Saturday, May 18, 2019

અભિનેત્રી રીમા લાગુ -- Actress Rima

🎬🎥🎬🎥🎬🎥🎬🎥🎬🎥🎬

બોલિવૂડના જાણીતા અભિનેત્રી રીમા લાગુનું હૃદયરોગના હુમલાને કારણે નિધન

🐾💐🐾💐🐾💐🐾💐🐾💐

🎋મુંબઇ ની કોકિલાબહેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં 59 વર્ષે તેમનું નિધન થયું હતું. 

👧🏻- રીમા લાગૂનો જન્મ 18મે 1958 મુંબઈમાં થયો હતો. તેમનું સાચુ નામ ગુરિંદર ભદભદે હતું.

👱‍♀રીમા લાગુના માતા મંદાકિની ભદભદે પણ અેકટ્રેસ હતા.

- તેમની એક્ટિંગની ખાસિયત ત્યારે સામે આવી જ્યારે તેઓ પુણેના હુજૂરપાગા HHCP હાઈસ્કલૂમાં અભ્યાસ કરતા હતા. પ્રોફેશનલ એક્ટિંગ શીખવા માટે તેમણે હાઈસ્કૂલનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો.

👥-તેમની છેલ્લી ફિલ્મ 'કારક' હતી. જેમાં તેઓ સાઇકિયાટ્રિસ્ટનો રોલ કરી રહ્યા હતાં.

📽તેમણે હિંદી સહિત અનેક મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.રીમા મરાઠી થિયેટરમાં કામ કરવા માટે જાણીતી હતા.

📽આ સિવાય રીમા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જજ તરીકે ભાગ લેતા રહ્યા છે.રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોમાં રીમા લાગૂ માતાના પાત્રમાં નજર આવી.

📽-જો અલોક નાથને લોકો'બાબુજી'તરીકે ઓળખે છે તો,રીમા લાગુ પણ'મા જી'ના નામથી ફેમસ હતા.90ના દાયકાની ફિલ્મ્સ રીમા લાગૂના માના રોલ વિના અધુરી મનાતી હતી.

🎥ફિલ્મ 'મેંને પ્યાર કિયા'માં સલમાન ખાનની માતાના રોલમાં તે જોવા મળ્યા હતા. 

📽સૌથી પહેલા ફિલ્મ મૈને પ્યાર કિયા, જે સુપરહીટ રહી હતી. તેના બાદ પત્થર કે ફૂલ, સાજન, હમ સાથ સાથ હૈ અને જુડવા. ત્યાર બાદ હમ આપ કે હૈ કોનમાં તે સલમાનની હિરોઈન માધુરી દિક્ષીતની માતા બની હતી. આ ફિલ્મ બોલિવુડની સૌથી બેસ્ટ ફિલ્મ સાબિત થઈ હતી.

📽🏆આ સાથએ જ મૈને પ્યાર કિયા અને હમ આપકે હૈ કોન માટે તેમને 1990માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.

બેસ્ટ સપોટીૅંગ અભિનેત્રી તરીકે તેણીને ચાર વખત ફિલ્મ ફેયર અેવોડૅ અેનાયત થયા હતા.

# આશિકી અને વાસ્તવ માટે પણ તેમને આ એવોર્ડ મળ્યો હતો.

📽હિંદી ફિલ્મોમાં તે મોટાભાગે માતાના રોલમાં જ જોવા મળ્યા છે. તેમણે અનેક ફિલ્મોમાં સલમાનની માતાનો રોલ ભજવ્યો છે અને એ માટે જ ખૂબ જાણીતા પણ થયા હતા. 

🕹આ સિવાય તે 'તુ તુ-મેં મેં' નામની કોમેડી સિરિયલમાં જોવા મળ્યા હતા, જે ખૂબ ફેમસ અને લોકપ્રિય થઇ હતી.

📽રીમા લાગુ શાળામાં ભણતા હતા ત્યારથી તેમણે એક્ટિંગનો શોખ હતો. વર્ષ 1970માં શાળા પૂર્ણ કર્યા બાદ તેમણે તુરંત એક્ટિંગમાં ઝંપલાવ્યું હતું. 

📽તેમણે મરાઠી નાટકો દ્વારા પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 
ત્યારે બાદ તેમણે હિંદી અને મરાઠી ફિલ્મોમાં ઝંપલાવ્યું. 
📽તેમના લગ્ન મરાઠી એક્ટર વિવેક લાગુ સાથે થયા હતા, જો કે થોડા વર્ષો બાદ કપલ છૂટું પડી ગયું. તેમને એક પુત્રી પણ છે.

📽કયામત સે કયામત તક (૧૯૮૮), મૈને પ્યાર કિયા (૧૯૮૯), સાજન (૧૯૯૧), ગુમરાહ (૧૯૯૩), જય કિશન (૧૯૯૪), હમ અાપ કે હૈ કોન (૧૯૯૪), યેહ દિલ્લગી (૧૯૯૪) દિલવાલે (૧૯૯૪), કુછ કુછ હોતા હૈ (૧૯૯૮) અને કલ હોના હો (ર૦૦૩)માં જુહી ચાવલા, સલમાન ખાન, શ્રીદેવી, અક્ષયકુમાર અને શાહરૂખ ખાન જેવા સ્ટાસૅની માતાના રૂપમાં વિશેષ ચમકેલા રીમા લાગૂ છેલ્લે ટીવી સીરીયલ 'નામકરણ'માં જોવા મળ્યા હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment