Thursday, July 18, 2019

દિવાળી --- Diwali

⭐️🌟⭐️🌟⭐️🌟⭐️🌟⭐️🌟⭐️🌟
*💥💥દિવાળી : પ્રકાશનું પર્વ💥💥*
⭐️🌟⭐️🌟✨💫✨💫⭐️✨💥💥
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*💟દિવાળી એ આપણો સૌથી અગત્યનો તહેવાર છે, એટલે તેના વિષે કોઈ ના જાણતું હોય એવું ના બને. આપણે સૌ જાણીએ છીએ કે આસો માસના અંતે એટલે કે વર્ષના અંતે દિવાળી ઉજવાય છે અને ઘણા તહેવારોના સમુહને દિવાળી કહીએ છીએ. આજે દિવાળી વિષે લખવાનું મન એટલા માટે થયું કે ઘણા વિદ્યાર્થીઓ આપણા તહેવારો વિષે જાણે છે બધું પરંતુ જો તેમને મારો પ્રિય તહેવાર વિષય પર નિબંધ લખવાનો કહો તો ગૂંચવાઈ જાય છે. કૈક જાણવું અને તેને શબ્દોમાં રજુ કરવું એ બન્ને વચ્ચે ફરક છે. તો ચાલો આજે આપણે દિવાળીના તહેવારનું મહત્વ સમજીએ.*

*🇮🇳🇮🇳ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે.*


*ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરી આ દિવસે અયોધ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દીવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી, જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે.*

*વાઘ બારસ એટલે કે વાક બારસ અને આ દિવસે વાણી ની દેવી સરસ્વતીનું પૂજન થાય છે. ઘણા આદિવાસી અને જંગલ વિસ્તારોમાં વાઘ (જંગલી પશુઓ)નું પૂજન પણ થાય છે. ત્યાર બાદ ધનતેરસ એ દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ છે. પ્રથમ વિદ્યાની દેવી સરસ્વતીનું પૂજન કરી બીજે દિવસે લક્ષ્મી-પૂજનનો અર્થ એ છે કે જ્ઞાનનું મહત્વ ધન દોલતથી વધારે છે. લક્ષ્મી પૂજનના દિવસે દેવી લક્ષ્મીજી પાસે માત્ર ધન નહી સંતાન અને ધન બંનેની માગણી કરવાની પૂજા થાય છે. કાળી ચૌદશના દિવસે અશુભ તત્વો કે આસુરી શક્તિઓ આપણા જીવનથી દૂર રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે, તો વળી કેટલાક લોકો સ્મશાનમાં પૂજા પણ કરે છે. દિવાળીના દિવસે દીપ પ્રગટાવી આનંદ ઉત્સવ મનાવાય છે. નવા કપડા પહેરી બાળકો ફટાકડા ફોડીને ઉત્સવ મનાવે છે. વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ બનાવવાનો અને ખાવાનો પણ રીવાજ છે. બીજા દિવસે કારતક સુદ એકમ એટલે કે નવું વર્ષ મનાવાય છે. સહુ એક-બીજાને મળી શુભેચ્છાઓ પાઠવે છે. વેપારીઓ ચોપડા પૂજન કરી નવા વર્ષના કામકાજનો પ્રારંભ કરે છે. બીજા દિવસે ભાઈ બીજે ભાઈઓ બહેનના ઘરે જાય છે. બહેન ભાઈને જમાડી તેના શુભ માટે પ્રાર્થના કરે છે, તો ભાઈ બહેનને ભેટ-સોગાદ આપે છે.*

*🎯🔰👉અન્ય માન્યતાઓ મુજબ દિવાળીને 'દિપાવલી' તરીકે પણ ઓળખવામાં આવે છે. 'દીપ' એટલે 'પ્રકાશ' અને 'આવલી' એટલે 'હરોળ'. આ પ્રકાશની હરોળને દર વર્ષે દીવડાઓ પ્રગટાવીને દર્શાવવામાં આવે છે. આસો સુદ પૂર્ણિમાના તેરમાં દિવસે (ધનતેરસે) દિવાળીનો પ્રથમ દિવસ ઉજવવામાં આવે છે. 'ધન' એટલે 'સંપત્તિ' અને 'તેરસ' એટલે 'તેરમો દિવસ'. આ દિવસે લક્ષ્મીજીની એટલે કે ધનની દેવીની પુજા કરવામાં આવે છે. ભારતમાં ઘણી જગ્યાઓએ મૃત્યુના રાજા 'યમરાજ' માટે સતત પ્રગટતા દીવાઓ મુકવામાં આવે છે. ચૌદમાં દિવસે (નારક ચતુર્દશી) હિન્દુઓની માન્યતા મુજબ ભગવાન કૃષ્ણએ દુનિયાને ભયભીત કરનાર રાક્ષસ નાર્કાસુરનો વધ કર્યો હતો. આ દિવસથી થોડાઘણા ફટાકડાઓ ફોડવાનું શરૂ થાય છે.*

🎯👉🎯🎯પખવાડિયાના પંદરમાં દિવસે સાચી દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીના શુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ સુધી ઘર સાફ કરવામાં ન આવ્યું હોય તો, દિવસની શરૂઆતમાં જ લક્ષ્મીજીને આવકારવા સાફ-સફાઈ કરવી જ જોઈએ. આ દિવસે ઉપહારો અને મીઠાઈઓની સમગ્ર પરિવાર અને મિત્રો વચ્ચે આપ-લે કરવાથી સંબંધો મજબુત બને છે. રાત્રે જમ્યા પછી ફટાકડા ફોડવામાં આવે છે.

🎯👉🔰કાર્તિકના અજવાળિયાના પ્રથમ દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત આંગળી પર ઉપાડી ગોકુળના લોકોની ઇન્દ્રના ક્રોધથી રક્ષા કરી હતી અને રાજા વિક્રમાદિત્યને મુગટ પહેરાવવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારના છેલ્લા અને પાંચમાં દિવસને 'ભાઈબીજ' તરીકે ઉજવવામાં આવે છે. 

🎯🔰ભારત ખુબ વિશાળ દેશ છે એટલે પ્રદેશે પ્રદેશે થોડી રીત કે માન્યતાના ફેરફાર સાથે પણ આ તહેવાર સમગ્ર દેશમાં અને ભારતીયો વિદેશોમાં જ્યાં પણ વસ્યા છે તે દરેક જગ્યાએ ઉજવાય છે. આપ સહુને દિવાળીના તહેવારોની ખુબ ખુબ શુભેચ્છા

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

🌼🌸💐🌼🌸💐🌼🌸💐🌼🌸
*💥🌟⭐️દિવાળી💥🌟⭐️💥🌟*
💥🔥⚡️💥🔥⚡️💥🔥⚡️💥🔥
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ= દીવડો અને આવલી= હારમાળા, હાર).*

*🎯🔰👉દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે,🎯 "મનના પ્રકાશની જાગૃતિ".સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. 👉આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે - આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય (બ્રાહ્મન).*

👉 ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે. *હિન્દુ પંચાંગની અમંતા ("નવા ચંદ્રનો અંત") આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા ("પૂર્ણ ચંદ્રનો અંત") આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે.* *ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.*

*🎯🔰👉અયોધ્યા,પુષ્પક વિમાનમાં તેમને ઉડીને જતા દર્શાવતો દિવસ, આ દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે. અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.રામાયણમાં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે. દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે. આની સાથે હિન્દુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે:👇👇👇*

*રામનું અયોધ્યા આગમન :🎯🔰* 
*🎯🔰👉વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.*

*🎯👉નરકાસુરનો વધ :👉* દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો ( કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા. કથા મુજબ, ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ કૃષ્ણએ જોઈ અને તેમણે આ અંગે પિતા નંદને પ્રશ્ન પૂછ્યા.ગ્રામજનો સાથે તેમણે સાચા ‘ધર્મ’ અંગે ચર્ચા કરી. તેઓ ખેડૂત હતા અને તેમણે કૃષિ તથા પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેઓ સતત એવું કહેતા હતા કે દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્છ રીતે પોતાનું 'કર્મ' કરવું જોઈએ અને કુદરતના તત્વોને પ્રાર્થના કરવી જોઈએ નહિ. ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને વિશેષ પૂજા (પ્રાર્થના) કરી નહિ.આનાથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ગામમાં પૂર લાવી દીધું.ત્યાર બાદ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને તેમના લોકો તથા પશુઓને
વરસાદથી બચાવવા માટે તેને પકડી રાખ્યો. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી. કૃષ્ણના જીવનના આ પાસામાં કલ્પના વધારે છે, પરંતુ તેના દ્વારા 'કર્મ'ના સિદ્ધાંતનો પાયો નંખાય છે, જેની પાછળથી ભગવદ ગીતા માં વિસ્તૃત ચર્ચા છે.

