Thursday, July 18, 2019

દવાઓ --- Medicines

🌡💉💊🌡💉💊🌡💉💊🌡💉💊
*💊💊💊💊દવાઓ💊💊💊💊*
*💊💊જેનરિક Vs. બ્રાન્ડેડ દવાઓ💊*
🚪💊🚪💊🚪💊🚪💊🚪💊🚪💊
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*કેટલાક સમય પહેલા MCI (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) દ્વારા એક સરક્યુલર બહાર પાડી ડૉક્ટરોને જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા તથા લખાણ શક્ય હોય ત્યાં સુધી કેપિટલ અક્ષરોમાં અને સુવાચ્ય રીતે લખવા સૂચના અપાયેલી. સામાન્ય પ્રજાજનોને મન ડૉક્ટર એ બીજો ભગવાન છે. આપણા દેશમાં રાષ્ટ્રના કુલ GDPના 2% કરતાં પણ ઓછું આરોગ્ય વિષયક બજેટ હોય છે. આ સંજોગોમાં આરોગ્ય એ સેવાની જગ્યાએ ઉદ્યોગ બની ગયો છે. ડૉક્ટર, દવા નિર્માતા અને કેમિસ્ટ તથા તેમની સાથે જોડાયેલી લેબોરેટરીઝ આ બધાનું એક મજબૂત નેટવર્ક બનેલું છે અને તેના પાયામાં સરકારની ખામી ભરેલી નિતિઓ તેમજ અંકુશનું બિનપર્યાપ્ત તંત્ર મહદ અંશે જવાબદાર છે. આજના સમયમાં ડૉક્ટરોની કમાણીનો મોટો ભાગ દવા નિર્માતા તરફથી મળતા ભેટ સોગાદો કે કમિશનો તેમજ દવા વિક્રેતા અને લેબોરેટરીઓ તરફથી મળતા કમિશનમાંથી આવે છે, તે નરી વાસ્તવિકતા છે. ડૉક્ટર બનવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થવો, વસ્તીના ધોરણે ડૉક્ટરોની ઓછી સંખ્યા હોવી, સરકારી તંત્રના આંખ આડા કાન હોવા જેવા કે અન્ય ગમે તે કારણો હોય પણ વાસ્તવિકતા સ્વયં સ્પષ્ટ છે.*

*💊🕳મૂળ વાત MCI ના સરક્યુલરની કરતાં પહેલા જેનરિક અને બ્રાન્ડેડ દવાઓ વિશે સરળતાથી સમજીએ તો એમ કહી શકાય કે, જેનરિક દવા એટલે મૂળ ઘટકતત્વ ધરાવતી અને તે તત્વના આધારે ઓળખાતી દવા. જ્યારે બ્રાન્ડેડ દવામાં ઘટકતત્વો એક કે વધારે હોય પરંતુ તે કોઈ બ્રાંડ નામથી ઓળખાતી હોય છે. 🔋થોડું વિસ્તૃત ઉદાહરણ સમજીએ તો પેરાસિટામોલ એ દવાના ઘટકતત્વનું નામ છે, જ્યારે દવા (ગોળી) પેરાસિટામોલના નામથી બનાવવામાં અને વેચવામાં આવે તો તે જેનરિક દવા કહેવાય. 💡હવે બજારમાં એનાસિન, ક્રોસિન વગેરે નામની દવાઓ વેચાય છે. આ દવાઓમાં ઘટકતત્વ પેરાસિટામોલ જ હોય છે પરંતુ દવા નિર્માતા પોતાના બ્રાન્ડના નામથી તેનો પ્રચાર અને વેપાર કરે છે. એટલે તે દવા બ્રાન્ડેડ દવા ગણાય. જમીન ઉપરની વાસ્તવિકતા એ છે કે ઉપરોક્ત ઉદાહરણમાં દર્શાવેલી સમાન ઘટકતત્વો ધરાવતી દવા બજારમાં જમીન-આસમાનના ભાવ-તફાવતથી વેચાય છે. 💡એટલે કે જેનરિક દવા એક રૂપિયામાં મળતી હોય તો બ્રાન્ડેડ દવા દસ રૂપિયા સુધીની કિંમતમાં વેચાય છે. કૅન્સર, ડાયાબિટીસ અને કીડનીના રોગોમાં સારવાર અર્થે વપરાતી દવાઓમાં જેનરિક અને બ્રાન્ડેડ દવાઓનો ભાવ-તફાવત ઘણી વખત એક રૂપિયા સામે સો રૂપિયા જેટલો કે તેથી પણ વધારે જોવા મળે છે. સામાન્ય શબ્દોમાં કહેવું હોય તો આને ઉઘાડી લૂંટ કહેવાય.*

