Friday, November 15, 2019

15 Nov 2019 --- NC













































































ગિજુભાઈ ભગવાનજી બધેકા --- Gizubhai Bhagwanji Barhka

♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
📚📚ગિજુભાઈ ભગવાનજી બધેકા📚
🎯✅🎯✅🎯✅🎯✅📌✅🎯✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

આજના દિવસે ગિજુભાઈ બધેકાનુ એક ઉત્તમ વાક્ય..👇👇
✍“જેઓ ચોપડી જ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે, તેઓ મહેતાજી થશે અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તેઓ કેળવણીકાર થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે.” – ગિજુભાઈ બધેકા

👶બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
🗳1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
🚩તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.
🗳૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. 
🗳૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિર ની સ્થાપના કરી હતી. 

📌✂️૧૯૨૦ના દાયકામાં ગિજુભાઈએ બાલ મંદિરની સ્થાપના કરી. પછીથી, નાનાભાઈ ભટ્ટ , હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈએ ભાવનગરમાં
શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કરી હતી.

ઝારખંડ --- Jharkhand

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰🔘⭕️💠🔰🔘⭕️💠
*નવેમ્બર ૧૫, ૨૦૦૦ ના રોજ આ રાજ્ય બિહાર માંથી છુટું પડ્યું હતું*
*👁‍🗨👁‍🗨👁‍🗨ઝારખંડ👁‍🗨👁‍🗨*
🔰🔘💠⭕️🔰🔘💠♦️

*🎯👉ઝારખંડ ભારતના મધ્યપૂર્વ ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર રાંચી છે. નવેમ્બર ૧૫, ૨૦૦૦ ના રોજ આ રાજ્ય બિહાર માંથી છુટું પડ્યું હતું. ઝારખંડ તેની ભરપૂર ખનીજ સંપત્તિ માટે જાણીતું છે. ઝારખંડ રાજ્યમાં કુલ ૨૨ જિલ્લાઓ આવેલા છે.*

*👁‍🗨ઝારખંડ ધામ જે ઝારખંડી તરીકે પણ ઓળખાય છે, એક મંદિર છે. આ મંદિર ભગવાન શિવનું નોંધપાત્ર યાત્રાધામ છે, જે ભારત દેશના ઝારખંડ રાજ્યના ગિરિડીહ જિલ્લાના ધનવર નજીક આવેલ છે. તે ગિરિડીહથી આશરે ૫૫ કિ. મી. અને રાજધનવરથી ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ ધામની અનન્ય વિશેષતા છત વગરની ઇમારતો છે.*

બિરસા મુંડા જન્મ જયંતિ -- Birth anniversary of Birsa Munda

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👁‍🗨💠🔰👁‍🗨💠🔰👁‍🗨💠🔰👁‍🗨💠
*🔘🔘બીરસા મુંડા જન્મ જયંતી🔘*
👁‍🗨💠🔰👁‍🗨💠🔰👁‍🗨💠🔰👁‍🗨🔰

આદિવાસીઓના મસીહા એવા રાજા બીરસા મુંડાની જન્મ જયંતી 

*🎯👉સુગના મૂંડા અને કરમી હાતૂના પુત્ર વિરસા મુંડાનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. વિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.*

સાનિયા મિર્ઝા -- Sania Mirza

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🎾⛳️🎾⛳️🎾⛳️🎾⛳️🎾⛳️
*🎾🎾સાનિયા મિર્ઝા🎾🎾🎾*
🎾🏐🎾🏐🎾🏐🎾🏐🎾🏐

સાનિયા મિર્ઝા- પદ્મશ્રી,પદ્મ ભૂષણ અને અર્જુન એવોર્ડ વિજેતા,ટેનિસમાં નંબર -1 રેંક ખેલાડી
જન્મ-15 નવેમ્બર,1986
જન્મ સ્થળ –મુંબઈ
માતા-નસિમા મિર્ઝા
પિતા-ઇમરાન મિર્ઝા
પતિ-સોહેબ મલિક

कार्नेलिया सोराबजी --- Cornelia Sorabjee

મિથાન ટાટાઃ સર્વપ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર, કોર્નેલિઆ બીજા ક્રમે
Saturday 03rd December 2016 04:32 EST




લંડનઃ યુકેમાં ૧૯૨૦ના દાયકાના પૂર્વાર્ધમાં કાનૂની ક્ષેત્રમાં પ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર તરીકે વ્યાપક પ્રદાન બદલ કોર્નેલિઆ સોરાબજીના ગુણગાન ગવાયા છે ત્યારે ‘An Indian Portia’ પુસ્તકના એડિટર ડો. કુસુમ વડગામાએ ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં સ્પષ્ટતા કરી છે કે આવું સન્માન પ્રાપ્ત કરનારા સોરાબજી સર્વપ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર ન હતાં પરંતુ, તેઓ બીજા ક્રમે હતાં. જોકે, ઓક્સફર્ડમાં કાનૂનનો અભ્યાસ કરનારા કોઈ પણ નાગરિકતાના સૌપ્રથમ મહિલા અવશ્ય હતાં. વાસ્તવમાં, મિથાન ટાટા જાન્યુઆરી ૧૯૨૩માં બારમાં સ્થાન અપાયેલાં અને સૌપ્રથમ પ્રેક્ટિસ કરનારાં ભારતીય મહિલા બેરિસ્ટર હતાં. સોરાબજી જૂન ૧૯૨૩માં આવ્યાં હતાં.

મિથાનનો જન્મ ૧૮૯૮માં મહારાષ્ટ્રના પારસી પરિવારમાં થયો હતો અને તેમણે અમદાવાદ સહિત ભારતના વિવિધ વિસ્તારોમાં બાળપણ વીતાવ્યું હતું. તેમના પિતા આરદેશિર ટાટા ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હોવાથી તેઓ જ્યાં કામ કરે ત્યાં પરિવારને સાથે લઈ જતા હતા. તેમના પિતા ૧૯૧૩માં બોમ્બેમાં મોટી ટેક્સટાઈલ મિલ ચલાવતા હતા ત્યારથી મિથાન ત્યાં રહેવાં લાગ્યાં હતાં. મિથાને ઈકોનોમિક્સમાં પ્રથમ ક્રમ સાથે એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી પ્રતિષ્ઠિત કોબડેન ક્લબ મેડલ મેળવ્યો હતો. તેમની માતા હેરાબાઈ નારી આધિકારોના પ્રખર હિમાયતી હતાં. હેરાબાઈ પ્રિન્સેસ સોફિયા દુલીપ સિંહને પણ મળ્યાં હતાં.

ગિજુભાઈ ભગવાનજી બધેકા -- Gizubhai Bhagwanji Barhka

♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
📚📚ગિજુભાઈ ભગવાનજી બધેકા📚
🎯✅🎯✅🎯✅🎯✅📌✅🎯✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

આજના દિવસે ગિજુભાઈ બધેકાનુ એક ઉત્તમ વાક્ય..👇👇
✍“જેઓ ચોપડી જ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે, તેઓ મહેતાજી થશે અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તેઓ કેળવણીકાર થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે.” – ગિજુભાઈ બધેકા

👶બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
🗳1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
🚩તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.
🗳૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. 
🗳૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિર ની સ્થાપના કરી હતી. 

📌✂️૧૯૨૦ના દાયકામાં ગિજુભાઈએ બાલ મંદિરની સ્થાપના કરી. પછીથી, નાનાભાઈ ભટ્ટ , હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈએ ભાવનગરમાં
શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કરી હતી.