*ભારત અને સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી પાંચ દિવસોમાં વહેંચાયેલી છે. દિવાળી સિવાયના તમામ દિવસોના નામ હિન્દુ પંચાંગમાં આવતી તિથિ મુજબ રાખવામાં આવ્યા છે.*

*વસુ બારસ (27 અશ્વિન અથવા 12 ઘણાં ખરાબ તહેવારો*

*કૃષ્ણ પક્ષ અશ્વિન ):* બારસનો અર્થ થાય છે12મો દિવસ અને વસુનો અર્થ છે ગાય. આ દિવસે ગાય તથા વાછરડાની પૂજા થાય છે.

*ધનત્રયોદશિ અથવા ધન તેરસ (28 અશ્વિન અથવા 13 કૃષ્ણ પક્ષ અશ્વિન ):* ધનનો અર્થ છે "સંપત્તિ" અને ત્રયોદશી એટલે "13મો દિવસ". આમ નામના અર્થ મુજબ ચંદ્ર મહિનાના બીજા પખવાડિયાના 13મા દિવસે આ તિથિ આવે છે.વાસણો અને સોનું ખરીદવા માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસને ભગવાન ધન્વંતરીની જયંતિ તરીકે પણ ઉજવાય છે કે જેઓ દેવતાઓ અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાં બહાર આવ્યા હતા.
*ધન્વંતરી જયંતિ નરક ચતુર્દશી (29 અશ્વિન અથવા 14 કૃષ્ણ પક્ષ અશ્વિન ):* ચતુર્દશી એ ચૌદમો દિવસ છે કે જ્યારે રાક્ષસ નરકાસુર હણાયો હતો. તે અસુર પર દૈવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય અભિવ્યક્ત કરે છે. (ગુજરાતી: કાળી ચૌદસ, રાજસ્થાન : રુપ ચૌદસ).

*નરક ચતુર્દશી:🔰👉* અશ્વિન પખવાડિયાનો ચૌદમો દિવસ (ચતુર્દશી)
શ્રીમદભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો. ભૌમાસુર અથવા નરકાસુર તરીકે ઓળખાતો શક્તિશાળી રાક્ષસ અગાઉ પ્રાગજ્યોતિશપુર તરીકે ઓળખાતા સ્થળ પર શાસન કરતો હતો. તેણે ભક્તજનો અને લોકો બંનેને રંજાડવાનું શરૂ કર્યુ હતું. આ ક્રૂર રાક્ષસે મહિલાઓને પજવવાનું શરૂ કર્યું. તેણે યુદ્ધોમાં જીતેલી લગ્નયોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીઓને જેલમાં રાખી હતી અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો. આના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.ભગવાન કૃષ્ણએ અને સત્યભામાએ આ સાંભળ્યું ત્યારે તેમણે રાક્ષસ પર હુમલો કર્યો, વધ કર્યો અને તમામ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વખતે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે એક વરદાન માગ્યું, "આ તારીખે (તિથિએ) પવિત્ર સ્નાન (મંગલસ્નાન) કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહિ". ભગવાન કૃષ્ણે તેને આ વરદાનના આશીર્વાદ આપ્યા. પરિણામે અશ્વિનના અંધારા પખવાડિયાનો ચૌદમો (ચતુર્દશી) દિવસ નરક ચતુર્દશી તરીકે જાણીતો બન્યો અને આ દિવસે લોકોએ સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું શરૂ કર્યું. નરકાસુરના વધ પછી આ દિવસે કૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે નરકાસુરના લોહીથી કપાળ પર તિલક કર્યું અને નંદે તેમને પવિત્ર સ્નાન કરાવ્યું. મહિલાઓએ તેમની આરતી ઉતારીને (ઓવારણા લઈને) પોતાનો આનંદ વ્યક્ત કર્યો.'

*દક્ષિણ ભારતમાં ઉત્સવોનો આ વાસ્તવિક દિવસ છે. હિન્દુઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, સવારના બે વાગ્યા જેટલા વહેલા ઉઠીને તેઓ સુગંધી અત્તરથી સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે. તેઓ સમગ્ર ઘરમાં નાના દીવા સળગાવે છે અને ઘરની બહાર આકર્ષક કોલમો/રંગોળીઓ દોરે છે.તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી વિષ્ણુને અર્ઘ્ય ચડાવીને વિશેષ પૂજા કરે છે, કારણ કે આ દિવસે તેમણે વિશ્વને રાક્ષસ નરકાસુરમાંથી મુક્તિ અપાવી હતી. એવું માનવામાં આવે છે કે આકાશમાં તારા દેખાતા હોય તેવા સમયે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ગંગામાં પવિત્ર સ્નાન જેટલું ફળ મળે છે. તેથી લોકો સવારે એકબીજાને શુભેચ્છા આપતી વખતે પૂછે છે "શું તમે ગંગાસ્નાન કર્યું?".*

પૂજા પછી બાળકો ફટાકડા ફોડે છે અને રાક્ષસના પરાજયને ઉજવે છે. આનંદના આ દિવસે ઘણાં લોકો વિવિધ નાસ્તો અને ભોજનનો સ્વાદ માણે છે અને મિત્રો તથા પરિવારજનોને મળે છે. સાંજે ફરીથી દીવા પ્રગટાવવામાં આવે છે અને દેવી લક્ષ્મીની પૂજા થાય છે તથા તેમને વિશેષ ભોગ ધરાવાય છે. આ દિવસે ચંદ્ર નહિ હોવાના કારણે ઘણા લોકો વડવાઓને વિશેષ તર્પણ(પાણી અને સીસમના દાણાનું અર્ઘ્ય) આપે છે. આ દિવસ રુપ ચતુર્દશી પણ કહેવાય છે

*🔰લક્ષ્મી પૂજા (30 અશ્વિન અથવા 15 કૃષ્ણ પક્ષ અશ્વિન ):🎯👉* ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજા એ દિવાળીનો સૌથી વધુ મહત્વનો દિવસ છે. હિન્દુ ઘરો સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા કરે છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા સળગાવી સમૃદ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે.
*🎯ગોવર્ધન પૂજા (1 કારતક અથવા 1 શુક્લ પક્ષ કાતરક ):👉* અન્નકૂટ પણ કહેવાય છે, તે કૃષ્ણ દ્વારા ઈન્દ્રના પરાજયના દિવસ તરીકે ઉજવાય છે.ભગવાન કૃષ્ણે લોકોને તેમનું 'કર્મ' કરવા અને પ્રકૃતિનું જતન કરવા ઉપદેશ આપ્યો હતો. આ અંગે તેમણે કારણ આપ્યુ હતું કે ઈન્દ્ર અથવા અન્ય કોઈ દેવતાની પૂજા કરવાથી પાકની સફળતા પર કોઈ અસર પડતી નથી, તેના માટે માત્ર સખત મહેનત જરૂરી છે. તેમનો સંદેશો હતો કે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણી સંભાળ રાખશે. આપણે આપણી પોતાની જાત માટે, સમાજ માટે અને પ્રકૃતિ માટેજે કામ કરીએ છીએ તેનું પ્રતિક 'કર્મ' છે. {0અન્નકૂટ{/0} માટે ખોરાકના ટેકરાને શણગારવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણે ઉંચકેલા ગોવર્ધન પર્વતનું પ્રતિક છે. મહારાષ્ટ્રમાં તે પડવા અથવા બલિપ્રતિપદા તરીકે ઉજવાય છે. મહારાજ બલિને યાદ કરવાનો દિવસ.આ દિવસે પુરુષો પોતાની પત્નીને ભેટ આપે છે.

*🔘🔰👉ભાઈદૂજ (ભય્યાદૂજ, ભાઉબીજ અથવા ભાઈટિકા પણ કહેવાય છે) (2 કાર્તિક અથવા બીજ શુક્લ પક્ષ કાર્તિક ):* આ દિવસે ભાઈઓ અને બહેનો મળે છે અને એકબીજા માટેના પ્રેમ તથા લાગણીને અભિવ્યક્ત કરે છે.(ગુજરાતી: ભાઈ બીજ, બંગાળી: ભાઈ ફોટા). મોટાભાગના ભારતીય ઉત્સવો પરિવારોને નજીક લાવે છે, ભાઈદૂજ પરિણિત બહેનો તથા ભાઈઓને નજીક લાવે છે અને તેમના માટે આ દિવસ તહેવારનો મહત્વનો દિવસ છે. આ તહેવાર પ્રાચીન છે અને *હાલમાં ભાઈ બહેનના અન્ય તહેવાર તરીકે ઉજવાતા 'રક્ષા બંધન' કરતાં વધારે જૂનો છે.*

*💠🔰લક્ષ્મી પૂજા👇*
ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગે કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે ખાતા બંધ કરવાનો સમય તથા શિયાળા પહેલાની છેલ્લી મોટી ઉજવણી સૂચવે છે. લક્ષ્મીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને આગામી વર્ષ સારુ જાય તે માટે તેમના આશીર્વાદ માગવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની પૂજા સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે.પ્રથમ દંતકથા મુજબ સમુદ્રમંથન દરમિયાન આ દિવસે લક્ષ્મી દૂધના સમુદ્ર ક્ષીર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા (પશ્ચિમ ભારતમાં વધારે પ્રચલિત છે) રાક્ષસ રાજા બલિને મારવા માટે વિષ્ણુએ લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. ત્યાર બાદ આ દિવસે વિષ્ણુ પોતાના ઘર વૈકુંઠ પરત ફર્યા હતા; આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરતા લોકો લક્ષ્મીના હિતકારી મનોભાવનો લાભ મેળવે છે અને માનસિક, શારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે.
🎯આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં "લક્ષ્મી-પંચાયતન" પ્રવેશે છે. શ્રી વિષ્ણુ, શ્રી ઈન્દ્ર, શ્રી કુબેર શ્રી ગજેન્દ્ર અને શ્રી લક્ષ્મી આ "પંચાયતન" (પાંચનું જૂથ)ના સભ્યો છે.

