Saturday, May 18, 2019

18 May

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🀄️🀄️ઈતિહાસમાં 18 મે નો દિવસ🀄️🀄️

🖼🖼ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે🖼🖼

ઇતિહાસની જાળવણીને વધુ બળવત્તર બનાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧૮મી મેના રોજ આ દિવસની ઉજવણી થાય છે . ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ સાથે વિશ્વના દોઢસોથી વધુ દેશોના ૩૨ ,૦૦૦થી વધુ મ્યુઝિયમો આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે.

💣💣ભારતનો પહેલો અણુ વિસ્ફોટ💣💣

ભારતે તેનો પહેલો અણુ વિસ્ફોટ 1974 ની 18 મેએ રાજસ્થાનના પોખરણમાં કર્યો હતો . UNની સુરક્ષા પરિષદમાં સભ્ય એવા અમેરિકા , બ્રિટન, રશિયા , ફ્રાન્સ અને ચીન સિવાય આ સિદ્ધિ મેળવનારો ભારત પહેલો દેશ બન્યો હતો . તે સમયે ઇંદિરા ગાંધી વડાપ્રધાન હતા .

ઇંદિરા ગાંધીની આગેવાનીમાં પોખરણ રેન્જમાં આઠ કિલો ટનનો વિસ્ફોટ કરાયો હતો .

📣– અણુ પરીક્ષણ કાર્યક્રમ: સ્માઇલિંગ બુદ્ધ ( Smiling Buddha ) પરિયોજના હેઠળ, ભારતે સફળતાપૂર્વક તેમનાં પ્રથમ પરમાણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો હતો. આ સાથે ભારત પરમાણુશક્તિ ધરાવતું છઠું રાષ્ટ્ર બન્યું.

⛓⛓જેપી આંદોલનનો પ્રારંભ⚔⚔


બિહારમાં વિદ્યાર્થીઓએ જયપ્રકાશ નારાયણના નેતૃત્ત્વમાં રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલનનો પ્રારંભ 1974 ની 18 મેના રોજ થયો હતો . જેપીની આ લડતે પાછળ જતાં ઇંદિરા ગાંધી સરકાર સામે મોટા જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું .


✈️✈️અવાજની ગતિએ ઊડી પહેલી મહિલા🛫🛫

અમેરિકન મહિલા પાઇલટ જેકલિન કોકરેને 18 મે 1953 ના રોજ સેબર જેટ વિમાન 1049 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાવીને અવાજની ગતિએ વિમાન ઉડાવનાર વિશ્વની પહેલી મહિલા બની હતી . સુપર સોનિક સ્પીડે વિમાન ઉડાવવું એ ગૌરવની વાત ગણાતી હતી .

🎈🎈પ્રભાકરનનો ખાત્મો♠️♠️

લગભગ 25 વર્ષથી શ્રીલંકામાં તમિળ બહુમતી ધરાવતા વિસ્તારો પર સ્વતંત્ર તમિળ રાષ્ટ્ર સ્થાપવા માટે લડનાર ટી . વેલુપિલ્લાઈ પ્રભાકરનને લશ્કરે વર્ષ ૨૦૦૯માં આજના દિવસે મોતને ઘાટ ઉતાર્યો હતો . તેનું સંગઠન લિબરેશન ટાઇગર ઓફ તમિળ ઇલમ ( LTTE) ના નામે ઓળખાતું

♠️♣️ નિરંજન ભગત, ગુજરાતી કવિ♥️♦️
નિરંજન નરહરિભાઈ ભગત (જન્મ: ૧૮ મે ૧૯૨૬) એ જાણીતા ગુજરાતી કવિ છે. તેઓનાં નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન છે.તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો.૧૯૫૭-૫૮માં સંદેશ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ગ્રંથ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક
સાહિત્ય ના તંત્રી.કિન્નરી (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે.
📣📢પુરસ્કાર👁‍🗨👁‍🗨
૧૯૪૯ - કુમાર સુવર્ણ ચંદ્રક
૧૯૫૭ - નર્મદ ચંદ્રક
૧૯૬૯ - રણજિતરામ સુવર્ણચંદ્રક
૧૯૯૮ - પ્રેમચંદ સુર્વણ ચંદ્રક
૧૯૯૯ - સાહિત્ય અકાદમી પુરસ્કાર 
૨૦૦૦ - સચ્ચિદાનંદ સન્માન 
૨૦૦૧ - નરસિંહ મહેતા પુરસ્કાર 


🃏🃏વાસ્કો દ ગામા ભારતનાં કાલિકટ બંદરે પહોંચ્યો.🃏🃏🃏

પોર્ટુગાલનો સાહસિક વાસ્કો દ ગામા
-->ભારત માં સમુદ્રમાર્ગે આવનાર સૌ પ્રથમ
♠️યુરોપિયન પ્રજા પોર્ટુગિઝ હતી તે આપણે જાણીએ છીએ.
♠️ઇસ 1498 માં પોર્ટુગાલ ના વતની સાગરખેડૂ સાહસિક વાસ્કો દ ગામા એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પગ મૂક્યો.
♠️♠️વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ઝામોરિન ને યુરોપ સાથે વ્યાપાર કરવાની વાતોથી પ્રભાવિત કર્યો. હિંદુસ્તાનમાં વ્યાપાર કરવાનો પરવાનો જીતી વાસ્કો દ ગામા પોર્ટુગાલ પરત થયો..
ફરી 1524માં વાસ્કો દ ગામાએ હિંદ આવ્યો. આ વખતે વાસ્કો દ ગામાએ
ગોવા ની મુલાકાત લીધી.
અને
ગોવામાં જ વાસ્કો દ ગામાનું મૃત્યુ થયું .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment