🙏💣⚔💣⚔💣⚔💣⚔💣
પોખરણ વન
સ્માઇલિંગ બુદ્ધ
💣⚔💣⚔💣⚔💣⚔💣⚔💣
💣વર્ષ 1974 માં આજના દિવસે ભારતે પહેલું પરમાણુ વિસ્ફોટનું પરીક્ષણ કર્યું હતું. યુએન સુરક્ષા પરિષદના 5 સભ્ય દેશો સિવાય પરમાણુ શક્તિ બનનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો હતો . વડાપ્રધાન ઇંદિરા ગાંધીની આગેવાનીમાં પોખરણ રેન્જમાં આઠ કિલો ટનનો વિસ્ફોટ કરાયો હતો .
💣 અણુ પરીક્ષણ કાર્યક્રમ: સ્માઇલિંગ બુદ્ધ ( Smiling Buddha ) પરિયોજના હેઠળ, ભારતે સફળતાપૂર્વક તેમનાં પ્રથમ પરમાણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો.
💣આ સાથે ભારત પરમાણુશક્તિ ધરાવતું છઠું રાષ્ટ્ર બન્યું.
☯🎯Yuvirajsinh Jadeja:
સાંકેતિક નામ સાથે કરવામાં આવતાં પરમાણુ પરીક્ષણો વૈજ્ઞાનિક, લશ્કરી ઉપરાંત રાજકારણ પ્રેરિત વધુ હોય છે
‼️‼️‼️‼️‼️‼️🔆🔆પરમાણુશસ્ત્રીની અસર, વિસ્ફોટક ક્ષમતાની ચકાસણી કરવા માટે પરમાણુ પરીક્ષણ કરવામાં આવે છે. ઘણા દેશોએ પરમાણુ પરીક્ષણ કર્યું છે.
🎯🎯પરમાણુ પરીક્ષણના હેતુ અલગ અલગ હોય છે. વૈજ્ઞાનિક તથા લશ્કરી ઉપરાંત રાજકારણ પ્રેરિત પરીક્ષણો હોય છે.
🎯🎯પરમાણુ પરીક્ષણને સાંકેતિક નામ આપવામાં આવે છે. તેમાંનાં કેટલાંક નામ આ પ્રમાણે છેઃ ટ્રિનિટી, લિટલ બૉય, ફેટમેન, હરિકેન, ઇવી માઇક, કાસલ બ્રેવો, ગ્રેપલ એક્સ, ગેરબોઇઝ બ્લુ, ટીઆર બોંબ, ૫૯૬, ટેસ્ટ નં. ૬, કેનોપસ, પોખરણ- ૧ અને ૨, સ્માઇલિંગ બુદ્ધ, એનકેએમટી, ચાગઇ; વગેરે.
🎯🎯🎯પરમાણુ પરીક્ષણ ખાસ કરીને ત્રણ પ્રકારનાં હોય છેઃ
1⃣જમીનની નીચે (ભૂગર્ભમાં) થતું પરીક્ષણ,
2⃣પાણીમાં થતું પરીક્ષણ,
3⃣વાતાવરણમાં થતું પરીક્ષણ.
🌫🌫ભૂગર્ભમાં થતું પરમાણુ પરીક્ષણ ઘણી ઊંડાઇએ કરવામાં આવે છે. શીત યુદ્ધ દરમિયાન રશિયા અને અમેરિકાએ આ જાતનાં સૌથી વધુ પરીક્ષણો કર્યાં હતાં.
💧🌊🌊પાણીમાં થતું પરમાણુ પરીક્ષણ વહાણ કે બોટમાંથી કરાય છે. પરિણામે જે તે વહાણ કે બોટ, વિસ્ફોટ થવાથી નાશ પામે છે. પાણીમાં થતું પરીક્ષણ, પરમાણુના જથ્થા અને તેની સંહારશક્તિ વચ્ચેનો સંબંધ જાણવા માટે થાય છે. આ જાતના પરીક્ષણથી ઘણું નુકસાન થાય છે, કારણ કે મોટા પ્રમાણમાં કિરણોત્સારી પાણી અને વરાળ પેદા થાય છે.
