Monday, August 5, 2019

5 Aug 2019 --- NC

























































5 Aug

🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
👁‍🗨ઈતિહાસમાં 5 ઓગસ્ટનો દિવસ
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💣🔫1965ના યુદ્ધની શરૂઆત🔫💣

ભારત - પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965ની પાંચમી ઓગસ્ટે કાશ્મીર સરહદે યુદ્ધની શરૂઆત થઈ હતી . 33 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકો કાશ્મીરી નાગરિકોના વેશમાં ઘૂસી જતાં ભારતે વળતો હુમલો કરવો પડ્યો હતો .

⚡️⚡️પહેલી વીજળીથી ટ્રાફિક લાઇ⚡️

વિશ્વની પહેલી વીજળીથી ચાલતી ટ્રાફિક લાઇટ અમેરિકાના ઓહિયો રાજ્યમાં વર્ષ 1914ની પાંચમી ઓગસ્ટે લાગી હતી . આ થાંભલા પર લાલ અને લીલી એમ બે રંગની લાઇટ અને એક બઝર લગાવાયુ હતું .

✨☄યાકુબ મેમણની ધરપકડ👤👤

૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ પાકિસ્તાન ભાગી ગયેલા મેમણ બંધુઓમાંના યાકુબ મેમણની ઓન પેપર સીબીઆઇએ વર્ષ ૧૯૯૪માં આજના દિવસે દિલ્હીથી ધરપકડ કરી હતી .

🔷1391 :- સ્પેનનાં બારસિઁલોના અને ટોલેન્ડોમાં યહૂદીઓનો નરસંહાર કરવામાં આવયો.
🔶1962 :- અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરોનું 36 વર્ષની વયે અવસાન થયુ.
🔶1963 :- પરમાણું પરીક્ષણ પર પ્રતિબંધ મુકવા રશિયા-અમેરિકા-બ્રિટને સર્વસંમતિ બાદ એક કરાર કાર્યો.

Happy Friendship Day



કાશ્મીર-લદ્દાખના ભાગલા -- Kashmir-Ladakh division

Raj Rathod, [05.08.19 12:57]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
🎯💥👉કલમ 370 પર મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, કાશ્મીર-લદ્દાખના ભાગલા; બંને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા     

🎯👉કન્દ્રએ આ પગલું એટલા માટે લીધું કારણ કે કલમ 370 લાગુ રહે ત્યાં સુધી રાજ્યનું પુનર્ગઠન કરી શકાય નહીં


🎯👉કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો હતો, તેથી સંસદમાં પસાર થયેલા નવા કાયદા આ રાજ્યને લાગુ નહતા થતાં

💥👉કન્દ્ર સરકાર રક્ષા, વિદેશ અને સંચાર જેવા મહત્વના વિષયોને છોડીને રાજ્યના બાકી વિષયોમાં દખલ ન દઈ શકે

💥👉કલમ 370 હટવાથી હવે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય નહીં, હવે તે દિલ્હીની જેમ વિધાનસભા વાળા કેન્દ્ર શાસિત રાજ્યમાં આવશે
     

Dr. h. c. Neil Alden Armstrong



✴️નીલ આર્મસ્ટ્રૉંગ જન્મદિવસ 05/08/1930✴️

નીલ આર્મસ્ટ્રૉંગ(અંગ્રેજી ભાષામાં Dr. h. c. Neil Alden Armstrong) પૃથ્વી પર રહેતા તેમ જ પૃથ્વી
પરથી અવકાશયાન દ્વારા ચંદ્રની ધરતી પર (પૃથ્વીનો ઉપગ્રહ) પર જુલાઇ ૨૧, ૧૯૬૯ના દિને સફળતાપૂર્વક સૌપ્રથમ આરોહણ કરનાર અવકાશ યાત્રી છે.

જે અમેરીકાના વતની હતા.
 તેઓ નૌકાદળના એવિએટર, ટેસ્ટ પાઇલોટ અને યુનિવર્સિટી પ્રોફેસર પણ હતા.

તેમનો જન્મ ઓગસ્ટ ૫, ૧૯૩૦ના દિને અમેરીકાના ઓહીયો ખાતે થયો હતો. તથા મૃત્યુ ઓગસ્ટ ૨૫, ૨૦૧૨ ના રોજ થયું હતું.

ચંદ્ર પર ચાલનારા તેઓ‌ પ્રથમ વ્યક્તિ હતા. જુલાઈ ૨૧, ૧૯૬૯ના રોજ ચંદ્ર પર ઊતરતી વખતે તેમણે કીધું હતું કે "તે છે માણસનો નાનો પગલો, મનુષ્યજાતનો વિશાળ કૂદકો.."



કલમ 371 -- Article 371

Raj Rathod, [05.08.19 19:48]
[Forwarded from Edu_World🌍]
🔹@Edu_World🔹

  🌀દશના 11 રાજ્યમાં એવી કલમ છે જે કેન્દ્ર સરકારને વિશેષ સત્તા આપે છે. આ કલમ 371 છે. આ કલમના માધ્યમથી કેન્દ્ર સરકાર એ રાજ્યોમાં વિકાસ, સુરક્ષા વગેરે અંગે કામ કરી શકે છે.🌀

🇮🇳🎯મહારાષ્ટ્ર/ગુજરાત- આર્ટિકલ 371

મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોના રાજ્યપાલને આર્ટિકલ-371 હેઠળ એ વિશેષ જવાબદારી છે કે, તે મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા તથા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. આ વિસ્તારમાં વિકાસ કાર્ય માટે એકસરખો ફંડ આપવામાં આવે છે. ટેક્નિકલ એજ્યુકેશન, વોકેશનલ ટ્રેનિંગ અને રોજગારી માટે રાજ્યપાલ વિશેષ વ્યવસ્થા કરી શકે છે.