Saturday, August 10, 2019

10 Aug

♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️
♻️ઈતિહાસમાં 10 ઓગસ્ટનો દિવસ
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚂🚂🚂ડીઝલ એન્જિનની શોધ🚂🚂

જર્મન એન્જિનિયર રુડોલ્ફ ડીઝલે વર્ષ 1893ની 10 ઓગસ્ટે વિશ્વનું પહેલું સફળ ડીઝલ એન્જિન અગ્સસબર્ગમાં દોડાવ્યું હતું . સીંગતેલથી આ એન્જિન ચાલતુ હોવાથી 10 ઓગસ્ટે બાયોડીઝલ દિવસ ઉજવાય છે .

👨‍👧👨‍👧અતરિક્ષમાં લગ્ન કર્યા👨‍👦👨‍👦

રશિયન કોસ્મોનોટ યુરી મેલેન્ચેન્કો 2003ની 10 ઓગસ્ટે અંતરિક્ષમાં લગ્ન કરનાર વિશ્વનો પહેલો વ્યક્તિ બન્યો હતો . તેની પત્ની કેટરિના દિમિત્રિવા અમેરિકાના ટેક્સાસમાં અને યુરી 240 માઇલ ઉપર અંતરિક્ષમાં હતો .

સુંદરજી ગોકળદાસ બેટાઈ -- Sundarji Gokaldas Betai



☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿

▪️ *સુંદરજી ગોકળદાસ બેટાઈ* ▪️

▪️ ગજરાતી કવિ તથા  વિવેચક સુંદરજી ગોકળદાસ બેટાઈનો  

▪️ *જન્મ તા. ૧૦/૮/૧૯૦૫ રોજ તેમના જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં થયો હતો*

વિશ્વ સિંહ દિવસ --- World Lion Day



*👇આજે ખાસ👇*10 ઓગસ્ટ

*🦁વિશ્વ સિંહ દિવસ🦁*

🌷લપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિના સરંક્ષણ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે

*🦁ગીર દુનિયાભરમા એશિયન સિંહોના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતુ છે*

🌷14000 ચો.કિ.મી.ના સૌરાષ્ટ્રના વિસ્તારોમા સાવજોનો દબદબો રહેલો છે

🌷એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામા ફેલાયેલા હતા.
🌷ભારતીય ઉપખંડની વાત કરીયે તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા

9 Aug 2019 --- CA



🇮🇳JAY HIND🇮🇳:
🛍09 ઑગસ્ટ 2019 C.A ➕ ♻️

🌳 પાવર ગ્રીડ ના cmd :- કાંદિકુપ્પા શ્રીકાંત

🌳 બીએસએફ ડાયરેકટર જનરલ :- વી.કે . જોહરી

🌳 ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ના ડાયરેકટર જનરલ :- કે. નટરાજ ન

🌳 ફોર્બ્સ મુજબ મહિલા એથલેટિક માં સૌથી વધુ કમાણી કરનારી ખેલાડી 2019માં :- સરેના વિલિમ્સ

🖊 બીજા સ્થાને :- નાઓમી ઓસાકા
🖊P v sindhu :- 13th

🌳 વર્ષ 2018 ની રેંકિંગમાં ભારતની 10 સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન માં ટોપ પર


✅ તરવા પોલીસ સ્ટેશન (ઓડિશા)

🌳 મિસ વર્લ્ડ ડાયવર્શિટી પુરસ્કાર :- નાજ જોશી

🖊host:- પોર્ટલુઈમાં યોજાઈ

🌳 મિસ ડેફ વર્લ્ડ 2019 પુરસ્કાર
🖍 વિદિશા બાલિયાન
🖍 સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી સ્પર્ધા

🌳મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા પુરસ્કાર :- પ્રિયા સેરાવ

🌳મિસ ઇન્ડિયા 2019:- સુમન રાવ (રાજ્યસ્થાન)

🌳 મિસ ગ્રેડ ઇન્ડિયા 2019:- શિવાની જાદવ (છતિષ ગઢ)

🌳 મિસ ઇન્ડિયા યુનાઈટેડ કોંટીનેટ 2019 :- શ્રેયા શંકર (બિહાર)

🌳 મિસ ઇંગ્લેન્ડ 2019:- ડૉ ભાષા મુખર્જી

🌳 અમેરિકાના એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં પાણી ની સૌથી વધુ સમસ્યા