*આ તત્વોની કામગીરી છે...*

*વિષ્ણુ:* આનંદ (આનંદ અને સંતોષ)
*ઈન્દ્ર:* સમૃદ્ધિ (સંપત્તિના કારણે સંતોષ)
*કુબેર:* સંપત્તિ (ઉદારતા; સંપત્તિનો ત્યાગ કરનાર વ્યક્તિ)
*ગજેન્દ્ર:* સંપત્તિનું વહન કરે છે
*લક્ષ્મી:* દૈવી ઊર્જા(શક્તિ) જે ઉપરની તમામ પ્રવૃત્તિઓ માટે ઊર્જા પૂરી પાડે છે.

🎯🔰દિવાળીની કથા શીખો માટે શીખ સ્વાતંત્ર્ય સંઘર્ષની ગાથા છે. શીખ ધર્મના સ્થાપક ગુરુનાનકના સમયથી (1469 – 1539), લોકપ્રિય મોસમી તહેવારો અથવા લણણીની ઉજવણી બૈસાખી જેવા લોક ઉત્સવો, અથવા અગાઉ હોળી અને દિવાળી જેવા પ્રાચીન હિન્દુ તહેવારો ગુરુના શિષ્યો-શીખો માટે અલગ રીતે મહત્વના બનવા માંડ્યા. બોધના વિષયોના પ્રતિક અથવા માધ્યમ તરીકે ગુરુ આ તહેવારો અને વિશેષ દિવસોનો ઉપયોગ કરતા, એટલે કે દરેક ચંદ્ર મહિનાનો પ્રથમ દિવસ. ગુરુ નાનકની બોધયુક્ત વિચારધારાએ દિવાળી અને બૈસાખી જેવા પ્રાચીન તહેવારોને નવો અર્થ અને મહત્વ આપ્યા.

*⭕️બંદી છોડ દિવસ.⭕️*

શીખો માટે દિવાળીનું વિશેષ મહત્વ છે,કારણ કે આ દિવસે છઠ્ઠા ગુરુ ગુરુ હરગોબિંદ જીને તથા તેમની સાથેના અન્ય ૫૨ રાજકુમારોને 1619માં ગ્વાલિયરના કિલ્લાની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા (આથી તેને બંદી છોડ દિવસ અથવા "બંદીઓની મુક્તિનો દિવસ" કહેવામાં આવે છે) અને આ મુક્તિની ઉજવણી દિવાળીમાં કરાય છે. મુઘલ બાદશાહ જહાંગીરે ગુરુ હરગોબિંદ જી તથા અન્ય 52 રાજાઓને (રાજકુમારો) બંદી બનાવ્યા હતા. ગુરુના અનુયાયીઓ તથા શક્તિમાં વૃદ્ધિ થતી જોઈને બાદશાહ જહાંગીર ગભરાઈ ગયો હતો અન તેથી તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. ગુરુ હરગોબિંદને મુક્ત કરવા માટે બાદશાહને જણાવવામાં આવ્યુ હતું અને તે આના માટે સંમત થયો હતો. જોકે, ગુરુ હરગોબિંદે રાજકુમારોને પણ છોડવાની માગણી કરી. બાદશાહ સંમત થયા, પરંતુ સાથે શરત મૂકી કે તેમના ડગલાની દોરીને પકડી શકે તેટલા લોકોને જ જેલ છોડવાની મંજૂરી અપાશે. બંદીગૃહમાંથી છોડવાના થતા કેદીઓની સંખ્યા મર્યાદિત રાખવા આ શરત રખાઈ હતી.જોકે દરેક કેદી એક દોરી પકડી શકે અને જેલમાંથી મુક્ત થઈ શકે તે માટે ગુરુ હરગોબિંદે 52 ફૂમતાઓ સાથેનો એક મોટો ડગલો બનાવ્યો.સુવર્ણ મંદિરમાં રોશની કરીને શીખોએ ગુરુ હરગોબિંદજીના પુનરાગમનને આવકાર્યુ હતુ અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દીવાઓ હિન્દુઓનું પ્રતિક છે.

*🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰વિવિધ પ્રાંતોમાં ઉજવણી અલગ-અલગ રીતે થાય છે:🔰🔰🔰🔰🔰🔰🔰🔰*

*દક્ષિણ ભારતમાં*

દક્ષિણી ભારતમાં, નરક ચતુર્દશી મુખ્ય દિવસ છે અને લક્ષ્મીપૂજા બાદ વહેલી સવારે ફટાકડા ફોડવામાં આવે છે.
ઉત્તર ભારત આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો મુખ્ય તહેવાર અમાસ (ચંદ્ર વગરનો દિવસ)ની સાંજે હોય છે, જેમાં લક્ષ્મી પૂજા બાદ ઘરની આસપાસ દીવા પ્રગટાવવામાં આવે છે.
ત્રીજો દિવસ બલિપદ્યમી તરીકે ઉજવાય છે, કારણકે આ દિવસે 'મહાબલિ' પર વામને વિજય મેળવ્યો હતો. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ તહેવાર ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે.*

*ગુજરાતમાં*

ગુજરાત માં દિવાળી એટલે વર્ષ નો છેલ્લો દિવસ આ દિવસે ગુજરાત ના વેપારીયો માટે ખુબ મહત્વ નો હોય છે. ગુજરાત નો દરેક નાનામાં નાના કારખાના ની માંડી ને મોટા માં મોટી કંપની નો માલિક તે દિવસે સારું મુર્હુત જોઈ ને તેના હિસાબ ના ચોપડા ની પૂજા કરે છે . પહેલા તો વેપારીયો તેમના નામા માં પારમ્પરિત લાલ ચોપડા ની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે જોવા મળે છે બાકી તો હાલ ના કમ્પ્યુટર માં જમાના માં વેપારીઓ પણ લાલ ચોપડા નું સ્થાન લેપટોપ ને આપીજ દીધું છે પણ છતા તેમનો પૂજા ભાવ તો પહેલાના જેવો પવિત્ર જ રહયો છે. આ દિવાળી એટલે તેમના ધંધાના ચોપડા નું પૂજન કરી ને સારું મુર્હુત જોઈ આખા વર્ષ દરમિયાન થયેલા લાભ ને પૂજન કરી ને તે વર્ષ ની છેલ્લી વસ્તી કરે છે ને ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક શુદ એકમે અથવા પાંચમે કે પછી સાતમ ના દિવસ થી પોતાનો રાબેતા મુજબ નો ધંધો શરુ કરેછે

*મહારાષ્ટ્રમાં *

મહારાષ્ટ્રમાં દિવાળી વાસુબારસ થી શરૂ થાય છે, જે અશ્વિન મહિનાના બીજા પખવાડિયાનો 12મો દિવસ છે. માતા અને બાળક વચ્ચેના પ્રેમના પ્રતીકરૂપે ગાય અને વાછરડાની આરતી કરીને આ દિવસ ઉજવવામાં આવે છે.બીજો દિવસ છે ધનત્રયોદશી (ધન=સંપત્તિ, ત્ર=3 દશી=10મી એટલે કે 10+3=13મો દિવસ) અથવા ધનતેરસ . વેપારીઓ અને વ્યવસાયીઓ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. અશ્વિન નો 14મો દિવસ નરકચતુર્દશી છે. આ દિવસે લોકો સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને શરીર પર સુગંધી તેલ લગાડીને સ્નાન કરે છે (તેઓ ઉતના થી પણ સ્નાન કરે છે). ત્યાર બાદ સમગ્ર પરિવાર મંદિરની મુલાકાત લે છે અને તેમના ઈશ્વરની પૂજા કરે છે. આ મુલાકાત પછી દરેક વ્યક્તિ ફરાળ ની મિજબાની માણે છે, જેમાં "કરંજી ", "લાડુ ", "શંકરપેલ " અને "મિઠાઈ " જેવી સ્વાદિષ્ટ વાનગીઓની તથા "ચકરી ", "સેવ " અને "ચેવડા " જેવી ચટાકેદાર વાનગીઓ હોય છે.