વાતાવરણમાં થતા પરીક્ષણમાં સ્ફોટક પદાર્થને ઉત્તુંગ ટાવર પર રાખવામાં આવે છે. આ પરીક્ષણમાં પ્લેન મારફતે કે બલૂન મારફતે સ્ફોટક પદાર્થને જમીન પર ફેંકવામાં આવે છે. આ પરીક્ષણ માટે પરમાણુ બોંબને ઉપર લઇ જવા માટે રૉકેટનો ઉપયોગ કરવામાં આવે છે, અને વાતાવરણમાં સ્ફોટ કરવામાં આવે છે.
💥💥💥સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ ૧૬ જુલાઈ, ૧૯૪૫ના રોજ અમેરિકાએ અલામાગોર્ડો, ન્યુ મેક્સિકો ખાતે કર્યું હતું. આ પ્રથમ પરીક્ષણની સ્ફોટક ક્ષમતા ૨૦ કિલોટન જેટલી હતી, 🔥🔥તેનું સાંકેતિક નામ ટ્રિનિટી હતું. ત્યાર બાદ તેણે સાંકેતિક નામ 💥‘લિટલ બોય’💥 હેઠળ ૧૫ કિલોટનની સ્ફોટક ક્ષમતા સાથે હિરોશિમા પર ૬ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ હુમલો કર્યો હતો, અને ૯ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ સાંકેતિક નામ 💣‘ફેટમેન’💣 સાથે ૨૧ કિલોટનની ક્ષમતાવાળો બોંબ નાગાસાકી પર ફેંક્યો હતો.
💣💣રશિયા દ્વારા પ્રથમ પરીક્ષણ ⚔‘આરડીએસ-૧’નો સાંકેતિક નામ સાથે ૨૨ કિલોટનની સંહારકશક્તિ સાથે કરવામાં આવ્યું હતું.
💣યુ.કે. દ્વારા સૌપ્રથમ પરીક્ષણ ત્રીજી ઑક્ટોબર, ૧૯૫૨ના રોજ 🛡‘હરિકેન’ સાંકેતિક નામથી પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેની સંહારક શક્તિ ૨૫ કિલોટન જેટલી હતી.
🛡🛡🛡💣💣હાઇડ્રોજન બોંબ તરીકે સૌપ્રથમ ક્રાયોજેનિક થર્મોન્યુક્લિયર શસ્ત્ર 🕳🕳‘ઇવી માઇક’🕳🕳ના સાંકેતિક નામથી ૧ નવેમ્બર, ૧૯૫૨ના રોજ પરીક્ષણ અમેરિકાએ કર્યું હતું. તેની સંહાર શક્તિ ૧૦,૪૦૦ કિલોટન જેટલી હતી.
🔑🗝અમેરિકાએ કુલ ૧,૦૫૪ પરીક્ષણો કર્યાં છે, તેમાંનાં મોટા ભાગમાં પરીક્ષણો નેવાડા, પેસિફિક, અમચિત્કા, કોલોરોડો, અલાસ્કા, ન્યુ મેક્સિકો અને મિસિસિપ્પી ખાતે થયાં છે.
💣💣સોવિયેત રશિયાએ ૭૧૫ પરીક્ષણો કર્યાં છે. તેમાં મોટા ભાગનાં પરીક્ષણો સેમિપલતિન્સ્ક, અને નોવાયા ઝેમલ્યા ખાતે થયાં છે. કેટલાંક પરીક્ષણો તુર્કમેનિસ્તાન, યુક્રેઇન અને કઝાખ્સ્તાન ખાતે થયાં છે.
💣💣ફ્રાન્સે કુલ ૨૧૦ પરીક્ષણો કર્યાં છે તેમાંથી ૧૩ ભૂગર્ભ એક્કર ખાતે, ચાર વાતાવરણીય પરીક્ષણો રેગેન ખાતે અને બાકીનાં કેટલાંક ફ્રેન્ચ અલ્ગેરિયન સહારા, ફ્રેન્ચ પોલિનેસિયામાં આવેલા મોહુરોઆ ખાતે તથા બે ગુપ્ત સ્થળો હમ્માગીર અને બેન વેનીફમાં કર્યાં હતાં.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳ભારતે કુલ ૬ પરીક્ષણો કર્યાં છે તેમાંનું પહેલું પરીક્ષણ ૧૮ મે, ૧૯૭૪ના રોજ કરવામાં આવ્યું હતું. તેનું સાંકેતિક નામ ☸‘સ્માઇલિંગ બુદ્ધ’☸ હતું અને તેની સંહારકશક્તિ ૧૨ કિલોટન જેટલી હતી.
