Thursday, July 18, 2019

ધનતેરસ --- Dhanteras

🕉🛐🕉🛐🕉🛐🕉🛐🕉🛐🕉🛐
*💸💵💴💶ધનતેરસ💰💷💶💴*
💠🙏💠🙏💠🙏💠🙏💠🙏💠🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*દિવાળીના બે દિવસ પહેલા એટલે કે ધનતેરસના દિવસથી જ દીપ પ્રજવ્વલિત કરવાની પ્રથા છે.*

*કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે જ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. આથી આ તિથિને ધન ત્રયોદશી કે ધનતેરસના રૂપમાં ઓળખાય છે.*

*ભગવાન ધનવંતરી જયારે પ્રગટ થયાં હતા તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ભગવાન ધનવંતરી કળશ લઈને પ્રગટ ટ થયા હતા. તેથી આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે.* 

*લોકમતાનુસાર કહેવાય છે કે આ દિવસે વાસણ કે ચાંદીની વસ્તુ વગેરે ખરીદવાથી તેમાં તેર ગણો વધારો થાય છે. આ અવસરે ધાણાના બીજ ખરીદી ઘરમાં મુકવામાં આવે છે.*

*દિવાળી પછી આ બીજને લોકો પોતાના ખેતરમાં વાવે છે. કેટલાક લોકો કયારિયોમાં વાવે ધાણા સ્વાસ્થય માટે ઉત્તમ હોય છે,અને એ સ્વાદને પણ વધારે છે.*


*ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે ઝવેરાત ખરીદવાની પ્રથા છે . એવી માન્યતા છે કે આ ચન્દ્રમાનું પ્રતીક છે, જે શીતળતા પ્રદાન કરે છે અને આ દિવસ ચન્દ્ર હસ્ત નક્ષત્ર પણ છે.*

*🎯🔰ભગવાન ઘન્વંતરિ દેવતાઓના વૈદ્ય અને ચિકિત્સાના દેવતા માનવામાં આવે છે. તેથી ચિકિત્સકો માટે ધનતેરસનો દિવસ ખૂબ જ ખાસ હોય છે.*

આજે ધનતેરસને મંગળવારે શહેરના અનેક પરિવારોમાં ધનસ્વરૂપ લક્ષ્મીનું પૂજન થશે, તો અનેક લોકો શુભમૂહુર્તમાં સોનાની ખરીદી પણ કરશે. ઘરઆંગણે ઉત્સાહભેર રંગોળીઓ અને ગૃહસજાવટ થશે, તો બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટશે. મોલ, બજારો અને રસ્તાઓ ભરચક બનશે. ઘરથી માંડીને ઓફિસ-બજારો સુધી... ચોમેર પર્વનો ઉલ્લાસ વર્તાશે.

💠આજે ધનતેરસ અને મંગળવારના અનોખા સંયોગે અનેક લોકો સુખ-સમૃદ્ધિની કામના સાથે લક્ષ્મીપૂજન કરશે તો ઘરઆંગણે રંગોળી કરી, દીપ પ્રગટાવીને પર્વનો ઉજાસ અને રંગો રેલાવશે. પર્વની ઉજાણી માટે બજારોમાં રંગોથી માંડીને મિઠાઇઓ સુધીની ખરીદી માટે ભીડ ઉમટશે, લોકો શુકનમાં સોનું ખરીદશે, અને બજારમાં ધનનો પ્રવાહ (મનિ સરક્યુલેશન) વધશે. અનેક લોકો ગિફ્ટસ્‌-વસ્તુઓની વહેંચણી કરીને લોકો પર્વની ખુશાલી રેલાવશે. ધનતેરસે લક્ષ્મીપૂજનનું વિશેષ મહત્વ હોવાથી અનેક લોકો સાંજે ઘરેણા, ચલણી નોટો અને ધનનું પૂજન કરશે.

🙏👉 આ દિવસે ખાસ કરીને જૂનાં નાણાં, જૂના સિક્કા, આભૂષણ વગેરેમાં લક્ષ્મીજીનું આરોપણ કરીને પૂજન કરાય છે. આજે પણ ઘણા પરિવારોમાં બસો-ત્રણસો વરસ જૂના ચલણી સિક્કા સચવાયેલા જોવા મળે છે, એટલું જ નહીં, ધનતેરશના દિવસે તેની પૂજા પણ થતી જોવા મળે છે. જેમની પાસે જૂનું ધન સંગ્રહાયેલું ન હોય તેમણે વર્તમાન કાળમાં ઉપલબ્ધ ધાતુનિર્મિત નાણાંનું પૂજન કરવું જોઈએ. લક્ષ્મીજી માત્ર ધનનાં જ દેવી નથી. તેઓ સૌન્દર્યનાં પણ દેવી છે. આથી જ સૌન્દર્યના સાધન મનાતાં સોના-ચાંદીનાં આભૂષણોને પણ ધનતેરસે ધનપૂજનમાં સામેલ કરાય છે.

🎯👉🔰ધનપૂજન કેવી રીતે કરવું? એ પ્રશ્નનો જવાબ એ છે કે ધનપૂજનની અનેક રીતો પ્રચલિત છે. જેમાં ષોડશોપચાર પૂજન, અષ્ટોપચાર પૂજન, પંચોપચાર પૂજન વગેરેનો સમાવેશ થાય છે. પૂજન કરનારની શક્તિ અને ભક્તિ અનુસાર વિવિધ ઉપચારોથી ધનપૂજન થઈ શકે છે. તેમણે કહ્યું કે અનુકૂળતાના અભાવે સામાન્ય પૂજન પણ કરી શકાય છે. જેમાં ધનનું પ્રક્ષાલન કરવું, તેને કેસર કે કંકુનાં ચાંદલા કરવા, તેને ચોખાથી વધાવવા અને છેલ્લે મંગલપાઠ કરવો વગેરે દ્વારા પણ ધનપૂજા થઈ શકે છે. ધનતેરશના પૂજનનો અસલી સમય સૂર્યાસ્ત પછીનો છે. ધનતેરશે વૈદિક પરંપરા અનુસાર અષ્ટલક્ષ્મીનું સ્મરણ અને શ્રીસૂક્તનું પઠન કરવામાં આવે છે. ધનતેરસે અનેક લોકો શુકનનું સોનું પણ ખરીદે છે. તેના કારણે સોની બજારમાં ખરીદી માટે ભીડ જામશે.