ત્યાર બાદ લક્ષ્મી-પૂજન કરવામાં આવે છે. તે અમાસ ના દિવસે હોય છે એટલે કે ચંદ્ર વગરનો દિવસ. દીવડાઓ દ્વારા અંધારી રાતને પ્રકાશમય બનાવવામાં આવે છે અને સાંજના સમયે ફટાકડા ફોડવામાં આવે છે. પૂજા પછી હિસાબના નવા ચોપડાઓની શરૂઆત કરવામાં આવે છે. શેર બજાર મુહુર્ત ના પ્રતિકરૂપે સોદા કરે છે. સામાન્ય રીતે વેપારીઓ આ દિવસે કોઈ ચૂકવણુ કરતા નથી (માન્યતા એવી છે કે લક્ષ્મી કોઈને આપવી જોઈએ નહિ પરંતુ તેનું ઘરે આગમન થવું જોઈએ). દરેક ઘરમાં રોકડા નાણા, ઘરેણાં અને લક્ષ્મી દેવીની મૂર્તિની પૂજા થાય છે. મિત્રો, પડોશીઓ અને સંબંધીઓને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કેટલાક સ્થળે ઘરની સફાઈ માટે વપરાતી સાવરણીની પણ લક્ષ્મીના પ્રતિક તરીકે પૂજા થાય છે . પડવો એ નવા મહિનાનો પ્રમથ દિવસ છે -કારતક હિન્દુ પંચાંગમાં .

'ભાઉબીજ -બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ સમય છે, કારણકે બહેન ઈશ્વરને પ્રાર્થના કરીને પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે પ્રાર્થના કરે છે અને વહાલો ભાઈ/ઓ તેને ભેટ આપે છે.

દિવાળી પહેલા ઘરની સફાઈ કરી તેને શણગારવામાં આવે છે. ઓફિસોમાં પૂજા થાય છે. આ શુભ દિવસોમાં કર્મચારીઓને બોનસ તથા રજાઓ આપવામાં આવે છે. લોકો આ દિવસોમાં સોનું તથા સંપત્તિ પણ ખરીદે છે. બાળકો મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની યાદમાં કિલ્લાની પ્રતિકૃતિ બનાવે છે. ફટાકડા, નવા કપડાં અને મિઠાઈઓના કારણે દિવાળી એ બાળકોનો પ્રિય તહેવાર છે અને આ તહેવારની તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે.

*બંગાળમાં *

કોલકાતા માટે કાલિ પૂજા એ અજવાળુ પાથરવાનો દિવસ છે, દિવાળીના (બંગાળમાં દિપાબલી બોલાય છે)તહેવાર સંદર્ભે લોકો દીવા પ્રગટાવી પૂર્વજોના આત્માનું સ્મરણ કરે છે. આ તહેવાર દરમિયાન એક રાત્રે દેવી કાલિની પૂજા થાય છે. આ ફટાકડાઓની પણ રાત છે અને સ્થાનિક યુવાનો આખી રાત કોઠી તથા ફટાકડા ફોડે છે. શહેરના વિસ્તારોમાં અવાજના પ્રદૂષણનું પ્રમાણ 90 ડેસીબલ્સ કે તેનાથી વધારે થવાના કારણે કોલકાતામાં થોડા વર્ષો અગાઉ એક વિશેષ કાયદો બનાવવો પડ્યો હતો અને 65 ડેસિબલ અવાજની મર્યાદા તોડતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


🌸🌼🌷🌹🌻🌺🌸🌼🌷🌹🌻
*💠દિવાળી પાંચ દિવસનો તહેવાર*
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનુ મહેકતુ વવાતાવરણ થઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિન પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દરેક તહેવારની જેમ આ તહેવારની પણ પૌરાણિક કથા છે. દરરોજનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ પાંચ દિવસીય જગમગાતા તહેવારની વિશેષતાઓ..*

*કાર્તિક કૃષ્ણ ધનવન્તરી જયંતિ🔰🔰*
આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે ચિકિત્સક ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરે છે. પુરાણોમાં કથી છે કે સમુદ્ર મંથનના સમયે ધન્વંતરે સફેદ અમૃત કળશ લઈને અવતરિત થયા હતા. ધનતેરસના સાંજે યમરાજ માટે દીપદાન કરવુ જોઈએ. જેનાથી અકાળ મૃત્યુનો નાશ થાય છે. લોકો ધનતેરસના રોજ નવા વાસણો પણ ખરીદે છે અને ધનની પૂજા પણ કરે છે.

*🔰🔰🔰કાર્તિક કૃષ્ણ ચતુર્દશી🔰🔰*

આને નરક ચતુર્દશી કે કાળી ચૌદસ, રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસે નરકથી ભયભીત થનારા મનુષ્યોએ ચંદ્રોદયના સમયે સ્નાન કરવુ જોઈએ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. જે કાળી ચૌદસની વહેલી સવારે તેલ માલિશ કરી સ્નાન કરે છે અને રૂપ નિખારે છે તેને યમલોકના દર્શન નથી કરવા પડતા. નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવવા જોઈએ.

*🔰🔰કાર્તિક કૃષ્ણ અમાસ🔰🔰*

આને દિવાળી કહેવાય છે. આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સાથે જ કુબેરની પૂજા પણ કરવામાં આવે છે. શુભ મુર્હુતમાં લક્ષ્મીજીનો ફોટો, સિક્કો અથવા શ્રીયંત્ર, ધાણી, પતાશા, દીપક, પુતલી, શેરડી, કમળનું ફૂલ, મોસમી ફળ વગેરે પૂજનની સામગ્રી ખરીદવામાં આવે છે. ઘરમાં લક્ષ્મીને નૈવેધ હેતુ પકવાન બનાવવામાં આવે છે. શુભ મુર્હુત ગોધૂલિ બેલા અથવા સિંહ લગ્નમાં લક્ષ્મીના વૈદિક કે પૌરાણિક મંત્રોથી પૂજા કરવામાં આવે છે.

🔰🎯શરૂઆતમાં ગણેશ, અંબિકા, કળશ, માલૂકા, નવગ્રહ પૂજનની સાથે જ લક્ષ્મી પૂજાનુ વિધાન હોય છે. લક્ષ્મીની સાથે જ અષ્ટસિદ્ધિયા અણિમા, મહિલા ગરિમા, લધિમા, ઈશિત્રા અને બસ્તિઆ, તથા વિદ્યા સૌભાગ્ય, અમૃત, કામ, સત્ય, ભોગ અને યોગ તેમજ અષ્ટલક્ષ્મી વગેરેની પૂજા પણ કરવી જોઈએ. ચોપડા, ધનપેટી, લોકર, તુલા, માન વગેરેમાં સ્વસ્તિક બનાવીને પૂજન કરવુ જોઈએ. પૂજા પછી દીપકને દેવસ્થાન, ગૃહદેવતા, તુલસી, જળાશય, આંગણની આસપાસ સુરક્ષિત સ્થાન, ગૌશાળા વગેરે મંગળ સ્થાન પર લગાવીને દિવાળી ઉજવો. પછી ઘર આંગણે આતિશબાજી કરી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા જોઈએ.

*🔰🔰કાર્તિક શુક્લ બલિપ્રતિપ્રદા,દીવાળી-પાડવા🔰*
આને ગોવર્ધન પૂજા કે અન્નકૂટ મહોત્સવના રૂપમાં ઓળખવામાં આવે છે. આજના દિવસે ગાય-વાછરડાં અને બળદની પૂજા કરવામાં આવે છે. ગાય વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે. આ દિવસે હિન્દુ કેલેન્ડરની દ્રષ્ટીએ નવા વર્ષની શરૂઆત થાય છે. લોકો એકબીજાને મીઠુ 'સબરસ'ના રૂપમાં આપે છે. જેનો મતલબ એ થાય છે કે મીઠાની જેમ તમારા જીવનમાં પણ બધા રસ કાયમ રહે. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની શુભેચ્છા પાઠવે છે.
કાર્તિક શુક્લ બીજ/ભાઈબીજ
આ યમ દ્વિતીયા કે ભાઈબીજના નામે પણ ઓળખાય છે. આ દિવસે વહેલી સવારે ઉઠીન ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. યમુના કિનારે રહેનારા લોકોએ યમુનામાં સ્નાન કરવુ જોઈએ. આજના દિવસે યમુનાએ યમને પોતાના ઘરે ભોજન કરવા બોલાવ્યા હતા, તેથી તેને યમદ્વિતીયા કહેવાય છે. આ દિવસે ભાઈઓએ ઘરે ભોજન ન કરવુ જોઈએ. તેમણે પોતાની બહેન, કાકા કે માસીની પુત્રી, મિત્રની બહેનને ત્યા પ્રેમથી ભોજન કરવુ જોઈએ. આનાથી કલ્યાણ થાય છે.
ભાઈએ વસ્ત્ર, દ્રવ્ય વગેરેથી બહેનનો સત્કાર કરવો જોઈએ. સાંજે દીપદાન કરવું જોઈએ.

