Friday, August 9, 2019

જમ્મુ - કાશ્મીર --- Jammu - Kashmir


💁🏻‍♂ ૧૨મી શતાબ્દિ સુધી જ્મ્મુ - કાશ્મીર એક પૂર્ણ હિંદુ રાજ્ય રહ્યુ હતુ


▪️૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું
૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન ઇસ્લામનું આગમન થયું હતુ.




▪️જમ્મુ કાશ્મીર છેલ્લા ૪૦ વર્ષથી જેહાદી આતંકવાદની પીડા ભોગવી  છે પરંતુ પ્રાચીન સમયમાં તે હિંદુ રાષ્ટ્ર હતું. જયાં હિંદુ અને બૌધ્ધધર્મીઓ મોટી સંખ્યામાં રહેતા હતા. ઇસ પૂર્વે ૩ જી શતાબ્દિમાં સમ્રાટ અશોકે કાશ્મીરમાં બૌધ્ધ ધર્મ ફેલાવ્યો હતો. ત્યાર બાદ કનિષ્ક રાજાએ પણ બૌધ્ધધર્મના મૂળિયા મજબૂત બનાવ્યા હતા. છઠી સદીમાં કાશ્મીરમાં હુણોનું આગમન થયું હતું.

Join https://t.me/ONLYSMARTGK


🙏😊🚩 અરવિંદ વરિયા 🚩😊🙏

Raj Rathod, [09.08.19 15:04]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿


▪️ઇસ ૫૩૦માં કાશ્મીર ઘાટી સ્વતંત્ર બની પરંતુ ત્યાર પછી તે ઉજજૈન સમ્રાજયનો ભાગ બન્યું હતું. વિક્રમાદિત્ય રાજવંશના પતન પછી કાશ્મીરમાં સ્થાનીક શાસકો રાજ કરવા લાગ્યા હતા. હિંદુ અને બૌધ્ધ સંસ્કૃતિનો સમન્વય શરુ થયો હતો. કાશ્મીરના હિંદુ રાજાઓમાં લલિતાદિત્ય (૬૯૭ થી ૭૩૮) સુધી પ્રસિધ્ધ થયા હતા.જેમનું સમ્રાજય પૂર્વમાં બંગાળસ દક્ષિણમાં કોંકણ,ઉત્તર પશ્ચીમમાં તુર્કિસ્તાન અને ઉત્તર પૂર્વમાં તિબેટ સુધી ફેલાયેલું હતું. લલિતાદિત્યએ અનેક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું.



▪️કાશ્મીરમાં ઇસ્લામનું આગમન ૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન થયું હતું. મુસ્લિમ શાસકોમાં જૈન ઉલ આબદીન (ઇસ ૧૪૨૦-૭૦)માં સૌથી પ્રસિધ્ધ થયો હતો. તાતરોના હુમલા પછી હિંદુ રાજા સિંહદેવ કાશ્મીર છોડી ગયા હતા. ત્યાર પછી ચક શાસકોએ હૈદરશાહની સેનાને ખદેડીને ઇસ ૧૫૨૬ સુધી રાજ કર્યુ હતું. ઇસ ૧૫૮૬માં અકબરે કાશ્મીર જીત્યુ અને ૧૭૫૨માં મોગલ શાસન નબળુ પડતા અફઘાનિસ્તાનના અહમદ શાહ અબ્દાલીએ પડાવી લીધું. ૬૭ વર્ષ સુધી અફઘાનોના પઠાણોનું કાશ્મીરમાં રાજ રહયું હતું. કાશ્મીરના જમ્મુ સ્થળનો ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે.



▪️અખુનર ક્ષેત્રમાંથી હડપ્પા કાલીન અવશેષો તથા મૌર્ય કુશાણ અને ગુપ્તકાળની કલાકૃતિઓ મળે છે. જમ્મુ ૨૨ જેટલા નાના મોટા રજવાડાઓમાં વહેચાયેલું હતું. ઇસ ૧૭૩૩ થી ૧૭૮૨ સુધી રાજા રંજીતદેવે જમ્મુ પર શાસન કર્યુ હતું પરંતુ તેમના ઉતરાધિકારીઓ નબળા પાકયા હતા. આથી મહારાજા રણજીતસિંહે જમ્મુને પંજાબ સાથે ભેળવી દીધું હતું. ત્યાર પછી ઇસ ૧૮૪૬માં ડોગરા શાહી ખાનદાનના વંશજ રાજા ગુલાબસિંહને જ્મ્મુ સોંપી દીધું હતું. ગુલાબસિંહના શાસનમાં સમગ્ર જમ્મુ કાશ્મીર આવી ગયું હતું. ૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું. ૨૬ ઓકટોબર ૧૯૪૭ના રોજ ભારતીય સંઘમાં એક સમજૂતી હેઠળ તેનો વિલય થયો હતો.

Join https://t.me/ONLYSMARTGK


🙏😊🚩  અરવિંદ વરિયા  🚩😊🙏

No comments:

Post a Comment