ધન પૂજન ન થઇ શકે તો મંત્રજાપ કરવો

*💠🙏ભારતીય સંસ્કૃતિમાં અનેક દેવીઓનાં નામો કાળાન્તરે ભૂંસાઈ ગયાં છે, પરંતુ મહાદેવી સરસ્વતી અને મહાદેવી લક્ષ્મી એ બે દેવીઓ એવી છે, જેમનાં નામ લોકહૃદયમાંથી ત્રણ કાળમાંયે ભૂંસાઈ શકે તેમ નથી. આ બન્ને મહાદેવીઓનું પૂજન અને તેમની ઉપાસના તો ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે.*

*🔰🔰લક્ષ્મી રિસાતાં દેવો પણ ભિક્ષુક જેવા બન્યા🔰🔰*

🎯🔰વિષ્ણુ પુરાણમાં એક કથા આવે છે કે દુર્વાસા મુનિ એક વખત શિવજીનાં દર્શન કરવા ગયા, શિવજીએ તેમને પોતાના ગળાની માળા પ્રસાદ તરીકે આપી. દુર્વાસા બહાર નીકળ્યા ત્યારે તેમને સામે ઇન્દ્ર મળ્યા. ઇન્દ્ર દુર્વાસા મુનિને પગે લાગ્યા. દુર્વાસાએ પ્રસાદીની માળા ઇન્દ્રને આપી. ઇન્દ્ર અભિમાનમાં છકી ગયો હતો તેથી તે માળાને સામાન્ય ગણી ઐરાવતને પહેરાવી. ઐરાવતે સૂંઢથી તે માળા તોડી નાંખી અને પગ નીચે કચડી. આ ઘટનાથી દુર્વાસાએ ઇન્દ્રને શાપ આપ્યો કે તું ઐશ્વર્યથી મત્ત થયો છે માટે હવે તારા સહિત બધા દેવો લક્ષ્મીથી વંચિત થશે. તેને કારણે સ્વર્ગમાંથી લક્ષ્મીજી ચાલ્યા ગયા. તેને કારણે દેવતાઓ શ્રી વગરના, ગરીબડા થઇ ગયા. મુખ પરથી તેજ જતું રહ્યું અને દાનવોએ યુદ્ધ કર્યુ અને વિજેતા થયા અને દેવો ભિક્ષુકની જેમ ભટકવા લાગ્યા.

પછી ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને ઉપાય પૂછ્યો. બ્રહ્માજીએ કહ્યું કે લક્ષ્મીજીની પ્રસન્ન કરો. પછી દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યુ. ઇન્દ્રએ લક્ષ્મીજીની આરાધના કરી. એ જે સ્તોત્ર છે, તે ઇન્દ્રકૃત સ્તોત્ર તરીકે ઓળખાય છે, જેને જનસામાન્યમાં શ્રીમહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર કહે છે. તેનો એક વખત પાઠ કરવાથી પાપ નાશ, બે વખત પાઠથી ગુમાવેલી લક્ષ્મી પરત મળે અને ત્રણવાર પાઠ કરે તો શત્રુનાશ થાય છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

આજે છે આસો વદ તેરસ.એટલેકે ધનતેરસ.આજે દરેક ઘરમાં લક્ષ્મીપૂજન થવાનું જ.ધનની પૂજા સાથે મહાલક્ષ્મીની આરાધના કરવા આજે દરેક વ્યક્તિ સજીધજીને તત્પર હશે અને આમ પણ કહે છે ને કે પૈસો સર્વસ્વ નથી પણ જિંદગી જીવવા તેની પણ જરૂર તો પડે જ છે.પણ આજે કંઈક અલગ વાત કરવી છે.આજે મારા ઘરમાં બાળપણથી ચાલી આવતા ધનતેરસના દિવસની સાથે સંકળાયેલી એક પ્રથા વિશે વાત કરવી છે.

*અત્યારે તો ઘરમાં હું, મમ્મી ને પપ્પા જ છીએ.પણ પહેલાં તો બંને બહેન તથા દાદા-દાદી તથા બંને કાકા-કાકી અને મારા પિતરાઈ ભાઈઓ–બહેનો બધા સહકુટુંબ સાથે દિવાળી મનાવતા.ત્યારે આ દિવસે અમારે સૌથી પહેલા નાહી-ધોઈને તૈયાર થવાની હોડ રહેતી.તમે કે‘શો કે એમાં શું તહેવાર અને આટલા બધા લોકો હોય તો થોડી હાડમારી રહેવાની જ.પણ ના મિત્રો આ હોડ એટલા માટે રહેતી કે અમારા દાદાએ કહેલું કે આજે નાહીએ એટલે જે તે વ્યક્તિના ગધેડા તેના જન્મસ્થળ પર જાય પછી તે ભલે ને દવાખાનાનો પ્રસુતિગૃહ હોય કે ઘરનો કોઈ ખૂણો.અને જેના ગધેડા વહેલા પહોંચે તેને વધારે માન ધન તથા દાદા તરફથી ભેટ મળે.માટે સૌથી વહેલા તૈયાર થવા માટે રીતસર પડાપડી થતી અને ખરેખર ખૂબ મજા આવતી.અને જો નહાવામાં પાછળ રહી જાય તો પણ બસના સમય સાથે પણ સરખામણી થતી કે મારું જ્ન્મસ્થળ અહીં છે તો મારા ગધેડા વહેલા પહોંચશે.ખરેખર સાથે દિવાળી મનાવવાનો આનંદ અનેરો જ હોય છે. જાણું છું કે આનો ઉદ્દેશ એટ્લો હતો કે તહેવારના દિવસોમાં વહેલા તૈયાર થઈ તેનો આનંદ માણવો આળસ ત્યજવી.હાં હવે તો દસ વર્ષ થઈ ગયા દાદાને ગયાને.પણ આજે પણ આ પ્રથાને માણવાની મજા એટલી જ આવે છે.અને માટે જ કહું છું કે પોતાના માહ્યલામાંના એ અબૂધ બાળકને હંમેશા જીવંત રાખજો.

