Friday, August 9, 2019

રણછોડભાઈ ઉદયરામ દવે --- Ranchodbhai Udayaram Dave


📙📗📚📕📚📕📖📕📖
*📚📙રણછોડભાઈ ઉદયરામ દવે📙*
📚📕📚📕📖📒📖📕📚
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

*રણછોડભાઈ ઉદયરામ દવે - નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના પ્રખર અભ્યાસી*

*📙📕📚સમાજસુધારાના અગ્રણી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના કેટલાક વખત સુધીના સહાયક મંત્રી, ‘બુદ્ધિપ્રકાશ‘ના તંત્રી અને વડોદરાની ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ ઈ. ૧૮૩૭માં ઑગસ્ટની દસમી તારીખે થયો હતો. ફાર્બસ ગુજરાતી સભા સાથે પણ તે સંકળાયેલા હતા. નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના એ પ્રખર અભ્યાસી હતા. ‘રણ પિંગળ‘ એ પિંગળ વિષેનો તેમનો અભ્યાસગ્રન્થ છે. હોપ – વાચનમાળામાં પણ તેમણે કામગીરી બજાવી હતી. ‘રાસમાળા‘ના અમુક વિભાગનું તેમણે ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. કચ્છમાં દીવાનગીરી પણ કરી હતી. તે દરમિયાન ‘કચ્છનો ઇતિહાસ‘ લખ્યો હતો.*

*📚📕📚📕રણછોડભાઈ ઉદયરામની અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિઓ હોવા છતાં તેમની નામના મુખ્યત્વે નાટ્યકાર તરીકેની છે. ‘રાસ્ત ગોફતાર‘ના તંત્રી કેખુશરૂ કાબરાજીએ ‘નાટક ઉત્તેજક મંડળી‘સ્થાપવાની યોજના મૂકી. આ યોજના રણછોડભાઈને ગમી.*
*📌📍📍📍📍📍📌📌📌રણછોડભાઈએ તે સંસ્થા માટે ‘નળદમયંતી‘,‘બાણાસુરમદમર્દન‘ ઇત્યાદિ નાટકો લખ્યાં હતાં. થોડા સમય સુધી પારસીઓની નાટકમંડળીથી છૂટા થઈ તેમણે ‘ગુજરાતી નાટકમંડળી‘ સ્થાપી. એ મંડળી માટે ‘લલિતાદુઃખદર્શક નાટક‘ રચી આપ્‍યું. પોતાની દીર્ઘ સાહિત્યિક કારકિર્દીમાં રણછોડભાઈએ સંખ્યાબંધ નાટકો લખ્યાં છે. એક રીતે જોતાં એમણે જ ગુજરાતી નાટ્યસ્વરૂપનું વ્યવસ્થિત ખેડાણ કર્યું. ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. રણછોડભાઈનું નામ ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાઈ ગયું છે.*



*📌📍📖📖📖પરાણમાંથી વિષય લઈને સંસ્કૃત નાટકો ઉપરથી તેમજ સામાજિક વિષયો પર એમણે સંખ્યાબંધ નાટકો લખ્યાં છે. પરંતુ રણછોડભાઈને જે નાટકે પ્રતિષ્ઠિત કર્યા તે નાટક ‘લલિતા-દુઃખદર્શક નાટક‘. આ નાટકે સમાજમાં ઘેરી અસર પાડી હતી. આ નાટક પશ્ચિમનાં નાટકોની અસર દાખવતું ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણાન્ત નાટક છે.
રણછોડભાઈનાં નાટકો કલાની ર્દષ્ટિએ ઘણાં ઊતરતાં લાગે. વર્તમાન સમાજને આ નાટકો અકલાત્મક લાગે.,*
ઈ. ૧૯૨૩માં એમનું અવસાન થયું.

*🐾🐾🌀🐾રણછોડભાઈને પ્રસિદ્ધિ અપાવનાર નાટક “જેકુંવરનો જે”. રણછોડભાઈ આ નાટક “બુદ્ધિપ્રકાશ”માં ધારાવાહિક નાટકરૂપે લખતા. આ નાટક “જેકુંવરનો જે” આધુનિક ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ શિષ્ટ નાટક બન્યું. આ નાટક પાછળથી “જયકુમારીવિજય- નાટક” (1865) નામથી પ્રગટ કરવામાં આવ્યું. રણછોડભાઈને ભારે લોકપ્રિયતા મળી. આમ, રણછોડભાઈ શિષ્ટ નાટ્યકૃતિની રચના કરનાર 🎯🎯પરથમ ગુજરાતી સાહિત્યકાર બન્યા.*

