જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂
૧૬ એપ્રિલ ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.
🚂🚂🚂🚂🚂🚂🚂🚂
🚂🚞ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રમથમ 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દસકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહી. 1844માં ભારતના ગવર્નર જનરલ 🚂લોર્ડ હાર્ડિંગે 🚂ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી
ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપી.
🚂 ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ (અને બાદમાં બ્રિટિશ સરકારે) જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન પાંચ ટકા સુધીના વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું.
🚞 કપનીઓ સાથે 99 વર્ષના ભાડાપટ્ટે લાઈનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા, જો કે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખરીદીનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો હતો.