*અરે હાં આજે ધનની પૂજા કરી રહ્યા છો ને તો એક ૫0 કરોડ રૂ ની નોટની પણ પૂજા કરી લેજો. વળી *આપણા દેશમાં સ્ત્રી ને લક્ષ્મી સાથે સરખાવવામાં આવે છે. તો પછી આજના દિવસે ચાલોને એ ગૃહલક્ષ્મીની જ પૂજા કરીએ તો કેવું..?* અરે હાં *મિત્રો જે હજી મારી જેમ કુંવારા છે તેઓ પણ સ્ત્રી શક્તિરૂપે રહેલી માતા કે બહેનની પૂજા કરી શકે છે.તો આજે માણીએ ફરીથી રમેશ પટેલનું (ગૃહ)લક્ષ્મીનું આ ગીત.🔰🔰🔰*

💠શુભ દિન શુભ ચોઘડીએ , રૂડા મંગલ ગીત ગવાયાં
સોળે શણગારે શોભે ગૃહલક્ષ્મી,મઘમઘ ફૂલે ફોરમ વરતાયા

💠સંગ તમારે ઝૂમશે ઝાંઝર, આંગણે મહેંકશે તુલસીક્યારો
છોડી મહિયર ભાઈ બહેનને, ગૂંથજો પ્રેમે રેશમિયો દોરો

💠નણંદ ભોજાઈના સ્નેહ સોગઠે, બાંધજો ભાઈને તમ પાલવડે
કુમકુમ પગલાં શોભશે દ્વારે, હાસ્યનાં મોતી વેરજો ચોકે

💠છાનું છપનું સંગીત ગાજો,શુભ શમણાં સજશે ગૃહલક્ષ્મીનાં
લાડ દીકરીનાં પામી તમે, પૂરજો કોડ વાલમના કેસરિયા

💠આંગણિયે અવસર શોભાવજો,મલકાવી ગુલાબી ગાલે ખંજન
રિધ્ધિ સિધ્ધિ તમ ચરણે દોડશે, બાંધજો પ્રેમનાં રૂડાં બંધન

💠હસશે રમશે પગલાં પાડી, ભાઈનો નાનો રાજ દુલારો
એકમેકના સંગે રમશું ભમશું, ખીલશે જીવન રંગ ફુવારો

💠સપ્તપદી છે જીવન માંગલ્ય, શોભે ચાંદલો રૂડો ભાલે
આવો મારા ભાઈની ગોરી, રમશું રાસ પૂનમની રાતે

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*


ધનતેરસને દિવસે આ ૧૨ વસ્તુ માંથી કાઈ ખરીદવાથી ભાગ્ય ૧૫ હજાર ગણું પ્રબળ થશે જાણો આ વસ્તુઓ !!
16/10/2017



ભારત એક એવો દેશ છે જ્યાં ઘણી જાતિના લોકો રહે છે. તેના કારણે જ આપણો દેશ દરેક તહેવારને ખુબ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે. દિવાળી ની બધા આતુરતાથી રાહ જુવે છે. તે દિવસે ધનની દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા થાય છે. દિવાળી આવતા પહેલા જ લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરવાનું શરુ કરી દે છે તેમને થાય છે કે આવું કરવાથી લક્ષ્મી માતા તેનાથી ખુશ થઇ જશે અને તેમને આશીર્વાદ આપશે.અને ખરેખર એ ઘર માં લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે.

દિવાળીના બરોબર બે દિવસ પહેલા ધન તેરસ નો તહેવાર મનાવવા માં આવે છે. ધન તેરસનું હિંદુ ધર્મ માં ખુબ જ વધુ મહત્વ છે તે દિવસે લક્ષ્મી, ગણેશ અને ધન ના દેવતા કુબેર ની પૂજા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ધન તેરસ ના દિવસે કોઈ પણને ઉધાર દેવાથી બચવું જોઈએ. જો તમે ભૂલ થી પણ કોઈને પૈસા ઉધાર આપી દેશો તો તો તમારી પાસે કોઈ દિવસ પૈસા ટકશે જ નહી.

આમ તો ધન તેરસ તમારા પૈસાને ૧૩ ગણા વધારવાનો દિવસ છે. જુના જમાનાની એવી માન્યતા છે કે ધન તેરસ ના દિવસે સોના ચાંદીના વાસણ ખરીદવું ખુબ શુભ હોય છે. પૈસાદાર લોકો તે દિવસે સોના અને ચાંદીના સિક્કા ખરીદે છે જે મધ્યમ વર્ગના લોકો તે દિવસે વાસણ ખરીદીને જ સંતોષ મનાવે છે. આજે અમે તમને જણાવસુ તે 12 વસ્તુઓ જેને જો તમે ધન તેરસમાં ખરીદો છો તો તમે એક દિવસમાં બની શકો છો રંકમાંથી રાજા.

આમ તો ધન તેરસ ને દિવસે તમારે સોના ચાંદી સિવાય તે દિવસે ફૂલ સાવરણી પણ ખરીદવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે સાવરણી ખરીદવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને તમારી ઉપર તેમની કૃપા બની રહે છે.

આ દિવસે આયુર્વેદ નાં દેવતા ધન્વન્તરી જી નો જન્મ દિવસ મનાવવા માં આવે છે. આપડું સ્વાસ્થ્ય પણ ધન થી ઓછુ નથી એટલે સ્વાસ્થ્ય સારું રહે એ જ મોટું ધન છે.