*🔋💡🔦ભારત વૈશ્વિક કક્ષાએ જેનરિક દવાઓનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતનો દવા ઉદ્યોગ વાર્ષિક એક લાખ કરોડનો ધંધો કરે છે અને ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં એનો સમાવેશ થાય છે. દુનિયાના વિકસિત અને અવિકસિત અથવા વિકાસશીલ તમામ પ્રકારના દેશોમાં ભારતીય જેનરિક દવાઓની નિકાસ થાય છે. સામે પક્ષે ભારતની 35% કરતાં વધુ વસ્તીને દવાઓ અથવા સ્વાસ્થ્ય સેવાઓ પૂરતી માત્રામાં અને પોષણક્ષમ ભાવે મળતી નથી. કેટલીક વખત કુટુંબના એક સભ્યની ગંભીર બિમારીનું ખર્ચ સમગ્ર કુટુંબની સ્થાવર જંગમ મિલકતના બરાબર થઈ જાય છે. આવા સંજોગોમાં કુટુંબ આર્થિક રીતે બેહાલ થઈ જાય અથવા બિમાર વ્યક્તિ સારવાર વગર મૃત્યુ પામે-પરિણામ જે આવે તે પણ આવું કુટુંબ આર્થિક, માનસિક, સામાજિક અને ભવિષ્યના વિકાસના સંદર્ભે બેહાલ થઈ જાય છે, તે હકિકત છે. જાહેર આરોગ્ય વિષયક સવલતોનું અપૂરતું પ્રમાણ અને પ્રતિ લાખ વ્યક્તિએ ઉપલબ્ધ ડૉક્ટરો કે પથારીની ઓછી સંખ્યાને કારણે સરકારી સ્વાસ્થ્ય સેવાઓ અપૂરતી થઈ રહે છે. આ સંજોગોમાં વ્યક્તિ ગરીબ હોય તો પણ મોંધી ખાનગી સ્વાસ્થ્ય સેવાઓનો સહારો લેવા મજબૂર બને છે. અહીં, બ્રાન્ડેડ દવાઓ અને ડૉક્ટરો સાથે અન્ય સ્વાસ્થ્ય વિષયક તંત્રોની મિલિભગતનો ભોગ બનવું પડે છે. આપણા દેશમાં સ્વાસ્થ્ય વિષયક વિમાની સગવડ એ માત્ર 15% લોકો સુધી પહોંચી શકી છે. આમ, મેડિકલ ઈન્શ્યોરન્સ પણ આપણા ત્યાં આ પ્રશ્નનો ઉકેલ નથી.*