*💠👉🎯દીપમાલિકોત્સવનો સુવર્ણ પ્રકાશ તમારા જીવનમાં સ્નિગ્ધ જ્યોત્સનાને પ્રસાર કરી બધા શુભ સંકલ્પોના પ્રતિપાદનમાં શક્તિ અને ચેતનાનો સંચાર કરી મંગળપ્રદ અને સમૃદ્ધશાળી યુગનુ સૃજન કરે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

આવી દિવાળી સૌને પ્યારી,
દીપક તણી રાતો ન્યારી,
મન સંબંધમાં નાતો લાવે,
નાના મોટા સૌને મિલાવે,
આકાશે ઝબુકતી રોશની,
ફટાકડાની મોસમ લાવી,
ઝગમગ કરતુ તારામંડર,
ને ધડામ ફૂટતો સુતળી બોમ્બ,
ચકરડીનો જુઓ કમાલ,
જમીન પર ફરતું બ્રહ્માંડ,
કોઠી જો ને તણખા ઝરે ને,
સાપ કરે કાળો ધુમાડો,
સૌ લેતા આનંદ ન્યારો,
ને બાળક થતો મોજ મજાનો…!!!!
દિવાળીની શુભ કામનાઓ…!!
પ્રેમતણું આ પર્વ આપ સૌને જીવનમાં સુખ અને શાંતિનો સાગર છલકાવે..

આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.


🌾🍁🍂🍃🌾🍁🍂🍃🌾🍁🍂🍃
*દિવાળી :ખુશીઓનો ઝગમગતો ઉત્સવ*
🍂🍃🐾🍂🍃🐾🍂🍃🐾🍂🍃🐾
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*દિવાળી સૌથી મોટો મહત્વ ધરાવતો તહેવાર સામાન્ય રીતે એક જ નામ ‘દિવાળી’થી ઓળખાતો આ તહેવાર ખરેખર તો છ વિશિષ્ટ તહેવારોનો સંપૂટ છે. તેમાં સમાઈ ગયેલા છ તહેવારોના આગાવાં નામ છે, આગાવી ઓળખ છે અને ઉજવણીની આગાવી પ્રણાલિકાઓ પણ છે. છતાં ‘દિવાળીના તહેવારો’ ના નામ એક જ નામ નીચે કેવાં સંપીને સમાઈ ગયા છે ! આ તહેવારો પાસેથી આપણે ઘણું શીખ્યા છીએ અને શીખીએ છીએ. વાઘબારસથી ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સળંગ છ દિવસ સુધી ઊજવાતો દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં નવીનતા લઈને આવે છે.*

🔰🔰તો ચાલો જાણીએ કે આ છ દિવસનું શું મહત્વ છે !

*વાઘબારસ :🐅🐅🐅🐅👉* દિવાળીના તહેવારની શરૂઆત વાઘબારસથી થાય છે. જાણીતી લોકવાયકા મુજબ ભગવાન વિષ્ણુએ વાઘના સ્વરૂપવાળા રાક્ષસનો વધ કર્યો હોવાથી આ દિવસ વાઘબારસ તરીકે ઊજવવામાં આવે છે. આ પવિત્ર દિને ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે.

*💰💷💶ધનતેરસ :👉* આસો માસના કૃષ્ણપક્ષની તેરસનો આ દિવસ ‘ધનતેરસ’ ના નામથી ઓળખાય છે. કારણ કે તેનો સંબંધ, તેનું મહાત્મ્ય ધન એટલે કે લક્ષ્મી સાથે સંકળાયેલું છે. આ દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે. આમ લક્ષ્મી એ માત્ર નાણાંની જ દેવી નથી. વિશ્વભરની જે કંઈ સંપત્તિ છે, શુભ અને શોભાયમાન સંપત્તિ છે તેની અધિષ્ઠાત્રી છે. એટલે લક્ષ્મીપૂજન વેળાની ભાવના માત્ર સંપત્તિ મેળવવાની જ નહીં શુભ માર્ગે અને શોભા વધારે તેવી સંપત્તિ પ્રાપ્ત કરવાની હોવી ઘટે.

*🌒🌚🌚કાળીચૌદશ અથવા નરક ચતુર્દશી :🌚🌒👉* આસો વાળ અમાસની ઘોર અંધારી રાતને પણ એક મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. આ તહેવારનું મહત્વ બે પ્રકારે ગણાય છે. એક અંધકાર પર ઉજાસનો વિજય અને સૃષ્ટિના અગોચર પ્રદેશોમાં વસતા, વિચરતા, સ્વચ્છ કે મેલા પણ પ્રબળ શક્તિશાળી તત્વોની સાધના. કાળીચૌદશની રાત્રી ગુઢ વિદ્યાઓ અને ગુપ્ત સાધનાઓ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ રાત્રે આવા સાધકો પોતે પસંદ કરેલા મંત્ર, વિદ્યા, આધિભૌતિક તત્વો, આસુરી તત્વો વગેરેની સાધના માટે ક્રિયાકાંડો અને વિધિઓ કરતા હોય છે.

*🌑🌑નરક ચતુર્દશી :👉* ચતુર્દશી એ ચૌદમો દિવસ છે કે જ્યારે રાક્ષ નરકાસુર હણાયો હતો. તે દિવસ અસુર પર દૈવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય થયો હતો. ભાગવત પુરાણ અનુસાર આ દિવસે કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો.

*💥☀️🌟દિવાળી :👉* વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી, દીપોત્સવી, દીપાવલી … આ તહેવારની ઉજવણીનું મુખ્ય અંગ છે અસંખ્ય દીવડાઓની અનંત હારમાળા. આસો વદ અમાસની આ રાત્રીને અમાસ હોવાથી કુદરતે કાળી ઘોર અને અંધારી બનાવી છે તે સ્વભાવિક છે. પરંતુ આ દિવસે માનવ જાણે કુદરતદત્ત અંધકારને હટાવી દઈ પ્રકાશ પાથરવાનું પરમ સરાહનીય અભિયાન આરંભે છે. દિવાળીના દિવસને હૃદયના રંગ વડે, ઉલ્લાસ અને ઉછરંગપૂર્વક દીવડા, મિષ્ટભોજન, સુંદર વસ્ત્રાલંકાર, મનોહર રંગોળી અને પારસ્પરિક શુભેચ્છાઓ વડે ઊજવીએ તો તે ઉજવણીમાં કોઈ અધૂરપ ગણાશે નહીં.

*દિવાળીના દિવસને શારદાપૂજનનો પવિત્ર દિવસ પણ ગણવામાં આવે છે. આ દિવસે સાક્ષરો, વિદ્વાનો અને વિદ્યાના ઉપાસકો પોતાનાં પુસ્તકોનું પૂજન કરી બુદ્ધિ, પ્રજ્ઞા, કલા તથા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા યાચે છે. તો વેપારીઓ તેમના હિસાબી ચોપડાઓનું વિધિવત પૂજન કરે છે અને નવા ચોપડાઓનો પ્રારંભ કરે છે.*

*🐾👏💐લક્ષ્મી પૂજા :👉* ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજાને દિવાળીના દિવસે મહત્વ અપાય છે. ઘરોમાં સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા થાય છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા પ્રગટાવી સમૃધ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે.

*🎯🔰🔘નૂતન વર્ષ :👉* દિવાળી પછીનો દિવસ નવા વર્ષનો પ્રથમ દિવસ – કાર્તિક સુદ એકમ. આ દિવસ માનવીઓ સમક્ષ એક નવા વર્ષની ભેટ લઈને આવે છે. એક આખું વર્ષ અનેક આશાઓ, અરમાનો, ઈચ્છાઓ, પુરુષાર્થો, સિદ્ધિઓ, નિષ્ફળતાઓ વગેરેને પોતાના ગર્ભમાં સંઘરીને માનવી સમક્ષ ખડું થાય છે. સૌ પોતપોતાના આત્મીયજનો તથા સ્વજનો અને મિત્રોને નૂતન વર્ષ સર્વપ્રકારે સુખ, સંતોષ, સમૃદ્ધિ, સફળતા અને પ્રગતિકારક નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

*👬👫👭ભાઈબીજ :👉* કાર્તિક સુદ -૨ (બીજ) એટલે ભાઈબીજ. દેશભરમાં એક સરખા અંતરના ઉમળકા અને નિષ્ઠા સહિત ઉજવાતો આ તહેવાર ભાઈ-બહેનના નિર્મળ, નિ:સ્વાર્થ છતાં અત્યંત રૂઢ સંબંધને હૃદયમાં તાજો કરી બળવાન બનાવવાનું નિમિત્ત બને છે. આ દિવસે બહેન પોતાના ભાઈને આમંત્રીને પોતાના ઘેર ખૂબ સ્નેહથી જમાડે છે અને ભાઈ-બહેનના એ ‘ભાવના ભોજન’ ની કદરરૂપે બહેનની રક્ષા અને સહાય માટે તો પુન:સંકલ્પબધ્ધ બને છે. પણ સાથે સાથે પ્રતીકરૂપે કોઈ ભેટ કે રોકડ સ્વરૂપે રકમ પોતાની શક્તિ અનુસાર એવા જ ભાવપૂર્વક બહેનને આપે છે.આમ આ દિવસે ભાઈ-બહેનના નિર્મળ સ્નેહ અને અંતરના આશિષ પામે છે તો બહેન તેના માડીજાયાનો એવો જ સ્નેહ, હૂંફ અને હિંમત પામે છે.


