ્માજી બોલ્યા, ‘હે વત્સ! મારું પણ મરણ થાય છે તો પછી અન્યની તો શી વાત કરવી? શરિર ધારીઓ માટે મરણ અનિવાર્ય છે એટલે મારી પાસેથી અન્ય વરદાન માગી લે.’

*સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ હક્ક છે : તે લઇને જ જંપીશ*

🇮🇳🇮🇳🇮🇳🔰🇮🇳🇮🇳🔰🇮🇳🇮🇳🇮🇳🔰
*સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ હક્ક છે : તે લઇને જ જંપીશ*
🇮🇳🇮🇳🇮🇳🔰🇮🇳🇮🇳🔰🇮🇳🇮🇳🇮🇳🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

''સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તે લઇને જ જંપીશ''- એ સૂત્ર કોઇ વિધાન કરવા ખાતર વહેતું મૂકાયેલું ન હતું. આ સૂત્ર એ અવિરત સંઘર્ષ તથા સમર્પણના બળે કરવામાં આવેલો સિંહની ગર્જના સમાન પ્રભાવી નાદ હતો. સૂત્ર જગતના ચોકમાં નિર્ભયતાથી તથા છલોછલ આત્મવિશ્વાસથી રજૂ કરનાર નરકેસરી બાળગંગાધર એ ખરા અર્થમાં *'લોકમાન્ય' હતા. મહારાષ્ટ્રના રત્નાગિરી પ્રદેશનું આ રત્ન ગાંધીયુગ પહેલાં ભારતીયોની શ્રદ્ધાના કેન્દ્ર સમાન હતું.* *🗞🗞'કેસરી' અખબારના સર્જક અને સંચાલક લોકમાન્ય ટિળક હિન્દુસ્તાનની પ્રજામાં જોમ પેદા કરનાર મોભી હતા.* ઇ.સ. ૧૮૫૬ના જુલાઇ માસની ૨૩મી તારીખે ટિળકનો જન્મ થયો હતો. આથી લોકમાન્ય ટિળકની સવિશેષ સ્મૃતિ જુલાઇ માસમાં થાય તે સ્વાભાવિક છે. 

*🇮🇳🇮🇳લાલ - બાલ અને પાલની ત્રિપુટીએ આઝાદી પ્રાપ્ત કરવા ગોરા શાસકોની ભીખ માગવા માટે નહીં પરંતુ અવિરત સંઘર્ષ કરવા વ્યાપક લોકમત ઊભો કર્યો હતો.* ૧૮૦૯ માં ટિળકની ધરપકડ કરીને બ્રિટિશ સરકારે મુકદ્દમો ચલાવ્યો. આપણા દેશના કેટલાક કાનૂની મુકદ્દમાઓ યાદગાર રહેલા છે. ટિળક સામેનો કેસ અને તેનો બચાવ એ પણ આપણા ઐતિહાસિક તથા અનોખા દસ્તાવેજ સમાન છે. કેસ ચલાવનાર ન્યાયમૂર્તિઓની જૂરી સામે તેમણે પોતાનું ૨૧ કલાકનું જાનદાર તથા તર્કબદ્ધ સંબોધન રજૂ કર્યું. ટિળકની બુદ્ધિપ્રતિભા તથા કાનૂની સમજ તેમાં સ્પષ્ટ રીતે તરી આવે તેવા હતા. આઝાદ થવા મથામણ કરતાં દેશના લોકોની અંતરની અકળામણને ટિળક મહારાજે જાણે અદાલતના આંગણે શબ્દદેહ આપેલો હતો. તેમની સામે મૂકવામાં આવેલા તેમનાં અખબારી લખાણો અંગેના આરોપ સામે તેઓએ એક નીડર પત્રકારને છાજે તેવી દલીલ કરી. તેમણે અદાલતને જણાવ્યું કે *પરિસ્થિતિ જ્યારે ઉગ્ર અને અશાંત હોય ત્યારે અશાંતિના કારણો સરકારના મનમાં ઠસાવવાની પત્રકાર તરીકે તેમની ફરજ હતી, જે તેમણે નિષ્ઠાથી બજાવી હતી. આ બાબત લોકમાન્યના મતે પ્રજાના વ્યાપક હિત માટે કરવી જરૂરી હતી અને તેમનો અખબારી ધર્મ પણ હતો.* તેમણે કેટલાક સરકારના ટેકામાં રહીને પ્રજાહિત વિરુદ્ધ લખાણ કરતા અખબારોની નિષ્ઠા બાબતમાં સણસણતો પ્રશ્ન પણ રજૂ કર્યો. જુરીને ટિળકનાં લખાણો રાજદ્રોહથી ભરપૂર જણાયાં. 