*🎯🔰💠👉રણછોડભાઈએ અગ્રેજી સાહિત્યના સમર્થ નાટ્યકાર શેક્સપિયરની કૃતિઓનો ઊંડો અભ્યાસ કરેલો. શેક્સપિયરથી પ્રભાવિત થઈ રણછોડભાઈએ ગુજરાતી ભાષાનું પ્રથમ ટ્રેજેડી નાટક 🙏🙏🙏🎯“લલિતાદુ:ખદર્શક- નાટક” લખ્યું. આમ, ગુજરાતી ભાષાના પ્રથમ ટ્રેજેડી નાટક – કરુણાંત નાટક – ના કર્તા તરીકે રણછોડભાઈ ઉદયરામ દવે જાણીતા થયા.*

*🎯🎯🎯🔰🙏💠🙏💠👁‍🗨💠👁‍🗨💠રણછોડભાઈનું આ ટ્રેજેડી નાટક “લલિતાદુ:ખદર્શક- નાટક” રંગમંચ પર પણ રજૂ થયું. મુંબઈમાં તેને ભારે સફળતા મળતાં તે લાંબો સમય સુધી મુંબઈની રંગભૂમિ પર ભજવાતું રહ્યું. આમ, ગુજરાતી રંગભૂમિના વિકાસમાં રણછોડભાઈ ઉદયરામ દવે મહત્ત્વના નાટ્યકાર બની રહ્યા.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*🎯🎯🔰🙏💠રણછોડભાઈ ઉદયરામ દવે (૯-૮-૧૮૩૭, ૯-૪-૧૯૨૩) નાટ્યલેખક, નિબંધકાર, પિંગળશાસ્ત્રી હતા. જન્મ ખેડા જિલ્લાના મહુધામાં. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લઈ ૧૮૫૨માં અંગ્રેજીના અભ્યાસાર્થે નડિયાદ ગયા. ૧૮૫૭માં અમદાવાદમાં ‘લૉ કલાસ’માં દાખલ થયા. પહેલા સરકારી ખાતામાં ત્યાંના કલેકટરની ઑફિસમાં, પછી ૧૮૬૩માં અમદાવાદના અગ્રણી વેપારી બહેચરદાસ અંબાઈદાસની વતી મેસર્સ લોરેન્સની કંપનીમાં જોડાવા મુંબઈ ગયા. મુંબઈમાં જ ગોંડલ, પાલનપુર અને ઈડર રાજ્યના મુંબઈ ખાતેના પ્રતિનિધિ તરીકેની કામગીરી. મુંબઈનિવાસ દરમિયાન મનઃસુખરામ ત્રિપાઠી સાથે અન્નય મૈત્રી. ૧૮૮૪માં કચ્છનરેશ મહારાજાધિરાજ મહારાવ શ્રી ૭ ખેંગારજી સવાઈ બહાદુરે પહેલાં ‘હુઝૂર આસિસ્ટન્ટ’ નું માનપદ આપ્યું, ત્યારપછી પ્રધાનપદ આપ્યું. ૧૯૦૪ માં નિવૃત્ત. ૧૯૧૨માં વડોદરામાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૧૫માં બ્રિટિશ સરકારે દીવાન બહાદુરનો ઈલ્કાબ આપ્યો. ત્રિદોષના હુમલાથી ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાન.

*🎯🎯🔰🎯💠ગજરાતીના આદ્ય નાટ્યકાર કે ગુજરાતી નાટકના પિતા તરીકે આ લેખકે તત્કાલીન ભવાઈની ગ્રામ્યતા અને અશ્લીલતાથી તેમ જ પારસી રંગભૂમિની ગુજરાતીની અશુદ્ધિથી સુગાઈને અંગ્રેજી, સંસ્કૃત અને તળપદી નાટ્યપરંપરાના સંસ્કારોથી નાટકને લોકશિક્ષણના સાધનમાં પલટાવ્યું; અને દશેક મૌલિક નાટકો તેમ જ ચારેક સંસ્કૃત નાટકોના અનુવાદો દ્વારા નાટ્યક્ષેત્રે

