*તલાક,હલાલા,નિકાહ*
📮➖મુસ્લિમોમાં અંગે ત્રણ બાબતો પ્રચલિત છે : તલાક ( છૂટાછેડા) વધુ, સંતાનોની સંખ્યા વધું, અને ઓછું શિક્ષણ .
આજે અહીં મુસ્લિમ તલાક અને હલાલાની,
📮➖તલ્લાકની આંકડાકીય માહિતી પ્રમાણે સાઉદી અર્બીયામાં છેલ્લા વર્ષમાં 70000 લગ્નો થયાં તેમાંથી ૧૩૦૦૦ના તલાક કોર્ટમાં નોધાયા.
📮➖અહીંની કોર્ટ રોજનાં 40 માંથી 20 નાં ડિવોર્સ કરી આપે છે. તાજેતરના આંકડા પ્રમાણે આ બાબતે મક્કા સૌથી ટોપ પર રહ્યું હતું. ક્તરમાં ૫૦ ટકા,ટુનીસિયામાં ૫૦ ટકા, કુવેતમાં 45 ટકા, ઈરાનમાં 80 ટકા યુગલો પ્રથમ પાંચ વર્ષમાં ડિવોર્સ લે છે.
📮➖ ઈજિપ્તમાં નવા પરણેલા યુગલો
માંથી ૩૦ ટકા તલાક લે છે. નાઈજીરિયામાં સૌથી વધુ બાળ નિકાહ થાય છે.
📮➖પાકિસ્તાનના માત્ર લાહોર શહેરમાં રોજના 100 કેઈસ કોર્ટમાં
આવે છે.
📮➖યુનાઇટેડ અરબ અમીરાતમાં 46 ટકા પ્રમાણ છે. દુનિયાના
📮➖મુસ્લિમોમાં સૌથી ઓછો તલાક રેટ ભારતીય મુસ્લિમોનો અને સૌથી
📮➖વધુ રેટ નોર્થ અમેરિકન મુસ્લિમોનો છે.
📮➖એક બેઠકે ત્રણ તલાક અને હલાલાની સમસ્યા
📮➖ઇસ્લામમાં પુરુષને તલાકનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે પરિણામે જાહિલ અને ક્યારેક શિક્ષિત મુસ્લિમો પણ પત્નીઓને નાના –મોટા કારણોસર ધડો ધડ ત્રણ તલાક એક સાથે આપી દે છે..અને પછી પસ્તાવો કરે છે.
📮➖એક મત પ્રમાણે ગુસ્સામાં, મજાકમાં, નશાની અવસ્થામાં કે મનોમન પણ એક સાથે ત્રણવાર તલાક શબ્દ પત્ની માટે ઉચ્ચારી નાખે તો એ જ ક્ષણે સંબંધોનો અંત આવે છે.
📮➖અહી પત્ની વિના કારણે છૂટાછેડાનો ભોગ બની જાય છે. મુસ્લિમ સ્ત્રીઓને આ દેખીતો હળાહળ અન્યાય છે.
📮➖હવે આવા પતિ-પત્નીએ પૂનઃનિકાહ કરવા હોય તો હલાલા
નામની વિધિ કરવી પડે.
📮➖જેમાં પત્નીનો બીજા મુસ્લિમ પુરુષ સાથે નિકાહ કરવામાં
આવે છે ત્યાર બાદ આ નવો પતિ તેણી સાથે સૈયા સુખ માણે છે અને એની મરજી પડે ત્યારે તેણીને તલાક આપે છે.
📮➖ત્યાર બાદ પહેલો પતિ તેણી સાથે પુનઃનિકાહ કરે છે. અને આ રીતે હલાલા પછી પતિને પત્ની પાછી મળે છે.
📮➖આ હલાલા વિધિ કોઇપણ પત્ની માટે નર્ક સમાન અને અત્યંત આઘાતજનક –અપમાનજક હીન કૃત્ય છે.
📮➖ અને કોઇપણ સ્વમાની પતિ આવું ન કરે ….છતાં હકીકત છે કે આવા હલાલા ભારત ,પાકિસ્તાન બાંગ્લાદેશ વગેરે દેશોમાં થાય છે.
📮➖ કહેવાય છે કે જયારે આવા કેસ બને છે ત્યારે કેટલાંક મોલવીઓ આવા હલાલા કરાવી આપે છે તેઓ પાસે તેના શિષ્યો કે અન્યો લોકો હોય છે જે નિકાહ કરી ને બીજે –ત્રીજે દિવસે તલાકઆપી દે છે
📮➖એટલે કે હલાલાના દુલ્હા બની મજા કરી લે છે. કેટલીક જગ્યાએ તો ખુદ મોલ્વી સાહેબ જ દુલ્હામિયા બની જાય છે
📮➖..આ વિધિ માટે પૈસા અને દેહ બન્ને મળે છે ! પાકિસ્તાનમાં આવા હલાલા કરાવવા માટે મસ્જીદ ની આસપાસ ‘’હલાલા સેન્ટરો ‘’ ચાલે છે.
📮➖એક જાણકારી પ્રમાણે એક મોલ્વી સાહેબે ખુદ દુલ્હા બની આશરે 300 હલાલા કરાવ્યા !
✔તલાક અને હલાલાની સાચી હકીકત
📮➖ઇસ્લામમાં નિકાહને ઈબાદતનો દરજ્જો આપવામાં આવ્યો છે.
📮➖ અને તલાકને નિંદનીય કૃત્ય ગણવામાં આવ્યું છે.
