Friday, August 9, 2019

નાગાસાકી દિવસ -- Nagasaki Day



💁🏻‍♂ આજે છે નાગાસાકી દિવસ

▪️ 9 ઓગસ્ટ, 1945 માં અમેરિકાએ જાપાન ના નાગાસાકી પર 6. 4 કિલોનો ફૈટ મેન નામનો બોમ્બ ફેંક્યો હતો .

▪️ આ બોમ્બ નાખવામાં આવ્યો ત્યારે 43 સેકન્ડ બાદ જમીન થી 1540 ફુટની ઉંચાઈ એ બોમ્બ ફુટયો અને તેમાંથી 21 કિલોટન TNT બરાબર વિસ્ફોટ થયો .

▪️ જમાં તાત્કાલિક થયેલા મુત્યુ ની સંખ્યા નો અંદાજ 40,000 થી 75,000 ની વચ્ચે હતો .

▪️ 1945 ના અંત સુધીમાં આ આંકડો 80,000 પર પહોંચી ગયો તેથી આ દિવસ ને નાગાસાકી દિવસ તરીકે ઉજવાય છે .

જમ્મુ - કાશ્મીર --- Jammu - Kashmir


💁🏻‍♂ ૧૨મી શતાબ્દિ સુધી જ્મ્મુ - કાશ્મીર એક પૂર્ણ હિંદુ રાજ્ય રહ્યુ હતુ


▪️૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું
૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન ઇસ્લામનું આગમન થયું હતુ.

હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ ---- Hitendra Kanhaiyalal Desai

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
*💐💐હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ💐💐*
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

*ગુજરાતના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હતા.*

*🔘🔘ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી🔘*
*👇👇પદભારનો સમયગાળો👇👇*
૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ – ૧૨ મે, ૧૯૭૧

*પૂર્વગામી = બળવંતરાય મહેતા*
અનુગામી =રાષ્ટ્રપતિ શાસન

👁‍🗨👁‍🗨જન્મ 9 ઓગસ્ટ 1915
સુરત, ભારત

વિશ્વ આદિવાસી દિવસ --- World Tribal Day




ભારત છોડો --- Quit India Movement


🇮🇳🇮🇳🇮🇳👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏
*🇮🇳૮ ઓગસ્ટ ૧૯૪૨ ગાંધીજીએ બ્રિટનને કહ્યું 'ભારત છોડો' અને પ્રજાને મંત્ર આપ્યો: 'કરેંગે યા મરેંગે'*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

*💥💥💥💥🙏🇮🇳🙃મિત્રો આ માહીતી કોઈપણ પુસ્તકમા નહીં મળે..ગાંધીજીએ ૧૯૪૨માં હિંદ છોડો આંદોલન શરૂ કર્યું ત્યારે ‘કિસ્મત’ ફિલ્મ બની રહી હતી. દેશના અનેક નેતાઓને જેલમાં પૂરી દેવાયા હતા. દેશમાં ગાંધીજીના આંદોલને જોર પકડ્યું હતું, 🎯💠👉તયારે મારા પ્રિય પ્રદીપજીએ હુંકાર કર્યો હતો : આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ... દૂર હટો એ દુનિયાવાલોં હિન્દોસ્તાં હમારા હૈ. કિસ્મતના આ ગીતને કારણે દર્શકોની ચેતના જાગૃત થઈ જતી. એટલું જ નહીં, ફિલ્મના શો દરમિયાન દર્શકોની માંગણીને કારણે 🎯💠👉દર હટો એ દુનિયાવાલોં હિન્દોસ્તાં હમારા હૈનું ગીત વારંવાર દર્શાવાતું, 👏👏👏આ ગીતમાં અંગ્રેજો પર સીધો પ્રહાર કરવામાં આવ્યો હોવાથી અંગ્રેજો એટલા ભડક્યા હતા કે પ્રદીપજીને ધરપકડથી બચવા ભૂગર્ભમાં જવું પડ્યું હતું. કિસ્મત ફિલ્મે સતત સાડાત્રણ વરસ સુધી એક જ થિયેટરમાં ચાલવાનો અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો હતો.*