🌚🌑🌚🌑🌚🌑🌚🌑🌚🌑🌚
*⚫️⚫️⚫️કાળી ચૌદશ⬛️⬛️⬛️*
🌚🌑🌚🌑🌚🌑🌚🌑🌚🌑
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

🌚કાળી ચૌદશને દિવસે ગુજરાતમાં ઘરમાંથી કકળાટ કાઢવા માટે તે દિવસે..તેલમાં વડા(દાળવડા) તળી પહેલો ઘાણ શેરી કે પોળના ચાર રસ્તા પાસે પધરાવવાંમાં આવે અને પછી પાણીનું કુંડાળું કરવામાં આવે..માન્યતા એવી પ્રવૃતે છે કે એથી ઘરમાંથી કકળાટ જાય ! *પરંતુ્ં મિત્રો ખરેખર તો એ દિવસે દિલ સાફ કરી મનનો મેલ ધોઈ.. આત્માને શુદ્ધ રાખી, પ્રમાણિકતાથી જીવવાનો છે.*

*નર્કસૂરનામે એક અસૂર રાજા(પ્રયાગ-જ્યોતિષપૂરહાલ જે હાલ નેપાળના દક્ષિણ ભાગમાંઆવેલ છે) થઈ ગયો. તેણે ઈન્દ્રસાથે લડાઈ કરી, ઈન્દ્રને પરાજીત કરી તેના કિંમતીમાં કિંમતી આદિત્ય કાન-કુંડાળ છીનવી લઈ, દેવલોકની દેવી-દેવતા સાથે સત્યભામા અને સોળ હજાર દેવતાની પુત્રીઓને કેદમાં પુરી દીધા અને ત્રાસ આપવા લાગ્યો.*

*સત્યભામા(કૃષ્ણની પત્ની)એ કૃષ્ણનું સ્મરણ કરી વિનંતી કરી ” હે પ્રભુ ! અમોને આ ત્રાસથી બચાવો અને મને એવી શક્તિ આપો કે આ નર્કસૂરનો વધ હું કરી શકું. કૃષ્ણએ સત્યભામાને શક્તિ પ્રદાન કરી. નર્કાસૂરને એવો શ્રાપ હતો કે એનું મોત કોઈ સ્ત્રી થી થશે કૃષ્ણએ એમની ચાતુર્ય યુક્તિથી નર્કાસૂર સાથે ચડાઈ કરી અને રણભૂમીમાં સત્યભામાએ નર્કાસૂરનું ડોકું કાપી વધ કર્યો. સૌ દેવી-દેવતા તેમજ સોળહજાર દેવી પુત્રીઓ ને જેલમાંથી મુકત કરાવી. કૃષ્ણ એ સોળ-હજાર દેવી-પુત્રીઓ સાથે લગ્ન કર્યા તેમજ ઈન્દ્ર પાસેથી છીનવી લીધેલા કાન-કુંડળ પાછા મેળવ્યા. વિજયના સન્માન રૂપે પાછા ફરતા કૃષ્ણએ નર્કા-સૂરને વધકરી એનું લોહીનું કપાળ પર તિલક કરેલ અને વહેલી સવારે પાછા ફરેલ ત્યારે ગામની સૌ સ્ત્રીઓ એ સુગંધી તેલ, સુખડ પવિત્ર જળ વડે સ્નાન કરાવી લોહીનો ચાંદલો સાફ કરી કંકુનો ચાંદલો કરી એમનું સ્વાગત કરી ઉત્સવ મનાવ્યો. ત્યારથી આપણાં હિન્દુ સંસ્કૃતિમાં તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌ આ દિવસે (કાળી ચૌદસ) સૂર્યોદય પહેલા ઊઠી વહેલી સવારે સ્નાનકરી, ઘર આંગણે સાથિયો પાડી, પ્રભુની પૂજા કરે છે.*

*💠🎯👉નવાઈની વાતતો આ ઘટનામાં એ છે કે નર્કાસૂરની માતા ભૂદેવીએ નર્કાસૂરના વધ પછી તે દિવસે શૉક મનાવવાને બદલે ઉત્સવ મનાવી સૂર્યોદય પહેલા સ્નાન કરી,ઘર આંગણે કંકુના સાથિયા પાડી શુભ-દિન તરીખે જાહેર કરેલ !*

*🎯🔰🎯આજે પણ દક્ષિણ-ભારતમાં સૂર્યોદય પહેલાં ઊઠી કંકુ-સુગંધી તેલ , તેમજ તરબુચને રાક્ષસનું માથું માની એને કચડી લાલ તિલ્લક કર્યા પછી સુખડ તેમજ સુગંધી પાણીમાં સ્નાન કરે છે. મહારાષ્ટમાં સુર્યોદય પહેલાં ચણાના લોટમાં સુગંધી પાવડર સાથે સ્નાન કરી દૂધ-પૌવા તેમજ સાકર-સેવ ખાઈ સૌ કુટુંબીઓ ઉત્સવ મનાવે છે.*

*🎯🔰🎯ગુજરાતમાં અને કાઠીયાવાડમાં આ દિવસે ઘરમાંથી કંકાસ અને કકળાટ કાઢવા મગના વડા તેલમાં તળી શેરી કે પોળના નાંકે વડુ મુકી પાણીની ગોળ ધાર કરી આસુરી તત્વોને દૂર કરે છે.. સૌ સાથે મળી ઘર આંગણે રાતે દીપમાળા પ્રગટાવી આ દિવસને આનંદથી ઉજવણી કરે છે..*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


*“દિવાળી”* – આ શબ્દ કાને પડતાં જ રંગબેરંગી આભાનું મનોવિશ્વ દરેકના મનમાં આકાર પામે છે. એ કલ્પના આબાલ-વૃદ્ધ, ગરીબ-તવંગર વચ્ચેના ભેદભાવ નથી જોતી.

😟😟અત્યારે દિવાળી એટલે ઓનલાઈન બજારોના સેલની જાહેરાતોથી ધમધમતું બજાર. અત્યારે દિવાળી એટલે શોપીંગ મોલમાં જ ઉઠાવાતો આનંદ. દિવાળી એટલે રજાઓ છે તો ઘરને તાળા મારી બહાર નીકળી જવાની તક. ઘરે હોય તો મહેમાન આવશે ને?!! કોણ નાસ્તા બનાવવાની અને પરોણાગત કરવાની લપ કરે. રજા આવી છે તો બહાર ફરી લઈએ, નિરાંત તો ખરી.
ઉપર જણાવેલ “દિવાળી” બધે પ્રસરી નથી, પણ ધીમે ધીમે પગ-પેસારો કરી જ રહી છે.

*😞😞વાતો નિરાશા જનક લાગે છે ? ચાલો તો થોડો આનંદ કરીએ. તમને ભુતકાળમાં ડુબકી મરાવીએ.*

*દિવાળી પર ફટાકડાં વેચતા. દુકાન મેઈન બજારથી થોડી દૂર. મારા પપ્પાને આજુબાજુમાં રહેતા છોકરાઓ “અનુપમ”ના નામેથી ઓળખે, તેમને એમ કે “અનુપમ વસ્તુ ભંડાર” તેમના નામ પરથી હશે. આ છોકરાઓની ઉંમર અત્યારે ૩૦-૩૫ વર્ષ હશે. દસમથી દુકાન પર ફટાકડાં ગોઠવાઈ જાય અને હું પણ હોંશથી દુકાન પર જાઉ ફટાકડા વેચવા. (લોહાણાના લોહીમાં જ વેપાર વણેલો હોય એટલે નવાઈ નહીં!) આજુબાજુ રહેણાક વિસ્તાર એટલે નાના ટાબરીયાઓ વારંવાર દુકાન પાસેથી નીકળે અને ફટાકડાંના રંગીન પોસ્ટરોને નિહાળી પોતાના કલ્પનાના રંગો પણ પૂરે. પપ્પા ઘણા ટાબરીયાઓને ઓળખતાં પણ હોય કારણકે બુક-સ્ટેશનરીના આ જ કાયમી અને વિશ્વાસુ ઘરાક હોય. દર બે-ત્રણ દિવસે પેન્સીલ, રબર (ચેક-રબર કે છેક રબર.. આવા શબ્દ ત્યાં જ સંભળાય) વગેરે લેવા આવે.

ફટાકડાઓના પેકેટ ખોલતા કોઈ ફુલજર પેકેટમાંથી નિકળી પડતી અથવા શંભુ (અનાર, દાડમ) કે જમીન ચક્કરની ઉપરની જરી ઉખડી જતી તો તેને મારા પપ્પા એકબાજુ મુકી દેતા.