*💡🔦🔋⏳⌛️હવે, MCIના સરક્યુલરની વાત કરીએ તો એ એક નિતિ વિષયક સિદ્ધાંત જેવું પગલું સાબિત થનાર છે. કેમ કે, ડૉક્ટરો MCIના આદેશ મુજબ વર્તવા કાયદેસર બંધાયેલા નથી અને સરકાર દ્વારા આવો કોઈ આદેશ કરાયેલ નથી. વળી, માની લઈએ કે બધા ડૉક્ટરો જેનરિક દવા લખવા રાજી હોય તો પણ કેટલાક મુદ્દા વ્યવહારિક રીતે ઉકલે તેમ નથી. જેમ કે, ભારતમાં વેચાતી 80%થી વધુ દવાઓ એક કરતાં વધારે ઘટકતત્વોના સંયોજનના મિશ્રણથી બનેલ દવાઓ હોય છે. આવા પ્રકારની દવામાં જેનરિક દવા બનાવવી કે વેચવી શક્ય નથી. કારણ કે, એક જ ક્રિયાશીલ ઘટકતત્વવાળી દવા જ જેનરિક દવા ગણાય. એક થી વધું ક્રિયાશીલ ઘટકતત્વોના મિશ્રણની દવા બ્રાન્ડેડ દવા જ ગણાય. બીજો મુદ્દો એવો છે કે સરકારી નિયમાનુસાર દવા જેનરિક હોય કે બ્રાન્ડેડ હોય તેની નિયત કરાયેલી MRP સમાન હોય છે. એટલે છૂટક દવા વેચનાર કેમિસ્ટ જેનરિક દવા પણ બ્રાન્ડેડ દવાના ભાવે વેચે છે. બ્રાન્ડેડ અને જેનરિક દવાના ભાવમાં ફરક જથ્થાબંધ ધોરણે હોય છે, છૂટક નહિ. આ ઉપરાંત જો જેનરિક દવા જ લખવામાં આવે તો કેમિસ્ટ દર્દીને કઈ દવા આપવી તે માટે સ્વતંત્ર ગણાય અને આપણા દેશમાં નિયમ હોવા છતાં મોટા ભાગની કેમિસ્ટની દુકાનો કેમિસ્ટની સતત હાજરી સિવાય પણ ચાલે છે. આ સંજોગોમાં કેમિસ્ટની દુકાનમાં કામ કરતા અને દવા વિશે અભ્યાસની દ્રષ્ટીએ જ્ઞાન ન ધરાવતા લોકોના હાથમાં દર્દીની દવાનો નિર્ણય આવે છે. જે અતિશય ગંભીર બાબત છે. અને વ્યવહારિક દ્રષ્ટીએ અયોગ્ય છે.*

*⭐️🌟⭐️🌟આટલી ચર્ચા પછી આ આખા પ્રશ્નનું નિરાકરણ સરળતાથી થાય તેવું લાગતું નથી. પણ, આપણા દેશમાં રાજકીય ઇચ્છાશક્તિ હોય તો કોઈ પ્રશ્નનો ઉકેલ અસંભવ નથી. ખરેખર તો આરોગ્ય વિષયક પ્રશ્નોની ઉત્પત્તિનું મૂળ કારણ સરકારની આરોગ્ય વિષયક સેવામાંથી ખસી જવાની વૃત્તિ અને આરોગ્યને સેવાના બદલે ઉદ્યોગ બનાવવાની નિતિ છે. રાજસ્થાનમાં રાજ્ય સરકારે વાર્ષિક માત્ર 300 કરોડના ખર્ચમાં જેનરિક દવાઓ જથ્થાબંધ ખરીદી લોકોને સસ્તા ભાવે પૂરી પાડવાની યોજના અમલમાં મૂકેલી છે. આ યોજનાને ખૂબ સરસ પ્રતિસાદ મળેલ છે. સરકારના 300 કરોડના રૂપિયાના ખર્ચ સામે તેટલી જ દવાઓની ખુલ્લા બજારમાંથી ખરીદી કરવામાં રાજ્યની પ્રજાને અંદાજે 3000 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. આમ, તમામ રાજ્ય સરકારો અથવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે યોજના ઘડી અમલમાં મૂકે તો માત્ર વાતોના વડા નહિ પણ વાસ્તવિક પરિણામ લક્ષી કાર્ય થાય તેમ છે. સરકારો કેટલી ઈચ્છા શક્તિ દર્શાવે છે અને તેનું કેવું પરિણામ મળે છે તે ભવિષ્ય જ કહી શકે. પણ, હાલમાં MCIનો સરક્યુલર એ તો માત્ર દેખાડો જ સાબિત થનાર છે.*