💠🙏🎯👉કહેવાય છે કે ધનતેરસના દિવસે, દેવ-દાનવોના સમુદ્રમંથનમાંથી માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. આ દિવસે એટલે જ વૈદ્યો-ડોક્ટરો દ્વારા સામૂહિક અને વ્યક્તિગત ધોરણે ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે અને નવા વર્ષ માટે સૌની સ્વાસ્થ્યકામના વાંછવામાં આવે છે. ભગવાન ધન્વંતરિને નારાયણ વિષ્ણુનું જ એક સ્વરુપ માનવામાં આવે છે. તેમને ચાર ભૂજાઓ છે તેમણે બે ભૂજામાં શંખ અને ચક્ર ધારણ કરેલાં છે અને બે ભૂજામાં ઔષધિઓ સાથે અમૃત કળશ લીધેલાં છે. માનવામાં આવે છે કે અમૃત કળશ પિત્તળનો બનેલો છે કારણ કે ભગવાન ધન્વંતરિને પિત્તળની ધાતુ અતિપ્રિય છે. આ કારણે જ ધનતેરસના દિવસે સોના કરતાં વધુ પિત્તળની ખરીદીને શુભ માનવામાં આવી છે.

*🎯🔰ખરીદો પિત્તળ ચાંદી અને સોનુ🔰*
ધનતેરસે ખરીદાયેલી વસ્તુ લાંબો સમય ચાલે છે અને શુભફળ આપતી હોવાનું માનવામાં આવે છે ત્યારે શાસ્ત્રજ્ઞોની સલાહ છે કે આ દિવસે પિત્તળ ખરીદવામાં આવે તો તેનું તેરગણું ફળ મળે છે. ઉલ્લેખનીય છે કે પિત્તળની ધાતુ તાંબુ અને જસતના મિશ્રણથી કરવામાં આવે છે. વૈદિક ધર્મની પૂજાઅર્ચનામાં પહેલેથી જ પૂજાપાઠ અને ધાર્મિક કર્મમાં પિત્તળના વાસણો જ ઉપયોગમાં લેવામાં આવે છે.

🎯👉મહાભારતમાં એક પ્રસંગ આલેખાયેલો છે કે સૂર્યદેવે દ્વૌપદીને પિત્તળનું અક્ષયપાત્ર વરદાનરુપે આપ્યું હતું તેની વિશેષતા એ હતી કે દ્વૌપદી ગમે એટલી સંખ્યામાં લોકોને ભોજન કરાવે પણ ભોજન ઘટતું ન હતું.

*🎯👉ધનતેરસે લોકો વાસણો પણ ખરીદે છે. તેમાં ચાંદીની ખરીદીને પણ શુભ માનવામાં આવે છે કારણ કે ચાંદી ચંદ્રમાનું પ્રતીક છે અને ☪ચંદ્ર પોતે શીતળતાનું. માટે ચાંદી ખરીદવાથી મનમાં સંતોષરુપી ધનનો વાસ થાય છે અને જેની પાસે સંતોષરુપી ધન છે તે પાસે સંતોષરુપી ધન છે તે સાચા અર્થમાં સ્વસ્થ, સુખી અને ધનવાન છે.*

*આ દિવસે પોતાનું ઘર એકદમ ચોખ્ખુંચણાક, સ્વચ્છ હોય તે માટે બધો નકામો કચરો કાઢી નાંખવામાં આવતો હોય છે. આ દિવસે ઘરમાં શંખ લાવવાનો પણ આગવો મહિમા છે. આ શંખ દીવાળીના પૂજન સમયે વગાડવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે અને અનિષ્ટ ટળે છે. આ દિવસે મીઠું ઘરમાં લાવીને આ નવું લાવેલું મીઠું-SOLT વાપરવું પણ જોઇએ. આ પ્રકારે મીઠાના ઉપયોગથી વર્ષભર ધનનો અભાવ રહેતો નથી. દિવાળીના દિવસે આ મીઠાનો ઉપયોગ કરી ઘરમાં પાણીના પોતાં કરવાથી દરિદ્રતાનો નાશ થઈ જાય છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*


સંવત ૨૦૭૩ આસો વદ તેરસ મંગળવાર તા. ૧૭-૧૦-૨૦૧૭ ના દિવસે ધનતેરસ છે. આ દિવસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને યોગ બ્રહ્મ છે. 

ધનતેરશના દિવસે લક્ષ્મીપ્રાપ્તિ માટે, આરોગ્ય પ્રાપ્તિ માટે અને ઔષધિય જ્ઞાન પ્રાપ્તિ માટે ધનતેરશનું મહત્વ વધી જાય છે. જેની પાછળ જગત આંધળી દોટ મૂકે છે તે લક્ષ્મીને ભારતીય સંસ્કૃતિએ પવિત્ર અને માતા સમાન માની છે. લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ છે. પુરુષ તેનો પુત્ર છે. વેદોમાં લક્ષ્મીની સ્તુતિ કરતાં કહ્યુ છે કે પાપકર્મો માટે વપરાય તે અલક્ષ્મી, સત્ અને પરોકપકાર માટે વપરાય તે લક્ષ્મી અને નિઃસ્વાર્થ કાર્ય માટે વપરાય તે મહાલક્ષ્મી. ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને નહીં તેના દુરપયોગને ત્યાજ્ય ગણ્યો છે. ટૂંકમાં પૂજા એટલે નીતિથી ધન કમાવવુ. આ દિવસે સમુદ્ર મંથનમાંથી મા લક્ષ્મી, આયુર્વેદાચાર્ય ધન્વંતરિ પ્રગટ થયા હોવાથી ધન્વંતરિ ત્રયોદશી પણ કહેવામાં આવે છે.તેઓ માનવજાતિના કલ્યાણ માટે સમુદ્રમાંથી ઔષધિઓ સાથે પ્રગટ થયા હતા. આ દિવસે લોકો સોનું-ચાંદી પણ ખરીદતા હોય છે.