રણછોડભાઈ ઉદયરામ દવે --- Ranchodbhai Udayaram Dave


📙📗📚📕📚📕📖📕📖
*📚📙રણછોડભાઈ ઉદયરામ દવે📙*
📚📕📚📕📖📒📖📕📚
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

*રણછોડભાઈ ઉદયરામ દવે - નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના પ્રખર અભ્યાસી*

*📙📕📚સમાજસુધારાના અગ્રણી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના કેટલાક વખત સુધીના સહાયક મંત્રી, ‘બુદ્ધિપ્રકાશ‘ના તંત્રી અને વડોદરાની ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ ઈ. ૧૮૩૭માં ઑગસ્ટની દસમી તારીખે થયો હતો. ફાર્બસ ગુજરાતી સભા સાથે પણ તે સંકળાયેલા હતા. નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના એ પ્રખર અભ્યાસી હતા. ‘રણ પિંગળ‘ એ પિંગળ વિષેનો તેમનો અભ્યાસગ્રન્થ છે. હોપ – વાચનમાળામાં પણ તેમણે કામગીરી બજાવી હતી. ‘રાસમાળા‘ના અમુક વિભાગનું તેમણે ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. કચ્છમાં દીવાનગીરી પણ કરી હતી. તે દરમિયાન ‘કચ્છનો ઇતિહાસ‘ લખ્યો હતો.*

*📚📕📚📕રણછોડભાઈ ઉદયરામની અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિઓ હોવા છતાં તેમની નામના મુખ્યત્વે નાટ્યકાર તરીકેની છે. ‘રાસ્ત ગોફતાર‘ના તંત્રી કેખુશરૂ કાબરાજીએ ‘નાટક ઉત્તેજક મંડળી‘સ્થાપવાની યોજના મૂકી. આ યોજના રણછોડભાઈને ગમી.*
*📌📍📍📍📍📍📌📌📌રણછોડભાઈએ તે સંસ્થા માટે ‘નળદમયંતી‘,‘બાણાસુરમદમર્દન‘ ઇત્યાદિ નાટકો લખ્યાં હતાં. થોડા સમય સુધી પારસીઓની નાટકમંડળીથી છૂટા થઈ તેમણે ‘ગુજરાતી નાટકમંડળી‘ સ્થાપી. એ મંડળી માટે ‘લલિતાદુઃખદર્શક નાટક‘ રચી આપ્‍યું. પોતાની દીર્ઘ સાહિત્યિક કારકિર્દીમાં રણછોડભાઈએ સંખ્યાબંધ નાટકો લખ્યાં છે. એક રીતે જોતાં એમણે જ ગુજરાતી નાટ્યસ્વરૂપનું વ્યવસ્થિત ખેડાણ કર્યું. ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. રણછોડભાઈનું નામ ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાઈ ગયું છે.*

સુનીલ ભીમાણી --- Sunil Bhimani



સતત બદલાવ ઝંખ્યૉ ત્યારથી બદલાવ આવ્યો
પછી બદલાવ ડંખ્યૉ જ્યારથી બદલાવ આવ્યો

પરોવ્યા તારમાં મોતી, સુંદર માળા બની ગઈ
કદી માણસમાં ક્યાં સહકારથી બદલાવ આવ્યો

યુગોથી માણસાઈ ને ભજવતા જાય છે સૌ
ન તો કિરતાર કે કિરદાર થી બદલાવ આવ્યો

બધી રીતે સમજાવ્યું આ જીદી મનને 'અંઞત'
પછી આવ્યો તો છેવટ પ્યારથી બદલાવ આવ્યો

- સુનીલ ભીમાણી અંગત

Happy birthday
Sunil Bhimani 'Angat'
9/8/2019