કાળીચૌદસના દિવસે એક ટાબરીયો પાંચનો સિક્કો લઈ દુકાને દોડતો આવી એક્દમ હરખાઈને બોલ્યો “અનુપમ, પાંત ના ફતાકીયા!”. આટલું કહીને સિક્કો ટેબલ પર મુકી, ટેબલ પર જ પોતાની બે કોણીઓ ટેકવી, હથેળીને ગાલ પર રાખીને ટગર ટગર ફટાકડા સામે જોતો હતો. મારા પપ્પાએ જમીન ચક્કરના ખાલી ખોખામાં પેલી છુટી પડેલી ફુલજર, વરખ નિકડેલી જમીન ચક્કર, શંભુ ને એવું બધું નાખી લગભગ પંદર રુપીયાના(ઘટના ૨૦૦૦ની સાલ) ફટાકડાં આપી દિધા. પેલો ટાબરીયો તો જે હરખાય.. જે હરખાઈ! પપ્પા મારી આંખોમાં સવાલ વાંચી ગયા. તેઓ બોલ્યા, “તેના પપ્પા બાજુના સાબુના કારખાનામાં મજૂર છે, આ ટાબરીયાને ય દિવાળી તો ઉજવવી હોય ને! અને હા પૈસા એટલે લીધા કે તેના અણસમજુ મનમાં એવો ભાવ રહે કે વસ્તુ મફત મળતી નથી!”.

કોઈ ભિખારણ નાના બચ્ચા સાથે માગવા આવે તો તેને પણ પપ્પા કોઈક એક ફટાકડાની વસ્તુ પકડાવે. એ બચ્ચાના મોં પર રેલાતું સ્મિત અને ભિખારણ માનુ મુખ પણ જોવા જેવુ હોય. અહીયા મારા પપ્પાની દાનવૃત્તિ કે ભીખ આપવાની વૃત્તિને ઉત્તેજન આપવાની વાત નથી પણ તમે થોડું તો બીજા માટે કરી શકો જેથી એ લોકો પણ તહેવાર ઉજવી શકે એ ભાવનાની વાત છે.

અત્યારે તમે સો રુપીયાની નોટ લઈને ફટાક્ડાની દુકાને જાવ અને કહો કે ફટાકડા આપો તો વેપારી તમને હસી કાઢે. પણ ત્યારે એવુ નહોતુ. વીસ રુપીયા કે ત્રીસ રુપીયામાં પણ છુટ્ટા ફટાકડા અમે વેચતા. મુળ ઉદ્દેશ્ય વેપાર કરતા કરતા આનંદ કમાવવાનો હતો. અને ત્યારે અમે એક જ નહી, બધાં વેપારીઓ તેવુ વિચારતાં.
તહેવાર ઉજવતી વખતે પૈસાની ચિંતા ના રહેતી કારણકે પોતાના બજેટમાં દિવાળી કેમ ઉજવવી એ આવડતું અને બજેટ પ્રમાણે તમારી દિવાળી વ્યવસ્થીત ઉજવાતી પણ ખરી.

બજાર અને રહેણાંક વિસ્તારનો નજારો આજથી પંદર વર્ષ પહેલાં કેવો હતો?
જૂના કપડાંના બદલાંમા વાસણ વેચતી સ્ત્રીઓ જોવા મળતી. આપણા ઘરની સ્ત્રીઓ હોંશે હોંશે એ વાસણો “એક્ષચેન્જ ઓફર”માં લેતી અને પાડોશીઓ જોડે “ગ્રૂપ ડિસ્કશન” થતું.
પાથરણાં પાથરીને બેસતા અને રેકડીઓવાળા પાસેથી રંગોળી માટેના રંગો અને ચૉક ખરીદાતા. સાથે સાથે માટીના દિવડાઓ પણ લેવામાં આવતાં. ઇલેક્ટ્રીક લાઈટની રોશની જોવા તો લોકો બજારમાં જતાં. લારીઓ અને દુકાનોમાંથી કપડા, જુતા અને ચપ્પલ ખરીદાતા. સ્ત્રીઓ પોતાના ઘરેથી જરુરી સામગ્રી લઈ બેકરીએ જઈને નાન-ખટાઈ બનાવડાવતી. અને સમયનાં હોય તો નાન-ખટાઈ ત્યાંથી જ ખરીદાતી.

ઘર માટે તોરણ લેવાતાં, કપ-રકાબી લેવાતાં. સુશોભનનો સામાન વેચવા નીકળતી લારીઓ પાસે પણ સ્ત્રીઓની ભીડ ઉભરાતી. ચાદર અને ગાલિચા વેંચતા ફેરીયાઓની બુમો શેરીઓ ગજવતી.
રેકડીઓમાં ઈનામ લઈને નીકળતાં બુઢ્ઢા ચાચા મને હજુયે યાદ છે. પચાસ પૈસા આપીને તમારે રેકડીમાંથી એક કલરવાળી ગડી કરેલી ચિઠ્ઠી ઉપાડવાની.. એ ખોલીને તેમાં જે લખેલુ હોય તે “ઈનામ” તમારુ. ઇનામમાં લવીંગીયા ટેટા મળે, બપોરીયાની બાકસ મળે, જમીન ચક્કર મળે… આવુ ઘણુ બધું અચરજ એ ઇનામમાં હોય.

દિવાળીના દિવસે આસોપાલવના તોરણ વેચતા ફેરીયાઓ પાસે લાઈન લાગતી. નવા વર્ષની વહેલી સવારે સબરસ (મીઠું) વેચતા ફેરીયાઓની રાહ જોતી સ્ત્રીઓ ત્યારે જ સાલમુબારકનાં અભિનંદન આપી એક બીજાના ઘરે આવવાનું આમંત્રણ આપતી.
સવારે બાલુડાઓ નિત્ય કર્મ પતાવી વડીલોને પગે લાગી “આશીર્વાદ” (લક્ષ્મીજીનાં પણ) મેળવી રાજી થતાં. પરિવારના સભ્યો મંદીરોમાં દેવદર્શન માટે જતાં. આવતા જતા બધા નવા વર્ષની શુભેચ્છા આપતાં હરખાઈ ઉઠતાં. મંદિરોની આસપાસ યાચકોને યથાશક્તી દાન-દક્ષીણા અપાતાં. પક્ષીઓને ચણ નખાતું.
ઉપર જે દિવાળી-દર્શન કરાવ્યું છે તેમાં તમે ઝીણવટ ભરી નજરે જોશો તો કેટલાયે ગરીબોના કોડીયાંમાં આપણે તેલ પુરવાં નિમિત્ત થતાં. કોડીયા વેચતાં ડોશીમાંથી લઈને સબરસ વેંચતાં ફેરીયા સુધી બધાની દિવાળી હોંશે ઉજવાઈ જતી.
પણ આજે મોલ અને ઓનલાઈન ખરીદીના ચક્કરમાં આપણે જ આપણા બાંધવોને તહેવારની ઉજવણીથી વંચીત નથી રાખતાં?!
પહેલાં લારી કે ફેરીયાઓ પાસેથી વસ્તુ ખરીદવામાં છોછ નહોતો. હવે આ નજર કેમ બદલાઈ ગઈ છે?
હા, તમે વસ્તુની ગુણવત્તાની વાતો કરશો પણ કેટલીક વસ્તુઓમાં ગુણવત્તાનો સવાલ જ નથી આવતો. (કોડીયા, તોરણ, રંગોળી વગેરે) આ વસ્તુઓનુ વેચાણ ગરીબોની જીવાદોરી છે. તમારા થકી જ એ લોકો દિવાળી ઉજવી શક્શે. તેમની દુઆઓમાં તમે છો?
યાદ રાખજો, આ બાબતમાં ડાર્વિનનો ઉત્ક્રાંતીવાદ ન લાવતા પણ એ નજરમાં રાખજો કે તમે વ્યવસ્થા અસંતુલિત કરી તો કુદરત પોતાની મેળે જ તેને સંતુલિત કરી શકે છે.
નાની બાબતોમાં ખુશીઓ શોધતાં શીખો અને ખાસ તો બીજાની ખુશીઓમાં પણ ખુશ થતાં શીખો. આ બાબત તમારાં બાળકોને પણ અત્યારથી સમજાવો. દિવાળી એ શ્રેષ્ઠ તક છે.
આ દિવાળી તમે દિલથી બધાને ધ્યાનમાં રાખીને ઉજવી હશે. નાના-મોટાં કોઈનુ દિલ ના દુભાય તેનું ધ્યાન રાખ્યું હશે.. સુરક્ષીત અને સ્વચ્છ દિવાળી ઉજવી હશે એવી અપેક્ષા.
આજ મુબારક કાલ મુબારક,
આપને નવું સાલ મુબારક.