*🙏આદરણીય સર્વે વડીલો અને પરમ સ્નેહી શુભેચ્છક મિત્રો, || ધન તેરસ, કાળી ચૌદશ, શુભ દીપાવલી, નુતન વર્ષ અને ભાઈ બીજની યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) તરફથી હાર્દિક શુભકામનાઓ ||*

*ગુજરાતમાં દીપાવલી પર્વની ઉજવણી પાંચ દિવસની હોય છે.સમાજના સૌ પરિવારો પોતાના ઘરોને દિવાઓથી સજાવે છે.ઉમંગના આ સમયે નાના-મોટા સાથે મળી ફટાકડા ફોડી આનંદ પામે છે.*

*🔰🔰|| ધન તેરસ ||🔰🔰*

આસો માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

*🔰🔰|| કાળી ચૌદશ ||🔰🔰*

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.
આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.

*🔰🔰🔰|| દિવાળી ||🔰🔰*

દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે.
દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર અને નવેમ્બર ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે.અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારત બીજી તિથિ) તે પૂરી થાય છે.

*🔰🔰|| જૈન ધર્મમાં દિવાળી ||🔰*

બુદ્ધના નિર્વાણની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જૈન ધર્મમાં દિવાળીનું છે.છેલ્લા જૈન તિર્થંકર ભગવાન મહાવીરે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો.

ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે. મહાવીરે અમાસની વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો.ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતા. તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે…

કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: “જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું” (“गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो”).

*દિવાળી દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં આવે છે અને આ તારીખને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવે છે.*

*દિવાળી એ આધ્યાત્મિક, સામાજીક અને વૈચારિક ઉત્સવ છે. આધ્યાત્મિક એટલા માટે કારણ તે દિવસે આપણે પુરુષોત્તમ ને આવકારિએ છિએ. સામાજીક એટલા માટે કે તે દિવસે આપણે હળી મળી જઇએ છિયે. બધો મન મેલ કાઢી નાખિયે છિએ. વૈચારિક એટલા માટે કારણ તે દિવસે આપણે નવા વરસ ની શુરૂઆત પણ કરિએ છિયે.*

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
ધન તરસ અટકાવી ઉજવીએ ધન તેરસ
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

દીપોત્સવી એટલે જ સહજ આનંદનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ. દીપોત્સવી પર્વ એટલે માત્ર દિવાળીનો તહેવાર નહી. દીપોત્સવી પર્વ તો ઉત્સવોનું સ્નેહ સંમેલન ગણાય. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ આ પાંચ વર્ષનો પ્રારંભ વાગ્ (વાઘ નહીં) બારસથી શરૃ થાય. કોઈ સ્નેહ સમારોહનો પ્રારંભ ઉદ્ઘોષકથી થાય તેમ દીપ પર્વનો પ્રારંભ વાગ બારસથી શરૃ થાય. આપણા ઋષિમૂનિઓ અત્યંત તેજસ્વી અને ઓજસ્વી હતાં. દરેક પર્વની ઉજવણીની ગોઠવણી એવી રીતે કરી કે તેમાંથી આધ્યાત્મિક લાભ મળવા ઉપરાંત સમાજ જીવનનો બોધપાઠ પણ મળે. બીજા અર્થમાં સમૂહ જીવનમાં જીવન જીવવામાં સંદેશો આધ્યાત્મિક ઉજવણી દ્વારા ધર્મભીરૃ કે ધર્મપ્રેમી પ્રજાને મળતો રહે તેવી અદ્ભૂત ગોઠવણી આપણા ઋષિમૂનિઓએ કરી છે. દીપ પર્વ પાછળ પણ આવો જ સંદેશ છૂપાયેલો છે. વાગ્ એટલે કે વાણી. માનવીના જીવનમાં વાણી પવિત્ર બની રહે, મધુર બની રહે, સંયમિત બની રહે તો જીવનના ઘણા ખરા પ્રશ્નો જ ઉપસ્થિત ન થાય. માનવીને જીવવા માટે અર્થ એટલે કે લક્ષ્મીની આવશ્યકતા રહે છે. જીવન એટલે માત્ર લક્ષ્મી એમ ન માનીએ તો પણ લક્ષ્મી વગર જીવવું દુષ્કર જરૃર છે. આજના ભૌતિક જીવનમાં લક્ષ્મી કેન્દ્ર સ્થાને છે. ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મીને અસ્પર્શીય કે તુચ્છ કે તાજ્ય ગણવામાં નથી આવી. પરંતુ લક્ષ્મીની આવશ્યકતા સ્વીકારીને જેની પાસે નથી, જયાં જરૃર છે ત્યાં દાનનો મહિમા પણ ગાયો છે. પરંતુ આ લક્ષ્મી એટલે સુકૃત લક્ષ્મીના મહિમાનું ગાન છે. વિકૃત લક્ષ્મીનું નહીં. આપણે પત્ની કે વહુને ઘરલક્ષ્મી કહીએ છીએ. ઘણા લક્ષ્મીને દાસી ગણી જીવવાની વાતો કરે છે. શ્રીસુકૃતમાં લક્ષ્મીને મનપગામિની કહી છે.
લક્ષ્મીને પગ નથી પણ ચંચળ કહી છે. વાસ્તવમાં લક્ષ્મી ચંચળ નથી. લક્ષ્મીવાન માનવીની મનોવૃત્તિ ચંચચ બને છે. વિત્ત શક્તિ છે તેનાથી દેવ પણ બની શકાય અને દાનવ પણ બની શકાય. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન ગણનારા ગર્તામાં ગબડે છે. વાસ્તવમાં ધન માટેની તરસ એટલે ધનતેરસ નહીં પણ લક્ષ્મીને માતા સ્વરૃપે સ્વીકારો તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની ભાવના સાથે પૂજન થાય તો લક્ષ્મી ઘરમાં કાયમી વસવાટ કરે છે. વિકૃત માર્ગે વપરાય તે અલક્ષ્મી, સ્વાર્થમાં વપરાય તે વિત્ત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અને પ્રભુકાર્યમાં વપરાય તે મહાલક્ષ્મી. ધનતેરસમાં એટલે જ મહાલક્ષ્મીનું પૂજન થાય છે. ધન પૂજા તે અભરે ભરાઈ તેટલા નાણાંની આંકાક્ષા પરિપૂર્ણ થાય તે માટેની પૂજા નથી. 
ધનતેરસની તૃપ્તિ માટે નથી પણ લોકકલ્યાણની પ્રભુ ઈચ્છા પૂર્ણ થાય અને પ્રભુ ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાનું જીવન પણ સુખરૃપ વ્યતિત થાય તે માટે કદી ધનનો અભાવ ન સહેવો પડે તે માટે ધનતેરસના દિવસે મહાલક્ષ્મી પૂજા કરવામાં આવે છે. સમાજ જીવનનો સંદેશ એ છે કે ધનને પૂજા કરીને સતત યાદ રાખો કે ધન પૂજ્ય છે. અવળે રસ્તે વપરાતું ધન પતન નોતરી શકે છે. ધન વગર જીવવું શક્ય નથી તે જીવનનો બીજો બોધ દીપ પર્વમાં સ્વીકારાયો છે. પણ પૂજન સાથેનો સંદેશો એમ કહે છે કે જીવન સારી રીતે જીવી શકાય પ્રભુ કાર્ય માટે ખૂટે નહીં તે જરૃરી છે. ધનતેરસ પૂરી કરવા નહી. સંપત્તિ સમાન નીતિથી વાપરો. રીતથી આપો પ્રીતથી આ સામાજીક સંદેશ ધનતેરસ પર્વમાં છૂપાયેલો છે. આવો સંદેશો ઝીલનાર પરિવારમાં લક્ષ્મીનો કાયમી વસવાટ હોય છે. રઘુવંશ તેનું જ્વલંત ઉદાહરણ છે. જીવનમાં મધૂર વાણી અને દ્રવ્યશક્તિ મહત્ત્વની છે. તેમ જીભ રક્ષા માટે ક્રિયા શક્તિ અને સુરક્ષા મહત્ત્વની છે. આ માટે ચૌદશને દિવસે મહાલક્ષ્મીની પૂજાની વિધિ થાય છે. મહાકાલી પૂજાનો સામાજીક સંદેશ છે કે જીવનનું સુચારું ઢબે રક્ષણ કરો. રોગ, ભોગ કે બાહ્ય તથા કામ, ક્રોધ, મદ, મોહથી જીવનને બચાવો તો દિવાળીએ જીવનમાં પ્રકાશ ઝગમગી ઉઠશે. આ પ્રકાશ જીવનમાં નિરંતર ઝળહળતો રહે તે માટે જ્ઞાન રહેતા સરસ્વતિ એટલે શારદા પૂજનનું આધ્યાત્મિક મહત્ત્વ આલેખવામાં આવ્યું છે. જ્ઞાન વગર મનુષ્ય જીવન તુચ્છ છે. અજ્ઞાનીએ કોઈ ગણકારશે નહીં, માટે જ્ઞાનિ બનો. આજના યુગમાં કદાચ આ વાત વધુ યથાર્થ છે. શારદા પૂજન જ્ઞાનની ઉપાસનાનો અર્થ આપે છે. આમ દીપ પર્વના તમામ મહત્તવના દિવસોએ માત્ર ર્ધાિમક ક્રિયાકાંડ કે વિધિ વિધાન નથી. તે જ રીતે માત્ર આનંદ પ્રમોદના જ પર્વ નથી. તેમાં ચોક્કસ સામાજિક સંદેશા છૂપાયેલા છે. આવો આજે આપણે આ સંદેશાઓને ઓળખીએ અને અપનાવીએ. શરૃઆત ધનતેરસથી કરીએ, ધનની તરસ છીપાવવાની દોટને બદલે ધનતેરસની ઉજવણી કરીએ.