ધનતેરસ --- Dhanteras

🕉🛐🕉🛐🕉🛐🕉🛐🕉🛐🕉🛐
*💸💵💴💶ધનતેરસ💰💷💶💴*
💠🙏💠🙏💠🙏💠🙏💠🙏💠🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*દિવાળીના બે દિવસ પહેલા એટલે કે ધનતેરસના દિવસથી જ દીપ પ્રજવ્વલિત કરવાની પ્રથા છે.*

*કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે જ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. આથી આ તિથિને ધન ત્રયોદશી કે ધનતેરસના રૂપમાં ઓળખાય છે.*

*ભગવાન ધનવંતરી જયારે પ્રગટ થયાં હતા તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ભગવાન ધનવંતરી કળશ લઈને પ્રગટ ટ થયા હતા. તેથી આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે.* 

*લોકમતાનુસાર કહેવાય છે કે આ દિવસે વાસણ કે ચાંદીની વસ્તુ વગેરે ખરીદવાથી તેમાં તેર ગણો વધારો થાય છે. આ અવસરે ધાણાના બીજ ખરીદી ઘરમાં મુકવામાં આવે છે.*

*દિવાળી પછી આ બીજને લોકો પોતાના ખેતરમાં વાવે છે. કેટલાક લોકો કયારિયોમાં વાવે ધાણા સ્વાસ્થય માટે ઉત્તમ હોય છે,અને એ સ્વાદને પણ વધારે છે.*

દિવાળી --- Diwali

⭐️🌟⭐️🌟⭐️🌟⭐️🌟⭐️🌟⭐️🌟
*💥💥દિવાળી : પ્રકાશનું પર્વ💥💥*
⭐️🌟⭐️🌟✨💫✨💫⭐️✨💥💥
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*💟દિવાળી એ આપણો સૌથી અગત્યનો તહેવાર છે, એટલે તેના વિષે કોઈ ના જાણતું હોય એવું ના બને. આપણે સૌ જાણીએ છીએ કે આસો માસના અંતે એટલે કે વર્ષના અંતે દિવાળી ઉજવાય છે અને ઘણા તહેવારોના સમુહને દિવાળી કહીએ છીએ. આજે દિવાળી વિષે લખવાનું મન એટલા માટે થયું કે ઘણા વિદ્યાર્થીઓ આપણા તહેવારો વિષે જાણે છે બધું પરંતુ જો તેમને મારો પ્રિય તહેવાર વિષય પર નિબંધ લખવાનો કહો તો ગૂંચવાઈ જાય છે. કૈક જાણવું અને તેને શબ્દોમાં રજુ કરવું એ બન્ને વચ્ચે ફરક છે. તો ચાલો આજે આપણે દિવાળીના તહેવારનું મહત્વ સમજીએ.*

*🇮🇳🇮🇳ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે.*

દવાઓ --- Medicines

🌡💉💊🌡💉💊🌡💉💊🌡💉💊
*💊💊💊💊દવાઓ💊💊💊💊*
*💊💊જેનરિક Vs. બ્રાન્ડેડ દવાઓ💊*
🚪💊🚪💊🚪💊🚪💊🚪💊🚪💊
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*કેટલાક સમય પહેલા MCI (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) દ્વારા એક સરક્યુલર બહાર પાડી ડૉક્ટરોને જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા તથા લખાણ શક્ય હોય ત્યાં સુધી કેપિટલ અક્ષરોમાં અને સુવાચ્ય રીતે લખવા સૂચના અપાયેલી. સામાન્ય પ્રજાજનોને મન ડૉક્ટર એ બીજો ભગવાન છે. આપણા દેશમાં રાષ્ટ્રના કુલ GDPના 2% કરતાં પણ ઓછું આરોગ્ય વિષયક બજેટ હોય છે. આ સંજોગોમાં આરોગ્ય એ સેવાની જગ્યાએ ઉદ્યોગ બની ગયો છે. ડૉક્ટર, દવા નિર્માતા અને કેમિસ્ટ તથા તેમની સાથે જોડાયેલી લેબોરેટરીઝ આ બધાનું એક મજબૂત નેટવર્ક બનેલું છે અને તેના પાયામાં સરકારની ખામી ભરેલી નિતિઓ તેમજ અંકુશનું બિનપર્યાપ્ત તંત્ર મહદ અંશે જવાબદાર છે. આજના સમયમાં ડૉક્ટરોની કમાણીનો મોટો ભાગ દવા નિર્માતા તરફથી મળતા ભેટ સોગાદો કે કમિશનો તેમજ દવા વિક્રેતા અને લેબોરેટરીઓ તરફથી મળતા કમિશનમાંથી આવે છે, તે નરી વાસ્તવિકતા છે. ડૉક્ટર બનવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થવો, વસ્તીના ધોરણે ડૉક્ટરોની ઓછી સંખ્યા હોવી, સરકારી તંત્રના આંખ આડા કાન હોવા જેવા કે અન્ય ગમે તે કારણો હોય પણ વાસ્તવિકતા સ્વયં સ્પષ્ટ છે.*