Raj Rathod, [10.08.19 16:07]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
નાટકની ગંભીર પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો.* નાટ્યકલાની દ્રષ્ટિએ એમનાં નાટકો ઊંચી કક્ષાનાં નથી, પરંતુ ગુજરાતી નાટકની સ્થાપનામાં એમનું ઐતિહાસિક મૂલ્ય છે. એમનાં નાટકો સામાજિક અને પૌરાણિક વિષયને લઈને ચાલે છે. ‘જયકુમારીવિજય નાટક’ (૧૮૬૪), ‘લલિતાદુઃખદર્શક નાટક’ (૧૮૬૬), ‘તારામતીસ્વયંવર’ (૧૮૭૧), ‘હરિશ્ચંદ્ર’ (૧૮૭૧), ‘પ્રેમરાય અને ચારુમતી’ (૧૮૭૬), ‘બાણા્સુર મદમર્દન’ (૧૮૭૮), ‘મદાલસા અને ઋતુધ્વજ’ (૧૮૭૮), ‘નળદમયંતી નાટક’ (૧૮૯૩), ‘નિંદ્ય શૃંગારનિષેધક રૂપક’ (૧૯૨૦), ‘વેરનો વાંસે વશ્યો વારસો’ (૧૯૨૨), ‘વંઠેલ વિરહાનાં કૂંડા કૃત્યો’ (૧૯૨૩) વગેરે એમનાં સ્વતંત્ર નાટકો છે.

નર્મદ-દલપતના પાયાના પિંગળકાર્ય પછી આ લેખકે પિંગળ અંગેનું આકર અને સર્વગ્રાહી કાર્ય કર્યું છે. છંદનું શાસ્ત્રીય બંધારણ ને તુલનાત્મક અભ્યાસ આપતો ગ્રંથ ‘રણપિંગળ’- ભા.૧, ૨, ૩ (૧૯૦૨, ૧૯૦૫, ૧૯૦૭) પાંડિત્યપૂર્ણ છે. કુલ પંદરસો કરતાં વધુ પૃષ્ઠોમાં વિસ્તરેલા આ ગ્રંથના પ્રથમ ભાગમાં માત્રામેળ અને અક્ષરમેળ છંદો તેમ જ તેના પેટાવિભાગોની ચર્ચા છે; બીજા ભાગમાં છંદોનું ગણિત આપ્યું છે; જયારે ત્રીજો ભાગ વૈદિક છંદપ્રકરણ, ડિંગળ, ગીતરચના અને ફારસી કવિતારચનાને તપાસે છે.

એમણે ‘આરોગ્યતાસૂચક’ (૧૮૫૯), ‘કુલ વિશે નિબંધ’ (૧૮૬૭) અને ‘નાટ્યપ્રકાશ’ (૧૯૯૦) જેવા નિબંધગ્રંથો આપ્યા છે; તો ‘સંતોષસુરતરુ’ (૧૮૬૬), ‘પ્રાસ્તાવિક કથાસંગ્રહ’ (૧૮૬૬), ‘પાદશાહી રાજનીતિ’ (૧૮૯૦) જેવા પ્રકીર્ણ ગ્રંથો પણ આપ્યાં છે. ‘યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર’ ભા.૧, ૪, ૩ (૧૯૧૬), ભા. ૨ (૧૯૧૫), ભા. ૫ (૧૯૧૮) એમના વેપારવિષયક ગ્રંથો છે.

એમના અનુવાદગ્રંથોમાં ઇતિહાસ સંબંધી રાસમાળા- ભા. ૧,૨ (૧૮૭૦, ૧૮૯૨), સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતારેલાં ‘માલવિકાગ્નિમિત્ર’ (૧૮૭૦), ‘વિક્રમોર્વશીયત્રોટક’ (૧૮૬૮), ‘રત્નાવલી’ (૧૮૮૯) જેવાં નાટકો તેમ જ ‘ગુજરાતી હિતોપદેશ’ (૧૮૮૯), ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ (૧૮૭૪) મુખ્ય છે. ‘શૅક્સપિયર કથાસમાજ’ (૧૮૭૮) તથા ‘બર્થોલ્ડ’ (૧૮૬૫) એ અંગ્રેજીમાંથી કરેલા અનુવાદ છે.

લલિતાદુઃખદર્શક (૧૮૬૬) : રણછોડભાઈ ઉદયરામ દવેનું સામાજિક વાસ્તવને આલેખતું પંચાંકી નાટક. એના કેન્દ્રમાં ભવાઈનો કજોડાનો વેશ છે. લલિતા નામની એક સુશીલ સ્ત્રીના ચારિત્રભ્રષ્ટ ધનિક નંદન સાથે લગ્ન થયેલાં છે. નંદનકુમાર પત્ની લલિતાને ત્રાસ આપી મારઝૂડ કરીને કાઢી મૂકે છે, પણ પૂરણમલ ભૈયો નંદનનું ખૂન કરીને લલિતાનું અપહરણ કરવા જાય છે ત્યાં પંથીરામ આવી પહોંચે છે અને લલિતાનું રક્ષણ કરતાં માર્યો જાય છે. ત્યાંથી પર્વતપુરના રાજાના હાથમાં સપડાયેલી લલિતા નદીમાં ઝંપલાવે છે, તો ખારવાઓ તેને બચાવે છે; પણ પછી પ્રિયંવદાની બહેન ચંદ્રાવલિના પંજામાં તે સપડાય છે. આ પછી કુભાંડીના પંજામાં સપડાય છે. કુભાંડીને વાઘ મારી નાખે છે એટલે અથડાતી-કુટાતી લલિતા પોતાના ગામ ચંપાનગરીમાં આવે છે. અહીં બધાં તેને ભૂત ગણીને મારે છે પણ અંતે લલિતા પોતાના પિતાને ખરી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે અને નાટક અહીં પૂરું થાય છે. કજોડાના લગ્નની અવદશાનો ઉપદેશ આપતું આ નાટક મુંબઈમાં મહેતાજીઓએ ભજવેલું, ત્યારથી ગુજરાતી નાટકની મંડળી સ્થપાઈ અને પછીથી રણછોડભાઈ પારસી રંગભૂમિથી જુદા પડેલા. આમ, રંગભૂમિના ઉદભવ અને વિકાસના સંદર્ભે આ નાટકનું ઐતિહાસિક મૂલ્ય પણ છે.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Raj Rathod, [10.08.19 16:07]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
⭐️⭐️🌟✨✨✨✨⭐️⭐️⭐️
*🌟નાટ્યકાર રણછોડભાઈ દવે*
⭐️🌟🌟✨⚡️✨✨✨🌟
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*રણછોડભાઈ ઉદયરામ દવે (1837-1923)ને ગુજરાતની ગરવી ગુજરાતી ભાષાના “આદ્ય નાટ્યકાર” તરીકે નવાજવામાં આવે છે.*

*⭐️⭐️🌟🌟”… પરિણામે રણછોડભાઇ જેવા ઉત્સાહી જુવાનને ગુજરાતી નાટક લખવાના કોડ જાગ્યા… એમનાં નાટકો લખાતાં અને એક પછી એક ભજવાતાં ગયાં… શિખાઉ નાટ્યકારો એમની નાટ્યશૈલીનું અનુસરણ કરવા લાગ્યા અને આમ ગુજરાતી રંગભૂમિનું અને ગુજરાતી નાટકનું ચોક્કસ સ્વરૂપ બંધાયું…* રણછોડભાઇ ગુજરાતી નાટકના પિતા કહેવાયા.”
✍️✍️–અનંતરાય રાવળ

*🎯👉” રણછોડભાઈની નાટકસેવાનું ખરું માપ તો એમના જમાનામાં જીવી જનાર જ કાઢી શકે…આપણા એ સુધીર ને ધૃતિમાન આદિ નાટ્યકારે એ સંસ્કૃતિકાળમાં પાશ્ચાત્ય અને પ્રાચીન-ભારતીય પ્રભાવ ઝીલ્યો, તળપદા ગુજરાતી નાટક પ્રકાર-ભવાઈનો સક્રીય વિરોધ પણ કર્યો અને તેનું સંમાર્જન કરીને એને અપનાવ્યો પણ ખરો.તેમની મેધા ઉચ્ચ હતી અને તેઓ એક અધિક ઉદ્યોગ પરાયણ વિદ્વાન હતા..”*
__________________________
🔰🔰નામ
રણછોડભાઇ ઉદયરામ દવે
🔰🔰જન્મ
ઑગષ્ટ 9 –  1837  ;  મહુવા (જિ.ખેડા)
🔰🔰🔰અવસાન

એપ્રિલ 9 –  1923 ; મુંબાઇ
🔰🔰અભ્યાસ
પ્રાથમિક – મહુવા 
1852 – માધ્યમિક – નડિયાદ

1857 – કાયદાશાસ્ત્ર , અમદાવાદ

*🔰🔰🔰વયવસાય*
રજવાડામાં મુત્સદ્દ્રી
*કચ્છમાં દીવાનગીરી*
*🔰🔰જીવન ઝરમર🔰🔰🔰*

1863 –  વ્યવસાય અર્થે મુંબાઇ સ્થળાંતર

1864 – કચ્છ ના રાજા એ પ્રધાન બનાવ્યા

1904- નિવૃત્ત

*1912 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ*

*🎯તત્રી – બુદ્ધિપ્રકાશ*

*🎯💠બહુભાષી ભારતદેશ માટે એક સમાન લિપિ હોવી જોઈએ એવી હિમાયત કરનારા તેઓ હતા અને એમનાં લગભગ બધાં જ પુસ્તકો બાળબોધ લિપિમાં પ્રગટ થયાં છે !*