💠👉🎯ધન તેરસ, ધેનુ તેરસ 
ભારતવર્ષનાં વૈદિકકાળમાં વ્યક્તિની સંપતિનું મૂલ્ય ત્રણ પ્રકારે થતું હતું. એક જ્ઞાન, ધર્મ અને ભૌતિક સંપતિમાં ગાય. આજે જેટલું કાગળની નોટનું મહત્વ છે એટલું જ મહત્વ ધેનુ અર્થાત ગાયનું પ્રાચીન સમયમાં હતું.સામાન્ય રીતે આપણને એવો પ્રશ્ન થાય કે ગાય માતાને સંપતિના મૂલ્યમાં શા માટે આંકવામાં આવે છે ? તો એના બે સામાન્ય કારણો આવે છે. એ તો સૌને ખબર જ હશે કે, ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનધારી શા માટે કહેવાય છે. ઈન્દ્રનાં અભિમાનનું ખંડન કરવા માટે શ્રી કૃષ્ણએ લીલા કરી. બારેય મેઘ ખાંગા થતાં ગાયો અને ગૌપાલકોને બચાવવા માટે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. ગાયોના રક્ષણ કરવા બદલ શ્રી કૃષ્ણને ગૌલોકના ઈન્દ્રનું પદ આપવામાં આવ્યું. બીજૂ ગાયોની નિત્ય પૂજા કરવાની પ્રચલિત પરંપરા હતી. આજે એ વિસરાઈ ગઈ છે. ધેનુ તેરસના દિવસે ગાય માતાનું પૂજન પણ અતિ મહાત્મ્ય ધરાવે છે. ધેનુમાં ૩૩ કરોડ દેવતાનો વાસ હોવાથી આમ તો ગૌ સેવા સર્વ ઐશ્વર્યદાતા છે.ધેનુ તેરસના દિવસે ગાય માતાની સાચી પૂજા કરવા સંકલ્પ લેવા જોઈએ. એક તો ખાદ્યપદાર્થ ધરાવતો પ્લાસ્ટિકનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. જેથી ગાય એને આરોગે નહી. બીજુ, ગૌ માતાની રક્ષા માટે સદા તત્પર રહેવું. ગાયને કતલખાને જતા રોકવા માટે દરેક ગૌપ્રેમીઓએે પ્રયત્નો કરવા જોઈએ. જો આટલું કરવામાં આવે તો પણ નિત્ય લક્ષ્મીપૂજન સમાન છે. ગૌમુત્ર શ્રેષ્ઠઆયુર્વેદિક ઔષધિ છે. ગાયનું છાણ ખાતર તરીકે ઉપયોગ થાય છે અને એવા પ્રકારની ખેતી શ્રેષ્ઠપરિણામો મળ્યા છે. બળદ ટ્રેક્ટર કરતા વિશેષ ઉપયોગી છે. પંચગવ્ય એટલે કે ગાયનું દૂઘ, ધી, દહી, મૂત્ર અને છાણના પૂજાપાઠ સમયે સેવનથી તમામ પાપો નાશ પામે છે. અખાદ્ય પદાર્થ ખવાઈ ગયો હોય તો એ પાપમાંથી મુક્તિ મળે છે. 

