Died: 22 September 1539, Kartarpur, Pakistan
Spouse: Mata Sulakhni (m. 1487–1539)
Even Kings and emperors with heaps of wealth and vast dominion cannot compare with an ant filled with the love of God.
I am neither a child, a young man, nor an ancient; nor am I of any caste.
Death would not be called bad, O people, if one knew how to truly die.
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*🙏🙏🙏ગુરુનાનક જયંતિ🙏🙏🙏*
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
ગુરુ નાનકનો જન્મ પંજાબમાં રાવી નદીના કિનારે આવેલા તલવંડી નામના ગામમાં કારતક સુદ પૂર્ણિમાના દિવસે થયો હતો. તલવંડી ગામથી થોડું આગળ નાનકનું નામ નનકાના પડ્યું. નાનપણથી તેઓ સાંસરિક વિષયોમાં ઉદાસીન રહેતા હતા. ગુરુ નાનકના બાળપણમાં કોઈ એવી ઘટના બની હતી જેના કારણે ગામના લોકોએ તેમને દિવ્ય વ્યક્તિત્વ ધરાવનાર માનવા લાગ્યાં.
1507માં ગુરુ નાનક મરદાન, લહના, બાલા અને રામદાસ આ ચાર સાથીઓને લઈને તીર્થયાત્રા પર નિકળ્યાં હતાં. 1521 સુધીમાં તેમણે ત્રણ વખત યાત્રાના ચક્ર પુરા કર્યાં, જેમાં ભારત, અફઘાનિસ્તાન, ફારસ અને અરબના મુખ્ય સ્થાનોનું ભ્રમણ કર્યું હતું. જીવનના અંતિમ દિવસોમાં પૂણ્ય, ભંડારા જેવા કાર્યો કરવા લાગ્યાં. 22 સપ્ટેમ્બરનાં રોજ તેમનું દેહાંત થયો.
ગઈકાલે પંજાબ સહિત દેશના તમામ રાજ્યોમાં આવેલ ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ.
🔰🔰🔰તેમનો મુખ્ય ઉપદેશ 🔰🔰🔰
… કિરત કરો: પરિશ્રમ કરી કમાઓ. … વહેંચીને ખાઓ અને જરૂરિયાત વાળાને દાન કરો. … નામ જપો અને પ્રભુભકિત કરો. … સત્કર્મ કરો … ઇશ્વર એક છે આપણે સૌ તેમનાં સંતાન છીએ. … સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખો. … સાદું અને પવિત્ર જીવન જીવો. … તેમના શિષ્યો જ સિકખ કે શીખ કહેવાયા.
તેમના પરમજયોતિમા લીન થવા વિશે એવી વાયકા છે કે ઇ.સ.૧૫૩૯ બાવીસમી સપ્ટેમ્બર, ભાદરવા વદ દસમે તેમણે સ્વેરછાએ દેહત્યાગ કર્યો. હિન્દુ-મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ ખૂબ વ્યથિત થયા. સાથે મતભેદ પેદા થયો. હિન્દુ તેમના અંતિમ સંસ્કાર કરવા માગતા હતા જયારે મુસ્લિમ તેમને દફનાવવા માગતા હતા પણ જયારે ચાદર હટાવવામાં આવી તો ચાદર નીચે માત્ર સફેદ ફૂલોનો ઢગલો હતો.
🔰🔰કારતક સુદ પૂનમ સંવત ૧૫૨૬ (ઇ.સ.૧૪૬૯, ૧૫ નવેમ્બર)માં હાલ પાકિસ્તાનમાં છે તે તલવંડી ગામમાં નાનકનો જન્મ થયો. આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. પિતાનું નામ કલ્યાણદાસ ખત્રી જે બેદી કુળના હતા. માતા ત્રિપ્તાદેવી અને એક મોટી બહેન હતી નાનકી. નાનકનો જન્મ થતાં દાયણ દૌલતાં આનંદવિભોર થઇ ગઇ. મહેતા કલ્યાણદાસને વધાઇ આપતાં બોલી, ‘તમારે ત્યાં કોઇ અવતારી પુરુષનો જન્મ થયો છે. હું તો તેનાં દર્શનથી જ નિહાલ થઇ ગઇ.’ ચારે તરફ આનંદ છવાઇ ગયો.
બાળક નાનક નાનપણથી જ વિશિષ્ટ વ્યકિતત્વવાળા હતા. તેમની બાળલીલા અને મધુર વાણીવર્તનથી બહેન નાનકી ખૂબ પ્રભાવિત થતી. એકવાર બાળક નાનક પરિવારની ભેંસો ચારવા જંગલમાં ગયા. જયાં એક વૃક્ષ નીચે સૂઇ ગયા. થોડા સમયમાં વૃક્ષની છાયાની દિશા ફરતાં નાનકના મુખ પર તડકો આવવા લાગ્યો. એટલામાં એક ફણીધર નાગ કયાંકથી આવ્યો અને તેમના મુખ પર છાયો પડે તેમ બેસી ગયો. ગામનો ચૌધરી રાયબુલાર ઘોડા પર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. બાળકનાં દર્શન કરી ધન્ય થઇ ગયો. હંમેશ માટે તેમનો શ્રદ્ધાળુ બની ગયો.
બાળક નાનકને જનોઇ આપવાનો સમય થયો. પંડિત હરદયાળ જનોઇ લઇને આવ્યા. નાનક બોલ્યા આ જનોઇ તો મેલી થઇ જશે, તૂટી જશે ત્યારે પંડિતજી બોલ્યા, તમારે કેવી જનોઇ જૉઇએ છે નાનકે જવાબ આપ્યો. દયા કપાહ, સંતોષ સૂત, જતગંઢી, સતવટ એટલે કે દયા રૂપી કપાસમાંથી સંતોષ રૂપી સૂતર બનાવો. જેના પર સતના વળ ચઢાવી જત (સંયમ) ની ગાંઠો વાળો. પંડિતજી એવી જનોઇ હોય તો આપો જે ના તૂટે, ના મેલી થાય, ન બળે ન નષ્ટ થાય જેને ધારણ કરવાથી આત્માનું કલ્યાણ થાય. પંડિતજી તો આ સાંભળીને આશ્ચર્યથી જૉઇ જ રહ્યા.
નાનકને પાઠશાળામાં ભણવા મોકલવામાં આવ્યા તો પંડિતજી પાટી પર જે મૂળાક્ષર લખી આપે નાનક તે મૂળાક્ષરથી શરૂ થઇ પ્રભુસ્તતિની કાવ્યપંકિત લખી નાખતા. પંડિતજીએ પિતા કલ્યાણદાસને કહ્યું કે નાનક તો જન્મથી જ જ્ઞાની છે તેને હું શું ભણાવું? કાજી પાસે મોકલ્યા તો તેમનો પણ એ જ અનુભવ રહ્યો. માતા અને બહેન નાનકથી વારી વારી જતાં પણ પિતા કલ્યાણદાસ વ્યાપારી મનોવૃત્તિના હતા. તેથી તેમણે વિચાર્યું નાનક ભણતો નથી તો તેને વેપારમાં પલોટવો જૉઇએ.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
No comments:
Post a Comment