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


🔘💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
*આ છે આપણા શરીરની 8 અજાયબી*
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*મિત્રો, આપણે સૌ દુનિયાની અજાયબીઓ વિશે જાણીએ છીએ. કોઈ અજાયબી પ્રત્યક્ષ જોઈ હશે તો કોઈ ઈંટરનેટના માધ્યમથી જોઈ હશે. કોઈ વીડીયો કે ફોટા જોયા હશે. પરંતુ આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આપણું શરીર પણ એક અજાયબી છે અને આપણા શરીરમાં પણ ઘણા એવા અંગો છે અને એવી પ્રક્રિયાઓ થાય છે જે સૌને અચંબામાં મૂકી દે છે. તો મિત્રો, આજે આપણે આપણા શરીરમાંં આવેલી એવી જ આઠ અજાયબી વિશે માહિતી મેળવીએ.* ​

💠🎯1. આપણા શરીરના લોહીમાં સતત અબજો રક્તકણોનો જથ્થો જળવાઈ રહે છે. આ જથ્થો જાળવી રાખવા હાડકાનાં પોલાણમાં દર સેકંડે અઢી કરોડ જેટલાં રક્તકણો તૈયાર થાય છે.


💠🎯2. આપણાં ફેફસાનું કુલ ક્ષેત્રફળ લગભગ ટેનિસના એક મેદાન જેટલું થાય છે. દરરોજ આપણે 20 લાખ લીટર જેટલી હવા શ્વાસમાં લઈને ઉચ્છશ્વાસમાં બહાર કાઢીએ છીએ.

💠🎯3. આપણાં શરીરના જ્ઞાનતંતુઓમાં વહેલા સંદેશના તરંગોની ઝડપ એક સેકંડના 7 કિલોમીટર હોય છે. આપણે આંગળીથી કોઈ વસ્તુને સ્પર્શ કરીએ તેનો સંદેશો મગજને માઈક્રો સેકન્ડમાં મળી જાય છે.

💠🎯4. આપણી ચામડીના દરેક ચોરસ ઇંચમાં 625 પ્રસ્વેદ ગ્રંથિ અને કુલ 72 કિલોમીટર લંબાઈના જ્ઞાાનતંતુઓ હોય છે. આપણા શરીરમાં ચામડી સૌથી મોટો અવયવ છે અને શરીરનું તાપમાન જાળવી રાખે છે.

💠🎯5. આપણા હાથમાં ત્રણ મુખ્ય જ્ઞાાનતંતુઓ, લોહીની બે ધમનીઓ અને 27 હાડકાં હોય છે. કોઈપણ અંગ કરતાં હાથના સંચાલન માટે મગજ સૌથી વધુ કામ કરે છે. 

💠🎯6. આપણું હૃદય લગભગ 400 ગ્રામ વજન ધરાવે છે. મિનિટના સરેરાશ 72 વખત ધબકીને લોહીને આખા શરીરમાં ફેરવે છે. લોહી શરીરની ધમનીમાં લગભગ દોઢ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે. હૃદય માણસના શરીરમાં સૌથી કામ કરતો મજબૂત સ્નાયુ છે.

💠🎯7. આપણી જીભ એ એક માત્ર હાડકાં વિનાનો અવયવ છે અને એકજ છેડેથી શરીર સાથે જોડાયેલો છે. જીભ ઉપર ઈજા થાય તો આપમેળે સાજો થઈ જતો અવયવ છે.

💠🎯8. આપણી આંખમાં પ્રકાશ સંવેદન માટે એકથી દોઢ અબજ રીસેપ્ટર હોય છે. જેમાં 50 થી 70 લાખ રીસેપ્ટર રંગોને પારખવાના હોય છે. માણસની આંખ વિશ્વના સૌથી મોટાં ટેલિસ્કોપ કરતાં ય વધુ રંગોને પારખી શકે છે. આંખના સ્નાયુઓ શરીરમાં સૌથી વધુ ઝડપથી કામ કરનારાં છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:

Post a Comment