☢☢બીજાં પાંચ પરીક્ષણો પોખરણ-૨ તરીકે ઓળખાય છે તે ૧૧ મે, ૧૯૯૮ના રોજ કરવામાં આવ્યાં તેની સ્ફોટક શક્તિ ૨૦ કિલોટન જેટલી હતી.
☢☣☣ રશિયાનું સૌથી મોટું ન્યુક્લિયર શસ્ત્ર ૫૭,૦૦૦ કિલોટનની સંહારકશક્તિવાળું પરીક્ષણ ૩૧ ઑક્ટોબર, ૧૯૬૧ના રોજ થયું હતું.
♐️♐️કોરિયાનું સૌપ્રથમ પરીક્ષણ ૨૫ મે, ૨૦૦૯ના રોજ થયું હતું. તેની સંહારકશક્તિ ૧૫ કિલોટન જેટલી હતી અને તેનું સાંકેતિક નામહતું ‘એનકેએનટી’. જોકે ૯ ઑક્ટોબર, ૨૦૦૬ના રોજ કોરિયાએ પરમાણુ પરીક્ષણનો પ્રયત્ન કર્યો હતો, પણ તે સફળ થયો નહોતો.
♌️♌️♌️પાકિસ્તાનનું પ્રથમ પરમાણુ પરીક્ષણ ✡‘ચાગઇ-૧’✡ના નામથી ઓળખાય છે. તે ૨૮ મે, ૧૯૯૮ના રોજ થયું હતું, તેની સંહારકશક્તિ ૧૨ કિલોટનની હતી.
♊️🔯♉️ચીનનું પ્રથમ પરીક્ષણ ૧૬ ઑક્ટોબર, ૧૯૬૪ના રોજ થયું હતું. તેનું સાંકેતિક નામ ♐️‘૫૯૬’♐️ હતું અને સંહારકશક્તિ ૨૨ કિલોટનની હતી.
🈳🈹૧૯૬૩માં ‘લિમિટેડ ટેસ્ટ બૅન સંધિ’ મુજબ ભૂગર્ભ, પાણી અને હવામાં થતાં પરીક્ષણો સિવાયનાં પરીક્ષણો પર પ્રતિબંધ મૂકેલો છે.
⚛🈳⚛૧૯૬૬માં રશિયા અને અમેરિકાએ ‘થ્રેસહોલ્ડ પરીક્ષણ’ પર ૧૫૦ કિલોટન કરતાં મોટાં પરીક્ષણો પર પ્રતિબંધ સ્વૈચ્છિક રીતે રાખ્યો છે.
✏️🐾🐾📚🐾‼️‼️📚‼️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🛡🛡📌📌વર્ષ 1974માં સેઠનાએ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને જણાવ્યું કે તેમણે શાંતિપૂર્ણ ઉદ્દેશ સાથે પરમાણુ પરિક્ષણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વડાપ્રધાને ગાંધીએ લીલી ઝંડી આપી દીધી અને પછી 18 મે, 1974ના રોજ સેઠનાએ કોડ વર્ડમાં ઇન્દિરા ગાંધીને સંદેશ મોકલ્યો-સ્માઇલિંગ બુદ્ધ (✨🌞અડધા અંગ્રેજ થઈ ગયેલા ભારતીયો બુદ્ધા કહે છે).
🌎🇮🇳 ભારતનું આ પ્રથમ પરમાણુ પરિક્ષણ અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું. અમેરિકાના સંવેદનશીલ ઉપગ્રહ પણ તેનો અણસાર સુદ્ધાં મેળવી શક્યાં નહોતા. આ વિસ્ફોટ પછી કેટલીક મહાશક્તિઓ અને પડોશી રાષ્ટ્ર નારાજ થયા હતા.
