Saturday, May 18, 2019

ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ---- International Museum Day

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🖼🖼🖼🖼🖼🖼🖼🖼🖼🖼

🖼🖼ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે🖼🖼

🌉🌌🌌🌌🌌🌌🌌🌠🌉🌌
(ગુજરાતના બીજા મ્યુઝિયમની માહિતી PDF મા)

👉ઇતિહાસની જાળવણીને વધુ બળવત્તર બનાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧૮મી મેના રોજ આ દિવસની ઉજવણી થાય છે . 
👉ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ સાથે વિશ્વના દોઢસોથી વધુ દેશોના ૩૨ ,૦૦૦થી વધુ મ્યુઝિયમો આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે.

📌🀄️📌📌Themes

👉2017 - Museums and Contested Histories: Saying the unspeakable in museums 

(2016 – Museums and Cultural Landscapes)


👌👌લેટિન મ્યુઝ શબ્દ પરથી મ્યુઝિયમનો જન્મ થયો. મ્યુઝિસ એટલે કલાની દેવી, સેન્ટર ઓફ નોલેજ. 
👌👌વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ એલેક્ઝાન્ડ્રીયા શહેરમાં આવેલું છે. 
👌👌👉🇮🇳એશિયાટિક સોસાયટી બેંગ્લોરની પ્રેરણાથી ભારતમાં ૧૮૧૪માં પહેલું મ્યુઝિયમ કોલકાત્તામાં શરૂ.

👉 આ દિવસ નિમિત્તે મ્યુઝિયમની પ્રવૃત્તિ અને વારસા વિશ નજીકથી જાણીએ...
♻ ♻ વિવિધ પ્રકારનો પુરાતત્વ વારસો સાચવવા માટે પુરાતત્વ સંગ્રહાલયની ભારતમાં શરૂઆત થઈ ત્યારે કોલકાતાનું મ્યુઝિયમની સ્થાપના થઈ. 
🏠આ મ્યુઝિયમ વિશ્વના સૌથી જૂના મ્યુઝિયમની યાદીમાં સામેલ છે. 
આ યાદીમાં બાદ તો ભારતમાં અનેક મ્યુઝિયમ બન્યા. ભારતમાં જેટલા મ્યુઝિયમો બન્યાં તે જ પ્રમાણે વિશ્વમાં પણ અનેક મ્યુઝિયમ એવા છે તે તેમાં સંગ્રહિત વસ્તુઓને લીધે આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે.

👉⛩🕋બેન્ગ્લુરુમાં આવેલું NIMHANS બ્રેઇન મ્યુઝિયમનો⛩🕋 ઉલ્લેખ બાયોલોજીના પુસ્તકમાં અવારનવાર કરવામાં આવેલો જોવા મળે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સમાં ચાલતા આ મ્યુઝિયમ 300થી વધુ વિવિધ પ્રજાતિઓના મગજના નમૂનાઓ સાચવવામાં આવ્યા છે. સજીવ પ્રજાતિઓના મગજના આ નમૂનાઓને કાચની બોટલમાં બંધ કરીને સાચવવામાં આવ્યા છે. આ મગજના સંગ્રહાલયમાં મોટા ભાગના માનવ મગજ છે, જેમાંથી મોટા ભાગના લોકો દ્વારા આપવામાં આવ્યા છે તેની સાચવણી કરવામાં આવી રહી છે. અહીંના મગજમાં મોટા ભાગના અકસ્માત અને જીવાણુઓ પડેલા પરોપજીવી મગજ પણ છે. અહીં લોકો મૃત્યુ બાદ મગજની દશાને સરળતાથી જોઈ શકે છે.
✍✍ભારતમાં અંધવિશ્વાસને માન્ય કરનારાઓની તાદાદ ખૂબ જ વધુ છે. મોટા ભાગના લોકો કોઈને કોઈ અંધવિશ્વાસ કે કાળા જાદુમાં માનતા જ હોય છે. જો કાળા જાદુથી ડરતા હોય તો આ મ્યુઝિયમની મુલાકાત લેવી નહીં કારણ કે અહીંની તમામ વસ્તુઓનો સંગ્રહ કાળા જાદુનો જ છે. પહાડી રાજ્ય આસામના માયોંગની મધ્યમાં આવેલું આ મ્યુઝિયમ કાળા જાદુ (બ્લેક મેજિક)નું ઘર છે.
ભૂતકાળમાં જેના સહારે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી, જેના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. મેલી વિદ્યાની હસ્તપ્રતો, માનવીનાં હાડપિંજર, તાંત્રિક વિધિઓમાં વપરાતી સાધન સામગ્રીઓ નજરે પડે છે. મ્યુઝિયમ નિહાળવા માટે આવતા લોકો અહીં તાંત્રિક વિધિ વિષે વાંચી પણ શકે છે.