🖊1st કતરમાં
🖊2nd  ઇઝરાઇલ
🖊3rd લેબનોન
🖊13th ભારત

🌳 નાણાકીય વર્ષ 2019/20 માટે આરબીઆઇ મુજબ ભારતનો જીડીપી ગ્રોથ :- 6.9%

🌳sco આંતકવાદ વિરોધી સેન્ય અભ્યાસ આયોજન :- રશિયા માં કરશે

🌳 પાકિસ્તાન એ ભારતીય ઉચ્ચાયુક્ત ને નિષ્કાસિત (હટાવ્યો) :- અજય બિસરિયા

🌳 ઈ- રોજગાર સમાચાર લોન્ચ :- પ્રકાશ જાવડકરે

🌳 વર્ષ 2009-2012 સુધી ભારતના કેન્દ્રીય નાણાંમંત્રી :- પ્રણવ મુખર્જી

🌳 ભારત રત્ન એવોર્ડ

🖊 નાનાજી દેશમુખ
🖊 ભપેન હજારિકા
🖊 પરણવ મુખર્જી

🌳 2 જાન્યુઆરી 1954 થી ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે.


સુંદરજી ગોકળદાસ બેટાઈ --- Sundarji Gokaldas Betai



👆👆👆👆👆👆👆👆
સુંદરજી  ગોકળદાસ બેટાઈ
‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’
(૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯)
કવિ, વિવેચક. જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ને ‘પ્રજામિત્ર’માં સબઍડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં નિવૃત્તિપર્યંત ગુજરાતીના અધ્યાપક. ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.
પચાસેક વર્ષથી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત છે, જે ખંડકાવ્યો અને કરુણપ્રશસ્તિઓની સ્વસ્થગંભીર શૈલી, જીવનનાં મંગલમય તત્વો પર આસ્થા, પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ વગેરેમાં જોઈ શકાય છે. અલબત્ત, સૉનેટોનું વ્યાપક ખેડાણ કે નિષ્કામ કર્મવાળા જીવનનું આકર્ષણ એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ કરાવે છે.

મધુસુદન પટેલ ‘મધુ’ --- Madhusudan Patel 'Madhu'


રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત,
સહેજ એમાં મહેંક જેવું હોત તો જલસા પડત.

તું મળી એ વાતનો આનંદ દિલમાં છે જ છે,
તેં જો કીધું હોત કે ‘તું ગોત’ તો જલસા પડત.

જન્મ, જીવન, ઘર, ગૃહસ્થી એ બધાંની જાણ છે,
હાથ લાગ્યો હોત મારો સ્રોત તો જલસા પડત.

દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે,
જાણ કીધી હોત ને ઓ મોત, તો જલસા પડત.

થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,
આ સહજતા છેકથી જો હોત તો જલસા પડત.

– મધુસૂદન પટેલ ‘મધુ’

ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ --- Ichaaram Suryaram Desai


ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ



૧૦ ઓગસ્ટ ૧૮૫૩ - ૫ ડિસેમ્બર ૧૯૧૨
 ઉપનામ, શંકર
ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક અને પત્રકાર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કર્યું હોવા છતાં, તેમણે અનેક સમાચારપત્રો અને સામયિકો સાથે કામ કર્યું હતું અને સંખ્યાબંધ નવલકથાઓ લખી હતી તેમજ ભાષાંતર કર્યું હતું.
તેમનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૮૫૩ના રોજ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને તેમની યુવાનીમાં હસ્તપ્રતોમાં રસ કેળવ્યો. તેઓ થોડો સમય દેશીમિત્ર છાપખાનામાં બીબાં ગોઠવવાનું શીખ્યા. ૧૮૭૬માં તેઓ મુંબઈ સ્થાયી થયા. ૧૮૭૬માં તેમણે મુંબઈમાં આર્યમિત્ર સાપ્તાહિક ચાર મહિના ચલાવ્યું અને પછી મુંબઇ સમાચારમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. ૧૮૭૮માં તેઓ સુરત પાછા આવ્યા અને સ્વતંત્રતા માસિક શરૂ કર્યું, જેને નર્મદે નામ આપેલું.
તેમાં પ્રકાશિત રાજ્કીય લખાણો માટે રાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે ધરપકડ કરી, પણ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા. ૧૮૮૦માં મુંબઈ જઈ મિત્રોની અને મુંબઈના સાક્ષરોની સહાયથી ૧૯૦૭માં ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો અને ઘણી આર્થિક કટોકટી તથા સરકારી દરમિયાનગીરી વચ્ચે પણ મૃત્યુપર્યંત તે ચલાવ્યું૫ ડિસેમ્બર ૧૯૧૨ના રોજ તેમનું અવસાન થયું.