– ગોપાલ ખેતાણી
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


👬👭👫👬👭👫👬👭👫👫👭
*👫👭👫ભાઈ બીજ👬👫👬👫*
👫👭👬👭👫👭👬👭👫👭👬
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*


*આધિકારિક નામ ભાઈ બીજ, ભાઈ દુજ*
*અન્ય નામ= કારતક સુદ બીજ*
*તિથિ= કારતક માસના શુક્લ પક્ષની બીજ*

*ભાઈ બીજ અથવા કારતક સુદ ૨ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લામ્બું આયુષ્ય અને સુખભર્યુ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનો ને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેનો ભાઈને પોતાને ઘેર ભોજન આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.*


*ભાઈ બીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક માં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે ને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.*


*👫👬ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની પવિત્ર જોડીનો.*

*👭👫આજે ભાઈબીજ એટલે કે યમદ્રિતીય, આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘરે ભોજન કરેલુ અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. જે ભાઇઓ ભાઇબીજના દિવસે પોતાની બહેનને ત્યા જમશે તે નરકનુ બારણૂ નહી જુએ. ભાઇ રોગી હોય્,અથવા તો બહેનના ઘરે જવાનુ ના જ બને તો આ ભાઇબીજની વાર્તાનૂ સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલુ જ ફળ મળે છે.*

*👫👫આ દિવસે બહેન ભાઈને પોતાની ઘેર જમવા બોલાવે છે. ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યુ બહુ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા,મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે.*

*આ દિવસે બહેનો પોતાના ભાઈની મનગમતી રસોઈ બનાવીને ભાઈને એ અહેસાસ કરાવે છે કે આજે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલો જ પ્રેમ કરે છે અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટ ની કીંમત​ની મહત્વની નથી હોતી, મહત્વનું તો હોય છે એક ભાઈનું બહેનના ઘરે આગમન. બહેન તો પિયર અવાર-નવાર જતી હોય છે. પણ ભાઈનું પરીવાર સહિત જવું એવુ તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. આમ પણ લોકોની માન્યતા કે દીકરીના ઘરે વધુ ન જવાય, ન ખવાય વગેરેને કારણે પણ પિયરિયાઓ કારણ વગર જવાનું ટાળતા હોય છે. આ ધાર્મિક પરંપરાને કારણે બહેન હકથી ભાઈને પોતાની ઘરે જમવા બોલાવી શકે છે.*

*👫👫👫🎯🔰🎯રક્ષાબંધનના દિવસે દરેક બહેનને ભાઈને ઘરે જવાનો અધિકાર મળે છે અને ભાઈબીજના દિવસે ભાઈને બહેનની ઘરે જવાનો. આ બંધનની વચ્ચે આ બે તહેવારો દરમિયાન કોઈ પણ વિધ્ન આવી શકતુ નથી. ભાઈ-બહેનંનું સરખું જ મહત્વ, કોઈને અન્યાય નહી. આવા તહેવારોને કારણે જ તો ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*



💠💠💠💠💠💠💠💠
*🔷🔶ભાઈ બીજ🔶🔷*
💠💠💠💠💠💠💠💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*કાતિર્ક માસના શુકલ પક્ષની બીજ ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ નું પ્રતિક એટલે ભાઈબીજ . જે રીતે બીજનો ચંદ્ર ત્‍યાગ, પુરુષાર્થ અને કર્તવ્‍યનું પાલન કરે છે તે રીતે જો ભાઈ-બહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વિતે આજ છે ભાઈબીજ પાછળનો મુખ્‍ય સંદેશ.*

*આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્‍ણો બહેન દ્રૌપ‍દીના ઘેર જમવા ગયેલ. દ્રૌપદીનું એક નામ કૃષ્‍ણા પણ હતું. સંકટ સમયે શ્રી કૃષ્‍ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્‍ય નિભાવેલ. *

*યમદિત્‍યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્‍ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્‍યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્‍વાદિષ્‍ટ ભોજનથી ખુબજ પ્રસન્‍નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું, યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્‍યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્‍યારથી યમરાજ દર વર્ષે નિત્‍ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્‍ય સુખની કામના કારતા.*

*🎯🔰🎯આજે પણ ભાઈબીજ ના દિવસે બહેન , ભાઈ ને પોતાને ઘરે જમવા બોલાવે છે.*

💠👉🎯આ દિવસે યમરાજ અને યમુનાજીની પુજાનું પણ મહ્ત્વ છે. ભાઈ-બહેન યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આયુષ્ય તેમજ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે. 

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


💠👇💠👇ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ

*ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્‍યા યમદિત્‍યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્‍ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્‍યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્‍વાદિષ્‍ટ ભોજનથી ખુબજ પ્રસન્‍નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું, યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્‍યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્‍યારથી યમરાજ દર વર્ષે નિત્‍ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્‍ય સુખની કામના કારતા. આ દિવસે બહેન પોતાના ભાઈને ભોજન કરાવે છે તેનો ચૂડલો અખંડ રહે છે અને ભાઈ પણ લાંબુ આયુષ્‍ય પામે છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની લાંબી આવરદાની કામના કરે છે. આ ભાઈ બીજના પવિત્ર દિવસે આકાશમાં પ્રગટ થતો ચંદ્ર પ્રગતિ અને વિકાસનું પ્રતિકા છે, અમાસના અંધકારમાં ડૂબેલો ચંદ્ર ભાઈબીજના દિવસે ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે અને પોતાના કર્મબળને આધારે દેવાધિદેવ શિવજીના મસ્તિકની શોભાની અભિવૃધ્ધિ કરવા પોતાને યોગ્‍ય બનાવે છે તે જ રીતે જે ભાઈ દુઃખરુપી અંધકારમાં ડૂબેલો હોય તે આ ભાઈ બીજના દિવસે બહેનના હાથનું ભોજન પ્રેમપૂર્વક આરોગીને પોતાના ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે.*

*🎯🔰🎯આ ભાઈબીજનું વર્તમાન સમયમાં પણ એટલું જ મહત્‍વ છે. જેટલું અગાઉ હતું. ભાઈબીજ ભાઈ તથા બહેન માટે એક ફરજ પણ છે. આ દિવસ નવા સંબંધોના સ્‍વીકાર સાથે ગઈકાલના પવિત્ર સંબંધોને યાદ કરવાનો પણ દિવસ છે. બહેન પયિરનું સર્વસ્‍વ છોડીને પોતાના સાસરે જાય છે. આ દિવસે ભાઈને અચુક યાદ કરે છે, અને તેને ભોજન જમાડી તેના સુખની મંગલ કામના કરે છે તો સામી બાજુ ભાઈએ પ‍ણ તેના બદલારૂપે બહેનના દુઃખોને દૂર કરવાની ફરજ નિભાવવાની છે.*

*👉🎯આ ભાઈ બીજ વિશે પુરાણોમાં પણ મહત્‍વ આંકતા કહેવાયું છે કે જે વ્‍યકિત ભાઈબીજના દિવસે બહેનના પ્રેમપૂર્વકના નિમં‍ર્તણને ઠુકરાવીને તેના ઘેર જતો નથી તેના વર્ષભરના તમામ પુણ્‍યો નાશ પામે છે. આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્‍ણો બહેન દ્રૌપ‍દીના ઘેર જમવા ગયેલ. દ્રૌપદીનું એક નામ કૃષ્‍ણા પણ હતું. સંકટ સમયે શ્રી કૃષ્‍ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્‍ય નિભાવેલ. આ દિવસે નૂતનવર્ષ વર્ષ પછી તરત આવતો દિવસે છે, એ ઉપરની તેનું મહત્‍વ આંકી શકાય છે. જે રીતે બીજનો ચંદ્ર ત્‍યાગ, પુરુષાર્થ અને કર્તવ્‍યનું પાલન કરે છે તે રીતે જો ભાઈ-બહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વિતે આજ છે ભાઈબીજ પાછળનો મુખ્‍ય સંદેશ.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


આપણે દરેક લોકો દિવાળીના પાંચમા એટલે કે છેલ્લા દિવસને બાઇ બીજ તરીકે ઉજવીએ છીએ. પરંતુ શું તમે એ જાણો છો કે ભાઇ બીજના દિવસ પાછળ તેનું મહત્વ શું છે? ભાઈ બીજ દિવસે બહેનો પોતાના ભાઈના લામ્બું આયુષ્ય અને સુખભર્યુ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનો ને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેનો ભાઈને પોતને ઘેર ભોજન આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.

આજનો દિવસ એટલે રક્ષાબંધનની જેમ જ ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમ નો દિવસ કેટલાયે એવા ભાઈઓ હશે કે જે ધંધા-નોકરી-અભ્યાસ અર્થે પોતાની બહેનથી દૂર રહેતા હશે અને એવી કેટલીયે બહેનો હશે કે જે લગ્નબાદ પોતાના ભાઈથી ઘણી દૂર ચાલી ગઈ હશે આજના દિવસે ભાઈને બહેન પોતાની ઘરે જમવા બોલાવે છે અને તિલક કરી તેનું પૂજન કરે છે તથા તેને કાયમી વિજયી થવાના આશીર્વાદ આપે છે. ભાઈ બહેનને યથાશક્તિ ભેંટ આપે છે.

ભાઈબીજ વિશે ૨ માન્યતા છે.

આ દિવસે બહેન ભાઈને પોતાની ઘેર જમવા બોલાવે છે. ભાઈ-ભાભી, બાળકો સૌ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યુ ખૂબ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા, મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે.

૧) નરકાસુરનો વધ કરીને આજના દિને કૃષ્ણ દ્વારકા પરત ફરે છે ત્યારે સુભદ્રાજી તેમનું સ્વાગત તિલક કરીને કરે છે અને કૃષ્ણને ભાવતાં પકવાન જાતે રાંધીને ખવડાવે છે

૨) યમરાજા પોતાની બહેન યમુનાને આપેલા વચનનું પાલન કરવા ભાઈબીજના દિવસે પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢે છે અને તેના ઘરે જમવા જાય છે. યમુના ખૂબ ખુશ થાય છે.

No comments:

Post a Comment