🇮🇳પણ ડૉ. સેઠના અત્યંત સ્પષ્ટ વિચારધારા ધરાવતા હતા કે ભારતે પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનવું જોઈએ. દેશ સ્વબળે પ્રગતિ કરવાના માર્ગ સાથે કોઈ સમજૂતી ન કરવી જોઈએ તેવું તે માનતાં હતાં.
🇮🇳🇮🇳ડૉ. સેઠના ભારત પાછાં ફર્યા તે પછી ડૉ. હોમી ભાભાએ તેમને સમજાવીને કેરળના અલુવામાં ઇન્ડિયન રેર અર્થ્સ લિમિટડના પ્રમુખ બનાવ્યા હતા, જેમાં તેમણે મોનોઝાઇટ રેતીમાંથી દુર્લભ આણ્વિક પદાર્થો મેળવ્યાં હતાં.
🎯દરમિયાન તેઓ કેનેડા-ભારત રિએક્ટર (સાયરસ)ના પ્રોજક્ટ મેનેજર બન્યાં. તે પછી તેમણે 1959માં ટ્રોમ્બે સ્થિત પરમાણુ ઊર્જા સંસ્થામાં પ્રમુખ વિજ્ઞાની અધિકારીનું પદ સંભાળ્યું.
🎯આ સંસ્થા એટલે હાલનું ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર. તેમના અવિરત પ્રયાસ અને કુશળ નેતૃત્વના બળે 1959માં ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં પ્લુટોનિયમ અલગ કરવા🎯 પ્રથમ રિએક્ટરનું નિર્માણ થઈ શક્યું. તેની ડીઝાઇન અને તેનું નિર્માણ સંપૂર્ણપણે ભારતીય વિજ્ઞાનીઓ અને ઇજનેરોએ કર્યું. આગળ જતાં આ રિએક્ટરમાંથી અલગ કરવામાં આવેલા પ્લુટોનિમમાંથી જે પરમાણુશક્તિ તૈયાર થઈ તેના વિસ્ફોટથી 🎯18 મે, 1974માં પોખરણમાં બુદ્ધના ચહેરા પર સ્મિત ફરક્યું હતું.
ડો. સેઠનાના માર્ગદર્શનમાં જ 1967માં ઝારખંડના જાદુગુડામાં યુરેનિયમ મેળવવા માટે રિએક્ટર લગાવવામાં સ્થાપિત કરવામાં આવ્યું.
🎯તેમણે તારાપુર પરમાણુ રિએક્ટરો માટે યુરેનિયમ ઇંધણના વિકલ્પ સ્વરૂપે મિશ્ર ઑક્સાઇડ ઇંધણ વિકસાવ્યું. પોખરણમાં 🎯પરમાણુ વિસ્ફોટ પછી અમેરિકાએ યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવાનું બંધ કરી દીધું હતું.
🎯🎯આ સમયે ફ્રાંસે યુરેનિયમ આપીને આપણી મદદ કરી, નહીં તો ડૉ. સેઠનાએ મિશ્ર ઓક્સાઇડથી તારાપુરનું પરમાણુ રિએક્ટર ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી.
🎯🎯તે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના પ્રખર હિમાયતી હતા. 🎯1958માં સંયુક્ત રાષ્ટ્રે જીનિવામાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું, જેના ઉપસચિવ સેઠનાને બનાવવામાં આવ્યાં હતાં. તેઓ સંયુક્ત રાષ્ટ્રની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય હતા અને
🎯1966થી 1981 સુધી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યાં છે.
🎭🎭1966માં તેઓ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર બન્યાં અને 🎭🎭1972થી 1983 સુધી પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ રહ્યાં. આ પદ પર હોમી ભાભા પછી સૌથી વધુ સમય રહેવાનું બહુમાન સેઠના ધરાવે છે. તેમણે ભારતીય પરમાણુ ઊર્જા કાર્યક્રમને નવી ગતિ પ્રદાન કરી હતી.. આજે ભારતને પરમાણુશક્તિ સ્વરૂપે દુનિયામાં માન્યતા મળી છે તો તેમાં ડૉ. ભાભા પછી સૌથી વધારે યોગદાન ડૉ. સેઠનાનું જ છે.🀄️📌📌📌📌📌📌🀄️🀄️

No comments:
Post a Comment