સોનાની ખરીદીનું મહાત્મ્ય
શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે, સોનામાં દેવી લક્ષ્મીનો વાસ છે. શ્રી સુક્તમના પાઠમાં લક્ષ્મીને સુવર્ણમયી કહેવામાં આવી છે. ધનતેરસ સોનાની ખરીદી માટે વણલેખાયેલું મુહૂર્ત છે. એટલા માટે સોની બજારમાં આ દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. દિવાળી બાદ દેવદિવાળી અને એ દિવસે વિષ્ણુ-વૃંદાના લગ્નબાદ લગ્નસરા રહેતી હોવાથી એના અનુસંધાને પણ ધનતેરસના દિવસે દીકરીને કન્યાદાનમાં દેવા સુવર્ણના આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. સોનામાં લક્ષ્મીજીનો વાસ હોવાથી તેને વેચી શકાતું નથી. પ્રાચીનકાળમાં રાજવી સિવાય કોઈ લોકો સોનાના આભુષણો ધારણ કરતા નહીં. માત્ર પૂજાપાઠ કે અન્ય ર્ધાિમકપ્રસંગો માટે સોનાનો ઉપયોગ થતો હતો. ધનતેરસના દિવસે લક્ષ્મીની કામના કરવાનું મહાત્મ્ય છે. અહીં એ વાત પણ ન ભૂલવી જોઈએ કે અનીતિ-દુરાચારના માર્ગે મળેલી સંપતિ આભાસી છે. એ લક્ષ્મી નથી. નીતિથી મળેલી લક્ષ્મીનું હાથીને અંબાડીએ બેસાડી સ્વાગત કરવું જોઈએ.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. લક્ષ્મીની પૂજાનો દિવસ. જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલે નહિ. ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

***પૌરાણીક કથા***

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે ‘હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?’ યમદુતે ઉતર આપ્યો કે ‘એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ’. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.
.
ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. *આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે.*

*લક્ષ્મી માતા હિંદુ ધર્મની એક મુખ્ય દેવી છે. ભગવાન વિષ્ણુની પત્ની છે તેમ જ ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે. દિવાળીના તહેવારમાં ધન તેરસના દિવસે ગણેશ સહિત લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ગાયત્રી માતાની કૃપાથી મળતાં વરદાનોમાં એક લક્ષ્મી પણ છે. જેના પર આ અનુગ્રહ ઉતરે છે, તે દરિદ્ર, દુર્બલ, કૃપણ, અસંતુષ્ટ જેવા ગુણોથી ગ્રસિત રહેતો નથી. સ્વચ્છતા તેમ જ સુવ્યવસ્થાના સ્વભાવને પણ ‘શ્રી’ કહેવાય છે. આ સદગુણો જ્યાં હશે, ત્યાં દરિદ્રતા, કુરુપતા ટકી શકશે નહીં.*
.
કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને લક્ષ્મી કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે ‘લક્ષ્મી’ શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. લક્ષ્મી જ્યાં આવે છે એને લક્ષ્મીવાન, શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે.
.
*ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક (ઘુવડ) માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સંપતિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે.*

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🔰🔰🔰🔰ધન તેરસ🔰🔰🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).

આ દિવસે ભગવાન ધન્વન્તરિની વિશેષ પૂજન- અર્ચન કરવામાં આવે છે. આ દિવસે જ સમુદ્રમંથનમાંથી અમૃતના કળશ સાથે દેવતાઓના વૈદ્ય ધન્વંતરિ પ્રગટ થયા હતા તેથી આ દિવસને ધન્વંતરિ જયંતી તરીકે પણ મનાવવામાં આવે છે. સાથે લક્ષ્મી પૂજા પણ થાય છે.
કારતક માસની વદ તેરસને ધનતેરસ કહે છે તે સુખ, સંપદા, ઐશ્વર્યને પ્રાપ્ત કરાવતો શુભઅવસર છે. આ દિવસે જ સમુદ્રમંથનમાંથી અમૃતના કળશ સાથે દેવતાઓના વૈદ્ય ધન્વંતરિ પ્રગટ થયા હતા તેથી આ દિવસને ધન્વંતરિ જયંતી તરીકે પણ મનાવવામાં આવે છે. સાથે લક્ષ્મી પૂજા પણ થાય છે. ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ મહત્ત્વ છે. સુર અને અસુર જ્યારે સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે કેટલીય મૂલ્યાવાન ચીજો મળી હતી. તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત, આ અમૃતકળશ દેવતાઓના વૈદ્ય ધન્વંતરિના હાથમાં હતું, 


આજના દિવસે દેવોને ધન્વંતરિ દ્વારા જ અમૃત પ્રાપ્ત થયું હતું. ધન્વંતરિને આમ તો દેવતાનાવૈદ્ય કહેવામાં આવે છે પણ તેમાં ભગવાન વિષ્ણુનો અંશ પણ રહેલો છે. ધન્વંતરિની ઉત્પતિનાઉપલક્ષમાં પણ ધનતેરસ મનાવવામાં આવે છે. ધન્વંતરિ દેવોના વૈદ્ય હોવાથી ધનતેરસનોદિવસ ચિકિત્સકો માટે પણ મહત્ત્વનો છે. આજના દિવસે ચિકિત્સક પણ ધન્વંતરિ દેવતાનીપૂજા અર્ચના કરીને પોતાના વ્યવસાય અને જ્ઞાનમાં વૃદ્ધિ વિકાસ માટે કામના કરે છે.ધનતેરસ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી હોવાથી તે દૃષ્ટિએ પણ અલગ અલગ વરદાનની કામના સાથે ધનની પૂજા કરવામાં આવે છે. ધનતેરસની ઘડી સુખ, સમૃદ્ધિ સંપદાઆપનારી તો છે જ પરંતુ એક પ્રચલિત કથા પ્રમાણે ધનતેરસ અમરત્વ પણ આપનારી છે.દીપ પ્રાગટય એ દિવાળનીના પર્વ સાથે જોડાયેલ છે પરંતુ એક પુરાણકથા પ્રમાણે દીવાનીહારમાળા દીપાવલી સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધનતેરસ છે.લક્ષ્મીજીના સંદર્ભે પણ ધનતેરસ સાથે કથા જોડાયેલી છે.