🚗🚕🚜🚛વિન્ટેજ કારના દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ અનેક મ્યુઝિયમ છે.
🚜🚜 વિન્ટેજ કારના મ્યુઝિયમમાં એકથી એક ચડિયાતી રોયલ કાર જોવા મળે છે. પરંતુ 🚜🚜🚜હૈદરાબાદમાં તો હાથે બનાવેલી ગાંડી કારનું પણ મ્યુઝિયમ છે. 
🚗🚗હૈદરાબાદના સુધા કાર મ્યુઝિયમ વિશ્વની સૌથી મોટી ટ્રાઇસિકલ બનાવવા માટે ગિનીઝ બુકમાં રેકોર્ડ નોંધાવનાર કે. સુધાકર ચલાવે છે.
🚜🏍 તેમણે કારને મોડીફાઈ કરીને કેમેરાઓ, ફૂટબોલ, બર્ગર, ક્રિકેટના બેટ તેમજ ફૂલદાની જેવા વિવિધ આકારોમાં બનાવી છે.

🍶🍶🍶🍶ભારતીય સંસ્કૃતિના દુર્લભ વાસણો કહી શકાય તેવાં વાસણોનો ખજાનો અમદાવાદના વાસણ મ્યુઝિયમમાં જોવા મળે છે. પ્રાચીન કાળમાં અને મધ્યકાલીનમાં જે વાસણો બનાવવાની હસ્તકળા વિકસેલી હતી, તેમાંથી કેટલાંક વાસણોના નમૂના અહીં સંગ્રહિત કરવામાં આવ્યા છે. કોઈ ગામડાના ઘરમાં જે રીતે વાસણો મૂકવામાં આવ્યાં હોય તેવો આભાસ આ મ્યુઝિયમમાં થાય છે. 
કારણ કે ગારાની કાળી પડી ગયેલી દીવાલો પર ઘરનાં વાસણોને લટકાવવામાં આવ્યાં હોય તેવા એક ગામડાના ઘર જેવી જ દીવાલો બનાવવામાં આવી છે. અહીં ભારતના દરેક કાળનાં વાસણોની ઉપસ્થિત છે. 🖱ખાસ કરીને પિત્તળનાં વાસણોનો સંગ્રહ વધુ જોવા મળે છે. કારણે ભારતની પિત્તળ કળાએ અનેક વાસણોનો વારસો આપ્યો છે.

💈📿18મી મેને ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે તરીકે ઉજવાય છે. 

🐾🐾🐾🙏🙏👉👉ગુજરાતના ભવ્ય સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્યતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે.

👉👉રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાં અમદાવાદ ખાતે ૧૯૫૧માં સ્થપાયેલ ગાંધી સ્મારક સંગ્રહાલય મુખ્ય છે. 
જે ૧૯૬૩માં નવા સ્વરૂપે નવા અદાયલા સ્થળે બનાવવામાં આવ્યું. આ સંગ્રહાલયમાં ગાંધીજીની રોજીંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્તુઓને પ્રદર્શન માટે મૂકી છે. ઉપરાંત સંગ્રહાલયમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્તવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્તકો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્તપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્યવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્તુઓ ભારતીય સ્વાતંત્ર ઇતિહાસની અનુભૂતિ કરીવે છે. ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

🎋🎋🎋પતંગ સંગ્રહાલય :🎋🎋🎋🎋
‘પતંગ ઉત્સવ’ ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ સંસ્કૃતિને ઉજાગર કરતું ‘પતંગ સંગ્રહાલય’ પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે ‘પતંગ સંગ્રહાલય’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

👉👉કચ્છ મ્યુઝિયમ :👇👇👏👏👏

ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય છે. ઇ.સ. ૧૮૭૭માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્યુસન સંગ્રહાલય નામે. પ્રચલિત છે. બ્રિટીશ હકુમત સમયે સર જેમ્સ ફર્ગ્યુસને આ સંગ્રહાલયની વ્યવસ્થા કરી હતી. આ સંગ્રહાલયમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના તેના ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્ત્રોના નમૂના, પુરાતત્વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્યવહાર સાથે જોડાયેલ સંસ્કૃતિ અને સભ્યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે.


📸📸📸19મી સદીમાં દેશના સૌથી રસપ્રદ મ્યુઝિયમ તરીકે બરોડા મ્યુઝિયમનું સ્થાન હતું.
👉 બરોડા મ્યુઝિયમમાં વિશ્વની કેટલીક અજાયબીભરી ચીજોનું કલેક્શન છે. જેમાં ઇજિપ્તના મમીનો સમાવેશ થાય છે.
🗣 આ મમી મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1895માં ખરીદાયું હતું. આ મમી સ્ત્રીનું હોવાનું છેલ્લાં 120 વર્ષથી મનાતુંં હતું. જો કે તે પુરુષનું હોવાનો સૌથી રોચક ખુલાસો બ્રિટિશ મ્યુઝિયમનાં ઇજિપ્ત અને સુદાન ગેલેરીનાં આસિસ્ટન્ટ કીપર અને ઇજિપ્તૉલૉજિસ્ટ માર્સલ મેરીએ કર્યો છ.

👥👤વર્ષ 2013માં માર્સલ મેરી બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવ્યાં હતાં.આ મુલાકાત દરમિયાન તત્કાલીન ક્યુરેટર શૈલેશ ઘોડાએ માર્સલ મેરીને આ મમી વિશે ક્વેરી કરી હતી.માર્સલ મેરી બરોડા મ્યુઝિયમમાં આ મમીને નિહાળી તેની ઉપરના લખાણ વાંચીને પરત જતાં રહ્યાં હતા.માર્સલ મેરીએ શૈલેશ ઘોડાને ઇમેલ પર 2 મહિના સુધી તેમના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
👉👉બરોડા મ્યુઝિમનું મમી કોઇ સ્ત્રીનું નહીં પુરુષનું છે
👉👉👉માર્સલે આપેલા પ્રત્યુતરમાં જણાવાયું છે કે આ મમી કોઇ સ્ત્રીનું નથી.આ મમી પુરુષનું છે અને તે પણ એક 👉ઇજિપ્શિયન ધર્મગુરુનું છે.
મમીની ઉપર લખાયેલું નામ👌‘હૉર્નાખ્ત’👌એ ઇજિપ્તની સંસ્કૃતિમાં પુરુષનાં નામ હોય છે.આ પ્રથમ પુરાવાના આધારે તેમણે મમીની સ્ટડી કરીને જણાવ્યું હતું કે આ પુરુષનું મમી છે.બરોડા મ્યુઝિયમમાં આ મમીને યુવતીના મમી તરીકે જ ગણાતું હતું પરંતુ આ પત્રવ્યવહાર અને માર્સલ મેરીના તારણ બાદ શૈલેશ ઘોડાએ પોતાની માર્ચ 2013ની નિવૃત્તિ પહેલાં તેનુ લેબલિંગ ચેન્જ કર્યું છે.

🎋🎋🎋Yuvirajsinh Jadeja:

🐾🐾🐾એલ ડી મ્યુઝિયમ :🌱🌱 'લાલભાઇ દલપતભાઇ મ્યુઝિયમ ગુજરાત યુનિવર્સિટીના એલ ડી ઇન્ડોલોજી વિભાગમાં આવેલું છે, આ મ્યુઝિયમમાં પ થી ૧૮ સેન્ચુરી સુધીના પાષાણ, ધાતુ અને કાષ્ટના શિલ્પો, નેચર પેઇન્ટિંગ, સિક્કા તેમજ ફોટોગ્રાફી સહિત ૭૦૦ જેટલા ઓબ્જેક્ટ ડિસ્પ્લેમાં મુકવામાં આવ્યા છે. આ વર્ષે ૧૨૦૦૦થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે. ’

(ગુજરાતના બીજા મ્યુઝિયમની માહિતી PDF મા)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment