Sunday, July 7, 2019

જર્મનીના હેમ્બર્ગમાં જી-20 શિખર સંમેલન --- G-20 summit convention in Hamburg, Germany

Yuvirajsinh Jadeja:
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
જર્મનીના હેમ્બર્ગમાં જી-20 શિખરસંમેલન
🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️🎯આ સમિટની થીમ છે ‘ શેપીંગ એન ઈન્ટર કનેકટેડ વલ્ડૅ’

બે દિવસીય સમિટની થીમ ‘ શેપીંગ એન ઈન્ટર કનેકટેડ વલ્ડૅ’ રાખવામાં આવી છે. 
🎯સમિટમાં આતંકવાદ વિરૂદ્ધની લડાઈ, કલાઈમેટ ચેન્જ, વૈશ્વિક વ્યાપાર જેવાં મુદ્દે મુખ્યરૂપે ચર્ચા કરવામાં આવશે. તો સમિટ દરમિયાન પીએમ મોદી કેટલાંક રાષ્ટ્રો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી શકે છે.

👉સાંજે 7.30 વાગે પીએમ મોદી જર્મની માટે રવાના..જ્યાં તે જર્મનીના હેમ્બર્ગમાં જી-20 શિખરસંમેલનમાં ભાગ લેશે.

👉જર્મનીના હેમ્બર્ગ શહેરમાં 7-8 જુલાઇ દરમિયાન જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમિટમાં વિશ્વના ટોચના અને શક્તિશાળી એવા 20 દેશોના પ્રમુખો ભાગ લેશે.જી-20 સમિટ પહેલા હેમ્બર્ગ શહેરમાં હજારો લોકોએ જીવતી લાશ બનીને વિરોધ કર્યો હતો.

✅આ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. 

✅ડિસેબર, 1999માં જર્મનીના બર્લિન શહેરમાં G-20ની સ્થાપના થઈ હતી અને પ્રથમ સમિટ મળી હતી. 
✅આ સમિટમાં જર્મની અને કેનેડાના નાણા મંત્રીઓએ ભાગ લીધો હતો. 
💠અત્યાર સુધી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેન્કના ગવર્નર્સ વચ્ચે 20 G-20 સમિટ યોજાઈ ગઈ છે. 
✅જ્યારે દેશના પ્રતિનિધિઓ મળ્યા હોય તેવી 11 G-20 સમિટ મળી ચુકી છે. 
✅જર્મનીના હેમ્બર્ગમાં યોજાનાર 12મી G-12 સમિટ છે ત્યારે 
🎯💠🎯G-20ની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? તે શું કામ કરે છે? કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવે છે? વગેરે મુદ્દે વિગતે સમજીએ.♦️♦️

✅♻️આ વખતે GST સહિત આ મુદ્દે થશે ચર્ચા

આ બેઠકમાં સામેલ થઈ રહેલા રાજનેતા વિશ્વની કુલ વસતીના બે તૃતીયાંશ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેઓ વિશ્વના 85% અર્થતંત્ર અને 75% વૈશ્વિક વ્યાપારને નિયંત્રિત કરે છે. આ બેઠકમાં ચાલુ વર્ષે આતંકવાદ, આર્થિક સુધાર, મુક્ત વ્યાપાર, GST, નોટબંધી, જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા પર વાતચીત થશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠♻️આ વખતની સમિટ કેમ છે ખાસ?

G-20 સમિટમાં મોદી પેરિસ ક્લાઈમેટ ડીલ પર ભારતની પ્રતિબદ્ધતાનો ફરી ઉલ્લેખ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા બાદ જી-20 દેશોની આ પ્રથમ મીટિંગ છે. ટ્રમ્પ આ મંચ પરથી શું બોલશે તેના પર વિશ્વની નજર રહેશે. રશિયાના પ્રમુખ વ્લદામિર પુતિન અને યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ પ્રથમ વખત મુલાકાત કરશે કે નહીં તે અંગે પણ ચર્ચા થઈ રહી છે.

✅💠ક્યારે અને શા માટે G-20ની થઈ હતી શરૂઆત?

G-20ની શરૂઆત 1999માં એશિયામાં ઉભા થયેલા આર્થિક સંકટ બાદ નાણામંત્રીઓ તથા કેન્દ્રીય બેંકોના ગવર્નરોની બેઠક સાથે થઈ હતી. તેની સ્થાપના આર્થિક તથા નાણાંકીય નીતિગત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને તમામના ફાયદા માટે સ્થિર અને વૈશ્વિક આર્થિક વિકાસ કરવાના હેતુથી સહયોગ આપવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી.

🎯🔰શું કામગીરી કરે છે?🔰🔰

G-20ની કામગીરીમાં વૈશ્વિક અર્થતંત્રોના સશક્તિકરણ, આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓમાં સુધારો લાવવો અને વિશાળ આર્થિક સુધારા પર દેખરેખનો સમાવેશ થાય છે. જી-20 નવી નોકરીઓ, મુક્ત વ્યાપાર સહિત વૈશ્વિક અર્થતંત્રોના વિકાસ પર પણ ધ્યાન આપે છે.

🎯🎯🔰ક્યા દેશો સભ્ય છે?🔰

G-20ના ગ્રુપમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાના, મેક્સિકો, રશિયા, આઉદી અરબ, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઈટેડ કિંગડમ, અમેરિકા, ચીન, દક્ષિણ આફ્રિકા જેવા દેશો સામેલ છે.

🎯🔰દરેક દેશોને કેમ આમંત્રણ નથી હોતું
બોડીને નિર્ણય લેવામાં અગવડતા ઉભી થવાના ડરે તમામ દેશોને જી20માં આમંત્રણ આપવામાં આવતું નથી.

🔰🎯જી-20 બેઠક દરમિયાન વિરોધની શક્યતા🎯

જી-20નો વિરોધ કરી રહેલા સંગઠનોએ બે દિવસીય સંમેલન શાંતિપૂર્ણ રીતે નહીં ચાલવા દેવાની ચીમકી આપી છે. સંગઠનો જી-20 દેશોમાંથી મધ્યપૂર્વ દેશોને હટાવવા અને યુરોપ આવી રહેલા શરણાર્થીઓની જવાબદારી લેવાની માંગ કરી રહ્યા હતા.

🎯🔰પ્રથમ 14-15 નવેમ્બર, 2008 અમેરિકા વોશિંગ્ટન ડીસી

🔰દ્વિતીય 2 એપ્રિલ, 2009 યુનાઈટેડ કિંગડમ લંડન

🔰ત્રીજી 24-25 સપ્ટેમ્બર, 2009 અમેરિકા પિટ્સબર્ગ
🔰ચોથી 26-27 જૂન, 2010 કેનેડા ટોરેન્ટો
🔰પાંચમી 11-12 નવેમ્બર, 2010 સાઉથ કોરિયા સિયોલ
🔰છઠ્ઠી 3-4 નવેમ્બર, 2011 ફ્રાન્સ કેન્સ
🔰સાતમી 18-19 જુન, 2012 મેક્સિકો લાસ કેબાસ
🔰આઠમી 5-6 સપ્ટેમ્બર, 2013 રશિયા સેન્ટ પીટર્સબર્
🔰નવમી 15-16 નવેમ્બર, 2014 ઓસ્ટ્રેલિયા બ્રિસબેન
🔰દસમી 15-16 નવેમ્બર, 2015 તુર્કી સેરિક
🔰અગિયારમી 4-5 સપ્ટેમ્બર, 2016 ચીન હેંગશુ
🔰બારમી 7-8 જુલાઈ, 2017 જર્મની હેમ્બર્ગ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉યુરોપીય નેતાઓએ જી -20 શિખર ખાતે સીમાચિહ્ન પોરિસ આબોહવા સંધિનો બચાવ કરવાની જવાબદારી લીધી છે. જર્મની, ફ્રાંસ, ઈટાલી અને અન્ય ઇયુના અર્થતંત્રોએ વોશિંગ્ટન સાથે તેમના લાંબા સમયથી સંબંધો સ્વીકાર્યા હતા, પરંતુ કહ્યું હતું કે તેઓ ગ્લોબલ વોર્મિં

ગ જેવી અસ્તિત્વને લગતા ધમકીઓમાં નથી આપશે.

👉તેઓએ ચેતવણી આપી હતી કે ટ્રાંપની “અમેરિકા ફર્સ્ટ” વલણ દ્વારા પ્રતીકિત કરાયેલા સંરક્ષણવાદ અને આઇસોલેશનિઝમ વૈશ્વિક સમસ્યાઓને હલ નહીં કરે. જર્મની હેમ્બર્ગ શહેરમાં 7-8 જુલાઈના રોજ બે દિવસીય સમિટનું આયોજન કરી રહ્યું છે. 
💠ચાન્સેલર એન્જેલા મર્કેલે જણાવ્યું હતું કે, 2015 ના પેરીસ સોદો વાટાઘાટોમાં નથી.

👉યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના પાશ્ચાત્ય સહયોગીઓ વચ્ચે ક્લાયમેટ પરિવર્તન એક મુખ્ય અસ્થિ બની ગયું છે, અને જ્યારે આ સમસ્યા હમબર્ગમાં 20 નેતાઓના ગ્રૂપને મળે છે ત્યારે મોટી સમસ્યા ઊભી થાય છે. ચીન પછી યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રીનહાઉસ ગેસનું વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્સર્જન છે.

👉ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયત્નો કરવા માટે પોરિસ સમજૂતી હસ્તાક્ષર કરે છે, જે ગ્લોબલ વોર્મિંગને કારણ આપે છે, જે આઇસ કેપ્સ અને ગ્લેશિયર્સને પીગળીને, વધતી જતી દરિયાઈ સ્તર અને વધુ હિંસક હવામાન ઘટનાઓ માટે જવાબદાર છે.

👉દરમિયાન, પ્રમુખ ડોનાલ્ડ ટ્રુપે પોરિસની આબોહવા સમજૂતિમાંથી બહાર કાઢવાનો તેમનો નિર્ણય મજબૂત બનાવ્યો છે, અને પોતાની જાતને આ પગલાને ગૌરવ જાહેર કરે છે. ટ્રમ્પે વોશિંગ્ટનમાં યુએસ ઊર્જા ક્ષેત્રના ભવિષ્યના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે અમેરિકન નોકરીઓ, કંપનીઓ અને કામદારોને સુરક્ષિત રાખવા માટે, અમેરિકાએ પોરિસ ક્લાયમેટ એકોર્ડથી પાછી ખેંચી લીધી છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

સિક્કિમમાં પીપલ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામને લઈને ભારત અને ચીનની વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને આગામી શુક્રવારે યોજાનારી જી-20 શિખર સંમેલનમાં ભારત અને ચીનના નેતા વચ્ચે મુલાકાત થઈ શકશે નહીં.

No comments:

Post a Comment