Thursday, August 15, 2019

મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ --- Maharishi Shri Arvind Ghosh

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723🙏*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
♻️મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ🎯
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🗣“ હું જન્મભૂમિને મા માનું છું. તેની ભક્તિ કરું છું, પૂજા કરૂ છું. પોતાની માતાની દુર્દશા જોઈને કયો પુત્ર સ્વસ્થ રહી શકે? તેના ઉદ્ધાર માટે તે પ્રયાસ નહી કરે ? આ પતિત રાષ્ટ્રનો ઉદ્ધાર કરવાની શક્તિ મારામાં છે એમ હું માનું છું. એ શક્તિ નહી,પણ જ્ઞાનશક્તિ છે….
ઈશ્વરે જ્ મારૂ એવું ભાગ્ય નિર્માણ કર્યું છે. માણે ચૌદમા વર્ષથી અંત:સ્ફૂરણા થતી રહી છે.”

🔰રાષ્ટ્રવાદી યુગપુરૂષ શ્રી અરવિંદ ઘોષનો જન્મ તા.૧૫/૮/૧૮૭૨ના રોજ કલકત્તામાં આવેલ હુગલી જીલ્લાના કૌન્તવારમાં સવારે ૪.૩૦ કલાકે થયો હતો. પિતાનું નામ ડો.કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા હતું. તેમના પિતા એમ.ડી. થઇ સિવિલ સર્જન તરીકે સેવા આપતા હતા. પાંચ વર્ષની વયે શ્રી અરવિંદ દાર્જીલિંગની અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. સાત વર્ષની વયે પિતાએ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા.ત્યાં ૧૩ વર્ષ અભ્યાસ કરી 
🔰ઈ.સ. ૧૮૯૦માં એ જમાનાની પ્રતિષ્ઠિત ગણાતી આઈ.સી.એસ.ની ઉચ્ચ પરીક્ષા પાસ કરી.જો કે તેમનો અંતરાત્મા ગુલામીના પ્રતિક્ સમી એ ડીગ્રી માટે ડંખતો રહ્યો. અને તેમણે એ ડીગ્રી ફગાવી દીધી. આમ તેમના જીવનના પાયામાં વિદેશી ભાષા અને રીતભાતનો પ્રચંડ પ્રભાવ રહ્યો હોવા છતાં શ્રી અરવિંદ સંપૂર્ણપણેભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા હતા. 
👉વડોદરામાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના પ્રોફેસર તરીકે જોડાયા. 

India Independence Day of India

*ગુલામી ની આજે ફરી આખર રાત છે,*
*કાલે પાછી ફરી આઝાદી ની વાત છે.*

*એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે,*
*પછી તો પાછી એ જ ધર્મ ને નાતજાત છે...*

🇮🇳🇮🇳 *_-મેઘાણી_*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳સ્વતંત્રતા દિવસ (ભારત)🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન
લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જિવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સામાન્યતઃ તેમની સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને હાકલ કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

15 Aug

૭૧માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના.
👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮
🇮🇳ઈતિહાસમાં ૧૫ ઓગસ્ટનો દિવસ
👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮🇮🇳👮
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳🇮🇳🇮🇳૧૯૦ વર્ષે આઝાદી🇮🇳🇮🇳🇮🇳

૧૯૦ વર્ષ સુધી બ્રિટનની ગુલામી ભોગવનારા ભારતીય ઉપખંડના અનેક રજવાડાં ૧૪મી ઓગસ્ટની મધ્ય રાત્રિએ ૧૨. ૦૨ કલાકે એટલે કે ૧૫મી ઓગસ્ટે ભારતીય સંઘના નામે એક દેશ તરીકે આઝાદ થયા હતા .
🇮🇳કેલેન્ડરમાં વર્ષ 1947ની 15 ઓગસ્ટની તારીખ પડી એટલે તરત જ રાત્રે 12 કલાકે દિલ્હીમાં જવાહરલાલ નહેરુએ બ્રિટિશ ઝંડો ઉતારી ત્રિરંગો ફરકાવ્યો હતો . એ પહેલા પ્રથમ વડાપ્રધાન નહેરુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું .

👁‍🗨🔰👁‍🗨મહાદેવ દેસાઈ🙏💐🙏

ગાંધીજીનો પડછાયો કહેવાતા મહાદેવ દેસાઈએ વર્ષ ૧૯૪૨માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . આઝાદી મળી તેના પાંચ વર્ષ પહેલા પૂનાના આગા ખાન પેલેસમાં મહાદેવભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા .

ISRO ની સફર --- ISRO's trip

🎍🎍🎍🎍🎍🎍🎍🎍
🎍🎍ISROની સફર🎍
🎍🎍🎍🎍🎍🎍🎍🎍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ક્યારેક બળદગાડામાં લઇ જવાતો સેટેલાઇટ, વર્લ્ડ રેકોર્ડ સુધી આવી રહી ISROની સફર

👉ભારતે પોતાનો સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ 1962 માં શરૂ કર્યો હતો.લાંબા સમય સુધી ઇસરો અતિશય ટાંચા રિસોર્સીઝ સાથે કામ કરતી રહી.

👉1981 માં ભારતે જ્યારે પોતાનો છઠ્ઠો સેટેલાઇટ એપલ લોન્ચ કર્યો હતો,ત્યારે તેને પેલોડ સુધી બળદગાડામાં લઇને જવું પડ્યું હતું.
👉 ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ 104 સેટેલાઇટ એકસાથે લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો..

👍👍ભારતની અંતરિક્ષની સફર

🌀-ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચે(ઇન્કોસ્પાર)ભારતના સ્પેસ પ્રોગ્રામની શરૂઆત 1962 માં કરી હતી.

🌀-ઇન્કોસ્પાર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ હેઠળ કામ કરતી હતી.પરંતુ,પછીથી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)માં ફેરવાઇ ગઇ.ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ,1969 ના રોજ થઇ.