મહંમદ પયગમ્બરનું ફરમાન છે કે – ‘’ *સંબંધોના ટુકડા કરનાર જન્નતમાં પ્રવેશ પામી નહી શકે ..તથા જે પતિ પત્ની સાથે વધું ભલો હશે તે પુરુષોમાં શ્રેષ્ઠ છ* .’’
📮➖ઇસ્લામમાં નિકાહની જેમ જ તલાક આપવાની નમૂનેદાર વિધિ કુરાન અને શરીયત –હદીસના ગ્રંથોમાં સ્પષ્ટ આપવામાં આવી છે.
📮➖ પરંતુ યોગ્ય માર્ગ દર્શન ,શિક્ષણ અને અજ્ઞાનને લીધે હલાલાની વ્યાખ્યા વિકૃત અને અમાનવીય બની ગઈ.
📮➖જયારે લગ્ન જીવન સાચે જ ઝેર બની ગયું હોય અથવા કોઈ કારણસર છૂટાછેડા અનિવાર્ય બની જાય ત્યારે મુસ્લિમ પતિ-પત્ની સરળતાથી લગ્ન સંબંધનો અંત લાવી શકે તે માટે કુરાન –શરીયત મુજબ તલાક આપી છુટા પડી શકે છે.
📮➖ કુરાનમાં દર્શાવેલી તલાકની વિધિ મુજબ તલાક ઇચ્છતા દંપતીએ પહેલા પરસ્પર સમજણપૂર્વકનો સંવાદ કરવો જોઈએ.
📮➖ એક બીજાને સમજવા અને સમજાવવાનો પૂર્ણ પ્રયાસો કરવા જોઈએ.
📮➖સગા –સ્નેહીઓએ પણ સમજાવવાના દિલથી પ્રયત્નો કરવા જોઈએ. જયારે સંવાદના બધાં જ પ્રયાસો નિષ્ફળ થાય અને સંબંધ વિચ્છેદ કરવો હોય તો પતિએ તલાક આપી શકે છે.
📮➖હવે અહી સમજવાની વાત એ છે કે આ તલાક આપ્યા પછી પતિને ત્રણ માસનો સમય (ઇદ્દ્ત ) સંબંધ ફરી રીન્યુ કરવાનો મળે છે. ત્રણ માસની અંદર પરસ્પર સંવાદ થાય ભૂલો સમજાય પ્રેમનો અહેસાસ થાય તો પતિ ફરી પત્નીને આવકારી અપનાવી લે છે
📮➖ત્યારે ફરી પતિ –પત્નીનો સંબંધ સ્થાપિત થાય છે.
📮➖હવે ફરી ભવિષ્યમાં જયારે લગ્ન વિચ્છેદની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે ફરી ઉપરોક્ત દર્શાવેલ વિધિ કરવી પડે. આ બીજી તલાક ગણાશે.આ વખતે પણ જો બન્ને વચ્ચે જો સુલેહ થઈ જાય તો સબંધ બચી જાય છે.
📮➖પરંતુ જયારે પતિ ત્રીજીવાર તલાક આપે છે ત્યારે નિશ્ચિત જ સંબંધનો નો અંત આવે છે. હવે કોઈ પણ રીતે તેઓ ફરી એક બીજા સાથે સંબંધમાં આવી શકતા નથી. સંબંધની ત્રણેય લાઈફ લાઈન અહી પૂરી થાય છે.
📮➖પત્ની અન્ય લગ્ન કરી પોતાનું નવ જીવન શરુ કરે છે ..પતિ પણ એને જે કરવું હોય તે કરી શકે છે.પરંતુ જો પત્ની બીજા લગ્ન કરે અને ત્યાંથી સ્વભાવિક તલાક થાય અથવા તેણીનો પતિ મરી જાય ,એ સ્થિતમાં ફરી પતિ-પત્ની નિકાહ કરી શકે છે.
📮➖આ પ્રકારના નિકાહને *હલાલા* કહેવામાં આવે છે.
📮➖પરતું અજ્ઞાન અને આવેશમાં આવી ઘણાં લોકો પત્નીને એક સાથે ત્રણવાર તલાક તલાક તલાક બોલી તલાક આપી દે છે ..
📮➖આ સ્થિતિએ વિવાદનો જન્મ આપ્યો છે . હ્ન્ફી ફિરકા મુજબ આ પ્રકારની ત્રણ તલાકને ત્રણ તલાક ગણી સંબધનો કાયમી અંત માનવામાં આવે છે. ભારતમાં બહુમત લોકો હનફી સંપ્રદાયના છે તેથી આ શરીયત -કાયદો લાગુ કરવામાં આવેછે.
📮➖અન્ય ખાસ નોધવા જેવું એ છે કે ઇસ્લામમાં પત્નીને તલાક માંગવાનો (ખુલ્લા) નો અધિકાર આપવામાં આવ્યો છે.પત્ની પણ પતિ પાસેથી તલાક
લઈ છૂટાછેડા લઈ શકે છે.
📮➖મુસ્લિમોની મોટી સમસ્યા એ છે કે કુરાનનું સૂક્ષ્મ અદ્યયન કરતા નથી.કુરાનની ભાષા અરબી હોવાથી, –ભાષા અજ્ઞાન ને કારણે તથા માતૃભાષામાં કે ભાષાંતર વાંચનના અભાવને લીધે મઝહબી જ્ઞાનની વંચિતતાનો ભોગ બને છે..( ref- પ્રો.આઈ.જે.સય્યદ )