કહેવાય છે કે લક્ષ્મીને વિષ્ણુનો શાપ હતો કે તેમને તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું તેથી આ વર્ષો દરમિયાન ખેડૂતના ધનધાન્યમાંબહુ વૃદ્ધિ થાય છે, જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે વિષ્ણુજી તેમને લેવામાટે આવ્યા પરંતુ ખેડૂતને તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વચન આપ્યું કે ધનતેરસનાદિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાથી યાદ કરવામાં આવશે તો ફરી તારા ગૃહમાં નિવાસ કરીશ.તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઇ રહ્યું છે.

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏

ધન્વંતરિ એ હિન્દૂ ધર્મમાં ભગવાન વિષ્ણુનો અવતાર છે. તે વેદો અને પુરાણોમાં આયુર્વેદના ભગવાન અને દેવતાઓના વૈદ્ય તરીકે ઉપસ્થિત છે.

આસો મહિનાની તેરસના દિવસે ધનતેરસનો દિવસ આવે છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર આસો મહિનાની વદ પક્ષની અગિયારસના દિવસથી જ દિવાળીનો આરંભ થઇ જાય છે. હિન્દૂ ધર્મના અનુસાર ધનતેરસના દિવસે ઘરની બહાર લોટમાંથી બનાવેલ દીવો પ્રગટાવવાની પ્રથા છે. ઘરોમાં તુલસીના ક્યારામાં સંધ્યાકાળે દીપદાન વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શ્રીમદ ભાગવત પુરાણમાં એક પ્રસંગમાં ઉલ્લેખ છે કે દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું, જેમાં મનદાર પર્વતને મથનીના રૂપમાં અને વાસુકી નાગને ડોરીના રૂપમાં પ્રયુક્ત કરી મંથન કર્યું હતું. એ સમયે અનેકો રત્ન ઉત્પન્ન થયા , જેમાં અમ્રુતકળશની સાથે આરોગ્યના દેવતા ધન્વંતરિ પ્રગટ થયા. એટલા માટે ધનતેરસને ધન્વંતરિ પણ કહેવામાં આવે છે. મહાભારત, અગ્નિપુરાણ, વિષ્ણુપુરાણ, હરિવંશપુરાણ, અને બ્રહ્મવૈવર્તપુરાણ વગેરેમાં પણ આ પ્રકારનું વર્ણન મળ્યું છે. ભગવાન ધન્વંતરિને ભગવાન વિષ્ણુનું રૂપ કહેવામાં આવે છે. એમની ચાર ભુજાઓ છે. એમની ઉપરની બે ભુજાઓમાં શંખ અને ચક્ર છે અને બીજી બે ભુજાઓમાં એકમાં જલુકા તેમજ ઔષધ તથા બીજા હાથમાં તે અમૃતકળશ પકડેલ છે. એવી માન્યતા છે કે ભગવાન ધન્વંતરિને પૃથ્વીવાસીઓ માટે ચિકિત્સા શાસ્ત્રના જ્ઞાનનો પ્રસાર કરી એમના માટે ઓજસ્વી બની રહેવાનો માર્ગ બનાવ્યો. ભગવાન ધન્વંતરિની પ્રિય ધાતુ પિત્તળ છે એટલા માટે ધનતેરસના દિવસે પિત્તળ વગેરે વસ્તુની ખરીદી કરવાની પરંપરા છે. ચાંદી કુબેરની ધાતુ માનવામાં આવે છે, ચંદ્રમાનું પ્રતીક ચાંદી જીવનમાં શીતળતા પ્રદાન કરે છે.

આ દિવસે લોકો નવા સામાનની ખરીદી કરે છે. આ દિવસે કોઈ પણ સામાન લેવો ઘણું શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને કુબેરની સાથે સાથે યમની પૂજાનું પણ વિશેષ મહત્વ બતાવ્યું છે. ધંધાદારી લોકો માટે પણ ધનતેરસ અને દિવાળી બંને દિવસે દેવી લક્ષ્મીના પૂજનનું મહત્વ રહેલું છે અને જૂના ખાતાના ચોપડા બંધ કરી નવા ખાતા માટેના ચોપડાનું પૂજન કરે છે. એટલા માટે એને ‘ચોપડા પૂજન’ પણ કહેવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી પૂજનથી સમૃદ્ધિ, શાંતિ અને સફળતા માટેના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

ધન શબ્દ સમૃદ્ધિથી જોડાયેલો છે અને તેરસનો અર્થ છે તેરમો દિવસ. ધનતેરસના દિવસે માતાજીના પગના ચિન્હો ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અને સંધ્યા સમયે તેર દીપ જલાવી એમની પૂજા કરવામાં આવે છે. લોકમાન્યતા પ્રમાણે આનાથી પરિવારમાં અકાળ મૃત્યુના ભયથી પરિવારને મુક્તિ મળે છે. દક્ષિણ ભારતમાં ઘણા ભાગોમાં કિસાન ગાયો અને પશુઓનું પૂજન કરે છે કેમ કે , એમના માટે તે સમૃદ્ધિનું કારક છે. ધનતેરસના દિવસે યમુનામાં સ્નાન કરવાની પણ વિશેષ પરંપરા છે.

No comments:

Post a Comment