*🎯💠🎯તમણે ‘લલિતા દુ:ખદર્શક નટક આપી તે  આપણી પ્રથમ કરુણાંતિકા છે અને તે ખૂબ જ સફળતાથી ભજવાયેલી કૃતિ હતી.*

*🔰🔰💠તઓ આપણી ભાષાના આદિ નાટ્યકાર છે.*     
https://t.me/gyansarthi
*📚📖📖📖મખ્ય રચનાઓ📖📚*

📙નાટક: જયકુમારીવિજય ; 📘લલિતાદુ:ખદર્શક; પ્રેમરાય અને ચારુમતી; બાણાસુર મદમર્દન; મદાલસા અને ઋતુધ્વજ; નળદમયંતી; હરિશ્ચંદ્ર નાટક, તારામતી સ્વયંવર, નિદ્યશૃંગાર નિષેધક રૂપક; વૈરનો વાંસે વશ્યો વારસો; વંઠેલ વિરહાનાં કૂડાં કૃત્ય;

📘📕કાવ્યશાસ્ત્ર: નાટ્યપ્રકાશ; રસપ્રકાશ, અલંકારપ્રકાશ, શ્રાવ્યકાવ્ય, રણપિંગળ 1,2,3 ; ફારસી કવિતારચના અને રુબાઇ, ડિંગલ અથવા મારવાડી ગીતરચના;

📙📒અનુવાદ: હિતોપદેશ, નાટ્યકથારસ , લેમ્બ્સ ટેઇલ્સ ફ્રોમ શેક્સપિયર, અન્ય સાથે શેક્સપિયર કથા સંગ્રહ કથા સમાજ)

📙📕📚ઇતિહાસ: કચ્છ દેશનો ઇતિહાસ

📙📗📚પરકીર્ણ: સંતોષસુરતરુ, અરોગતાસૂચક, કુળ વિશે નિબંધ, પાદશાહી રાજનીતિ, વિવિધોપદેશ

*📚📕📚સન્માન🏆🏆🏆🏆*

*👇🔰1915 –  બ્રિટિશ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’નો ખિતાબ*

*☄️☄️💥💥💥રણછોડભાઈને પ્રસિદ્ધિ અપાવનાર નાટક “જેકુંવરનો જે”. રણછોડભાઈ આ નાટક “બુદ્ધિપ્રકાશ”માં ધારાવાહિક નાટકરૂપે લખતા. આ નાટક “જેકુંવરનો જે” આધુનિક ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ શિષ્ટ નાટક બન્યું. આ નાટક પાછળથી “જયકુમારીવિજય- નાટક” (1865) નામથી પ્રગટ કરવામાં આવ્યું. રણછોડભાઈને ભારે લોકપ્રિયતા મળી. આમ, ☄️☄️રણછોડભાઈ શિષ્ટ નાટ્યકૃતિની રચના કરનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર બન્યા.*

*☄️💥💥રણછોડભાઈએ અગ્રેજી સાહિત્યના સમર્થ નાટ્યકાર શેક્સપિયરની કૃતિઓનો ઊંડો અભ્યાસ કરેલો.* શેક્સપિયરથી પ્રભાવિત થઈ રણછોડભાઈએ ગુજરાતી ભાષાનું પ્રથમ ટ્રેજેડી નાટક “લલિતાદુ:ખદર્શક- નાટક” લખ્યું. આમ, ગુજરાતી ભાષાના પ્રથમ ટ્રેજેડી નાટક – કરુણાંત નાટક – ના કર્તા તરીકે રણછોડભાઈ ઉદયરામ દવે જાણીતા થયા.

*☄️💥💥💥☄️રણછોડભાઈનું આ ટ્રેજેડી નાટક “લલિતાદુ:ખદર્શક- નાટક” રંગમંચ પર પણ રજૂ થયું. મુંબઈમાં તેને ભારે સફળતા મળતાં તે લાંબો સમય સુધી મુંબઈની રંગભૂમિ પર ભજવાતું રહ્યું. આમ, ગુજરાતી રંગભૂમિના વિકાસમાં રણછોડભાઈ ઉદયરામ દવે મહત્ત્વના નાટ્યકાર બની રહ્યા.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

No comments:

Post a Comment